Featured

‘ઉંઘ’ આવે ત્યારે નહિ, પણ સમય થાય ત્યારે ઊંઘો !!

ઉંઘ નોહતી આવતી, તો રીલ જોતો હતો, અને કેટલા વાગી ગયા એની ખબર જ ના પડી !!

આવું ઘણા લોકોના મોઢે સાંભળવા મળતું હશે. તમારા ઘરના જ અમુક લોકોના મોઢે રોજ સાંભળતા હોવ એમ પણ બને ! આ રીલ ખરેખર એક દૂષણ જ છે, જેનો કોઇ અંત નથી. ઓકે, મારે તો આજે મુખ્ય વાત ઉંઘ ઉપર કરવી છે. ઉંઘ આપણાં શરીર માટે અત્યંત જરૂરી છે, એ આપણે બધા જ જાણીએ છીએ, છતાં એને કાયમ અવગણીએ છીએ. રોજની 7 થી 8 કલાકની ઉંઘ તો જરૂરી છે જ, પણ એનો સમય પણ ફિક્સ રાખવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. એ આપણી શારીરિક પ્રક્રિયાને અસર કરે છે. તમારા શરીર ને શાંતિથી કામ કરવાનો સમય, જ્યારે તમે સૂઈ જાવ ત્યારે જ મળે છે, બાકી જાગતા હોય ત્યારે તો આપણે ક્યાં એકેય અંગને આરામ આપીએ છે ?

પણ, મારે તો એટલું જ કહેવું છે કે, સુવાનો સમય ભલે તમે ફિક્સ ના કરી શકતા હોવ, પણ સૂવાની 10 મિનિટ પહેલા મગજ, અને શરીર ને શાંત કરી દો. ફોન સાઈડમાં મૂકી દો. એટલે શરીર ને ખબર પડી જાય કે “સાહેબ / મેડમ હવે સૂઈ જશે અને આપણે કામ ચાલુ કરવાનું છે ! બાકી તમે આખો મીંચાય નહિ ત્યાં સુધી મોબાઈલ મંતરતા હોવ, તો શરીર ની સિસ્ટમ પણ તમારી સૂવાની રાહ જોતી જોતી સ્ટેન્ડબાય પર જતી રહે અને એ પણ વિચારે “તેલ લેવા ગયો મારો સાહેબ, થાય એટલું કરીશું 藍”. પછી ચાલુ બધી તકલીફો.

એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે, ઉંઘ આવે ત્યારે મોબાઈલ નહિ મૂકવાનો, પણ મોબાઈલ મૂકીને ઊંઘવાનો પ્રયત્ન કરવાનો.

Enjoy Quality Sleep 

Featured

15, ઓગસ્ટ, 1947 – બે દેશના છૂટાછેડા

અર્ધી રાત્રે આઝાદી

આજે આપણે ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આપ સૌને આ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭, અંગ્રેજોએ આપણને આઝાદી આપી અથવાતો આપણે મેળવી એમ કહી શકાય. આ આઝાદી મેળવવામાં જેટલો હિસ્સો આપણા ક્રાંતિકારીઓનો હતો એટલો જ દ્વિતીય વિશ્વ યુદ્ધનો પણ હતો એમ કહી શકાય. દ્વિતીય યુદ્ધ દરમ્યાન બ્રિટન પાયમાલ થઇ ગયું હતું અને એટલેજ એને ભારતને પલાવવાનું પોષાય તેમ નોહ્તું. એટલે જ તેમણે ઉતાવળે ભારતને સ્વાધીનતા સોપવાનો નિર્ણય કર્યો અને મોઉંન્ટ બેટનને ભારત મોકલ્યા અને સત્વરે બધી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.

માઉન્ટ બેટને ૧૫મી ઓગસ્ટ ની તારીખ પસંદ કરી. જયારે આ તારીખ પસંદ કરાઈ હતી એ મહિનો હતો મેં, ૧૯૪૭. એટલે ફક્ત ૩ મહિનાનો સમય હતો, આઝાદી ની પ્રોસેસ પૂરી કરવા માટે. એમાય ભારતના ભાગલા પાડવાનો નિર્ણય પણ લેવાયો હતો, એટલે એની પણ પ્રક્રિયા કરવાની થતી ! દુનિયાના સૌથી ભયાનક “ છુટા-છેડા “ થાવા જઈ રહ્યા હતા. આ છુટા છેડા કઈ રીતે કરવા અને મિલકતો, સીલકો, દેવા વગેરે નું વિભાજન કઈ રીતે કરવું એ કામ એક હિંદુ અને એક મુસ્લિમ ને સોપવામાં આવ્યું. તેમના નામ હતા એચ.એમ.પટેલ અને મહમ્મદઅલી. તે બંનેને સરદાર પટેલ ના એક રૂમમાં પુરવામાં આવ્યા અને કોઈ ચોક્કસ નિર્ણય આવે ત્યારબાદ જ બહાર આવવા જણાવ્યું.

આ ભાગલામાં વહેચણી કરવા માટે દેશભરમાં મિલકતોની ગણતરી શરુ થઇ. અંતે એ બંને જણાએ નક્કી કર્યું કે દેશની જંગમ મિલકતના ૮૦ ટકા ભારતના ફાળે અને ૨૦ ટકા પાકિસ્તાનના ફાળે જાય. આખાય હિદમાં ઠેર ઠેર સરકારી ઓફિસોમાં ખુરશીઓ, ટેબલો, ઝાડું અને ટાઈપરાઇટરો ની ગણતરી શરુ થઇ. આમાની કેટલીક ગણતરીઓ તો ખરેખર લાજવાબ હતી. દાખલા તરીકે જગતના સૌથી વધુ દુષ્કાળ પીડિત દેશના ખેતી ખાતામાં ૪૨૫ ક્લાર્કો માટેના ટેબલ, ૮૫ મોટા ટેબલ, ૮૫ ઓફિસરો માટેની ખુરશીઓ, ૮૫૦ સાદી ખુરશીઓ, ૫૦ ટોપી ભરાવવા માટેની ખીંટીઓ, ૬ ચાટલા સાથેની ખીટીઓ, ૧૩૦ ઘોડા, ૪ લોખંડની તિજોરીઓ, ૨૦ ટેબલ લેમ્પ, ૧૭૦ ટાઇપરાઈટર, ૧૨૦ પંખા, ૧૨૦ ઘડિયાળો, ૧૧૦ સાઈકલો, ૬૦૦ ઇન્કસ્ટેન્ડ, ૩ સ્ટાફ કાર, ૨ સોફા અને ૪૦ કમોડ હતા.
આ બધાની વહેચણી માં દલીલો અને લડાઈઓ પણ ઉભી થઇ. કોઈ અધિકારી પોતાનું ગમતું ટાઈપરાઈટર સંતાડી દેતો, અથવા કોઈ અમુક ઇન્કસ્ટેન્ડમાં બદલામાં ગમતા કમોડ લઇ લેતા. આ બટવારામાં કેટલીક સંકુચિતતા તો ખરેખર થડકી જવાય તેવી હતી. લાહોરમાં પોલીસ ઓફિસર પેટ્રિક રીચે પોતાના હાથ નીચીના એક હિંદુ અને એક મુસ્લીમ ડેપ્યુટીવચ્ચે પોતાની ઓફિસની ચીજોના ભાગ પડ્યા. બધીજ ચીજોના તેણે ભાગ પાડ્યા : કપડા, પાઘડીઓ, રાઈફલો, લાકડીઓ … અને છેલ્લે પોલીસ બેન્ડના વાજિંત્રોના પણ ભાગ પાડ્યા. પાકિસ્તાનને એક ફ્લુટ આપી તો ભારતને એક ડ્રમ. એક બ્યુગલ પાકિસ્તાનને, તો કાંસીજોડા ભારતને. છેવટે એવું બન્યું કે મોટા ભૂંગળ જેવું એક ટ્રોમ્બોન બાકી રહ્યું. અને બંને ડેપ્યુટીઓ જે વર્ષોથી સાથે કામ કરતા હતા તે એક ભૂંગળ ક્યા દેશને જાય તેના માટે બાથંબાથી એ આવી ગયા. પુસ્તકાલયો ના પુસ્તકો બાબતે પણ વહેચણી શરુ થઇ. કોને કયા પુસ્તકોની વધુ જરૂર છે, એ પ્રમાણે તેની વહેચણી થઇ. અરે શબ્દકોશ ને ફાડીને તેના ભાગ પાડ્યા ! નાણા છાપવાનું કારખાનું ફક્ત એક જ જગ્યાએ હતું, તેથી ચલણી નોટો પર પકીસ્તાનનો સિક્કો મારીને ચલાવવાનો નિર્ણય લેવાયો. અરે અમુક કીમતી વહેચણી તો સિક્કો ઉછાળીને કરવામાં આવી !

પ્રજાના ભાગલા વિષે તો આપણે ઘણું વાચ્યું છે, પણ મિલકતના અને લશ્કરી દળો, સરકારી ઓફિસરોના પણ ભાગલા આ દરમ્યાન પડ્યા હતા. આપણે અત્યારે જેનો ઉત્સવ મનાવીએ છીએ, એ ત્યારે દુખદ દિવસ હતો. આજે ૭૬ વર્ષે ભારત ક્યાં છે અને પાકિસ્તાન ક્યાં છે, એ આખું વિશ્વ જાણે જ છે. પણ એ કઈ ૧૦ વર્ષની મહેનત નથી, વર્ષોની મહેનત છે. આનો ફાળો અત્યાર સુધીના દરેક દીર્ઘદ્રષ્ટા ને આપવો રહ્યો.


આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

Featured

જિંદગીમાં ભાડુઆતી મજા !!

આ દુનિયામાં આપણે તો એક ભાડુઆતી છીએ !!

આ તો મેં ઘણીવાર સાંભળ્યું હતું અને કહેવાય છે કે આપણે એક દિવસ આ દુનિયા છોડીને જતું જ રહેવાનું છે. હા… ફિલોસોફી નથી ફેકતો પણ આજે એક લેખ મિન્ટમાં વાંચ્યો એટલે આ વાત હવે બધી જગ્યાએ સાચી પડતી જણાવા લાગી. આપણે જે આપણું માનીએ છીએ એ તો બધી મોહમાયા છે . આવું આપણા વડવાઓ અને સાધુ સંતો કહે છે ને ? અને હવે અત્યારના ટેકનોલોજીના જમાનામાં આ સાચું જ પડવાનું છે.

ઓકે, ગુગલે હમણાં ડીકલેર કર્યું કે એ ગુગલના 2 વર્ષથી એક્ટિવ નથી એવા એકાઉન્ટ કાયમ માટે બંધ કરવા જઈ રહ્યું છે. આ વાત કઇ મોટી નથી, કે જ્યાં સુધી એ ખાલી ગૂગલ એકાઉન્ટની હોય અને એવા લોકોના હોય, જેમણે ખાલી કોઇ જગ્યાએ લોગઈન કરવાના હેતુથી જ બનાવ્યા હોય ! અને ગુગલે પણ અત્યારે સાંત્વના તો આપી જ છે કે યુટ્યુબ ને હમણાં આ લાગુ નહીં પડે. તેના પર જુના ઇનએક્ટિવ એકાઉન્ટ્સ બંધ નહીં થાય.

પણ, દર થોડાક વર્ષોએ આવું કૈક થતું રહે અને જૂના એકાઉન્ટ ની સાથે જુના કન્ટેન્ટ પણ ભૂંસાતા રહે, તો કેવું લાગે ? ધારોકે કોઈ જૂનો વીડિયો, કે જે યુટ્યુબ પર છે અને એક દિવસ ઉઠીને તમે જોવો છો, અને એ વીડિયો ડીલીટ થઈ ગયો છે ! પછી એ ભલે મેકર્સે કર્યો હોય કે પ્લેફોર્મે, પણ તમારો વીડિયો તો ગયો !! આ ભાડૂતી સમયમાં તમે ઘણુંબધું ગુમાવી શકો છો !

ઓકે, આટલું વાંચ્યા પછી, વિચારો કે અત્યારના 5જી ના જમાનામાં આપણે કેટલી ભાડૂતી વસ્તુઓ વાપરીએ છીએ ? કેટલી વસ્તુઓ ઉપર આપણો હક છે ?

ગાડી, ઘર, ફિલ્મો, સંગીત, સાયકલ વગેરે અને આ સિવાય પણ ઘણુંબધું આપણે ભાડે જ વાપરીએ છીએ. આમાંથી એકેય ( ઘર સિવાય ) આજથી 20-25 વર્ષ પહેલાં સુધી આપણે ભાડે નોહતા લાવતા. ત્યારે એ બધું આપણું માલિકીનું હતું. અત્યારે ઓનલાઈનના જમાનામાં બધું જ ભાડે વાપરતા થઈ ગયા છીએ.

પણ, આ કેટલું સુરક્ષિત છે ? એટલે નુકશાન તો નથી જ થતું, પણ જો તમને કોઈ વસ્તુ કે સેવા ગમવા માંડે અને તે તમારો સર્વિસ પ્રોવાઇડર બંધ કરી દે અથવા ભાવ વધારી દે તો ? થાય છે આવું. હું ગાના વાપરતો હતો. પહેલા મફતમાં હતું. પછી મહિને 15 રૂપિયા માંગ્યા, મેં ભર્યા. થોડા સમય પછી એના જ એ 50 માંગવા લાગ્યા, એટલે મેં એ બંધ કર્યું. ફિલ્મોની વાત કરીએ તો અત્યારે ઓટીટી ના જમાના મા મહિને 200 થી 500 રૂપિયાના ભાડામાં અઢળક ફિલ્મો જોવા મળે છે. એક રીતે જોઈએ તો એ સારું છે. પણ તમને ગમતી દરેક ફિલ્મ ફક્ત કોઈ એક જ ઓટીટી પર જ આવે એ શક્ય નથી, એટલે તમારે બીજી પણ ઘણી ઓટીટી સર્વિસ લેવી પડે, અને છેલ્લે ગણતરી કરતા તમારું માસિક બિલ 1000 ઉપર થઈ જાય !

આ બધું આપ્યા પછી પણ શું આપણે એ ફિલ્મ કે સિરિઝના મલિક ખરા ? ના. એ પ્લેટફોર્મ ગમેત્યારે એ ફિલ્મને એમના પ્લેટફોર્મ પરથી હટાવી દેશે. આપણે શું કરી શકવાના ? અને એથી આગળ અત્યારે એમેઝોન, ઝી વાળા ફિલ્મો રેન્ટ ઉપર આપે છે. બોલો આપણે સબસ્ક્રિપ્શન લીધું છે, છતાંય એ ફિલ્મ જોવા માટે અલગથી પૈસા ભરવાના !

મ્યુઝિકની બાબતમાં પણ આવું જ છે. પ્રાઈમ, સ્પોટીફાય, જીઓસાવન જેવી ઘણી એપ છે. પણ ઘણીવખત તમને ગમતો પોડકસ્ટ કે ગીત એના પરથી હટાવી દેવામાં આવે તો ? 

આ બાબતમાં અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ હું હજી મને ગમતી દરેક ફિલ્મની ડીવીડી વસાવુ છું. આવતા પાંચેક વર્ષમાં આપ જોજો, આ ઓટીટી વાળા તમારી પાસેથી જેટલીવાર ફિલ્મ જોશો એટલી વાર પૈસા માંગશે ! ‘ એમેઝોન પ્રાઈમ અને ઝી ને જોઈને આ વાત અમુક અંશે સાચી થતી નથી જણાતી ? પહેલા આપણને ટેવ પાડે, પછી એના ભાવ વધારે, એટલે આપણે ફસાયા.

યાદ કરો એ જમાનો, જ્યારે આપણે પોતે આપણી વસ્તુઓના મલિક હતા. આપણી ફિલ્મોનું કલેક્શન આપણું પોતાનું હતું. મિત્રો સાથે અદલાબદલી થતી. એ જ કલેક્શન પર ચાર મિત્રો સામે ગર્વ લેવાતો.

તો, આ ભાડૂતી જિંદગીમાં તમે કોના મલિક છો, અથવા તમારી માલિકીનું શુ ? જે તમારું હોય એની કદર કરજો, બાકી તો બધું મોહ માયા છે.

Happy World Music Day.

© Sushant Dhamecha

Featured

તમે નવરા છો ?

તમે અત્યારે નવરા છો ? એવો સવાલ કરશો, તો દરેક લોકો ના જ પાડશે અને કંઈક ને કંઈક કામમાં હોવાનો દંભ કરશે. ઘણા લોકો કામમાં હશે ઓ
પણ ખરા !! પણ જે ખરેખર કામમાં હશેને, એ તમને એમ નહીં કહે, કે હું નવરો નથી. એ એટલું જ કહેશે કે ‘બોલોને… શુ કામ છે ?’

આપણે ત્યાં અત્યારે એવું માને છે કે તમે નવરા છો એટલે તમારી પાસે કામ નથી. અરે ભાઈ કામમાંથી નવરાશ કાઢવી પડે. આપણા માટે, કોઈના માટે. વ્યસ્ત માણસ પોતાના સિડ્યુલમાંથી પાંચ મિનિટની નવરાશ કાઢશે પણ ખરેખર નવરો માણસ એમ નહીં કહે કે હું નવરો છું.

મેં આવા ઘણા લોકો જોયા છે, જે આખો દિવસ કંઈકને કંઈક બહાને નવરા ના હોવાનો જ ડોળ કરતા હોય છે. મને તો નવરાશ માણવી ગમે અને કોઈને હું નવરો છું કહેવામાં પણ મને કોઈ વાંધો નથી અને હોવો પણ ના જ જોઈએ !!

અત્યારે બજારમાં એક ભાઈને વાત કરતાં જોયા, એ ભાઈને જોયા અને વિચાર્યું તો લાગ્યું કે આ ભાઈ નવરા છે, પણ ‘આઘુ નાડું, પાછું નાડું’ કરીને એવું દર્શાવે છે કે પોતે નવરા નથી.

બક્ષી સાહેબ કહેતા હતા કે ભગવાન પણ ખરો છે, દરેકને 24 જ કલાક આપ્યા છે. નાનો બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય કે આમિર હોય, દરેકને 24 જ કલાક. ના કોઈને ઓછો, ના કોઈને વધારે.

બસ તો , આ 24 કલકમાંથી નવરાશ કાઢો, માણો, જીવો અને જીવવા દો 

Featured

2023 – શાંતિથી જીવીશું !!

આપણે વર્ષ 2023 માં એન્ટ્રી મારી દીધી છે. 22 માંથી 23 માં કૂદકો માર્યો. બાકી નવું તો કઈ થવાનું નથી. અને થશે તો આપણે જ કરવુ પડશે ને ?

છેલ્લા 2 વર્ષમાં કોરોનાએ આપણને શાંતિથી જીવતા શીખવાડ્યું છે. કોઈ શીખ્યું ના હોય તો એ એના ભોગ ! પણ કોરોનાએ એટલું તો શીખવાડ્યું કે તમારી જિંદગી છે, તમે કમાવ છો, જીવો અને માણો. ગયા વર્ષે આવેલી એક ફિલ્મ મોનીકા ઓ માય ડાર્લિંગ નું એક ગીત છે, ये… एक ज़िन्दगी काफी नही है.. જો આપણે હાડમારીમાં જ જીવીશું તો એક શુ 100 જીન્દગીય કામની નથી. એ ઝીંદગી જીવ્યાંનું ટ્રેડમિલ પાર દોડ્યા જેવું જ છે, 10 કી. મી. ચાલ્યા પણ ક્યાંય પહોંચ્યા નહીં.

આજે કાકા સાહેબ કાલેલકર ની બુક હિમાલય નો પ્રવાસ વાંચતો હતો. એની શરૂઆત જ એટલી સરસ રીતે થઈ કે આ ઉપર આટલું લખવાનો વિચાર આવ્યો. હવેના શબ્દો એમના પોતાના છે…

માણસ સ્વભાવે સ્થાવર કે જંગમ ?

સહેજ વિચાર કરતા દેખાય છે કે, એનામાં એ બંને વૃત્તિઓ પડેલી છે. જો જંગલી દશામાંથી સુધરી આજની દશા માણસને પ્રાપ્ત થઈ હોય, તો માણસ મૂળે જંગમ જ હોવો જોઈએ. અન્ન અને પાણી જ્યાં મળે ત્યાં જવું એ પ્રાણીમાત્રની વૃત્તિ છે. જ્યાં સુધી માણસ શિકારી નું જીવન ગાળતો, ત્યાં સુધી એને રખડવું જ પડતું. મહાભારતમાં પણ વર્ણનો આવે છે કે, એક જંગલમાંથી શિકાર ખલાસ થયો એટલે પાંડવો જેવા અરણ્યકો ને બીજું જંગલ શોધવું પડતું. શિકારી જીવન છોડી જ્યારે માણસે ભરવાડ અને રબારી જીવન પસંદ કર્યું ત્યારે પણ એક જંગલ કે ઘાસ ખૂટયું એટલે પોતાના ટોળા લઈને એને બીજે જવું પડતું. શ્રીકૃષ્ણના ગોવાળિયા પૂર્વજો એમજ કરતા. આગળ જતા માણસને વિચાર થયો કે જ્યાં ખોરાક મળે છે ત્યાં જઈને રહેવા કરતા, જ્યાં રહીએ છે ત્યાં જ ખોરાક ઉગાડી શકાય તો કેવું સારું. માણસે જંગલોમાં અને બીડોમાં રહેવાનું છોડી દઈ ખેતરો ખેડવાનું શરૂ કર્યું. અને એ આર્ય થયો. ખેતી શરૂ થઈ અને માણસના જીવનમાં ભરેમાં ભારે ફેરફાર થઇ ગયો. સંસ્કૃતિ વધી અને સ્થાવરતા આવી. સ્થારવતા સાથે માણસની કાર્યશક્તિ વધી.

તો, વર્ષ 2023 ને ટાઇમલેપ્સ માં ના જીવતા સ્લોમોશનમાં અથવાતો નોર્મલ મોડમાં જ જીવજો.

Happy New Year To All Readers

Featured

How About Movie ? | Kaunsi Dekhoge ?

Hello Friends,

Here I am starting a new series about the movie suggestion. Generally, I upload here my travel videos, but as I am a movie lover too, I watch some good content too. So, it was a thought in my mind since last few months to make some videos, through which I can suggest or recommend some good movies to you. So, finally, Here I am. In this video I am just introducing myself. Keep visiting my channel, I will upload 1st video very soon.

Featured

A Day Trip To Zund Hanuman

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા વિસ્તારમાં જંડ હનુમાન મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મહાભારતના સમયનું છે. ત્યાં અર્જુને કૂવામાં બાણ મારીને પાણી કાઢ્યું હતું એ હજી છે. એ ઉપરાંત ભીમની ઘંટી પણ ત્યાં સુરક્ષિત રાખેલી છે.

હું, થોડાક વર્ષો પહેલા મારા મિત્રો સાથે ત્યાં ગયો હતો, પણ ફરી જવાની ઈચ્છા હતી. અંતે એક રવિવારે એ સમય આવી ગયો. અમે સવારે વહેલા જ ઘરેથી નીકળવાનું વિચાર્યું, જેથી ત્યાં જલ્દી પહોચી શકાય. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટ્લે સ્વાભાવિક છે કે જેમ દિવસ ઊગતો જાય તેમ ગરમી વધે જ.

તો, અહિયાં એ ટ્રીપ ના વિડીયો ની લિન્ક આપું છુ. જોજો, અને ગમે તો લાઈક કરજો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો.

Featured

દિવસની શરૂઆત ‘સવાર થી’

અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણે સવારે ઉઠીને ફટાફટ તૈયાર થઈને કામ ધંધે દોડી ( એટલે, કાર કે બાઇક લઈને ☺️) જઈએ. એક ટાઈમ ફ્રેમમાં જ આપણે ચાલતા હોઈએ છે. પણ સવારે એકાદ કલાક તમારી જાત માટે ફાળવો. મજા આવશે.

તને તમારા રૂટિનમાં આવતા પહેલા, શરીરને રિલેક્સ થવા દો, તો શરીર આખો દિવસ તમને રિલેક્સ રાખશે. હા, તમે વિચારો કે તમને શું ગમે છે ? જે ઈચ્છા હોય એ સવારમાં ઉઠીને ફ્રેશ થઈને એને એન્જોય કરો. આખા દિવસનું રિચાર્જ થઈ જશે. આને તમે Me Time પણ કહી શકો !! મને વાંચવાનું ગમે છે, તો હું વાંચું છું. જો તમને રિલો જોવાની ગમતી હોય, તો ઉઠીને થોડી વાર એ જોઈ લો.

અને હા, આ બધામાં ઉગતા સૂરજને જોજો. એના કિરણોની રોનક સવારમાં કૈક અલગ જ હોય છે. ઘણા લોકો કહે છે ને કે, સુરજ તો 10 વાગે પણ એવો જ દેખાય છે અમે જોઈ લઈશું. પણ એના કિરણો બદલાઈ ગયા હોય છે.

બસ, તો કરો ટ્રાય. સવારે અડધો-એક કલાક તમારી જાત માટે ફાળવો. મજા આવશે.

Featured

આનંદ કરવો ગુનો છે ?

શું જિંદગીમાં આનંદ કરવો અને જિંદગીને માણવી એ ગુનો છે ? ના, નીતિથી, કોઈને દખલ ના થાય ત્યાં સુધી કરેલો આનંદ એ ભવ્ય આનંદ જ છે. અને જિંદગી આનંદ કરવા માટે જ છે !

પણ, આપણી સંસ્કૃતિ આનંદને અજુગતિ પ્રવૃતિ ગણે છે ! નિર્દોષ આનંદ, નાના વ્યસનો ( ચા, કોફીના ) અને થોડી આળસ એ કઈ ગુનો નથી. જિંદગી આખી આનંદ કરવા માટે જ છે. જિંદગી ખાલી નિયમ પ્રમાણે જ ચાલે એ જરૂરી નથી. કોઈ વાર નિયમ તોડીને તમને આનંદ આવતો હોય, તો એ કરી લેવાય. હા શરત એટલી જ કે કોઈને નુકશાન જા થવું જોઈએ.

મે મારા અગાઉના લેખોમાં પણ કીધું છે કે જિંદગીને માણો. નોકરી કરતાં હોવ તો એને માણો, ધંધો કરતા હોવ તો એને માણો. કંટાળો આવે તો બ્રેક લો, ફરો. જે તમારા મગજને પ્રફુલ્લિત કરે એ કરો. નોકરીમાં રજા લઈને ફરી આવો. એકલા ગમે તો એકલા જાવ. કોઈ વાર એવું કર્યું છે? કરી જોજો. તમારી જાતને ઓળખવા મળશે.

કોઈવાર કામ વગર પણ રજા લઈને ફરો…. મજા કરો.

આનંદ કરવો…. પણ લિમિટ માં ….

Featured

આકાશ બધે આસમાની છે

“ આકશ બધે આસમાની છે “ આ વાત તો એક નાનો બાળક પણ માની જ લે ને ! હા, કોઈ વાર વાદળ આવે ત્યારે કાળું ભમ્મર થાય એ અલગ છે. આ લેખનું મથાળું અત્યારે મેં વાચવા લીધેલા પુસ્તક “ શિયાળાની સવાર નો તડકો “ નું પહેલું પ્રકરણ છે. આ પુસ્તક શ્રી વાડીલાલ ડગલી નું છે. આ પુસ્તક મેં વાપીના લેખક અંકિત દેસાઈ ની ફેસબુક પોસ્ટમાં જોયું હતું. એમણે એવું લખ્યું હતું કે, બહાર જાઉં ત્યારે આ પુસ્તક હું સાથે રાખી શકું અને કોઈ એક ખૂણામાં બેસીને એને ફરી ફરીને વાચી શકું. આ વાક્યએ મને આ પુસ્તક વાચવા પ્રેર્યો. એટલે મેં મંગાવ્યું.

હવે એનો પહેલો લેખ “ આકાશ બધે આસમાની છે “ વાંચવાનો ચાલુ કર્યો અને એ લેખ સાથે સાથે હું એ પુસ્તકનાં પ્રેમમાં તણાતો ગયો અને એ વાચ્યા પછી તરત જ અહિયાં એના વિષે થોડુક લખવાની ઈચ્છા થઇ ગઈ.

લેખની શરૂઆતમાં  લેખક એમના માસીજીના દીકરાને વિદેશ જતા વળાવવા જાય છે ત્યારે દીકરાને વળાવતી વખતે માસી રડે છે અને તે જ વખતે માસી લેખકને પૂછે છે કે શું અમેરિકામાં પણ કોઈ માં પોતાના દીકરાને આવી રીતે વળાવતી વખતે રડી પડે છે ? ત્યારે લેખક કહે છે કે ‘ અરે રડે ? ભાંગી પડે છે’ આ સાંભળીને માસીને ધરપત થઇ કે હું એકલી નથી જે આવી રીતે રડે છે. એટલે કહેવાનો મતલબ કે લાગણી બધે જ હોય છે, કોઈ અલગ રીતે દર્શાવે તો બીજા કોઈ બીજી રીતે દર્શાવે.

આપણો પહેરવેશ જુદો હોય, રહેણીકરણી જુદી હોય, રંગ જુદો હોય પણ એનાથી કઈ કોઈનું હૃદય બદલાતું નથી. અહિયાં એક પંક્તિ લખી છે ,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા,

અંતે તો હેમનું હેમ હોય.

હવેનો એક ફકરો એમના જ શબ્દોમાં.

દુનિયાના બધાજ લોકો દુખ ટાળવાના પ્રયત્નો કરે છે. બધાને પ્રેમ કરવો ગમે છે. બધાને હસવું ગમે છે. બધાને દુખ વખતે રડવાનું મન થઇ જાય છે. બધાને સુખ જોઇએ છે. પ્રેમ, ધિક્કાર જન્મ અને મૃત્યુ – બધાને વત્તી ઓછી તીવ્રતામાં હલાવી મુકે છે. હલે છે તો બધા, ભલે ભાષા જુદી બોલતા હોય, ભલે કપડા જુદા પહેરતા હોય, ભલે વધુ સુખી હોય કે આપણાથી હજારો માઈલ દુર હોય, માણસના હૃદયના મૂળભૂત ભાવ એકસરખા હોય છે. બહારની કાચલી જુદા જુદા ઘાટની અને જુદા જુદા રંગની દેખાય છે, પણ અંદરનું ટોપરું તો એક જ હોય છે.

છેલ્લે એક વાત બીજી એમના જ શબ્દો માં, કે એ જયારે અમેરિકા હતા ત્યારે એમને ન્યુયોર્ક જવાનું થયું. એ જ્યાં રહેતા હતા એની સરખામણીએ ન્યુયોર્ક મોંઘુ શહેર હતું. તો એમના મકાનમાલિકના પત્નીએ તેમને કોથળીમાં સેન્ડવીચો બાંધી આપી, અને કહ્યું કે ન્યુયોર્ક ખર્ચાળ શહેર છે, તો આ સેન્ડવીચ જોડે કોફી લઈને ખાઈ લેજો. આમજ તેઓ જયારે ભારત હતા ત્યારે જોરાવરનગરથી મુંબઈ જતા ત્યારે એમના બા સાથે થેપલા અને મરચાનો ડબ્બો ભરી આપતા અને કહેતા કે મુંબઈ ખર્ચાળ શહેર છે, તો ચા જોડે થેપલા ખાઈ લેજે. જોયું, શહેર અને દેશ બદલાયો, ખાવાની વસ્તુ બદલાઈ પણ લાગણી તો એક જ છે.

એટલે જ.... આકાશ બધે આસમાની જ છે એમ માણસો પણ બધે સરખા જ હોય છે.
Featured

રિવરફ્રન્ટ માર્કેટ – બધા માટે બધું જ છે

Mohd. Hussian Shaikh
( Chacha )

રિવરફ્રન્ટ – આ નામ સાંભળતા જ અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ નું જ દ્રશ્ય દેખાય. પણ એ નદીની પેલી પાર વાળું. આજે મારે જેની વાત કરવી છે એ છે લાલદારવાજા થી જુના અમદાવાદ સાઈડ ઉતરી અને રવિવારે ભરાય એ માર્કેટની. એને ગુજરી બજાર પણ કહેવાય – ને ફક્ત રવિવારે જ ભરાય. હવે આ વાંચીને મૂકી ના દેતા.

ઓકે, હું રવિવારે અમદાવાદ હોઉં તો ત્યાં જવાનું પ્લાનિંગ કરું જ. છેલ્લે લોકડાઉનના કારણે કેટલાય સમયથી જવાયું નોહતું. ત્યાં મારા માટે ખાસ આકર્ષણ ત્યાં મળતા જુના પુસ્તકો અને નવી પેનો !! હા પેનો સારી મળે ત્યાં, એક ભાઈ 20 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીની અનબ્રાન્ડેડ પેનો લઈને બેઠા હોય. ત્યાં લોકોનું ટોળું પણ ખાસ્સું હોય !! હું દર વખતે 2-3 પેનો લઇ આવું. પેન હું ત્યાંથી પણ લઉ અને મેં જર્મની થી Lamy પણ મંગાવી હતી. દરેક કેટેગરીની એક અલગ જ મજા છે. જેમ લારીમાં ખાવું અને જાજરમાન હોટેલમાં ખાવું. આમાં એવું નથી કે લારીનું ખરાબ. અમૂકવાર લારીનો ટેસ્ટ હોટલ કરતા સારો હોય. એમજ આ પેનનું પણ છે.

ત્યાંથી થોડા આગળ જતાં જુના પુસ્તકો વેંચતા એક કાકા દેખાયા. મેં તેમની પાસેથી લોકડાઉન પહેલા એક પુસ્તક લીધું હતું જેનું નામ હતું ” India Is For Sale – By Chitra Subhramaniyam “. આ એક પોલિટિકલ કટાક્ષ બુક છે. આ અત્યારે એ એક રેર કોપી છે, જે મને આ કાકા પાસેથી મળી હતી. તેથી આવીજ લાલચમાં આજેય હું ત્યાં ઉપાડ્યો. એ જ કાકા ખુરશીમાં બેઠા હતા અને જોડે એક ઓટલા ઉપર પુસ્તકોનો ઢગલો પડ્યો હતો. મેં એ પુસ્તકો ફંફોસવા માંડ્યા. કાકા એમના કોઈ પરિચિત ત્યાં આવ્યા હતા એમની સાથે વાતો કરતા હતા. એમને સાંભળીને હું અવાક જ થઈ ગયો. તે બંને અંગ્રેજીમાં વાર્તાલાપ કરતા હતા. હું એમને સાંભળતા સાંભળતા પુસ્તકો ફન્ફોસ્તો રહ્યો.

India Is For Sale – By Chitra Subhramaniyam

મારી પહેલી નજર એક પુસ્તક પર પડી એ હતું ” History Of World Civilization – By J.E.Swain.” મેં તરત એ પુસ્તક લઈ કાકાને બતાવ્યું. કાકા એ હાથમાં લઈને તરત એનો ભાવ કર્યો. એ લેવાનું નક્કી કરી, ફરી બીજા પુસ્તકની શોધ ચાલુ કરી. મને હંમેશા પ્રવાસવર્ણન ના પુસ્તકો આકર્ષે. એટલે મારી નજર પડી એક એવા જ પુસ્તક પર, જેનું નામ હતું Discovery – World’s Great Explorers and their Tragedies . આ મેં જોતાવેંત લઇ લીધું, અને કિંમત પૂછતી વખતે એમ થતું કે આની કિંમત તો ઊંચી જ હશે ! પણ કાકા જે કિંમત બોલ્યા – મને તો મજા પડી ગઈ. પછી તો એને લઈને બીજું પુસ્તક શોધવા માંડ્યો. હજી શોધતો હતો એટલામાં કાકા તરત એક બીજું પુસ્તક લઈને આવ્યા જેનું નામ છે ” The World Travel – By Reader’s Digest ” . “લો, આ તમને ગમશે. આ તમને મારા તરફથી ભેટ ” હું અવાક જ થઈ ગયો. જે માણસ પુસ્તક વેચવા બેઠો છે એ મને આવડું મોટું પુસ્તક ભેટ આપે ? પણ લાલચના લિધે મેં એ લઈ લીધું.

હજી મારી પુસ્તકની ભૂખ સંતોસાઈ નોહતી. એટલે હું હજી બીજા પુસ્તકો શોધતો હતો. એટલામાં મારી નજર હિમાલય વિશેના એક પુસ્તક પર પડી જેનું નામ હતું ” Himalaya – Through The Lens Of Sadhu”. તરત મેં આ પુસ્તક લઇ લીધું. એટલામાં કાકા ફરી ઉભા થઈને ક્યાંક જઇ આવ્યા અને લદાખ વિશેનું એક પુસ્તક લઈ આવ્યા અને મને આપ્યું, કે લો, આ મારા તરફ થી ભેટ. કાકાએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું, કે જે આ હિમાલયનું પુસ્તક લઇ જશે તેમને હું આ લદાખ નું પુસ્તક ભેટ આપીશ. આમ બબ્બે પુસ્તકો ભેટમાં આપ્યા પછી તો મને એ કાકાને ભેટવાનું મન થઇ ગયું. હું કાકાનો આભાર વ્યક્ત કરતો હતો, ત્યારે ત્યાં ઉભેલા એક ભાઈ, કે જેઓ એક વકીલ હતા અને કાકાના મિત્ર પણ હતા, તેઓ મને બાજુમાં લાઇ ગયા અને એમના વિશે ઊંડાણમાં વાત કરી.

કાકા નું નામ છે, મોહમ્મદ હુશૈન શેખ. તેઓની પાસે B.A, M.A, B.Ed, M.Ed ની ડીગ્રી છે. તેઓ ધંધુકા પાસેની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. ત્યારે પણ તેઓ પોતાનો ઘણોખરો પગાર આર્થિક રીતે પછાત બાળકોને ભણવાવામાં વાપરતા. અત્યારે તેઓ નિવૃત્ત છે. તેઓ જુના પણ જરૂરી પુસ્તકો શોધી લાવી અને અહીંયા વેચે છે. અને મારા જેવા ઘણાને વહેંચે પણ છે !! ઘણા સ્ટુડન્ટસ પણ ત્યાં પુસ્તકો લેવા આવતા હોય છે, આમાંથી મોટાભાગના કાકાને ઓળખતા જ હોય છે.

કોઈવાર ગુજરી બજારમાં જાવ, તો એ કાકાને મળજો. મળવા જેવા માણસ છે.

આ જગ્યાનો મેં પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, એ ઓણ અહીં મુકું છું. પણ એમાં આ બુક્સ અને કાકાનો ઉલ્લેખ નથી.

Featured

Day Trip To Kotna Beach

Corona has forced us all to be at home or not to go out of home unless anything urgent !! Now, as Corona has been little down and we can go out with proper precautions, so take a chance !

Since long I was in search of a good place for a Day Trip. And finally last week I found the place named Kotna Beach. It’s not the proper beach, but it’s a good place at Mahi river.

Here is the Map for Reference.

Map to reach Kotna From Anand.

Also you can watch full video of my trip on YouTube. Here is the link.

Featured

ચા છે તો ચાહ છે.


ચા તો પીવો જ પડે હો !! તો જ કાટો ચડે !!

મારા પપ્પાના જ મોઢે હું રોજ સાંભળું આ શબ્દ. એમને તો પાછી એકદમ ગળી ચા જોઈએ. દરજીભાઈને ચા તો આપો એટલી ઓછી જ પડે.

હું, 2007 સુધી ચા નોહતો પીતો. હા, પપ્પા પીતા હતા, તોય અમને ચા ના મળે, મમ્મીનો ઓર્ડર, યુ નો. પણ નોકરી ચાલુ કરી ત્યારે ઓફિસના પટાવાળાભાઈ જે સ્પેશિયલ ચા બનાવે એ મને સ્પેશિયલ આપે. ‘તમે પીવો, મસ્ત બનાવી છે’. અને એમાને એમાં આપણને ચા નો ચસ્કો લાગી ગયો. પણ હજી ચા તો મને મોળી અને આખા દૂધની જ જોઈએ ! આદુ, ઈલાયચી કે મસાલો એ સિઝન પ્રમાણે હોય, પણ કંઈક તો જોઈએ જ. ખાલી પીવા ખાતર થોડી પીવાની ? ટેસડો કરવાનો.

આમતો, જેમ દરેકના ઘરે ચા નો અલગ સ્વાદ હોય એમ દરેક ગામની ચા મા પણ અલગ સ્વાદ હોય. મને એ વળગણ ખરું, કે હું જ્યારે કોઈ બીજા ગામ જાઉં, તો ત્યાં ચા તો ટેસ્ટ કરવાની જ. આણંદમાં તો મારી બે-ત્રણ જગ્યા છે જ્યાં હું જતો જ હોઉં. ત્યાં ચા કરતા વધારે મજા ત્યાંના વાતાવરણ ની અને જોડે મિત્રો હોય તો ગોશિપની હોય !

અમારે વિદ્યાનગરમાં મોટાબઝાર ચોકડી પાસે લક્ષ્મી ટી સ્ટોલ છે. હિતેશભાઈ એમનું નામ. ત્યાં સાંજના 6 વાગ્યાના અરસામાં જાવ તો સખ્ખત ભીડ હોય. મજાની વાત એ છે કે એટલી ભીડમાં પણ તમે માગો એટલી ચા એ તમને આપે ( એ તો બધા જ આપે મજાની વાત હવે આવે છે ), તમે દૂર બાઇક પર બેઠા હોય તો માણસ ત્યાં પણ આપી જાય, પણ પહેલા પૈસા આપવાનો રિવાજ ત્યાં નથી. શાંતિથી ચા પીવો, પછી પૈસા આપવા જાવ, ત્યારે એ તમને પૂછે ‘કેટલી ?’ આપણે કહીએ એ પ્રમાણે પૈસા લઇ લે.

બીજું, ચા પીવી એ ટેવ, બંધાણ કે શોખ શુ છે ? મારો તો શોખ છે. મને સારી ચા, સારા કપમાં જોઈએ. હા યાર, કપ મેટર્સ અ લોટ. મને તો દરેક કપમાં અલગ ટેસ્ટ લાગે. ખોટ નથ કેતો. શોખ હોય તો ટ્રાય કરી જોજો. બંધાણ થી પીતા હશો, તો તો આવી કઈ જરૂર નહી પડતી હોય.

ઓકે, રાત્રે ચા પીવાથી ઊંઘ ના આવે. એટલે હું ઘણી વાર રાત્રે ચા બનાવીને પીવું અને વાંચવા બેસું, પણ તોય રોજના સમયે ઊંઘ આવી જ જાય !! એટલે આ એક વહેમ છે !

જે હોય એ, ચા પીવો અને મજા કરો, શિયાળો જ ચાલે છે. “જય ચાહેશમતિ”

Featured

રેલવે સ્ટેશન નો વજન કાંટો ભાગ-2

બંને જણા નજીકના ગલ્લા પાસે ગયા. ગલ્લા વાળા એમને ઓળખે, એટલે ચકાએ એમની જોડે બે બીલ્લા માંગ્યા. એ વખતે છોકરાઓ દોરામાં બીલ્લા પોરવીને સ્પીનિંગ વ્હીલ પણ બનાવતા, એટલે દુકાનવાળાએ પણ તરત 3-4 આપી દીધા. લાલુને હજી કોઈ આઈડિયા નોહતો કે આ શું કરે છે.

બંને પાછા પોતાના ઓટલે આવીને બેઠા. ચકો ઘરમાંથી એક પથ્થર લાઇ આવ્યો. એ બીલ્લાને એણે ટીચીને ફ્લેટ બનાવી દીધો. રૂપિયાના સિક્કાનું માપ લઈને એણે એની ધારો પણ વાળીને ચિપી દીધી. અંદરની રબરની ગ્રીપ કાઢી નાખી. હવે એ બીલ્લાની સાઈઝ સેમ રૂપિયાના સિક્કા જેવડી થઈ ગઈ. વજન પણ લગભગ સેમ લાગતો હતો. લાલુને તો ચકા પાર અહોભાવ આવી ગયો !! ‘જબરું કર્યું લ્યા તેતો !!’ ચકાએ કીધું કે કાલે આપણે આ લઈને રેલવે સ્ટેશન જઈશું. લાલુને બીક લાગતી હતી, પણ એને ચકાનું બેકઅપ હતું. એટલે એણે હા પાડી.

સવાર પડી એટલે રોજના સમયે એ બંને સાયકલ લઈને ઉપડ્યા રેલવે સ્ટેશન. ત્યારે ત્યાં કોઈ લોકો વજન કરતા હતા, એટલે એમણે પેલા લોકોનું પતે ત્યાં સુધી દૂર રહેવાનું વિચાર્યું. દૂર ઉભા જોતા રહ્યા, કે ક્યારે એમનું પતે ને અમે જઈએ !! પાંચેક મિનિટમાં ત્યાંથી ટોળું વિખરાઈ ગયું. એટલે એ બંને ત્યાં ઉપડ્યા. ચકાએ એ જ ફૂલીને ત્યાંજ બેઠેલો જોયો, જેને એણે કાલે જોયો હતો. પણ હિંમત કરીને એ કાંટા પર ચડ્યો. સિક્કો નાખવાના સ્લોટમાં બીલ્લો નાખ્યો! થોડું જોર કરતા એ અંદર પડ્યો. પડવાના અવાજ સાથે જ ટિકિટ છપાવાનો અવાજ આવ્યો. ટિકિટ બહાર આવી. ચકો ખુશ થઈ ગયો. લાલ્યો પણ પ્લાન સક્સેસ થતા ખુશ થઈ ગયો. હવે વારો લાલુનો હતો. એણે પણ કાંટા પર ચડી ધ્યાનપૂર્વક બીલ્લો નાખ્યો. બીલ્લો પાડવાનો અવાજ આવ્યો અને તરત ટિકિટ છપાવાનો અવાજ ચાલુ થઈ ગયો. અને લાલ્યા ને પહેલી વાર એનો વજન લખેલી ટિકિટ નીકળી, એટલે એનો હરખ નો’તો હમાતો. એ બંને જ્યારે ખુશ થતા હતા ત્યારે પેલા કુલીએ આ લોકોને જોયા, એ જ સમયે ચકાની નજર એ કુલી પર પડી. એટલે બંને ધીરે રહીને ત્યાંથી નીકળી ગયા. આજે બંને ખુશ હતા.

પણ, હવે બંનેને આમાં મજા આવવા લાગી હતી. ફરી બંને થોડા બીલ્લા શોધી લાવ્યા અને એને મોડિફાઇડ કર્યા !! હવે તો બીલ્લા વધારે હતા અને મફતના હતા એટલે બંને રેલવે સ્ટેશન જઈને વારાફરતી વજન કરીને ટિકિટો ભેગી જ કરવા લાગ્યા. એમને આમાં મજા પડતી. પણ આ પરાક્રમ પેલો કુલી દૂર બેઠો જોઈ રહ્યો હતો. એ દિવસે તો બંને 3-3 વાર વજન કરીને પાછા ઘરે આવી ગયા.

બીજા દિવસે ફરી ઉપડ્યા ! પણ જેવા ત્યાં પહોંચ્યા ત્યાંતો પેલો કુલી એ મશીન પાસે જ ઉભો હતો, અને એ મશીનમાં જ કંઈક ગડમથલ કરતો હતો !! આ બંને ને કૈક શંકા પડી, એટલે તેઓ દૂર ઉભા રહ્યા અને એ કુલી શુ કરે છે, એ જોતાં રહ્યા. પણ એ કુલીએ તો મશીન ખોલી નાખ્યું હતું. લાલ્યો-ચકલો ગભરાયા. એ બંને ત્યાંના ત્યાંજ ઉભા રહયા. પણ એકદમ જ પેલા કુલીની નજર આ બન્ને પર પડી. કુલી આ બંનેને જોઈને ઝબકયો. કૈક તકલીફમાં મુકાવાની ગંધ આવતા લાલ્યો-ચકલો સાયકલ લઈને ત્યાંથી ભાગ્યા. ફૂલીને પણ અંદરથી નીકળેલા બીલ્લા અને સિક્કા આ લોકોના જ હશે એવી ગંધ આવી જ હશે !!

બંને ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવતા ઘરે આવીને ખૂબ હશ્યા અને હવે આ કામ બંધ એવો નિર્ણય કર્યો.

નોંધ : આ એક સત્ય પરાક્રમ છે. આમાં ‘લાલ્યો’ હું પોતે છું અને ‘ચકો’ એ મારો ખાસ મિત્ર પ્રિયાંક મોદી !! 

Featured

રેલવે સ્ટેશન નો વજન કાંટો ભાગ-1

લાલો એના મમ્મી પપ્પા જોડે રવિવારે એના મામાના ઘરે જવા માટે રેલવે સ્ટેશને ગયો. પપ્પા ટિકિટ લેવા ગયા, ત્યારે લાલુએ એની મમ્મીને ફોસલાવીને એક રૂપિયો માંગ્યો અને વજન કરવા વજન કાંટે દોડી ગયો. ઉપર ચડીને તરત સિક્કો એમા નાખી દીધો ! પણ વજન ની ટિકિટ બહાર આવી નહીં. બાજુમાં એની મમ્મી ઉભી હતી, એણે ઘાટો પાડીને એને ખખડાવ્યો ” મેં કીધું હતુંને, કે આ ચકેડું ફરતું બંધ થાય પછી રૂપિયો નાખજે !!” ઉતરી જા હવે બીજો નહિ મળે.

લાલુ બીજા એક સિક્કા માટે એની મમ્મીને કરગરતો રહ્યો, પણ મમ્મીએ ધરાર ના જ આપ્યો. પપ્પા ટિકિટ લઈને આવ્યા એટલે એને પરાણે કાંટા પરથી ઉતારીને હાથ જાલી ને લઈ ગયા. એ પાછો વળી વળી ને એ કાંટા સામું જોઈ રહ્યો, જાણે એની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય.

સોમવારે પાછા ઘરે આવ્યા એટલે તરત એ એના ભાઈબંધ ચકાને મળવા દોડ્યો. એ બંને એના ઓટલે બેઠા. ગઈકાલે રેલવે સ્ટેશને બનેલી ઘટના એણે ચકાને કરી. ચકો થોડો ખટપટીયા મગજનો એટલે એણે તરત કીધું, ચાલ એક રૂપિયો લઇ લે, આપણે અત્યારે જ જઈએ.

લાલુ ઘરે જઈને એક રૂપિયો લઇ આવ્યો અને બંને સાયકલ લઈને ઉપડ્યા રેલવે સ્ટેશન. ચકાને એ કાંટાની ટેક્નિક વિશે ખબર, એટલે એ પહેલા ઉપર ચડ્યો અને નાનું ચક્કર ફરતું બંધ થયું ત્યારે રૂપિયો નાખ્યો, એટલે થોડી જ વારમાં એના વજન ની ટિકિટ નીકળી. લાલુને પણ આવું કરવાની હવે તાલાવેલી લાગી. એટલે એ કાંટા પર ચડ્યો. પણ હજી ચક્કર ઉભું રહે, એ પહેલાં જ એણે રૂપિયો નાખી દીધો, એટલે વજન ટિકિટ ના નીકળી. બીજો રૂપિયો હતો નહીં. એટલે ચકાએ થોડું ભાષણ આપ્યું કે તને કીધું’તું ને!! કે ચક્કર ઉભું રહેવા દે.

બંને પાછા ઘરે આવ્યા. પણ લાલુને મનમાં તો હજી વજન કરવાની તાલાવેલી તો હતી જ. પણ દર વખતે ઘરેથી રૂપિયા મળે નહીં, એટલે ફરી જવાનું પોસીબલ થાય એમ નોહતું. એટલે એ દિવસે રાત્રે ફરી જ્યારે લાલુ અને ચકો ઓટલે બેઠા હતા ત્યારે લાલુએ ચકાને કીધું કાલે ફરી વજન કરવા રેલવે સ્ટેશન જઈશું ? ચકાએ જવાની તો હા પાડી, પણ રોજ ઘરેથી રૂપિયા ના આપે એવી વાત કરી. બેય પાછા મૂંઝાયા. હવે શુ કરવું ?

એ વખતે રૂપિયાના મોટા સિક્કા આવતા, અને દસ પૈસાના સિક્કા પણ ઘરમાં હોતા. ચકાએ દિમાગ દોડાયું. ‘આપણે દસ પૈસાનો સિક્કો નાખીને વજન કરીએ ?’ લાલ્યો થોડો ફંટુશ. ‘ના, એવું ના કરાય, કોઈ જોઈ જશે તો ?’ ચકાએ હિંમત આપતા કીધું ‘કોઈને ના ખબર પડે.’

બીજે દિવસે એ બંને દસ પૈસાના સિક્કા લઈને રેલવે સ્ટેશન ઉપડી ગયા. ચકો પહેલો ચડ્યો. એણે સિક્કો નાખ્યો, પણ ટિકિટ બહાર ના આવી. ચકો મૂંઝાયો ‘આતો દસ પૈસા ગયા’ તું નાખી જો. એટલે લાલુ તૈયાર થયો, એ ઉપર ચડ્યો. આ વખતે એણે ચક્કર અટકવાની રાહ જોયી. જેવું ચક્કર અટક્યું, કે તરત એણે દસ પૈસાનો સિક્કો નાખ્યો. પણ એનેય વજન ની ટિકિટ ના નીકળી!! કેમ આવું થયું એમ એ બંને વિચારતા. એ જ વખતે ચકા ની નજર ત્યાંથી થોડે દુર બેઠેલા એક કુલી પર પડી. જોકે કુલી એની બીડીમાં મસ્ત હતો, આ બંને પર એનું ધ્યાન નોહતું.

બંને પાછા હતાશ થઈને ઘરે આવ્યા. ચકાનું દિમાગ ખણખોદયું હતું. એણે વિચાર કર્યો, કે આ બંને સિક્કાની સાઈઝ સેમ છે, તોય કેમ ટિકિટ બહાર ના આવી ? થોડી ગડમથલ બાદ એને એક ડાઉટ પડ્યો. એની પાસે એ વખતે એક રૂપિયાનો અને દસ પૈસાનો એમ બંને સિક્કા પડ્યા હતા. એણે બંને કાઢ્યા. ધારી-ધારી ને જોયા. પણ કઇ ખબર ના પડી. થોડી વારમાં એને વિચાર આવ્યો, આ બંને નો વજન અલગ છે. લાલુ વિચારમાં પડ્યો, ‘તો હવે વજન વધારવા શું કરવાનું ?

ચકા જોડે એનું પણ સોલ્યુશન હતું.

ક્રમશ :

Featured

કંટાળો – એ એક કાંટાળો સમય થઈ ગયો છે !!

20200503_1948165140737970754910481.jpg

બહુ કંટાળો આવે છે યાર.

કાઈ સૂઝતું નથી શુ કરું ?

આવા ઘણા વાક્યો દિવસમાં કેટલીય વાર આપણને કેટલાય લોકોના મોઢે સાંભળવા મળે છે. બરબર ને ? અરે આપણે પણ બોલતા હોઈએ છે ઘણીવાર.

જેમ જેમ આપણી સવલતો અને સાધનો વધ્યા તેમ તેમ આપણી એકલતા વધી અને સહિષ્ણુતા ઘટી છે. લાગે છે ને એવું ? પહેલા 10-12 ચેનલો ના ટીવીમાય ખુશ હતા. અત્યારે 200 ચેનલ ટીવીની હોય, હોટસ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન જેવી ઓનલાઈન સ્ટ્રીમિંગ ચેનલનું સબસ્ક્રિપ્શન હોય, તોય દર 3-4 કલાકે કંટાળો આવે. ખાસ અત્યારે લોડાઉનમાં !!

થોડા વર્ષો પહેલા બુક ફેરમાં સૌમ્ય જોશીનો એક વર્કશોપ એટેન્ડ કર્યો હતો. ત્યારે એ કહેતા કે જ્યારે તમે બોર થશો ( કંટાળશો ) ત્યારે જ તમને કૈક સારા વિચાર આવશે. એટલે એમણે તરત એમનો સેલફોન બતાવ્યો. એ સાદો જ ફોન વાપરતા, અને કહેતા “આમાં ફક્ત વાતો જ થાય, અને મારે એનું એટલુ જ કામ છે”. સાચી વાત છે, તમે ફોનમાં સ્ક્રોલ કરી કરીને જેટલા કંટાળો છો, એટલા ટીવી, ગેમ કે વાંચવાથી નથી કંટાળતા. અરે અમુક સ્ક્રોલિંગ લેવલે તો ઝુકર્યોય ગાંડો થાય કે, આને બે કલાક અહીંયા જ સ્ક્રોલ કર્યું એના કરતાં તો એક ફિલ્મ કે કઈ સારી બુકના અમુક પ્રકરણ વંચાઈ જાય !!

ઓકે, વાત કરતા હતા કાંટાળા ની. આ એક યક્ષ પ્રશ્ન થઈ ગયો છે અત્યારે. ફિલ્મસ્ટાર અને આર.જે ઘરે કંટાળે છે, એટલે એ લોકો લાઈવ કરે છે. મોટાભાગના પોતાનો કંટાળો વહેંચે છે, બાકી ધ્વનિત જેવા ગણ્યાગાંઠ્યા લોકો જ છે, જે ટુ ધ પોઇન્ટ ડિશકશન કરતા હોય છે.

ઠીક છે. પણ ખરેખર આપણે જિંદગીમાંએટલા દોડતા થઈ ગયા છીએ કે આપણે જરાક ઉભા રહી જઈએ તો કંટાળી જઈએ છીએ !! ના યાર, આજ તો સમય છે, આપણી જાતને ડિટોક્સ કરવાનો, શાંતિથી આપણી અંદર જોવાનો, આજુબાજુમાં જોવાનો. હમણાં લોકડાઉન ખુલશે પછી ક્યાં આપણે આપણી અંદર જોવા બેસવાના ? નોકરી ધંધામાં લાગી જઈશું, એટલે ‘રોબોટ’ જ બની જવાના છીએ! અને રોબોટ ને ‘કંટાળો’ ના આવે !!😂

આ દિવસોને સારા દિવસો ગણી, જીવી લો, માણી લો. ક્યાં પતા, કલ હો ના હો… ( એટલે, આટલી રજાઓ આપણે નોકરી ધંધામાં જાતે તો ક્યારે લેવાના ? )

કંટાળો આવે, ઓકે, એને ટાળવા કોઈ સારી બુક, મુવી કે ગેમ રમો, મ્યુઝિક સાંભળો અને વિચારો કે ‘ એ સમય ભી બીત જાયેગા ‘ ( મારાં જેવા તો આ વાક્ય પર દુઃખી થાય 😢 )

© સુશાંત ધામેચા

Featured

પંચાયત – ગામડાઓનું ભારત

ખરું ભારત જોવું હોય તો એના ગામડા જોવા જોઇએ. ભારત ની ખરી સંસ્કૃતિ, ભાષા, વેશભૂષા હજી ત્યાં જીવંત છે. સાથે સાથે અંધશ્રદ્ધા, કુરિવાજો પણ એટલા જ ત્યાં જીવંત છે. ખેર, સિક્કાની જેમ બંને બાજુઓ હોય એમ જ આની પણ બે બાજુ હોય એ સ્વીકારવું જ રહ્યું.

Rural India is the Real India

શહેર થી અંતરિયાળ ગામડા એક શાંત ઝીંદગી જીવવા માટેનું ઉત્તમ સ્થળ કહી શકાય. ઘણા લોકો આજે પણ સમય મળ્યે પોતાના પરિવાર સાથે પોતાના ગામડે જતા રહેતા હોય છે. ત્યાની શાંત, સાદી અને ધીમી ઝીંદગી ઘણા લોકોને આકર્ષે છે. હું તો ઘણી વાર ગામડાની ટ્રીપ કરી ને એની જીવન શૈલી અને રીતભાત નો એહસાસ કરવાનો પ્રયાસ કરતો જ હોઉં છું. અને મારા બ્લોગ પર ઘણીવાર અલગ અલગ ગામડાઓ વિષે વાચવા તથા એ ગામડાના ફોટાઓ પણ જોવા મળશે,

હમણાં એમેઝોન પ્રાઈમ પર એક સીરીઝ આવી હતી “પંચાયત”. TVF એ બનાવેલી આ સીરીઝ એના બીજા શો જેવા કે  પરમેનેન્ટ રૂમમેટ, કોટા ફેક્ટરી, ધ ક્યુંબીકલ, ટ્રીપલિંગ વગેરે જેવી જ રસપ્રદ છે. મેં તો જ્યારથી TVF નું નામ વાચ્યું હતું ત્યારથી જ એ જોવાની ઉત્સુકતા થઇ ગઈ હતી.

Amazon-Prime-Panchayat-2020-Web-series-e1585824823557

Trailer of Panchayat on Amazon Prime

તો, આપણને ખબર જ છે કે ગામડાઓમાં પંચાયત રાજ ચાલતા હોય છે. અને એમાં કેવા ડખા થતા હોય, કેવા વહીવટ થતા હોય એના ઉપર આ સ્ટોરી છે. પણ આ વાર્તાનું મુખ્ય પાત્ર અભિષેક ( જીતેન્દ્ર ) કે જેને સચિવ ની નોકરી મળી અને એના મિત્રને એક મલ્ટી નેશનલ કંપની માં ૧ લાખ સીટીસી ની નોકરી મળે છે, પણ અભિષેકને આશા હોય છે કે આ નોકરી ની સાથે સાથે એ કેટ ક્રેક કરશે અને IIM માં MBA માં એડમીશન મળશે તો, આ એક નવો અનુભવ એડ કરી શકાશે. બસ આમજ વિચારીને એ આ ૨૦૦૦૦ ની નોકરી સ્વીકારી લે છે, અને ફરજ પર UP ના એક અંતરિયાળ ગામડામાં પહોચી જાય છે. જ્યાં ફીમેલ કેટગરી માં નીના ગુપ્તા વિધાયક ચુંટાઈ ગયા છે, પણ બધો વહીવટ એમનાં પતિ ચલાવે છે અને ગામ આખું પણ એમને જ વિધાયક ગણે છે. આ ઘણા ગામડાઓની સત્ય હકીકત છે.

ગામમાં વિધાયકનું જ રાજ ચાલતું હોય છે અને સચિવ ફક્ત કાગળિયાં કરવા માટે જ હોય એવું બનતું હોય છે. ગામમાં રાત્રે વીજળીનો કાંપ હોય છે, એટલે ગ્રાન્ટમાંથી ૧૩ સોલાર લાઈટ નાખવાનો પ્રસ્તાવ પાસ થાય છે. ગામના ૧૨ મેમ્બરો પોતપોતાના ઘર પાસે આ લાઈટ નખાવી દે છે અને મહા મહેનતે સચિવ પોતાની પંચાયત ની ઓફિસે એક લાઈટ નખાવવામાં સકસેસ થાય છે. એ પણ એક ભૂત ની અંધશ્રદ્ધા દુર કરીને ! આ કિસ્સો જોવા જેવો છે, કેવી રીતે લોકો ભૂત વિષે અંધશ્રદ્ધા ધરાવતા હોય છે.

બીજા ઘણા આવા કિસ્સાઓ છે. જયારે સચિવ પોતે એ ગામડાની લાઈફ થી કંટાળી જાય છે ત્યારે એ પોતાની ભડાસ વિધાયક આગળ કાઢે છે, કે “ આજ શુક્રવાર હે, વિકેન્ડ હે.” તો એ પણ એ લોકોને નવાઈ લાગે છે કે એ શું હોય ?

છોકરાનું નામ શું પાડવું એ પણ સચિવ ને પૂછતા હોય છે. એક છોકરાનું નામ સચિવ આત્મારામ નાં બદલે આરવ રાખવાનું સૂચવે છે અને એમ કહે છે કે અક્ષય કુમાર ના છોકરાનું નામ પણ આરવ છે. તો એની પત્ની એના પતિને કહે છે કે એમ કઈ આરવ ના પપ્પા કહેવાથી તમે કઈ અક્ષય કુમાર નથી થઇ જવાનાં !

ગામમાં કોઈ પ્રસંગ હોય, તો આખું ગામ એમાં ઇન્વોલ્વ થાય. જાનને ઉતારો સ્કુલમાં અપાય અને વરરાજા ને પંચાયત ઓફિસમાં ! આ સીન પણ ખુબ સરસ છે.

આ સીરીઝ માં ઘણા સારા ડાયલોગ્સ અને પંચીસ પણ છે. એ સિવાય જો આપણા ભારત ના ગામડા વિશે જાણવું હોય તોય આ સીરીઝ જોવી જ જોઇએ.

હું પર્સનાલી એવા એક વિધાયક ને જાણું છુ, કે જે પોતે અનામત સીટ પરથી સરપંચ ની ચુંટણી લડે, જનરલ સીટ પરથી પણ ચુંટણી લડે અને જયારે મહિલા અનામત સીટ આવે ત્યારે પોતાની પત્નીના નામે લડે અને દરેક વખતે પોતે જ વહીવટ કરે, એટલે આમાં જે બતાવ્યું છે એ મહદઅંશે સાચું જણાય છે,

બસ, તો જોઈજ નાખો, અત્યારે હજી સમય છે જ.

 © Sushant Dhamecha

Featured

Accidental Trip To Lonavala.

IMG-20200126-WA0016
Sushant – Prashant – 2020

લગભગ ૨૦૦૬ ની સાલનો શિયાળો હતો. ૨૦૦૫ માં જ મેં અને મારા મિત્ર પ્રશાંતે વિદ્યાનગરમાં B.J.V.M. મા બી.કોમ પૂરું કર્યું હતું. મેં નોકરી ચાલુ કરી દીધી અને તે MBA કરવા પુના ગયો. અમારે ઘણી વાર ફોન પર વાત થતી, અને એ ઘણી વાર મને ત્યાં આવવા આગ્રહ કરતો, પણ કઈ મેળ નોહતો પડતો. પણ એક વાર ફાઈનલી ત્યાં જવાનું સેટિંગ થઇ ગયું.

આણંદ થી રાત્રે પુના ની લક્ઝરી માં બુકિંગ કરાવી સવારે પુના પહોચ્યો. જ્યાં બસ નું સ્ટોપ હતું ત્યાં એ મને એનું પેશન પ્લસ બાઈક કે જેની પર અમે વિદ્યાનગરમાં ફરતા હતા એ લઈને લેવા આવ્યો હતો. પુનાના રસ્તાની મજા લેતા લેતા અમે એના ફ્લેટે પહોચ્યા. ત્યાં અમારો વિદ્યાનગર નો બીજો એક કોમન ફ્રેન્ડ પણ એની સાથે જ રહેતો હતો. મજા આવી ગઈ એને મળીને અને વિધાનગરની જૂની યાદો તાજી કરી. એ દિવસે સાંજે અમે સિંહગઢ ફોર્ટ જવાનો પ્લાન કર્યો. ત્યાં અમે એ જ એના પેશન પ્લસ બાઈક પર ગયા. ત્યાં ટેકરી ઉપર નાના નાના ધાબા હતા, ત્યાં મહારાષ્ટ્રીયન ખાણું ખાવાનું મજા પડે. અમે રીંગણ નું ભડથું અને બીજી અમુક રીંગણ ની લોકલ અઈટમ રોટલા સાથે મળતી તે જમ્યા, ત્યાનું કુદરતી દ્રશ્યને માણ્યું, ત્યાનો સન સેટ મસ્ત હતો. આ બધું અમે ખરેખર માણી શક્યા, કેમકે એ વખતે અમારી પાસે કેમેરા વાળા સ્માર્ટફોન નોહતા, કે નોહ્તું કોઈ ફેસબુક એકાઉન્ટ !! એટલે સેલ્ફી લઈને અપલોડ કરવાનો તો કોઈ સવાલ જ નોહ્તો.

ત્યાં ખુબ મજા કરી, રાતે ફ્લેટ પર પાછા આવી, બીજે દિવસે સવારે ખંડાલા અને લોનાવાલા બાઈક ટ્રીપ કરવાનું પ્લાન્નીંગ કર્યું. પણ ત્યાં જવા માટે હાઇવે થી જવું પડે અને પ્રશાંત નું પેશન પ્લસ આણંદ પાર્સીંગ નું હતું એટલે કદાચ ત્યાં કોઈ પ્રોબ્લેમ થાય એવું વિચારીને અમે તેના એક બીજા મિત્રનું બજાજ પલ્સર લઈને જવાનું વિચાર્યું.

સવાર પડી, અમે હેલ્મેટ લઈને પાર્કિંગમાં આવ્યા, બાઈક સાફ કરીને ચાલુ કરીને બહાર નીકળ્યા ત્યાં એમાં પંચર હોય એવું લાગ્યું. ચેક કર્યું તો ખરેખર પંચર હતું. પછીતો હાથથી ખેચીને નજીકની પંચરની દુકાને લઈને ગયા. જ્યાં સુધી તેનું પંચર થાય ત્યાં સુધી અમે નાસ્તો કરવાનું વિચાર્યું, આમેય અમારે બહારજ નાસ્તો કરવાનો હતો, એટલે સમય નો સદુપયોગ કરી લીધો. ત્યાં પુનામાં દહીં ભાત વધારે મળતા અને મને તે ભાવતા એટલે મેં સવાર સવારમાં તે ખાઈ લીધા. થોડી વારમાં બાઈક નું પંચર બની ગયું એટલે અમે લઈને હાઇવે તરફ નીકળ્યા. એ વખતે મને બાઈક એટલું આવડે નહિ, એટલે પ્રશાંત જ બાઈક ચલાવતો. આમેય હું બીજા ગામમાં જાઉં તો વાહન ચલાવવાનું ઓછુ પસંદ કરું. પાછળ બેસીને ગામને નીરખી શકાય !

લગભગ દોઢેક કલાકમાં અમે લોનાવલા નજીક પહોચ્યા. ત્યા એક હોટેલ પર ફ્રેશ થાવા ઉભા રહ્યા. હેલ્મેટ અમે બાઈકની સીટ ઉપર મૂકી હવે પહેલા લોનાવાલા જવું કે ખંડાલા એની ડિસ્કશન કરતા હતા. આમતો એ ડિસ્કશન નો કોઈ મતલબ હતો જ નહિ, કેમેકે મને તો ત્યાની કઈ ખબર જ નોહતી, પ્રશાંત કહે એમ જ કરવાનું હતું ! છેવટે અમે પહેલા ખંડાલા જઈ આવીએ અને પછી લોનાવલા જઈશું એવું વિચાર્યું. એટલામાં હેલ્મેટ સીટ ઉપર થી નીચે પડી ગયો અને એનો કાચ તૂટી ગયો !! અમે થોડો નીસાશો નાખીને એને ભૂલી જઈ જેવો છે તેવો પહેરીને ખંડાલા તરફ નીકળ્યા. લગભગ અડધો કલાક માં ખંડાલા પહોચ્યા.

ત્યાં પેલી આઇકોનિક રેલીંગ પાસે પહોચી ખીણ તરફ મોઢું કરીને ઉભા રાખ્યા. ઠંડા પવનો ની મજા લીધી. પ્રશાંત મને એ લોકેશન વિષે વાતો કરતો રહ્યો. હું તો આવી કોઈ જગ્યાએ પહેલી વાર ગયો હતો, એટલે મને તો મજા પડી હતી. બસ ત્યાં થોડો સમય વિતાવીને પાછુ લોનાવલા જવા નીકળ્યા. જેવા બાઈક પાસે આવ્યા તો અમારા બંને ના ચેહરા ના હાવભાવ ઝીરો થઇ ગયા, બાઈકમાં ફરી પંચર પડ્યું હતું ! પુના તો પ્રશાંત નું જાણીતું હતું તો વાંધો નહોતો, પણ અહિયાં શું કરીશું ? એ ભાવ સાથે અમે બાઈક પાસે ઉભા હતા, ત્યાં જ એક ભાઈએ અમને પંચર બનાવનાર ની દુકાન નો રસ્તો બતાવ્યો અને અમને હાશ થઇ. પણ કદાચ આ હાશ થોડીક વાર ની જ હતી !! એ દુકાને પહોચ્યા ત્યારે ખબર પડી કે અત્યારે ત્યાં પાવર કટ હતો, એટલે હવા ભરવાનો કોઈ સ્કોપ નહોતો. પણ, દુકાન વાળા ભાઈએ શાંતિ થી સાંત્વના આપતા કહ્યું કે અડધો કલાક માં પાવર આવી જશે. પછી તો અમે બંને ત્યાં જ બેઠા. હવે લોનાવલા ક્યારે પહોચીશું અને ત્યાં ક્યાં જઈશું એની વિચારણા કરી.

અંતે ત્યાં પંચર બની જતા અમે પાછા લોનાવલા જવા નીકળ્યા. ત્યાના રસ્તાઓની મને મજા પડતી હતી. બાઈક તો પ્રશાંત જ ચલાવતો હતો. વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ અમે ઉભા રહીને એ જગ્યાની મજા લેતા ( હા, ખરેખર મજા લેતા, કેમેક અમારી પાસે સ્માર્ટ ફોન કે કેમેરો નોહ્તો. એટલે ફોટા કે સ્ટેટસ અપડેટ કરવાનો કોઈ સ્કોપ જ નોહ્તો ) છેલ્લે ટાઇગર પોઈન્ટ ઉપર ઉભા રહીને ત્યાનું દ્રશ્ય માણ્યું. ત્યાંથી અમે “એમ્બે વેલી ( સહારા સીટી ) જોવા જવાનું વિચાર્યું. પણ એમાં અંદર જવા નહિ દે, ખાલી બહારથી આપણે જોઇને નીકળી જઈશું, એવું નક્કી કર્યું. પછી, મેં બાઈક ચલાવવાની ઈચ્છા દર્શાવી. પ્રશાંતે મને એક વાર રસ્તા ખુબ જ વળાંક વાળા તેમજ ઢાળ વાળા છે તને નહિ ફાવે એમ કહીને ના પડી, પણ મને એવા રસ્તા પર ચાલવાની ઈચ્છા હતી એટલે અંતે મેં એને મનાવી લીધો.

બસ, મારી ગમતી પલ્શર મારા હાથમાં આવી ગઈ. હું સ્પીડ માં ચલાવતો હતો, પ્રશાંત મને પાછળ બેઠો ટોકતો, કે ભાઈ ધીમી કર. એકદમ એણે મોટેથી બુમ પાડી “ સુશ્લા….. આગળ જો….” બસ ત્યાં સુધી તો બાઈક રોડ સાઈડ ની રેલીંગ અને એક થાંભલા ની વચ્ચે ઘુસી ગયું. રેલીંગ મારા પગ સાથે અથડાઈ, બાઈક ટાંકી સુધી રેલીંગ અને થાંભલા ની વચ્ચે ઘુસી ગયું. મારો હેલ્મેટ અને ચશ્માં ઉછળીને બાજુની ઝાડીમાં પડ્યા સાથે સાથે પ્રશાંત પણ એ ઝાડીમાં ઉછળી ને પડ્યો. હજી હું કઈ સમજુ એ પહેલા જ આ બધું થઇ ગયું. પ્રશાંત બુમો પડતો હતો “ તને નાં પડી હતી ને ?? પણ માને કોણ ? @#$% ) એ એનો પગ પકડીને બેઠો હતો, એને કદાચ પગમાં ફ્રેકચર હોય એવું લાગતું હતું.

પણ, નસીબ સારા હશે કે, ત્યાંથી એટલામાં સહારા સીટી ની હોસ્પિટલ ના કોઈ ડોક્ટર પોતાની કાર લઈને જતા હતા. એ અમને પડેલા જોઇને ઉભા રહ્યા. મારી પાસે આવી, ક્યાંથી આવો છો એટલું પુછી ને, તરત જ એમણે એમ્બે વેલીની હોસ્પિટલ માં એમ્બુલન્સ મોકલવા માટે ફોન કર્યો. અમને થોડોક હાશકારો થયો, કે કોઈ તો મદદે આવ્યું !! તેમણે રેલીંગ ની અંદર જઈને પ્રશાંત ને જોયો, એનો પગ હલતો નોહ્તો એટલે એમને લાગ્યું કે કદાચ હેર ક્રેક હોઈ શકે. મને પગમાં થોડું છોલાયું હતું અને મોઢા પર થોડું વાગ્યું હતું, થોડી જ વારમાં એમ્બુલન્સ આવી ગઈ. પ્રશાંત ને ઉચકી ને તેમાં બેસાડ્યો, હું પણ એમ્બુલન્સમાં બેસી ગયો. બાઈક, હેલ્મેટ અને મારા ચશ્માં બધું જ ત્યાનું ત્યાં જ પડી રહ્યું.

હું એમ્બુલન્સ ની બારીમાંથી બહાર જોતો જ રહ્યો, કે જે એમ્બે વેલી બહારથી જોઇને આવવાના હતા, એની હોસ્પિટલ માં એની જ એમ્બુલન્સ માં પહોચી ગયા !! અમને સીધા જ હોસ્પીટલના ડ્રેસિંગ રૂમમાં લઇ ગયા. ત્યાં અમને બંને ને ચેક કરીને છોલાયું હતું ત્યાં ડ્રેસિંગ કરી ને થોડા ઇન્જેક્શન અને દવાઓ લખી આપી. હું ચાલી શકું એમ હતો એટલે હું ત્યાના સ્ટોર પર દવા લેવા ગયો. એ દરમ્યાન અમારો બીજો મિત્ર નિશાંત કે જે પુનામાં પ્રશાંત સાથે જ ફ્લેટ પર રહેતો હતો, તેને ફોન કરીને બધું જણાવ્યું, એટલે એ અમને લેવા પુના થી થોડી વારમાં નીકળી ગયો.

હું સુશાંત અને મિત્ર પ્રશાંત હોસ્પિટલ ની અમને ફાળવવામાં આવેલી રૂમમાં બેસીને આ શું થઇ ગયું અને કેમનું થઇ ગયું એમ વાતો કરતા હતા, અને સાથે એમ પણ હરખાતા હતા કે જે એમ્બે વેલી બહાર થી જોવાની હતી એ અંદર થી જોવા મળી !! હું ત્યાની કેન્ટીન માંથી પ્રશાંત માટે નાસ્તો અને કોફી લઇ આવતો. ત્રણેક કલાક પછી પ્રશાંત નો મિત્ર નિશાંત અને તેનો બીજો એક મિત્ર બાઈક લઈને અમને લેવા આવ્યા. ત્યારે અમારી પાસે હાજર નર્સે આવેલ વ્યક્તિ કોણ છે પૂછતા, એનું નામ નિશાંત છે એવું કહ્યું ત્યારે એ નર્સ હસવા લાગી કે તમે ત્રણે ભાઈઓ છો ??  સુશાંત-પ્રશાંત-નિશાંત ??

આખરે સાંજે અમને બંને ની લોનાવાલા નીચે સુધી હોસ્પિટલ ની સ્ટાફ બસ માં મોકલ્યા અને નિશાંત એનું બાઈક લઈને ગયો, રસ્તામાંથી અમારું અથડાયેલું બાઈક પણ તેનો એક મિત્ર લેતો ગયો. લોનાવલા માં રાત્રે હોટેલ પર અમે હળદર વાળું દૂધ અને ઉત્તપા નો નાસ્તો કરી બાઈક ઉપર નિશાંત અને તેના મિત્ર સાથે પુના ની વળતા પ્રવાસ આરંભ્યો.

બીજે દિવસે સવારે જેની પલ્સર હતી, એ એના ઘરેથી પાછો આવ્યો અને પાર્કિંગમાં પડેલી પોતાની બાઈકની હાલત જોઇને રૂમમાં આવીને બુમો પાડવા લાગ્યો, પણ અમારા બંને ની હાલત જોઇને ઠંડો પડ્યો અને આખી વાત પૂછી પછી શાંત પડી ગયો.

બસ, પછી બીજે દિવસે મારે પાછુ આણંદ જાવાનું હતું એ બંધ રાખી ને બે દિવસ પછી જવાનું નક્કી કર્યું. ઘરે ફોન કરીને થોડું કામ છે કહી ને એમને મનાવી લીધા.

આમ કરવા ગયા કંસાર ને થઇ ગઈ થુલી જેવી મારે ટ્રીપ થઇ ગઈ. કરવા ગયા હતા મજા અને થઇ ગઈ સજા !!!

 

Featured

તમને યાદ રહે છે ?

 

શુ તમને બધું યાદ રહે છે ? કે ભૂલી જાવ છો ?

શુ ભૂલી જાવ છો અને શું યાદ રાખો છો ?


આપણે ભૂલવાનું યાદ રાખીએ છે અને યાદ રાખવાનું ભૂલીએ છે. બરાબર ને ? જો આ ભૂલ જ આપણે સુધારી લઈએ તો આપણી જિંદગી સુધરી જાય ! ઘણીવાર ઘણી બાબતો ભૂલી જવામાં જ મજા છે. ખોટું મગજમાં સંગ્રહીને જગ્યા ભરતા, કામનું ભરવાની જગ્યા ના રહે અને છેલ્લે ફ્રસ્ટ્રેશન આવે.

મહાભારતમાં દ્રૌપદીએ પોતાનું થયેલું અપમાન યાદ રાખ્યું અને સાથે સાથે તેના પાંચ પતિઓને વારે વારે યાદ પણ અપાવડાવ્યું અને એટલે યુદ્ધ ની નોબત આવી. જો દ્રૌપદી અને દુર્યોધન બંને પોતપોતાનું થયેલું અપમાન ભૂલી ગયા હોત, તો ? મહાભારત થાત ? ટાળી શકાયું હોત…

વડોદરા સયાજી બાગમાં તોય ટ્રેન ના સ્ટેશન પાર એક બોર્ડ વાંચ્યું હતું. જેનું અનુસરણ જો આપણે કરીએ તો જિંદગી મસ્ત મજાની ચાલે…


યાદ રાખીને દુઃખી થવા કરતા, ભૂલી જઈએ ખુશ રહેવું સારું.

© સુશાંત ધામેચા

Featured

નવા વર્ષ ની ડાયરી

નવું વર્ષ બીજું કઈ લાવે કે ના લાવે, પણ દર વર્ષે નવી ડાયરીઓ લાવે.

મને પહેલેથી જ ડાયરીઓનો શોખ. ભણતો હતો ત્યારે મામા બેન્ક માં હતા, એટલે વખતો વખત એ જૂની વણવપરાયેલી ડાયરીઓ આપતા. એમા પણ હું બહુ લખતો નહિ, સાચવી રાખતો.

અત્યારે પણ દર વર્ષે ઓફિસમાં ડાયરી આપે જ છે, એટલે એ જ વાપરું. પણ એક મિત્ર જતીનભાઈ ને મારા ડાયરીના શોખ વિષે ખબર, એટલે દર વર્ષે જેવી એમની જોડે કોઈ સારી ડાયરી આવે તો એ તરત મને બોલાવીને આપે.

પણ હું ચીકણો એવો કે એને સંગ્રહી રાખું. મને વાપરતા જીવ ના ચાલે.

ઓકે, હું દર વર્ષે જયારે પહેલી ડાયરી આવે ત્યારે નક્કી કરું, કે આ વર્ષે દરરોજ ડાયરીમાં કૈક નવું લખીશ, પણ એ નિયમ સાલો એકાદ મહિનામાં જ પડી ભાંગે. એટલે બધી ડાયરીઓ પહેલા એક-બે મહિના જ ભરેલા હોય, બાકી આખી કોરી.

પણ, આ વર્ષે નક્કી કર્યું છે કે આ પ્રક્રિયા આખું વર્ષ ચલાવવી અને એટલે જ દિવસ દરમ્યાન પણ હું કૈક શોધતો હોઉં કે આજે સાંજે ડાયરીમાં શું લખીશ ?? જો દિવસ દરમ્યાન તમે કૈક નવું વાંચવાનું, જોવાનું કે શોધતા રહો તો નક્કી કે તમને સાંજ પડે કૈક તો નવું જાણવા મળ્યું જ હોય, બસ તમારો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. અરે પેપર માં કૈક સારો લેખ હોય તો એના વિષે પણ લખી રાખો ! બાકી, સોશિયલ મીડિયાના જમાના માં બધું જ આપણા અંગુઠા ના ટેરવે જ છે.

તો, હજી વર્ષ ચાલુ જ થયું છે, બનાવો એક ડાયરી અને એમાં રોજ એકાદ ફકરા જેટલું લખવાનું ચાલુ કરો અને એકાદ મહિના પછી એ આખા મહિના નું વાંચશો તો ખબર પડશે કે આપણે આ મહિનામાં કેટલું નવું જાણ્યા !!

Featured

હેલ્લારો : એક ગુજરાતી માસ્ટરપીસ

હેલ્લારો, એક ગુજરાતી ફિલ્મ જે રિલીઝ થતા પહેલા જ નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. જ્યારથી એ સાંભળ્યું ત્યારથી એ જોવાની આતુરતા હતી જ. કાલે એ જોઈ અને ખરેખર માણી. એના વિશે અત્યાર સુધી ઘણા લોકો એ ડિટેલમાં રીવ્યુ આપ્યો જ છે. એટલે હવે રીવ્યુ આપવો એ મારું ગજું નહીં. હું તો બસ કાયમ મારા મન ની જ વાત કરતો હોઉં છું. હમણાં તુષારભાઈ દવે એ એક He-She નો જોક્સ લખ્યો હતો,

She – હવે ગુજરાતી ફિલ્મો સારી આવે છે નય ?

He – ના, જે સારી આવે છે એ જ આપણે જોઈએ છે.

મારુ પણ કંઈક આવું જ છે. લોકો મને કાયમ કહે છે, કે તું યાર ગુજરતી ફિલ્મો જોવા જ જાય છે !! મારો જવાબ કાયમ એ જ હોય છે, હા, હું જાઉં છું, પણ જે સારી હોય એ જ અને અત્યાર સુધી મેં જોયેલી એક પણ ફિલ્મ મને ના ગમી હોય એવું લાગેલ નથી, કેમકે આપણે પુરે પુરી ચકાસણી કરીને જ ગયા હોઈએ. હું અમુક લોકોને ફોલો કરું છું, કે જેઓ ફિલ્મો વિશે સચોટ લખતા હોય છે અને જોગાનુજોગ એમને ગમેલ ફિલ્મો મને પણ ગમે જ છે.

ઓકે, હવે આપણે આગળ હિજરત કરીએ હેલ્લારો તરફ. શોલે, ઇમરજન્સી એ અરસામાં કચ્છ થી અંતરિયાળ ગામડા ની વાત આ ફિલ્મ માં છે. એક નાનું ગામ, શહેરથી છૂટું પડેલું, વીજળી જ્યાં સુધી પહોંચી નથી.

” કટોકટી હજી આપણા ગામ સુધી પહોંચી નથી.

ક્યાંથી પહોંચે ? સરકાર હજી આપણાં ગામ સુધી નથી પહોંચી ને ? “

હવે વિચારો, આ ગામ કેટલુ ડિસ્કનેક્ટેડ હશે ! આવા ગામમાં થોડા ઘર છે અને એમનો એક મુખી છે. જે બધા જ નિર્ણય લે. પણ ગામ લોકોમાં ભારોભાર અંધશ્રદ્ધા ભરેલી છે. કેટલાક વર્ષોથી વરસાદ થયો નથી, અને એટલે ગામ લોકો માને છે કે માડી ( માતાજી ) કોપાયમાન થઈ છે. એટલે ગામના પુરુષો ગરબા રમીને માડીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. પણ એમાં સ્ત્રીઓને આવવાની મનાઈ ! સ્ત્રીઓ એ ઉપવાસ જ કરવાના. બૈરાઓને પાણી ભરવાનું ને ઘરનું કામ કરવાનું અને વરસાદ ના થાય તો ઉપવાસ કરવાના !

બસ, આમા જ એક વાર ગામના બૈરાઓ જ્યારે વિરડામાં પાણી ભરવા જતા હોય છે ત્યારે વચ્ચે રણમાં બેહોશ જેવો પડેલો ઢોલી મળે છે, અને પાણી ભરવા ગયેલા બૈરાઓ એને પાણી પાય છે. અને પછી એને ઢોલ વગાડવાનું કહે છે અને એના ઢોલના તાલે એ બૈરાઓ થોડા ખુલે છે, નાચે છે. પાણી ભરવા જવાનું એમને હવે ગમતું કામ લાગે છે. પણ આ વાતની ગામના પુરુષોને ખબર પડે તો ?? શું હાલત થાય આ બૈરાઓની ?

ફિલ્મ ની વાર્તા આપણા પ્રાચીન ભારત તો ઠીક પણ હમણાં સાહિઠેક વર્ષ પહેલાના સમય સુધી જેવી અંધશ્રદ્ધાઓ પ્રવર્તતી હતી એની જ છે. આજના શહેરના છોકરા છોકરીઓને કદાચ આ જોઈને નવાઈ લાગે કે આવું પણ હોય ?

એકએક સીન ગજબ રીતે લેવાયા છે, વાર્તાને પુરેપુરો ન્યાય અપાયો છે. સૌમ્ય જોશી ના ગીતો અને ડાયલોગ્સ અદભુત. ધ્વનિતે કીધું હતું એમ, સૌમ્ય જોશી ના ડાયલોગ્સ ઇન્જેક્શન નું કામ કરે છે. મ્યુઝિક જે ફિલ્મનો મુખ્ય ભાગ કહી શકાય એ પણ અદભુત છે.

લોકેશન, ડ્રેશીંગ, એક્ટિંગ, કેમેરા વર્ક, ડાન્સ, ડાયલોગ્સ, ગીતો દરેક વિભાગમાં એકદમ ઉત્તમ.

એકવાર અચૂક જોઈ આવજો. બીજી વાર જોવાની ઈચ્છા થઈ જાય તો મારી જવાબદારી નહીં.

~ સુશાંત ધામેચા

Featured

પ્લાસ્ટિક ને જાકારો !!! જરૂરી છે….

પ્લાસ્ટિક વેસ્ટ ની સમસ્યા આખા વિશ્વને નડી રહી છે. ભારતમાં અમુક પ્રકાર ના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. પણ ફક્ત સરકારના પ્રતિબંધ મુકવાથી કઈ અમલ થઇ જતો નથી. એક સભ્ય નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે, કે આપણે જાતે જ એનો ઉપયોગ ટાળીએ. શા માટે એનો ઉપયોગ ટાળવો એના વિષે થોડી માહિતી વાચો, તો કદાચ દિલમાંથી ધબકારો થાય અને આપણે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરી શકીએ !!

આજની તારીખે દુનિયામાં ૩૦૦ મિલિયન ટન પ્લાસ્ટિક ઉત્પાદિત થાય છે અને વાપરીએ પણ છીએ. આ આકડો કેટલો છે ? આખી દુનિયાની વસ્તીના કુલ વજન જેટલો અધધ આકડો થાય છે આ !! આમાંથી ઘણોખરો હિસ્સો સિંગલ યુઝ પ્લાસ્ટિક નો છે. જે આપણે એક વાર ઉપયોગ કરીને ફેકી દકીએ છે. જેમકે પાણી ની બોટલ, પાતળા પ્લાસ્ટીકના ઝભલા, પાણી ના પાઉચ. આ બધું ઘણુંખરું તળાવ કે નદી-નાળા માં જાય છે અને ત્યાંથી સીધું દરિયામાં. આ એવું પ્લાસ્ટિક છે, કે જે વર્ષો થયે પણ જમીનમાં ભળતું નથી, આના બારીક કણો જમીનમાં અને પાણીમાં ભળી જાય છે અને તે જમીનમાં રહેલા અળસિયા ને ખાસ અસર કરે છે. આ એ જ અળસિયા છે, જે જમીનને ફળદ્રુપ રાખવામાં મદદ કરે છે. જો આ અળસિયા ની ફળદ્રુપતા ખોરવાશે તો જમીન ની ફળદ્રુપતા ખોરવાવાની જ.

તો, શું હજી આપણે આવું પ્લાસ્ટિક વાપરવાનું સદંતર બંધ નાં કરવું જોઇએ ? જી હા, સરકારે તો અત્યારે આ બીડું ઝડપ્યું જ છે. હમણાં થોડા દિવસો પહેલા આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે દરિયા કિનારે એકઠો થયેલો પ્લાસ્ટિક વેસ્ટ તેમની મોર્નિંગ વોક દરમ્યાન એકઠો કરી રહ્યા હતા. આપણે ઉઠાવીએ નહિ તો  કઈ નહિ, પણ નાખીએ નહિ તો પણ આપણું યોગદાન ઓછુ નાં આકી શકાય !

20191023_110822

હું, અમારી કંપની ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રા. લી. ની વાત કરું, તો અમારે ત્યાં દર સાલ અમને દિવાળીએ મીઠાઈ આપવામાં આવે છે, જે આપણો રીવાજ છે. પણ આ વર્ષે મીઠાઈ ની સાથે જ્યુટ ની બેગ આપવામાં આવી. અને બોક્ષ પણ પ્લાસ્ટિક નું નહિ પરંતુ કોરોગેટેડ ! એટલું ચીવટ થી ધ્યાન રાખવામાં આવેલું, કે બોક્ષ માં ક્યાય સેલો ટેપ નો પણ ઉપયોગ નહોતો કર્યો !! પ્લાસ્ટિક ની કોથળી કરતા જ્યુટ ની બેગ ની કોસ્ટ લગભગ ૨૦૦ ગણી હશે, તોય પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટે એ દિશામાં કંપની દ્વારા આ એક સરાહનીય પગલું ગણી શકાય. અને જો આ બેગ રોજ વપરાય તો તે બીજા કેટલાય સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઝભલા નો વપરાશ અટકાવશે એની ગેરેંટી પાક્કી. એટલે એમેણે ફક્ત એક પ્લાસ્ટિક ની કોથળી ને રિપ્લેસ કરીને લગભગ મીનીમમ ૨૦૦ થી ૫૦૦ પ્લાસ્ટિક ની કોથળીઓનો વપરાશ અટકાવ્યો !! છે ને સરાહનીય પગલું ??

છેલ્લે, એક દાખલો જર્મની નો, કે જ્યાં તમે સ્ટોરમાંથી પ્લાસ્ટિક ની બોટલ લો, તો તમારે ડીપોસિટ પેટે વધારે પૈસા ભરવાના. પરંતુ, જયારે તમે તેને પછી ક્રશર મશીનમાં નાખો ત્યારે એ પૈસા ની તમને કુપન મળે.

 

પ્લાસ્ટિક ના વપરાશ ના થોડાક આકડા અહી જોઈ લઈએ, એ જોતા ખબર પડશે કે એ કેટલા અધધ છે.

વર્ષ ૧૯૫૦ થી ૧૯૭૦ સુધી આપણે ખુબ ઓછો પ્લાસ્ટી નો વપરાશ કરતા, જેથી એ મેનેજેબલ હતો. પણ ૧૯૯૦ સુધી ના બે જ દાયકામાં એનો વપરાશ લગભગ ત્રણ ગણો થઇ ગયો. અને ૨૦૦૦ ની સાલ સુધીમાં તો વપરાશ છેલ્લા ચાલીશ વર્ષમાં નહોતો થયો એટલો બધો વધી ગયો !! પ્લાસ્ટિક નો વેસ્ટ નદી મારફતે દરિયામાં ઠલવાય છે અને એ ત્યાં નાશ નથી પામતો, પણ એકઠો જ થાય છે. જો આમ જ ચાલતું રહ્યું તો વર્ષ ૨૦૫૦ સુધી સમુદ્રમાં માછલીઓ કરતા પ્લાસ્ટિક વધારે હશે !

 

તો, #SayNoToPlastic કહીએ આ દિવાળીએ ? દરેક કામ માં આપને મુહુર્ત જોવા વાળા, એટલે એટલીસ્ટ નવા વર્ષ થી આપણે આ પ્રથા ને ચાલુ કરી શકીએ ને ?

ये दिवाली, बिना प्लास्टिक वाली…

 

Featured

નીલકંઠ અને નીલકંઠ વર્ણી

હમણાં ઘણા સમયથી શ્રી મોરારીબાપુ દ્વારા તેમની એક કથામાં થયેલ વાત પર વિવાદો ચાલે છે. બંને પક્ષો પોતાના સમર્થનમાં લખે છે, કે બોલે છે.

મેં અત્યાર સુધી બંને બાજુના લોકોના મંતવ્યો વાંચ્યા, વિડીયો પણ જોયા. બંને બાજુ વાણી વિલાસ કરનારા અને શાંતિથી સમજાવનારા પણ છે. જેને જેમાં હેત હોય અથવાતો જેને જેનો અભાવ હોય એના વિશે એવું બોલતા કે લખતા હોય.

હું પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો છું અને મોરારીબાપુની કથાઓ પણ ઘણી વાર સાંભળતો હોઉં છું. મને એમની પર પણ ભાવ છે. એટલે હું જે મારુ મંતવ્ય આપીશ એ મારી દ્રષ્ટિએ તટસ્થ છે, અને તમને પણ કદાચ લાગશે.

મોરારીબાપુ, કે જે પ્રખર રામકથાકાર, સમાજ સુધારક અને સાહિત્ય લક્ષી કર્યો કરનાર એક મહાન સંત છે. એટલે એમની હિન્દૂ ધર્મ તથા સમાજ પ્રત્યેની જવાબદારી તો બને છે. એટલે જ્યારે એ વ્યાસપીઠ ઉપર હોય, ત્યારે કોઈપણ ધર્મ, સંત કે ભગવાન પર ટિપ્પણી કરવાનું યોગ્ય ન કહેવાય. એમની નિર્મળતા અને પ્રેમાળ સ્વભાવ વિશે ઘણા લેખકોના મોઢે સાંભળેલું છે, એટલે આવું વિવાદિત વિધાન એમના મુખે એક્સપેકટેડ ના હોય. કાતો પછી કોઈએ એ કથા પુરી સાંભળી નથી, કે એ કાયા સંદર્ભમાં બોલ્યા હશે ! ( એ વિધાન નો સંદર્ભ જાણવો જરૂરી છે )

હવે, એ વિધાન ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થયેલ ટિપ્પણી માટે કહું. મોરારી બાપુ સાથે સંપ્રદાયના ઘણા મોટા સંતોને સારા સંબંધો છે. ભૂતકાળમાં બંને એકબીજાની કથાઓમાં સ્ટેજ શેર કરી ચુક્યા છે. તો, હું માનું છું ત્યાં સુધી આ મુદ્દે તેઓ બાપુને સીધો ફોન કરીને આ વિશે શાંતિ થી પૂછી શક્યા હોત, અને બાપુએ પણ એનો ખુલાસો આપ્યો હોત. પણ અહમ ના ટકરાવમાં વાત આટલે પહોંચી ગઈ. શિક્ષાપત્રિમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું જ છે, કે ” સમાજમાં પ્રતિષ્ઠિત હોય, રાજા હોય તેમની સાથે વિવાદ ના કરવો ” અને બીજું ” કોઈનો દ્રોહ થાય એવું સત્ય વચન ના બોલવું “.

જો સ્વામિનારાયણ ના સંતો આ બે સલાહને વળગી રહ્યા હોત, તો આટલો બધો વિવાદ કદાચ ના થયો હોત અને બંને ને એકબીજા પર સદભાવ યથાવત રહ્યો હોત.

મારુ માનવું છે કે, શિક્ષાપત્રિ ની આ બે સલાહો દરેકે માનવા જેવી છે, અને એનાથી ઘણા વિવાદો ટાળી શકાય.

ઓકે… બસ બંને એકબીજાને સમ્માન આપીને સમાજ અને ધર્મના ઉત્થાનની પ્રવૃત્તિઓ સદાકાળ કરતા રહો એવી જ પ્રભુ શ્રી સ્વામિનારાયણ અને પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના.

જય શ્રી રામ

જય શ્રી સ્વામિનારાયણ

( અહીં આપેલા મંતવ્યો આ લખનારના પોતાના છે. કોઈ સહમત ના પણ થઈ શકે )

~ સુશાંત ધામેચા

Featured

એક મોબાઇલે આપણી કેટલી જાહોજલાલી ઝૂંટવી લીધી ?

 

એક મોબાઇલે આપણી કેટલી જાહોજલાલી ઝૂંટવી લીધી ?
જાણો છો ?   કે કોઈ વાર વિચાર કર્યો ?

1. ઘરના એક ખૂણામાં કે સોફામાં બેસીને શાંતિથી લેન્ડલાઈન પર વાતો કરતા હતા, તેના બદલે હવે ઘરની બહાર ઉભા ઉભા જ વાત કરવી પડે છે ! ( દરેક ઓપરેટર ના નેટવર્ક ની આ જ તકલીફ છે )

2. ઓફિસ ના ટેબલ પર કાગળ ઉડે નહીં એના માટે પેપર વેઇટ લાવતા, યાદ છે ? હવે એની જગ્યા મોબાઈલે લઇ લીધી છે. તમે વાપરો છો ને ?

3. જે મિત્રો અને સંબંધીઓ ને આપણે જાતે મળતા અથવાતો ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવવા એકઠા થતા, એના બદલે આજે વોટ્સએપ ગ્રુપ બનાવીને જ નક્કી કરી લઈએ છીએ !

4. ટેલિફોન ડાયરી યાદ છે ? દરેક ઘરમાં લેન્ડલાઈન ની બાજુ માં જ વ્યવસ્થિત રીતે મુકાયેલી રહેતી, જેમાં આલ્ફાબેટીકલી મિત્રો અને સંબંધીઓ ના નંબરો લખેલા હોય. ( અમુક કાયમ જરૂર વાળા નંબર તો દીવાલ પર પણ લખાતા ) અને એક નાની ડાયરી ઘણા લોકો પોતાના ખિસ્સામાં પણ રાખતા !

5. આ ડાયરી પછી એનું ડિજિટલ સ્વરૂપ આયુ હતું, યાદ છે ? ડિજિટલ ડાયરી. એનું જીવન જોકે થોડું ટૂંકું હતું.

પોસ્ટકાર્ડ, ટેલિગ્રામ ( અત્યારે જે એપ છે એ નહીં 🤣) તાર તો મોબાઇલે ક્યારનાય લુપ્ત કારી નાખ્યા હતા.

મોબાઈલ થી આપણા કામ સરળતાથી થાય છે, પણ શાંતિ થી નથી થતા.

~ સુશાંત ધમેચા

Featured

“બિટ્ટુ નો મોન્ટુ અને મોન્ટુ ની બીટ્ટુ”

montu-ni-bittu-trailer_d

અમદાવાદની મસ્ત પોળમાં પ્રણય ત્રિકોણ દર્શાવતી ગુજરાતી ફિલ્મ એટલે મોન્ટુ ની બીટ્ટુ. 

અમદાવાદની પોળો ઘણી ફિલ્મોમાં બતાવાય છે, પ્રણય ત્રિકોણ ( Love triangle ) પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં બતાવાયું છે, અને ઘણી સક્સેસ પણ થઈ છે. આ ફિલ્મ માં સ્ટોરી કૈક એવી જ છે, પણ એને જે રીતે બતાવી છે એ માણવા જેવી છે. સી, લદાખ ઘણા લોકો જતા હોય છે, પણ બધાના ગોલ અલગ અલગ હોય છે. જવાના રસ્તા અને રસ્તે જતા માણવાની મજા અલગ અલગ હોય છે. બરાબર ને ? કોઈ દિલ્હીથી કાર કરીને જાય, કોઈ મનાલી થી બુલેટ લઈને જાય, અને એમાંય કોઈ ટુર ઓપરેટર ની મદદથી જાય અને કોઈ જાતે ભોમિયા બનીને જાય. હવે આ બધાય જવાના એક જ જગ્યાએ છે, પણ દરેકની પોતાની અલગ જ મજા હશે ને ?

આ ફિલ્મ વિશે વાત કરતા પહેલા આ કહેવું જરૂરી હતું, બાકી ઘણા કહેતા હોય છે કે આ તો પ્રણય ત્રિકોણ વળી સેમ સ્ટોરી છે. પણ મુખ્ય પાસું એની માવજત અને વે ઓફ મેકિંગ હોય છે.

તો હવે મુખ્ય વાત પર આવીએ. આ વાર્તા છે અમદાવાદ ની પોળમાં રહેતા મોન્ટુ અને બીટ્ટુ ની. જે નાનપણથી એક જ પોળમાં આજુબાજુમાં જ રહે છે. નાના થી મોટા સાથે થયા છે અને જોબ પણ સાથે જ કરે છે. મોન્ટુ ને બીટ્ટુ ખૂબ ગમે છે સામે બીટ્ટુ ને પણ મોન્ટુ ગમે જ છે પણ એઝ અ ફ્રેન્ડ. હવે, મોન્ટુ અને બીટ્ટુ જ્યારે પેઇન્ટિંગ એક્ઝિબિશન જોવા જાય છે ત્યારે બીટ્ટુ ને પેઈન્ટર અભિનવ થોડો ગમવા લાગે છે અને બસ ત્યારથી જ એ પ્રણય ત્રિકોણ ઉદ્દભવે છે. પછી શુ થશે એ તો ફિલ્મ માં જોઈ લેજો. પણ હવે હું વાત કરીશ ફિલ્મમાં મને ગમતા પાસાની.

આ ફિલ્મમાં ટિપિકલ પોળની રહેણીકરણી બતાવી છે. આમ પણ અમદાવાદની પોળ મને ગમે એટલે મેં તો આ ફિલ્મને ખૂબ માણી હતી. પોળમાં કે ચાલીના નાકે બધા છોકરાઓ ટોળે વળતા હોય અને ઠઠ્ઠા મશ્કરી કરતા હોય એ ત્યાં સામાન્ય વાત હોય છે. એમાંય જો કોઈનું લફરું હોય તો એના માટે બાકીના બધા એના લવગુરુ બની જતા હોય છે ! એ જ રીતે મોંટુ નો લવગુરુ છે ‘દડી’ ( હેમાંગ શાહ ). આવા દરેક ફ્રેન્ડ ગ્રુપમાં એક તો આવો હોય જ. એની સ્ટાઇલ, ટાઇમિંગ અફલાતૂન છે. ” તારામાં છાણ જ નહીં લા…” જેવો આપણે રૂટિનમાં બોલતા ડાયલોગ એ ફિલ્મમાં મસ્ત રીતે લેવાયો છે. ( તાકાત ના હોવી એને છાણ ના હોવું એમ કહેવાય )

આરોહી ને તો હું આપણી ગુજરાતી ઈન્ડસ્ટ્રી ની આલિયા ભટ્ટ કહું છું. મેં એને પહેલી વાર લવ ની ભવાઈ માં જોયી હતી, ત્યારથી જ મેં એને આલિયા કીધી હતી અને ફિલ્મ દર ફિલ્મ એ સાર્થક થતું જાય છે. એકદમ નેચરલ એક્ટિંગ ( એક્ચ્યુલી એ એક્ટિંગ કરતી હોય એવું લાગતું જ નથી, એ પડદા પર એકદમ સહજ હોય છે ) પણ તડ અને ફડ વાળી છોકરી. વાત વાતમાં What The Fcu#@ બોલી નાખવા જાય એવી ! “ઓ હોશિયારી” જેવો વર્ડ એના મોઢે મસ્ત લાગે. આમતો આપણે આ બધું રૂટિનમાં બોલતા હોઈએ, પણ ફિલ્મમાં એ ઓછું જોવા મળે અને મળે તો એ બહુ પોતીકું લાગે.

છેલ્લે એક સરસ ટચી સીન છે, જ્યારે ડોક્ટરને બોલાવવાના થાય છે, ત્યારે બીટ્ટુ એના પેઈન્ટર મિત્ર અભિનવ ને મદદ માટે ફોન કરે છે તયારે એ ફોન નથી ઉપાડતો અને એના ઘર વાળા મોન્ટુ ને બુમ પાડે છે ત્યારે એ એક બુમે હાજર થઈ જાય છે અને ડોક્ટર ને સ્કૂટર પર બેસાડીને ઘરે લઈ આવે છે. જ્યારે બીટ્ટુ ના પેઈન્ટર મિત્રનો ફોન આવે છે અને એને ખબર પડે છે કે ડોક્ટર ની જરૂર હતી, તો એ કહે છે કે હું તને અમદાવાદના મોટા ડોક્ટર નો નંબર મોકલું છું, તું એમને ત્યાં લઇ જા, મારુ રેફરન્સ આપજે. આ ફેર છે મોંટુ અને અભિનવમાં, પોળ અને શહેરમા પણ…

ફિલ્મનો હીરો પોળમાં રહે છે એટલે રાત્રે શદ્રો પહેરે છે. એ લોકો ઘરમાં ચપ્પલ પહેરતા નથી, જેવી જીણી જીણી વાતો નું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં એક ગીત છે, જેમાં પોળ ની આખી દુનિયા શબ્દો દ્વારા બતાવી દેવામાં આવી છે. રામ મોરી ની સ્ટોરી હોય એટલે આવું ધ્યાન તો રાખેલું જ હોય ને….

હવે અંતે આ ફિલ્મના અમુક મસ્ત ડાયલોગ્સ.

1.

દડી      : તારામાં છાણ જ નહીં લા…

મોન્ટુ    : હું કઈ બળદ નહીં, તે આખા ગામમાં પોદળા કરતો ફરું…

 

2.

દડી      : આ મારા કપાળે મોંટુ લખ્યું છે ?

 

3.

બીટ્ટુ     : વોટ ધ ફ…

મોંટુ     : એય… ગાળ નૈ… ગાળ નૈ…

 

4.

દડી      : એ તને વાપરે હે લા….

 

હજી આવા તો ઘણા ડાયલોગ્સ છે. પણ મને યાદ થોડું ઓછું રહે છે, એટલે આટલા જ… પણ ફિલ્મ જોઈ આવો મજા આવશે.

આ ફિલ્મ ખૂબ જ Hopeful છે અને એના Hopeful મા ‘H’ કેપિટલ છે.

 

Featured

જીવવા માટે ખાવાનું, કે ખાવા માટે જીવવાનું ?

” ખાવા માટે જીવે છે તું ? જીવવા માટે ખાવાનું હોય. જે હોય એ ચલાવી લેવાનું.”

આ વાક્ય મેં મારા મમ્મી-પપ્પા ના મોઢે ઘણીવાર સાંભળ્યું છે અને હજી આજના દિવસે પણ સાંભળું જ છું. હા, હજી આજે પણ બપોરે ઘરેથી ફોન આવે કે રાત્રે આ બનાવીએ છે, તને ચાલશે ? ( અમૂકવાર અસહમતી હોય તો બહારથી ખાઈ ને જવું પડે..) રોજ મારો નાસ્તો ખાનારા પાક્કા મિત્રો પણ મને ઘણીવાર એમ કહે કે “અમારે તો ખાલી પેટ ભરવા માટે ખાવાનું, તારી જેમ નઈ”.

ઓકે, હું તો ખાવાનો શોખીન છું જ. મારે ખાવામાં થોડા ધાર્મિક બાધ છે, છતાંય હું મને ભાવે અને ચાલે એવું શોધી લઉં!! વ્હેર ધેર ઇઝ આ વિલ, ધેર ઇઝ આ વે….

આજે આ લખવાનું કારણ, ‘જીપ્સી’ મેગેઝીન માં આ વખતે દિલ્હી ની ચાંદની ચોક માં મળતી ફેમસ વાનગીઓ વિશે લેખ વાંચ્યો. ઘણી વાનગીઓના તો આપણે નામ પણ ના સાંભળ્યા હોય એવી વાનગીઓ ત્યાં વર્ષોથી વેચાય છે ! વાંચતા વાંચતા મોઢામાં પાણી આવવા લાગ્યું હતું !

પણ ખરી વાત હવે કરવાની છે, કે મારા એક મિત્ર હિરેન પટેલ (મુંબઈ), તેમણે ‘જીપ્સી’ ને આ લેખનો અભિપ્રાય મોકલ્યો ત્યારે એવી ઈચ્છા દર્શાવી, કે તેમના એક મિત્ર સાથે અમે ત્રણેય આવી જગ્યાએ ખાવા નીકળી પડ્યા હોઈએ તો કેવી મજા આવે ? અને સાથે સાથે ‘જીપ્સી’ ને અમદાવાદના ખાણી-પીણી બજાર વિશે લખવા પણ અરજ કરી. આ ભાઈ લગભગ 5 વર્ષ પહેલાં મારો એક લેખ વાંચીને મારા સંપર્કમાં આવેલા. અને ત્યારથી અત્યાર સુધી અમે ઘણી બાબતે ચર્ચાઓ કરીએ છે. એ ફોટોગ્રાફીમાં માસ્ટર છે, એટલે હું એમની પાસેથી ઘણીવાર ફોટોગ્રાફીની સલાહ લેતો જ હોઉં છું.

એટલે હવે એમની સાથે તો કોઈવાર ખાણી-પીણી ની રખડપટ્ટી તો કરીશું જ, પણ આજે વાત કરીશ અમદાવાદ ના ખાણી-પીણી બજારની. હા, હું છું આણંદ નો, પણ મને અમદાવાદ, તેની રીતભાત, ખાણી-પીણી ખૂબ આકર્ષે ! એટલે મારે જ્યારે અમદાવાદ જવાનું થાય તો શનિવારે રાત્રે જ પહોંચી જાઉં અને પછી ત્યાં રખડુ.

આમતો અમદાવાદમાં માણેકચોક ની ખાણીપીણી ફેમસ. પણ એ સિવાય પણ ઘણી સારી જગ્યાઓ છે ! તો આજે એ છૂટી છવાયી મારી ગમતી જગ્યાઓ વિશે વાત કરવાની છે.

1. સાઈનાથ સેન્ડવીચ, મણિનગર ચાર રસ્તા :

મણિનગર ચાર રસ્તા ઉપર એક ખૂણામાં અરુણભાઈ, પોતાની લારી લઈને વર્ષોથી ઉભા રહે છે. એમની ચીઝ-ચટણી સેન્ડવીચ મારી ફેવરિટ. આમતો એમની સેન્ડવીચની ઘણી વેરાયટી છે, જેવીકે આલુ મટર, વેજીટેબલ, ચીઝ જામ વગેરે. અને સાથે સાથે મીની પીઝા પણ ખરા ! એમને ત્યાં જો તમને સાંજે 6-7 વાગ્યા પછી જાવ તો તમારે એક સેન્ડવીચ ખાવા માટે પણ કદાચ મિનિમમ 15-20 મિનિટ વેઇટ કરવો પડે ! ત્યાંની ચીઝ સેન્ડવીચની ખાસ વાત એ કે એમાં જ્યારે એ ચીઝ નખતા હોય, તો આપણને એમ થાય કે આ હજી કેટલી નાખશે ? પણ એ ચીઝ છીણવામાં પાછા ના પડે. અત્યારે એમણે પોતાની એક શોપ પણ કરી છે, તોય એ પોતે તો આ લારીએ જ હોય !!

2. ‘કોટા’ કચોરી :

મણીનાગરમાં રામબગ વિસ્તારમાં રોડ ઉપર એક ખૂણામાં આ શોપ છે. કચોરી આમતો મને ભાવે અને એમાંય ખાસ વિદ્યાનગરમાં આવેલ ‘મહારાજ’ ની. હું રવિવારે ઘણીવાર ત્યાં ખાવા જાઉં. પણ એક વાર મણીનગરમાં મેં ‘કોટા કચોરી’ શોપ જોયી. તો ત્યાંની ટ્રાય કરી. બંનેની કચોરી, ચટણી અને ટેસ્ટ અલગ પણ બંનેની કચોરી મને ગમી. અહિયાની પ્યાજ કચોરી પણ ફેમસ છે, પણ મેં નથી ચાખી !

3. નાગર ફરસાણ :

એલ.જી કોર્નર પાસે આવેલી નાગર ફરસાણ પણ કચોરી, સેન્ડવીચ, પફ વગેરે માટે ફેમસ છે. મેં ત્યાંની પણ કચોરી ખાધી. એની ચટણી અને ટેસ્ટ ‘કોટા’ અને ‘મહારાજ’ બંને કરતા અલગ, પણ પ્યોર આનંદદાયક !

4. માસીની પાણીપુરી :

પુષ્પકુંજથી સીધા ફૂટબોલ ગ્રાઉન્ડ થી ડાબે વાળીને થોડા આગળ જઈએ એટલે આવે માસીની પાણીપુરી. ત્યાં બીજી પાણીપુરી ની લારી કરતા અલગ સિસ્ટમ. પહેલા તમારે જેટલાની ખાવી હોય એટલનું ટોકન લઇ લેવાનું. ( પૂછવાનું નૈ, કેટલાની થઈ ?☺️) ત્યાં પુરીમાં મસાલો ભરવા માટે માણસો કાર્યરત જ હોય. જે ભાઈ પાણી ભરી ને આપવા ઉભો હોય એ મસાલો ભરવામાં સમય ના બગાડે! મેં ખાસા વર્ષો પહેલા એક વાર ત્યાં ખાધી હતી. સારી હોય છે. પણ ભીડ ના લીધે ત્યાં જવાનું ટાળુ. એના બદલે પાણીપુરી તો આણંદ-વિદ્યાનગર રોડ પર ‘ગણેશ પકોડી’ – હિતેશભાઈ ની જ મજા આવે. પાંચ અલગ અલગ સ્વાદમાં !

5. મેગી, પાસ્તા, કોલ્ડ કોફી – ગુજરાત યુનિવર્સીટી :

ગુજરાત યુનિવર્સીટી થી આગળ દાદા સાહેબના પગલાં વાળી ચોકડી થી જમણે રોડ ઉપર રોજ મેગી અને પાસ્તા વાળાઓની લાઈન હોય. મેગી આપણે ઘરે ખાઈએ જ છે, પણ ત્યાંની ખાવાની મજા કૈક અલગ જ છે. ત્યાંની કોલ્ડ કોફી પણ સરસ ! રાત્રે મેગી કે કોફી માટે બેસ્ટ પ્લેસ.

6. રુથરાજ ની ચા અને મસ્કાબન :

પહેલા ગુજરાત યુનિવર્સીટીની સામે હતી, અત્યારે ત્યાંથી થોડે દુર છે. પણ એની ચા અને મસ્કાબન મજા આવે.

7. શંભુ કોફીબાર :

એસ.જી હાઇવે પર ‘શંભુ’ ના ઘણા સ્ટોલ જોવા મળે. હા, એ રોડ સાઈડ સ્ટોલ જ છે. પણ એની બેઠક વ્યવસ્થા મસ્ત છે. અને ત્યાં પબ્લિક પણ યંગ અમે હાઈ-ફાઈ જ આવે. રાત્રે મોડા સુધી એ ચાલુ હોય. એની ઓરીઓ કોફી સારી આવે. અરે યાર એ વેનીલા આઈસ્ક્રીમ માંથી કોલ્ડ કોફી બનાવે છે !! મને મારા ભાઈ શિરીશભાઈ ત્યાં લઇ ગયા હતા. અને જો અમદાવાદમાં રાત્રે રોકાવાનું હોય, તો ત્યાં અચૂક જવાનું થાય.

8. ટ્રીટ રેસ્ટોરન્ટ :

પરિમલ ગાર્ડન પાસે, ડોક્ટર હાઉસ ની સામે ટ્રીટ રેસ્ટોરન્ટ છે. ખાસા વર્ષો પહેલા પહેલીવાર મને મારા ભાઈ તેજેન્દ્ર ત્યાં સેન્ડવીચ ખાવા લાઇ ગયા હતા. ( એ ત્યાં બેસીને નાટકો લખતા હતા !) ત્યાંની થ્રી ટાઇર વેજીટેબલ સેન્ડવીચ અફલાતૂન. જોકે ત્યાં ખાવા ગયાને ખાસો સમય થઈ ગયો.

9. હાજમાં હજમ :

આટલુબધું ખાધા પછી ( કોફી સિવાય) સોડા તો જોઈએ જ ને ? મણીનાગરમાં કૃષ્ણબાગ ચાર રસ્તે એક હાજમાં હજમ વાળા ભાઈ ઉભા રહી છે. એ એની સ્પેશિયાલિટી છે. ત્યાંની ખજૂર પણ મસ્ત હોય છે. ( એ સોડાનું મશીન નથી રાખતા, પણ સોડાની બોટલો જ રાખે !☺️)

આ સિવાય ફરકી નો આઈસ્ક્રીમ, ઓનેસ્ટ ની પાવભાજી, જલારામના ખમણ તો ખરા જ… અને મણિનગર ક્રોસિંગ પાસે દૂધ મળે છે. એ મોટા તવામાં ઉકાળીને મસ્ત જાડું બનાવીને આપે. એ મારે હજી ટેસ્ટ કરવાનું બાકી છે.

તો કરો કોઈ વાર ખાવા માટે રખડપટ્ટી…

પછી કોઈવાર મારા ગામ આણંદ ની ખાણી-પીણી ની વાત નિરાંતે કરીશ. ત્યાં સુધી ના ગયા હોવ તો આમાંની જગ્યાઓએ જઇ આવો….

~ સુશાંત ધામેચા

Featured

સમાજની જવાબદારી કોની ??? આપણી જ ને…

DSC_0132

જ્યારે આપણને સમાજ પાસેથી પૂરતું મળ્યું હોય, અથવા મળી રહ્યું હોય, ત્યારે, એક સામાજિક નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે, કે આપણે સમાજ માટે, તેની પ્રગતિ માટે પ્રયાસ કરવા જોઈએ.

આના ઘણા દાખલા આપણે વિશ્વમાં જોઈએ છે. પોતાની સંપત્તિમાંથી ઘણી રકમ સામાજિક કર્યો માટે વાપરતા ધનવાન લોકોના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, જોયા છે. સારું જ છે, કરવું જ જોઈએ. સમાજના અમુક તરછોડાયેલા વર્ગ, પછાત વર્ગ ને સક્ષમ કરવાની જવાબદારી આપણી પણ છે !! અને અત્યારે આ જાગરૂકતા સમાજમાં સારીએવી પ્રસરી છે.

આ અંતર્ગત સરકારે કંપની એકટ 2013 માં CSR ( Corporate Social Responsibility ) ને ફરજિયાત કરતો કાયદો ઘડ્યો છે અને જે એપ્રિલ 2014 થી અમલમાં પણ મુક્યો ! આવું કરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે ! આ કાયદા અંતર્ગત જે કંપની નો પ્રોફિટ 5 કરોડ હોય તેને 2% પ્રોફિટ CSR માટે વાપરવાની છૂટ આપવામાં આવી છે! જે અનાથાશ્રમ, શિક્ષણ, વગેરે જેવા સામાજિક કર્યો માટે વાપરી શકાય છે.

તો આજે મારે વાત કરવી છે ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ની. જે તારાપુર ગામથી 10 કી. મી. ઇન્દ્રણજ ગામમાં આવેલ એક જર્મન મલ્ટી નેશનલ સીરામીક કંપની છે. આજુબાજુના નાના નાના ગામોના ઘણા યુવાનો ને આ કંપની દ્વારા રોજગારી મળી રહી છે ! પણ, કંપની નો આશય છે કે હજી વધારે પ્રમાણમાં આજુબાજુના ગામનું યુવાધન શિક્ષિત થાય અને સમાજને ઉપીયોગી થાય. તેથી કંપની ના એમ.ડી શ્રી આશુતોષ શાહ અને પ્લાન્ટ જનરલ મેનેજર શ્રી સંદીપ સોની એ આજુબાજુના ગામોની શાળાઓનું નવીનીકરણ અને ડીજીટલાઈઝેશન કરવાનું બીડું ઝડપ્યું.

વર્ષ 2017 માં સૌપ્રથમ, કંપની જે ગામમાં છે, એ ઈન્દ્રણજ ગામમાં જ ગ્રામ પંચાયત ના સહયોગ થી એક પુસ્તકાલય ખોલ્યું, જેથી ગામના લોકોને વિનામૂલ્યે વિવિધ પ્રકારના પુસ્તકો પ્રાપ્ત થાય.

 

ત્યાબદ્દ વર્ષ ૨૦૧૮ માં YUVA UNSTOPPABLE નામ ની NGO નાં સહયોગ થી  ઇન્દ્રણજ ગામની જ એક શાળાને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું, આ વખતે એ સ્કુલ ની પ્રાથમિક જરૂરિયાતો મા સુધારો તો કર્યોજ, પરંતુ તેથીય વધારે તેમાં એક ઉચ્ચ સ્તરની સ્કુલના લેવલ ના સ્માર્ટ ક્લાસ પણ તૈયાર કરાવડાવ્યા. જેથી ગામના બાળકો અને યુવાનો ને પોતાના જ ગામમાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય. અહી થોડા ફોટા જોઈ શકશો.

 

આ જ રીતે આગળ વધતા વર્ષ ૨૦૧૯ માં તારાપુર-વટામણ રોડ પર આવેલ કનેવાલ ગામની પ્રાથમિક શાળાને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું. શૈક્ષણિક તેમજ પ્રાથમિક સુવિધાઓના અભાવે ગામના બાળકોને આગળ અભ્યાસ અર્થે પોતાના ગામની શાળા છોડીને દુર જવું પડતું હતું. તેથી ડ્યુરાવીટ કંપનીએ YUVA UNSTOPPABLE નામની NGO ના સહયોગ થી શાળાની કાયાપલટ કરી, તેણા વર્ગખંડો નું નવીનીકરણ કર્યું, સ્માર્ટ ક્લાસ બનાવ્યા, તેમંજ પ્રાથમિક જરૂરિયાતો જેવીકે સંડાસ-બાથરૂમ, સારા ક્લાસ, પીવાનું ઠંડુ પાણી ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. અહી એના થોડા ફોટા આપેલ છે.

 

ઓકે, આ સિવાય પણ આ કંપની વર્ષ દરમ્યાન આવી ઘણી સમાજ સુધારાના કર્યો તથા યુવા જાગૃતિના કર્યો કરતી જ રહે છે. સૌપ્રથમ વાત કરીએ તો હેલ્મેટ અવેરનેસ માટે ઘણા પ્રયત્નો વર્ષ દરમ્યાન થતા જ રહે છે. કારણ, આજુબાજુના ગામના છોકરાઓ હાઇવે પર રોજ બાઈક લઈને આવે છે. આ માટે કંપની એ સસ્તા ભાવે સારા ISI ગુણવત્તા વાળા બ્રાન્ડેડ હેલ્મેટ પણ તેમના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરેલા. આ સિવાય વ્યસન મુક્તિ માટે તો આખું વર્ષ ત્યાં અભિયાન ચાલતું જ રહે છે. અહીયાના જનરલ મેનેજર શ્રી સંદીપ સોની પોતે લાગતા વળગતાને બોલાવીને પ્રેમ થી એને સમજાવે છે. અરે હમણાં જ એક તમાકુ થી થતા જડબાના કેન્સર બાબતે જાગૃતિ લાવવાના હેતુથી એક સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બોલાવીને એક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો. આમાં ફાયદો કર્મચારીનો જ છે.

 

કનેવાલ સ્કુલ નો વિડીયો જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો…

Duravit India Pvt. Ltd and Yuva Unstoppable transform school Of Kaneval

 

જેમ આપણે સમાજનો એક હિસ્સો છીએ, તેમજ સમાજના અમુક વંચિત કે અણસમજુ હિસ્સાની જવાબદારી આપણે લેવી જોઈએ.

 

 

Featured

જીવવા માટે ખાવાનું, કે ખાવા માટે જીવવાનું ?

” ખાવા માટે જીવે છે તું ? જીવવા માટે ખાવાનું હોય. જે હોય એ ચલાવી લેવાનું.”

આ વાક્ય મેં મારા મમ્મી-પપ્પા ના મોઢે ઘણીવાર સાંભળ્યું છે અને હજી આજના દિવસે પણ સાંભળું જ છું. હા, હજી આજે પણ બપોરે ઘરેથી ફોન આવે કે રાત્રે આ બનાવીએ છે, તને ચાલશે ? ( અમૂકવાર અસહમતી હોય તો બહારથી ખાઈ ને જવું પડે..) રોજ મારો નાસ્તો ખાનારા પાક્કા મિત્રો પણ મને ઘણીવાર એમ કહે કે “અમારે તો ખાલી પેટ ભરવા માટે ખાવાનું, તારી જેમ નઈ”.

ઓકે, હું તો ખાવાનો શોખીન છું જ. મારે ખાવામાં થોડા ધાર્મિક બાધ છે, છતાંય હું મને ભાવે અને ચાલે એવું શોધી લઉં!! વ્હેર ધેર ઇઝ આ વિલ, ધેર ઇઝ આ વે….

આજે આ લખવાનું કારણ, ‘જીપ્સી’ મેગેઝીન માં આ વખતે દિલ્હી ની ચાંદની ચોક માં મળતી ફેમસ વાનગીઓ વિશે લેખ વાંચ્યો. ઘણી વાનગીઓના તો આપણે નામ પણ ના સાંભળ્યા હોય એવી વાનગીઓ ત્યાં વર્ષોથી વેચાય છે ! વાંચતા વાંચતા મોઢામાં પાણી આવવા લાગ્યું હતું !

પણ ખરી વાત હવે કરવાની છે, કે મારા એક મિત્ર હિરેન પટેલ (મુંબઈ), તેમણે ‘જીપ્સી’ ને આ લેખનો અભિપ્રાય મોકલ્યો ત્યારે એવી ઈચ્છા દર્શાવી, કે તેમના એક મિત્ર સાથે અમે ત્રણેય આવી જગ્યાએ ખાવા નીકળી પડ્યા હોઈએ તો કેવી મજા આવે ? અને સાથે સાથે ‘જીપ્સી’ ને અમદાવાદના ખાણી-પીણી બજાર વિશે લખવા પણ અરજ કરી. આ ભાઈ લગભગ 5 વર્ષ પહેલાં મારો એક લેખ વાંચીને મારા સંપર્કમાં આવેલા. અને ત્યારથી અત્યાર સુધી અમે ઘણી બાબતે ચર્ચાઓ કરીએ છે. એ ફોટોગ્રાફીમાં માસ્ટર છે, એટલે હું એમની પાસેથી ઘણીવાર ફોટોગ્રાફીની સલાહ લેતો જ હોઉં છું.

એટલે હવે એમની સાથે તો કોઈવાર ખાણી-પીણી ની રખડપટ્ટી તો કરીશું જ, પણ આજે વાત કરીશ અમદાવાદ ના ખાણી-પીણી બજારની. હા, હું છું આણંદ નો, પણ મને અમદાવાદ, તેની રીતભાત, ખાણી-પીણી ખૂબ આકર્ષે ! એટલે મારે જ્યારે અમદાવાદ જવાનું થાય તો શનિવારે રાત્રે જ પહોંચી જાઉં અને પછી ત્યાં રખડુ.

આમતો અમદાવાદમાં માણેકચોક ની ખાણીપીણી ફેમસ. પણ એ સિવાય પણ ઘણી સારી જગ્યાઓ છે ! તો આજે એ છૂટી છવાયી મારી ગમતી જગ્યાઓ વિશે વાત કરવાની છે.

1. સાઈનાથ સેન્ડવીચ, મણિનગર ચાર રસ્તા :

મણિનગર ચાર રસ્તા ઉપર એક ખૂણામાં અરુણભાઈ, પોતાની લારી લઈને વર્ષોથી ઉભા રહે છે. એમની ચીઝ-ચટણી સેન્ડવીચ મારી ફેવરિટ. આમતો એમની સેન્ડવીચની ઘણી વેરાયટી છે, જેવીકે આલુ મટર, વેજીટેબલ, ચીઝ જામ વગેરે. અને સાથે સાથે મીની પીઝા પણ ખરા ! એમને ત્યાં જો તમને સાંજે 6-7 વાગ્યા પછી જાવ તો તમારે એક સેન્ડવીચ ખાવા માટે પણ કદાચ મિનિમમ 15-20 મિનિટ વેઇટ કરવો પડે ! ત્યાંની ચીઝ સેન્ડવીચની ખાસ વાત એ કે એમાં જ્યારે એ ચીઝ નખતા હોય, તો આપણને એમ થાય કે આ હજી કેટલી નાખશે ? પણ એ ચીઝ છીણવામાં પાછા ના પડે. અત્યારે એમણે પોતાની એક શોપ પણ કરી છે, તોય એ પોતે તો આ લારીએ જ હોય !!

2. ‘કોટા’ કચોરી :

મણીનાગરમાં રામબગ વિસ્તારમાં રોડ ઉપર એક ખૂણામાં આ શોપ છે. કચોરી આમતો મને ભાવે અને એમાંય ખાસ વિદ્યાનગરમાં આવેલ ‘મહારાજ’ ની. હું રવિવારે ઘણીવાર ત્યાં ખાવા જાઉં. પણ એક વાર મણીનગરમાં મેં ‘કોટા કચોરી’ શોપ જોયી. તો ત્યાંની ટ્રાય કરી. બંનેની કચોરી, ચટણી અને ટેસ્ટ અલગ પણ બંનેની કચોરી મને ગમી. અહિયાની પ્યાજ કચોરી પણ ફેમસ છે, પણ મેં નથી ચાખી !

3. નાગર ફરસાણ :

એલ.જી કોર્નર પાસે આવેલી નાગર ફરસાણ પણ કચોરી, સેન્ડવીચ, પફ વગેરે માટે ફેમસ છે. મેં ત્યાંની પણ કચોરી ખાધી. એની ચટણી અને ટેસ્ટ ‘કોટા’ અને ‘મહારાજ’ બંને કરતા અલગ, પણ પ્યોર આનંદદાયક !

4. માસીની પાણીપુરી :

પુષ્પકુંજથી સીધા ફૂટબોલ ગ્રાઉન્ડ થી ડાબે વાળીને થોડા આગળ જઈએ એટલે આવે માસીની પાણીપુરી. ત્યાં બીજી પાણીપુરી ની લારી કરતા અલગ સિસ્ટમ. પહેલા તમારે જેટલાની ખાવી હોય એટલનું ટોકન લઇ લેવાનું. ( પૂછવાનું નૈ, કેટલાની થઈ ?☺️) ત્યાં પુરીમાં મસાલો ભરવા માટે માણસો કાર્યરત જ હોય. જે ભાઈ પાણી ભરી ને આપવા ઉભો હોય એ મસાલો ભરવામાં સમય ના બગાડે! મેં ખાસા વર્ષો પહેલા એક વાર ત્યાં ખાધી હતી. સારી હોય છે. પણ ભીડ ના લીધે ત્યાં જવાનું ટાળુ. એના બદલે પાણીપુરી તો આણંદ-વિદ્યાનગર રોડ પર ‘ગણેશ પકોડી’ – હિતેશભાઈ ની જ મજા આવે. પાંચ અલગ અલગ સ્વાદમાં !

5. મેગી, પાસ્તા, કોલ્ડ કોફી – ગુજરાત યુનિવર્સીટી :

ગુજરાત યુનિવર્સીટી થી આગળ દાદા સાહેબના પગલાં વાળી ચોકડી થી જમણે રોડ ઉપર રોજ મેગી અને પાસ્તા વાળાઓની લાઈન હોય. મેગી આપણે ઘરે ખાઈએ જ છે, પણ ત્યાંની ખાવાની મજા કૈક અલગ જ છે. ત્યાંની કોલ્ડ કોફી પણ સરસ ! રાત્રે મેગી કે કોફી માટે બેસ્ટ પ્લેસ.

6. રુથરાજ ની ચા અને મસ્કાબન :

પહેલા ગુજરાત યુનિવર્સીટીની સામે હતી, અત્યારે ત્યાંથી થોડે દુર છે. પણ એની ચા અને મસ્કાબન મજા આવે.

7. શંભુ કોફીબાર :

એસ.જી હાઇવે પર ‘શંભુ’ ના ઘણા સ્ટોલ જોવા મળે. હા, એ રોડ સાઈડ સ્ટોલ જ છે. પણ એની બેઠક વ્યવસ્થા મસ્ત છે. અને ત્યાં પબ્લિક પણ યંગ અમે હાઈ-ફાઈ જ આવે. રાત્રે મોડા સુધી એ ચાલુ હોય. એની ઓરીઓ કોફી સારી આવે. અરે યાર એ વેનીલા આઈસ્ક્રીમ માંથી કોલ્ડ કોફી બનાવે છે !! મને મારા ભાઈ શિરીશભાઈ ત્યાં લઇ ગયા હતા. અને જો અમદાવાદમાં રાત્રે રોકાવાનું હોય, તો ત્યાં અચૂક જવાનું થાય.

8. ટ્રીટ રેસ્ટોરન્ટ :

પરિમલ ગાર્ડન પાસે, ડોક્ટર હાઉસ ની સામે ટ્રીટ રેસ્ટોરન્ટ છે. ખાસા વર્ષો પહેલા પહેલીવાર મને મારા ભાઈ તેજેન્દ્ર ત્યાં સેન્ડવીચ ખાવા લાઇ ગયા હતા. ( એ ત્યાં બેસીને નાટકો લખતા હતા !) ત્યાંની થ્રી ટાઇર વેજીટેબલ સેન્ડવીચ અફલાતૂન. જોકે ત્યાં ખાવા ગયાને ખાસો સમય થઈ ગયો.

9. હાજમાં હજમ :

આટલુબધું ખાધા પછી ( કોફી સિવાય) સોડા તો જોઈએ જ ને ? મણીનાગરમાં કૃષ્ણબાગ ચાર રસ્તે એક હાજમાં હજમ વાળા ભાઈ ઉભા રહી છે. એ એની સ્પેશિયાલિટી છે. ત્યાંની ખજૂર પણ મસ્ત હોય છે. ( એ સોડાનું મશીન નથી રાખતા, પણ સોડાની બોટલો જ રાખે !☺️)

આ સિવાય ફરકી નો આઈસ્ક્રીમ, ઓનેસ્ટ ની પાવભાજી, જલારામના ખમણ તો ખરા જ… અને મણિનગર ક્રોસિંગ પાસે દૂધ મળે છે. એ મોટા તવામાં ઉકાળીને મસ્ત જાડું બનાવીને આપે. એ મારે હજી ટેસ્ટ કરવાનું બાકી છે.

તો કરો કોઈ વાર ખાવા માટે રખડપટ્ટી…

પછી કોઈવાર મારા ગામ આણંદ ની ખાણી-પીણી ની વાત નિરાંતે કરીશ. ત્યાં સુધી ના ગયા હોવ તો આમાંની જગ્યાઓએ જઇ આવો….

~ સુશાંત ધામેચા

Featured

રવિવાર એટલે !!! ગામડે ફરવું…

આજે બીજો એક રવિવાર અને એક નવું ગામડું. આજે જે ગામે મુલાકાત લીધી એ ગામનું નામ છે ‘રુણજ’. આ ગામ આણંદ થી લગભગ 30 કી.મી દૂર, સોજીત્રા પાસે આવેલું છે. ઘણા સમયથી ત્યાં રહેતા એક મિત્ર હિતેશ મહિડા નો આગ્રહ હતો, પણ દર વખતે કોઈ કારણોસર ત્યાં જવાનું ટળી જતું હતું. પણ આજે ફાઈનાલી ત્યાંનો પ્રોગ્રામ થઈ ગયો!

આ વખતે ગામડા માં ફરવા કરતા ખેતર માં ફરવાની ઈચ્છા વધારે હતી, કેમકે એણે પહેલેથી એના ખેતરની વાતો કરી હતી, એટલે ઉત્સુખતા વધી ગઈ હતી. અત્યારે ત્યાં ટામેટા, રાઈ ( લોકોના મગજમાં ભરાય જાય છે એ નહીં, વઘારમાં નાખીએ છે એ..😂) રાજગરો ની ખેતી ચાલુ હતી. એ બધા ખેતરોમાં એણે અમને ફેરવ્યા, અને ખેતરોની ફરતે હજારી ના ફૂલો ઉગાડેલા એ પણ જોઈએ એ તોડી લેવાની પરવાનગી અમે લઇ લીધેલી, એટલે ધારા ને મજા પડી ગઈ!

થોડી વાર ખેતરમાં ફરીને ત્યાં ગાયને બાંધવા એક નાની ઝુંપડી બનાવી હતી અને બાજુમાં એક પાણી ની ડંકી (હેન્ડ પમ્પ ) હતી. ત્યાં જાતે પાણી કાઢ્યું, પીધું… મજા પડી ગઈ. બાજુમાં જ એને એક ખાટલો ઢાળી આપ્યો, અમે ત્યાં ખાટલામાં બેઠા એટલી વારમા તો હિતેશ એક મોટી થેલી ભરીને ટામેટા લઇ આવ્યો. પછી બીજું શું જોઈએ ?

બસ પછી અમે નહેરે નહેરે પાંછા એના ઘરે ગયા. ત્યાં મેં અને તીર્થે રકાબી માં ચા પીધી. એ જ ટિપિકલ સ્ટાઈલમાં એ એક સ્ટીલની કિટલીમાં ચા લઈને સીધી રકાબી માં જ કાઢી આપે. કપ વગર. ક્યારેક મજા આવે આવી રીતે ચા પીવાની !! એનું ઘર એકદમ જુનવાણી, લાકડાનું હતું, પણ ઠંડક અને શાંતિ ગજબના હતા. દૂધ મુકવા માટે એક સ્પેશિયલ કબાટ હતો. લગભગ 6.5 ફૂટ ઉંચી કોઠી માં તો એ લોકોએ ઘઉં ભરેલા હતા. પાછળ વાડામાં માટીના ચૂલામાં શાક બનતું હતું, બાજુમાં બીજા ચૂલા પર એક બેન બાજરીના રોટલા બનાવતા હતા. આમતો મને રોટલા ઓછા ભાવે, પણ આજે એની સુગંધ થી એ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ આજે અગાઉથી જાણ કરેલી નોહતી એટલે એના આગ્રહ છતાં અમારે એની તાણ નો અસ્વીકાર કરવો પડ્યો.

બસ પછી અમે પાછા આણંદ આવવા નીકળી ગયા અને લીલાછમ ખેતરોમાંથી કોન્ક્રીટ ના જંગલોમાં આવી ગયા.

અહીં એ ટ્રીપના થોડા ફોટા છે.

© સુશાંત ધામેચા

ફોટા લેખકના પોતાના લીધેલા છે.

Featured

ચાલ જીવી લઈએ

ઘણા માણસો 40 વર્ષ ની ઉંમરમાં જ મરી જતા હોય છે, ખાલી તેમના અંતિમ સંસ્કાર 80 ની ઉંમરમાં થાય છે ! આવું અંગ્રેજીમાં એક ક્વોટ છે.

કામ કરવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, પણ એ શેના અને કોના માટે કમાઈએ છે, એ પણ જાણવું જોઈએ. આવા વિષય પર હિન્દીમાં તો ઘણી ફિલ્મો બની ગઈ છે. ખાસ કરીને ઈમ્તિયાઝ અલી આવી ફિલ્મો માટે મારા ખાસ ફેવરિટ. પણ આ વખતે આવા વિષય ની એક ફિલ્મ ગુજરાતી માં બની અને એ પણ ખાંટુ એક્ટર્સ ને લઈને !! હા, અત્યારે વાત થઈ રહી છે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ચાલ જીવી લઈએ”.

હા, આમા વાત છે એક વર્કોહોલિક છોકરાની ( Yash Soni ) અને મનમોજીલા બાપની ( Siddharthbhai Randeria ). છોકરાને દુનિયામાં પોતાનું નામ બનાવવું છે અને બાપને છોકરા સાથે સમય વિતાવાવો છે. એના માટે બંને એકબીજાને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરે છે. કોણ કોને મનાવે છે, એના માટે તો આખું મુવી જોવું જ જોઈએ!!

” મર્યા પછી જિંદગી છે કે નહીં, એ તો ખબર નથી, પણ જિંદગી છે, ત્યાં સુધી તો જીવવુ જ જોઈએ ”

” જિંદગી આપણને ‘સારેગામા’ શીખવાડે છે અને આપણે ખાલી ‘સારે ગમ’ જ લઈને બેસી જઈએ છે.”

આના સિવાય પણ ઘણા બધા સરસ ડાયલોગ છે આ ફિલ્મમાં.

હવે બીજું, આ ફિલ્મ ની વાર્તા તો સરસ છે જ પણ એની સાથે સાથે આના ગીતો અને સંગીત પણ એકદમ જબરદસ્ત છે. નિરેન ભટ્ટ સાહેબે આના ગીતો લખ્યા છે. સચિન-જીગર એ સંગીત આપ્યું છે. જીગરદાન ગઢવી એ ગાયું છે અને “પા પા પગલી” તો સોનુ નિગમે ગાયું છે !! આ બધા ગીતો રોજે જ સાંભળવા ગમે એવા છે. “ચાંદ ને કહો” અને “પા પા પગલી” તો સોસીયલ મીડિયા પાર ઓલરેડી હિટ થઈ ગયા છે. પણ એક બીજું મજાનું ગીત છે “તમે ઘણું જીવો”. ખબર નઈ, કેમ આને પ્રમોટ કરવામાં ના આવ્યું ? કદાચ દર્શકો માટે સરપ્રાઈઝ રાખી હશે ?

હવે આટલી મોજ તો છેજ, એ ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ #ઉત્તરાખંડ માં થયું છે !! આ કદાચ એવી પહેલી ગુજરાતી ફિલ્મ હશે જેનું શૂટિંગ આ લોકેશન પર થયુ હશે !!

બસ હવે મુવી જોવો અને મોજ કરો.

તમે ઘણું જીવો ગુજરાતી ઇન્ડસ્ટ્રી…

Featured

ભાઈબંધો સાથે ગામડાની ટ્રીપ

ગામડે ફરવુ મને ખુબ ગમે, એતો હવે આ વાંચનારને બધાને ખબર પડી જ ગઈ હશે. પણ આજે એક ભાઈબંધ યુસુફ પઠાણ ના ગામ ‘ચોરંદા’ ભાઈબંધો સાથે જવાનો પ્રોગ્રામ બન્યો !!!

આમતો આજે વડોદરા જ ફરવાનો પ્રોગ્રામ હતો, પણ અચાનક ‘ચોરંદા’ યાદ આવ્યું અને અમે તાત્કાલિક પ્રોગ્રામ બનાવ્યો. પછી તો ‘જિંદગી ના મિલેગી દોબારા’ ની જેમ અમે ત્રણ નહીં પણ ચાર ભાઈબંધો, વિદેશમાં નહીં પણ ગામડે ફરવા નીકળી પડ્યા!! વડોદરાથી લગભગ 40 કી. મી. દૂર, અમે 12 વાગતા પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ યુસુફ ભાઈ ના ઘરે નાસ્તો કરી અમે ગામ માં ફરવા નીકળી પડ્યા. એ ગામમાં પટેલ, મુસ્લિમ બધા જ એકમેક સાથે હળી મળી ને શાંતિથી રહે, એના ઘણા નમૂના મેં જોયા.

ગામ અત્યારે જુનવાણી લાગે, પણ એનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. અને કહેવાય છે કે વેપારમાં એ ગામ, એટલા વિસ્તારમાં મોખરે હતું. આજે તો આજુબાજુના ગામ થોડા વધારે ડેવલોપ થઈ જતા આ ગામ થોડું બેકવોર્ડ રહી જાવા પામ્યું છે. છતાં ગામ છે સરસ.

ત્યાંનું રેલવે સ્ટેશન મને ખુબ ગમ્યું. ત્યાં કરજણ થી ચોરંદા રોજ ટ્રેન આવે. એ પણ નેરો ગેજ! એ ટ્રેન ના થોડા ફોટા આપ્યા છે. અમે જ્યારે એ સ્ટેશને બેઠા હતા ત્યારે એ ટ્રેન માં એક બેન બોર વેચવા જતા હતા, ત્યારે એ બેન અમારી પાસે આવી ને મુઠો ભરીને અમને ધર્યા. વેચવા નહીં, મફત ખાવા માટે. ( શહેરમાં આવા વર્તન ની આશા રખાય !!)

ઓકે… બસ વધારે ના કહેતા અહીંયા ગામના થોડા ફોટા મુકું છે. જોજો… કદાચ જાતે ફર્યનો આનંદ થાય અથવા જવાનું મન થાય….

Featured

અમદાવાદ એટલે…

“અમદાવાદ એટલે… એનો જવાબ કોઈ એક વાક્યમાં સીમિત નથી. દરેકના માટે અમદાવાદ ની અલગ અલગ વ્યાખ્યાઓ છે. મેં લગભગ 1993 થી અમદાવાદ જવાનું શરૂ કર્યું. મારા મામા નડિયાદ થી ત્યાં શિફ્ટ થયા એટલે વેકેશન પણ અમદાવાદમાં શિફ્ટ થયાં.આણંદ પછી અમદાવાદ જ એવું એક સીટી છે કે જ્યાં હું ચાલતો ફર્યો, સાયકલ લઈને ફર્યો, બાઈક લઈને ફર્યો અને છેલ્લે કાર લઈને પણ ફર્યો. કાંકરિયા ના ખુલ્લા ખુલ્લાં રોડ પર સાયકલ લઈને આંટા પણ માર્યા અને અત્યારનું નવું કોમર્શિયલ કાંકરિયા પણ ફર્યો. એ બે વચ્ચે મને જેટલો ભેદ જંગલના સિંહ અને પ્રાણી સંગ્રહલાય ના સિંહ મા હોય એટલો જણાયો.પણ, અમદાવાદ એટલે ઓછું સૂતું, કાયમ દોડાદોડી કરતું અને સદાય વિસ્તરતું શહેર.સવારે ફાફડા ખાવામાં લાઈન લગાવે અને રાત્રે કોંટીનેન્ટલ, ઇટાલિયન રેસ્ટોરન્ટ માં ટેબલ બુક કરાવે એ અમદાવાદ.BRTS ની જોડે રેસ લગાવી પોતે આગળ નિકલ્યાનો આનંદ માણે એ અમદાવાદ. ( અહીંયા ‘જે તારું છે એ મારું છે’ એવા ભાવ થી લોકો BRTS મા પણ બાઈક અને ગાડી ચલાવે !☺️)મર્સિડિઝ લઈને નેહરુનગર કે લો-ગાર્ડન બાર્ગેઇન કરી ખરીદી કરવા જાય એ અમદાવાદ.સવારે સોનુ અને સાંજે સુગંધ સાથે ખાવાનું વેચે એવું અમદાવાદ.મણિનગર થી બાઈક લઈને નેહરુનગર જતા હોય તો સાબરમતીના બ્રિજ સુધી હેલ્મેટ બાઈકના મીરરે પહેર્યો હોય અને જેવી નદી ઉતરે એટલે પોતે પહેરે એ અમદાવાદ.દર વિકેન્ડમાં કોઈને કોઈ ઇવેન્ટ યોજાય અને હિટ પણ જાય એ અમદાવાદ.આ ઇવેન્ટમાં જવા માટે ફ્રી પાસનું સેટિંગ કરી જાય અને પછી છેલ્લે મોટી હોટેલમાં ફેમિલી સાથે જમવા જાય, એ અમદાવાદ.આવુ તો હજી ઘણું છે. તમને યાદ આવે તો તમે પણ લખી શકો છે.અમદાવાદમાં રખડવું મારા માટે તો એક લ્હાવા થી ઓછું નથી.હમણાં શનિ-રવિ, એમ બે દિવસ Ahmedabad International Literature Festival માં ગયો અને એને માણ્યો, ત્યારબાદ ગમતા અમદાવાદ ની થોડીક રખડપટ્ટી ઓણ કરી.અહીં એની થોડીક તસ્વીરો યાદગીરી રૂપે…આ બધી જ તસ્વીરો, આ લખનારે જાતે જ રાખડીને લીધેલી છે.© સુશાંત ધામેચા

Featured

સરદાર પટેલ – કેમ આટલા અસરદાર રહ્યા ?

આજે સરદાર પટેલ જયંતી નિમિત્તે એમની થોડીક ખૂબીઓ.

1. તેઓએ ગાંધીજીને સ્પષ્ટ કહ્યું કે ‘બાપુ, તમે મહાત્મા છો, હું નહીં. ”

2. તેમને સત્તા કરતા દેશની સેવામાં વધારે રસ હતો. બહુમતી મત મળવા છતાંય, નહેરુ ની નારાજગી પર એમણે સ્વતંત્ર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાની અસહમતી દર્શાવી.

3. “શરીરનું કોઈ અંગ સડી ગયું હોય તો એને દૂર કરવું જોઈએ” એવી વિચારસરણીથી એમણે પાકિસ્તાન અલગ આપવાના નિર્ણયને સહમતી અપાવી.

4. હુલ્લડો થતા ત્યારે કોઈની સાડાબારી રાખ્યા વગર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે કાંઈ પણ કરવું ઘટે એ કરવાની છૂટ આપતા.

5. “જો દેશના ભંડોળ માં ભાગ જોઈતો હોય તો, દેવામાં પણ ભાગ આપવો પડે” એવું જિન્ના ને મિટિંગમાં જ ચોખ્ખુ પરખાવી શકતા.

6. રજવાડાઓને એક કરવા માટે શામ, દામ, દંડ, ભેદ જ્યાં જેની જરૂર પડે તેનો ઉપયોગ કરી ‘અખંડ ભારત’ નું નિર્માણ કરનાર.

7. મોઉન્ટબેટન જેવા વાઇસરોય જ્યારે એમને મિટિંગ દરમ્યાન એમની અંગત બાબત વિષે ચર્ચા કરવા આગ્રહ કરે ત્યારે એમને પણ રોકડું પરખાવી શકતા કે “અત્યારે આપણે દેશની વાત કરવા આવ્યા છીએ”.

આવી તો ઘણીબધી એમની ખૂબીઓ છે. પણ મને યાદ આવી એટલી અહીં લખી. બીજું, એમના જેવા સ્પષ્ટ વક્તા, નિષ્પક્ષ વક્તા મળવા મુશ્કેલ છે.

આપણે ગમે તેટલું ઉંચુ એમનું પૂતળું બનાવીએ પણ ક્યારેય એમની પ્રતિભાને આંબી શકવાના નથી.

Featured

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને તું શું કરીશ ?” સાલું પહેલી વાર તો મને પણ એમ થઇ ગયું કે વાત તો સાચી, હું ત્યાં જઈને કરીશ શું ? પછી થયું કે લેટ્સ ટેક અ ચાન્સ ! આમતો હું ફરવાનો જીવડો, એટલે કૈક ને કૈક રીતે તો એન્જોય કરીશું જ …

હવે અહી એક વાત ની ચોખવટ કરી દઉં, કે ગોવામાં બીચ અને દારૂ સિવાય પણ ઘણું જાણવા અને માણવા જેવું છે. તો આજે અહી હું મારા પર્સનલ અનુભવો ની જ વાત કરીશ. જો કોઈ મારા જેવા સીધા-સદા ( સોરી, એટલે કે પીતો ના હોય એવો ) માણસને જવું હોય તો ત્યાં શું કરી શકાય.

અમારી આણંદ થી સીધી ટ્રેન થીવીમની હતી. સવારે ૪.૩૦ વાગ્યે અમે થીવીમ ઉતર્યા. બહાર નીકળતા જ ટેક્ષી અને રીક્ષા વાળાઓનું ટોળું ઉભું હતું. અમારે ત્યાંથી ડોના પોઉલા, જ્યાં અમરી હોટેલ હતી, ત્યાં જવાનું હતું. થીવીમથી ડોના પોઉલા નું અંતર ૩૦ કી.મી. નું છે. પણ સવારનો સમય હતો એટલે રીક્ષા વાળાએ અમારી પાસેથી ૮૦૦ રૂપિયા ભાડું લીધું. ( ગોવાનું બજેટ બનાવતી વખતે ખાવા કરતા ટેક્ષી અને રીક્ષા ભાડા નું પ્રમાણ વધારે રાખવું હિતાવહ રહેશે ) લગભગ ૪૫ મીનીટે અમે હોટેલ પર પહોચ્યા, ત્યાં અમે પહેલીથી જ મેક માય ટ્રીપ પર બુકિંગ કરી રાખ્યું હતું, ( ગોવામાં દરેક જગ્યાએ ચેક ઇન સમય બપોરે ૨.૦૦ વાગ્યાનો છે, એટલે બુકિંગ વખતે ટ્રેનના સમયને અનુરૂપ બુકિંગ કરવું ) એ દિવસે ત્યાં ફ્રેશ થઇ અમે “બુલેટ” ભાડે લીધું.

હવે અહિયાં એક મારે આડ વાત કરવી છે, કે જો તમને ચાલવાનો કંટાળો નાં આવતો હોય તો, ડોના પોઉલા ટ્રાન્સપોર્ટ ની બસો ચાલે છે, એમાં એક થી બીજા સ્ટેશને જઈ, ત્યાં થોડું ચાલતા ફરવું. જયારે આપણે વાહન છોડી ને ચાલતા ફરીએ છીએ, ત્યારે જ આપણને કોઈ ગામ કે શહેર ની સાચી ફિતરત જાણવા મળે છે. હું તો આવું નથી કરી શક્યો, પણ જો કોઈને શક્ય હોય તો આવું કરવું એક સારો વિકલ્પ છે. જો સમય હોય તો ખાસ પંજીમ સીટી ફરવા જેવી છે. એ શહેર ના બજાર ની શોપ્સ નું બાંધકામ યુરોપિયન કલ્ચર ને મળતું આવે છે. ઉપરથી એ શોપ્સ કે ઈમારત ( ૨-૩ માળથી મોટી કોઈ ઈમારત સીટીમાં ભાગ્યે જ જોવા મળે ) નું કલર કોમ્બીનેશન પણ એકદમ આકર્ષક હોય. જો કોઈ મારા જેવો રખડવાનો અને ખાવાનો શોખીને હોય એના માટે આ શહેર મસ્ત છે. ત્યાં એક “કાફે ભોસલે” છે, ત્યાં ગોઅન વાનગીઓ જેવીકે ‘ઉસળ પાઉં’, ‘પૂરી ભાજી’, ‘ગોઅન સમોસા’, ‘પાતલ ભાજી’ ટ્રાય કરવા જેવી ખરી. પણ અહિયાથી ફરવા ગયેલા લોકો પંજીમ ની સામે માન્ડોવી નદીમાં ક્રુઝ અને કશીનો ની જ મજા માણતા હોય છે.
હવે વાત કરવી છે ત્યાના ચર્ચ ની. ગોઆ, બીચ અને દારૂ પછી ત્યાના ચર્ચ માટે પણ પ્રખ્યાત છે. ત્યાં યુરોપિયન ટાઇપ ના ચર્ચ ખુબ આકર્ષક લાગે છે. જેમ આપણે ત્યાં રોડ ઉપર નાના નાના દેરા હોય અને સિટીમાં એકાદ મોટું ચર્ચ હોય. એમ ત્યાં આનાથી એકદમ ઉલટું છે. ત્યાં તમને રોડ ની બાજુએ નાના નાના દેરા જેવા ચર્ચ ( આમતો નાની ઓરડી હોય અને એમાં ક્રોસ કાતો, જીસસ ની નાની મૂર્તિ હોય ) જોવા મળે. આ બધું વધારે તો Calangute જતા રસ્તામાં આવતા નાના નાના રસ્તાઓમાં વધારે જોવા મળે.
બીજું, મને ગોવા વિષે જે ગમ્યું એ ત્યાના મકાનો. હા, ત્યાં લાકડાના અને છાપરા વાળા મકાનો વધારે જોવા મળે. અને હું જાણું છું ત્યાં સુધી, ખ્રિસ્તીઓને ઘર શણગારવાનો ભારે શોખ હોય. ત્યાના દરેક ઘરમાં નાનું ગાર્ડન તો જોવા મળતું જ હતું. આગળ નાની બાલ્કની હોય, એમાં ડેકોરેશન અને લાઈટીંગ કરેલું હોય. મને તો ત્યારે એ વિચાર આવતો હતો, કે અત્યારે આ લોકો આવું કરે છે, તો નાતાલ પર કેટલું ડેકોરેશન કરતા હશે ?

છેલ્લે, એક વાત કરી દઉં કે, મને ત્યાના બીચ કરતા પંજીમ સીટી, ગોવાના અંતરિયાળ રસ્તાઓ, ત્યાના નાના નાના પણ આકર્ષક મકાનો વધારે ગમ્યા. આ વખતે તો નથી થઇ શક્યું પણ જો શક્ય બનશે અને ફરી જવાનો ચાન્સ મળશે તો હું એક પણ બીચ પર ગયા વગર, ત્યાના લોકલ ટ્રાન્સપોર્ટમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ, એ આખો વિસ્તાર ચાલતા જ ફરીશ.

ટીપ : મારું પોતાનું એવું માનવું છે કે, જો તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોવ, તો ત્યાં શક્ય એટલો ઓછો વાહન નો ઉપયોગ કરો. બને તેટલું ચાલતા ફરો. લોકોને અને એ સિટીના વાતાવરણ ને ઓળખો. મજા આવશે. બીજું કે જે પ્રદેશમાં જાઓ ત્યાની વાનગીઓ ટ્રાય કરો. બધે જ થેપલા અને પનીર નાં શોધાય. આપને ઘરે પાછા આવીએ એટલે એ તો આપને રોજે જ છે!

Featured

Karwaan – A Soul Finding Journey

જિંદગી એક સફર છે, અને આ સફરમાંથી જ આપણે ઘણું શીખવાનું છે.

આ વાક્યમાંથી એવું તારણ નીકળે ને ! કે સફરમાંથી આપણે ઘણું શીખવા મળે ? ખરેખર સાચી વાત છે. આજે મારે એવી જ એક ફિલ્મ ની વાત કરવી છે. નામ છે ‘કારવાં’. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારથી આ જોવાની ઉત્સુકતા હતી, આખરે કાલે જોવા મળી !

આ ફિલ્મ તેના મુખ્ય ત્રણ પાત્રોની જર્ની ની છે. ઈરફાન, સલમાન ( ખાન નહીં ) અને મિથિલા પાલકર. બે ડેડ બોડી એક્સચેન્જ થઈ જાય છે, તેને પોતપોતાની જગ્યાએ પહોંચાડવા માટેની જર્ની આ ત્રણેય લોકો કરી રહ્યા છે. ત્રણેય જણા જિંદગીમાં કૈક ખોઈને નિરાશ થઈ ગયેલા છે. આ લાશ સાથેની જર્ની એમને એક જીંદા ‘લાશ’ માંથી જીવતા માણસ બનાવી દે છે.

આ ફિલ્મનો અંત નક્કી હોય છે, કે છેલ્લે બંને ડેડ બોડી પોતપોતાના રિલેટિવ ને મળી જશે, પણ એ પહોંચાડવા સુધીની જર્ની મસ્ત છે, અને ઘણું શીખવાડી જાય છે.

અંતના એક સીનમાં ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ નું ગીત ‘બાપનો પ્રેમ દેખાતો નથી’ સાર્થક થતું જણાય છે.

બસ વધારે નથી કેહવું પણ જોજો મજા આવશે. સાઉથ ની મુવીની ફાઇટ જેને ગમતી હોય તેને આ મુવી કદાચ નહી ગમે પણ, જેને એ સાઉથની સૌન્દર્યતા ગમતી હશે, તેના માટે આ ફિલ્મ યાદગાર બની રહેશે. આવી જર્ની વાળી ફિલ્મોમાં લોકેશન્સ ગજબના હોય છે.

હજી આવી બીજી કોઈ ફિલ્મ જોવી હોય તો ‘કરીબ કરીબ સિંગલ’ જોઈ લેજો.

Featured

શીખવાનું દરેક જોડેથી મળે.

કાલે સંસદ ની પ્રક્રિયા લાઈવ જોયી. ખરેખર મેં ખાલી રાહુલ ગાંધીનું જ ભાષણ સાંભળ્યું હતું. એ મારા ફેવરિટ છે. પોલિટિશિયન ની દ્રષ્ટિએ નહીં પણ એક માણસની દ્રષ્ટિએ. એ માણસને પોલિટિક્સમાં જરાય ઇંટ્રેસ્ટ હોય એમ જણાતું નથી, પણ એની ફેમિલી માટે એ આ બધી દોડાદોડ કરે છે. અને એ પણ આટલા ખંત થી! ( હા, તમે તમારી જાતને તપાસજો, કોઈ વાર તમેં કોઈ જગ્યાએ અપમાનિત થાવ તો તમે એ કામ કે જગ્યા છોડી જ દેશો, પણ આ ભયડો એમ કરે એમ નથી ! )

હવે કમ બેક ટુ પોઇન્ટ. એ જ્યારે ભાષણ કરતા હતા, ત્યારે બીજા મેમ્બરો બુમો પાડતા હતા ( જોકે બધા વખતે આવું તો થતું જ હોય છે ) તોય એ પોતાના પોઇન્ટ થી આડે પાટે થતા નોહતા ! તેમણે સંરક્ષણ પ્રધાન થી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક પર ગંભીર આરોપ મુક્યા ! ( એના માટે પણ ગટ્સ તો જોઈએ જ ને ?) એટલું જુસ્સાદાર ભાષણ હતું કે સ્પીકર મેડમ પણ લોકોને ધ્યાનથી સાંભળવાની અપીલ કરતા હતા !

આટલાબધાં આરોપો સીધા પ્રધાનમંત્રી પર નામ દઈને થોપ્યા બાદ, પોતાનું ભાષણ પતતા ની સાથે જ પ્રધાનમંત્રીને મળવા દોડ્યા અને એમની ઉભા થવાની રાહ જોયા વગર એમને બેઠેલાને જ ભેટી પડ્યા.

( આ ભલે એમને એમના કોઈ સલાહકારે કીધું હોય, પણ આવું જાહેરમાં કરવું એના માટે પોતાનો ઈગો કેટલો આઘો મુકવો પડે ? )

અને છેલ્લે, પાછું બધાની સામે એમ બોલવું કે ‘હા, બધા મને પપ્પુ કહે છે, તો હું છું પણ…’

અરે સ્કૂલમાં હતા ત્યારે પણ જો કોઈ આપણી ખીજ આપણી સામે બોલી જાય તો આપણ ને કેટલો ગુસ્સો આવતો ?

અહીંયા એમના ભાષણ ની લિંક આપી છે, જોજો.

Rahul Gandhi in Parliament.

Featured

ખારીસીંગ અને જિંદગી – બંને સરખા જ છે…

blog

લાલ્યો ગરમા ગરમ તાજી ખારીસિંગ લઈને ટિકલા ની ઓફિસે બેસવા ગયો.

 

લાલ્યો : શુ ભાઈ !! વરસાદ પાણી કેવા છે ?

ટિકલો : પડે છે ઠીક ઠીક….

લાલ્યો : અમારે આણંદ મા તો મસ્ત પડ્યો.

ટિકલો : પણ તારે શુ કામનો ?

લાલ્યો : કેમ ભાઈ ?

ટિકલો : તને તો વરસાદમાં પલળવાનું ગમતું નથી. જો… અત્યારેય છત્રી જોડે લઈને આવ્યો છું !!!

લાલ્યો : એતો લાવવી પડે. એ છોડ, લે આ ખારીસિંગ ખા. મસ્ત છે.

ટિકલો : અરે આ તો મારી ફેવરિટ છે. મસ્ત ગરમ છે !!

લાલ્યો : અરે તારો ભાઈ તાજી જ લાયો છે … શુ વાત કરે છે ?

( બંને ખારીસિંગ ખાતા હતા. લાલ્યો વીણી વીણી ને ખાતો હતો )

ટિકલો : કેમ આવી રીતે વીણી વીણીને જીણી જીણી સિંગ ખાય છે ?

લાલ્યો : એતો પહેલા બધી નાની પતી જાય, પછી છેલ્લે મોટી મસ્ત રહે એ છેલ્લે સુધી ખાવા મળે. સમજ્યો ? દિમ્માગ !!!

ટિકલો : અલ્યા ભાઈ, પણ આમ તો તું છેક સુધી જીણી જીણી જ ખાઈશ !!! એના કરતાં સારી સારી શોધીને ખા, જીણી જીણી છેલ્લે વધે એ ખાવી હોય તો ખાવાની !! જિંદગી નું પણ એવું જ છે, સારી સારી પળો એન્જોય કરો !! ના ગમે એ કાઢી નાખો !! 

લાલ્યો : તું યાર ફિલોસોફી ના ઠોક.

ટિકલો : સાચું કહું છું યાર, સમજ…

( એટલામાં નીરજ આવે છે )

નીરજ : બસ !! એકલા એકલા સિંગ ખાવા બેઠા ? આ ભાયડો યાદ નો આયો ?

લાલ્યો : અરે હું તને ફોન કરવાનો જ હતો, એટલામા આ ટિકલો ફિલોસોફી ઠોકવા માંડ્યો, એટલે રહી ગયું ?

નીરજ : હે!! હુ કે હે ટિકલો ?

લાલ્યો : ખારીસિંગ ખાવાને અને જિંદગી જીવવાને સરખાવે છે !!

નીરજ : એટલે ?? ખબર ના પડી…

લાલ્યો : એતો હું જીણી જીણી સિંગ વીણી ને ખાતો હતો, તો કે, પહેલા મોટી મોટી ખાવાની, સારી હોય, અને છેલ્લે જીણી વધે… એ ના ખાવી હોય તો ફેંકી દેવાની. જિંદગીને પણ એણે આની સાથે જોડી દીધી.

નીરજ : જો ઇ સિંગ અને જિંદગી ને હરખી કેતો હોય ને… તો તો આમ બુકડો મારી ને જ ખવાય. બધી હાયરે જ આવે. જિંદગી નું એવું જ તો છે… બધું હાયરે જ હાલતું હોય… મોજ કરો મોજ બાપુ.

એ તમ બેય હાલો … ચા પીવા જાઈ…

ટિકલો : હું ચા નથી પીતો…. તને ખબર તો છે.

લાલ્યો : એ ભાઈ બોનવીટા પીવે છે.

ટિકલો : ઓ ભાઈ એને ‘બોનવીટા’ ના કહેવાય, ‘બોર્નવિટા’ કહેવાય.

નીરજ : તું હમજી ગ્યો ને ? હાલ હવે… જિંદગીનું ય એવું જ છે… તને ખબર હોવી જોય કે તારે હુ જોય છે. લોકો એને જે હમજે એ…

 

મોજ કરને મોજ મારા ભાઈ….

 

Featured

રવિવારની રખડપટ્ટી

બસ કોઈ પ્લાનીંગ વગર કોઈ નક્કી કરેલી જગ્યાએ પહોંચી જવું અને એને માણવી, એ જ રખડપટ્ટી.

આપણી આસપાસ જ એટલી બધી જગ્યાઓ હોય છે, કે જો તમે એને શોધવાની કોશિશ કરો ને… તો મળી જ જાય અને મજાય આવે…

આણંદ મા આમતો કેટલીય નહેરો છે, પણ લંભવેલ પાસે આવેલી નહેર પ્રકૃતિ ની દ્રષ્ટિએ એકદમ રમણીય છે. જો તમે ચાલતા જઇ શકો તો બેસ્ટ, સાયકલ લઈને જઇ શકો તોય સારું અને જો આ બંનેમાંથી એકેય ના ફાવે તો ટુ વ્હીલર લઈને જાવ તોય મજા આવે. એમાંય જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો, કેમેરો તો ભૂલવા જેવો જ નથી. ત્યાં પ્રકૃતિ સિવાય, ત્યાનું જનજીવન પણ જોવા જાણવા જેવું છે.

‘એક હાથમાં સ્માર્ટ ફોન, કાનમાં ઈયરફોન, મોઢામાં દાતણ, એક હાથમાં ડબલુ… ‘

‘ઘરની બહાર ખીલે બાંધેલી ગાયો-ભેંસો, એનો રખેવાળ અને ઘરનો મલિક એને ઘાસ નાખતો હોય, સવારનો સમય હોય તો ભેંસ ને દોહતો હોય, ઘરની સ્ત્રીઓ છાણાં ભેગા કરતી હોય…’

‘કબરો, કબુતરો,મોર,પોપટ બધા પોતપોતાના અવજોમાં કીકીયરીઓ કરતા હોય, જો આપણે વાહન લઈને જતા હોય તો, ખચકાતી ખિસકોલી અડધો રોડ ક્રોસ કરી ડબલ માઈન્ડ થઈ પછી જતી રહે. વાંદરા કૂદાકૂદ કરતા હોય અને એને પકડવાના કુતરાના વ્યર્થ પ્રયાસ ચાલુ હોય…’

‘નહેરની બંને બાજુએ નાના-મોટા, લીલા-સૂકા ઝાડ તો એવા લાગે જાણે ફોટો પડાવવા જ ઉભા હોય. ‘

આતો બધું મારી નજરથી મેં ઓબસર્વ કર્યું. તમે જોવો તો કૈંક અલગ પણ લાગે.

ફરવાની માજા ખાલી મસૂરી, ગોઆ કે રાજસ્થાન જેવી જગ્યાઓએ જ આવે એવું નથી, આવી નાની નાની અને નજીકની જગ્યાને પણ અહોભાવ થી જોવો…. મજા આવશે….

Happy Sunday…

~ સુશાંત ધામેચા

Featured

વરસાદ – ” પહેલા જેવો નથી પડતો યાર…”

બપોરે ૪ વાગ્યાનો સમય હતો, પણ અંધારું તો એટલું જાણે ૭ વાગી ગયા હોય. એ દિવસે લાલ્યો S.G. Highlway પર આવેલા ટીકલા ના કલાસીસ પર જઈ બેઠો હતો.

ટીકલો  :   આજે વરસાદ મસ્ત પડશે એવું લાગે છે.

લાલ્યો  :   હવે યાર પહેલા જેવો વરસાદ ક્યાં પડે છે ?

ટીકલો :   કેમ ? વરસાદ તો એવો જ હોય ને ? પાણી જેવો !!!

લાલ્યો  :   એવું નઈ યાર… એકદમ મુશળધાર, સાંબેલાધાર…

( એટલામાં જ વરસાદ ફૂલ જોશમાં ચાલુ થયો. )

લાલ્યો  :   આ બારી બંધ કર… બહુ વાછટ આવે છે.

ટીકલો  :   એટલી રહેવા દે, જીણી જીણી વાછટ આવે તો વરસાદ ની મજા આવે.

લાલ્યો :  અરે ભાઈ, શરદી થઇ જાય. એક કામ કર, મસ્ત આદુ વાળી ચા મંગાય.

ટીકલો  :  માંગવાની શું ? ચાલ આપણે જ કીટલી પર જઈએ પીવા…

લાલ્યો  :  ના ભાઈ, હું તો રેનકોટ પણ નથી લાવ્યો. તું અહિયાં જ મંગાવી લે.

ટીકલો  :  અરે પલળતા પલળતા જઈએ મજા આવશે.

લાલ્યો  :  ના ભાઈ ના … મારે નથી આવવું. આવા વરસાદ માં પલળીને શું બીમાર પડવું છે ?

ટીકલો  :  કશું બીમાર ના પડાય… આપણે ભણતા હતા ત્યારે ચાલુ વરસાદ માં સાયકલ લઈને રખડવા નોતા નીકળી પડતા ? ઘરે આવીને મમ્મી સુંઠ ચોળી આપે એ ખાઈ લેવાની, એટલે ટકાટક.

લાલ્યો  :  એ દિવસો અલગ હતા ભાઈ… અત્યારે ના પલળાય.

ટીકલો  :  ટોપા !!!  તો શું કરવા ડંફાસો મારતો હતો કે, પહેલા જેવો વારસાદ નથી પડતો !!

( એટલામાં નીરજ આવ્યો, જે એક કાઠીયાવાડી છે, અને લાલ્યા, ટીકલાનો ખાસ મિત્ર પણ છે. )

નીરજ  :  હુ વાત કરો હો… તમે આયા બેઠા હો… લે હાલો ઓલી હિત્લા ની કીટલીએ “સા” ( ચા ) પીવા જાઈ. ઈ અત્યારે ગરમા ગરમ ગોટાય ઉતારતો હય્શે.

ટીકલો  :  અરે જવું જ છે, પણ આ લાલ્યા ની ફાટે છે, વરસાદ મા.

નીરજ  :  એમાં શેની ફાટે!! અરે આ ભાયડો સે તમારે હાયરે. અને આપણે દરજી જ સી ને ? સીવી નાખશું.

લાલ્યો  :  અરે તમને લોકોને આ મજાક લાગે છે… પણ જયારે શરદી થાય ને ત્યારે ખબર પડે. બે રૂમાલ ખીસામાં રાખવા પડે.

નીરજ  :  અરે હાલને હવે… રૂમાલ વાળી નઈ જોયી હોય તે મોટી… લે મારો રૂમાલ લઇ જા… લે હાલ ટીકલા, પછી વરસાદ બંધ થઇ જાહે.

અંતે નીરજ બંને જણા ને ચા પીવા લઇ જાય છે.

આ તો એક ફિકશનલ વાત હતી. પણ આવા તો આપણી આજુબાજુ કેટલાય લોકો છે. જે વરસાદની રાહ જોવે છે, ઓછો આવે તો એને ગાળો દે છે અને જો બરાબર આવે તોય એને ગાળો દે છે. પણ પોતે એકેય પરિસ્થિતિ ને માણી શકતા નથી.

81f11f8ccfeb0cf04b640b8396bfb038--happy-kids-kids-fun

હમણાં મારા એક મિત્ર ભાવિન અધ્યારુ કે જે કોલમિસ્ટ છે, એમણે ગુલઝાર સાહેબની એક વાત કીધી હતી. એ કહેતા  કે ચોમાસું એ ‘મોસ્ટ ફીઝીકલ સીઝન’ છે! જેને તમે અડી શકો છો, પારખી શકો છો, એનો સ્વાદ લઇ શકો છો અને એનામાં તરબર થઇ શકો છો!

Image Credit  :  Internet

Featured

રવિવાર અને ગામડું – ‘કાણીસા’

રવિવારે ગામડે ફરવું એ છેલ્લા કેટલાક રવિવાર થી રૂટીન થઇ ગયું છે. આખા અઠવાડિયા ની ફાસ્ટ લાઈફ પછી એક દિવસ ગામડાની શાંત જીંદગી ને માણવાની મજા આવે છે.

આ રવિવારે કાણીસા જવાનું પ્લાનીંગ કર્યું. ધર્મજ ચોકડી થી લગભગ ૧૦ કી.મી. સુધી આ ગામની ચોકડી આવે. ત્યાંથી અંદર ૨ કી.મી. ખેતરો ની વચ્ચે થી જતા રોડ પર મોજ કરતુ કરતુ પહોચી જવાય. એ મારા એક મિત્ર ઘનશ્યામ નું ગામ. ઘણા સમયથી એનો આગ્રહ હતો કે મારા ગામમાં આવો, મજા આવશે. ત્યાં એક મહાદેવ સરસ છે. એ સિવાય મને ગામડા ના મકાનો, ત્યાના લોકો અને તેમની જીવન શૈલી કાયમ આકર્ષે. ( હા, મને ત્યાં કાયમ રહેવાનું નાં ગમે. )

સવારે, અમે ત્રણ, અને એક મિત્ર સંતોષ પટેલ નું ફેમીલી બધા ગાડી લઈને ત્યાં જવા નીકળ્યા. ઘનશ્યામનો તો તેના ઘરે જમવાનો આગ્રહ હતો, પણ અમારે ઉપવાસ હતો એટલે એને અમારે નાં પડવી પડી. બસ કલાક માં અમે ત્યાં પહોચી ગયા. ગામ માં એન્ટર થતા જ તળાવ, બાગ અને ટાવર દેખાયા. ત્યાં ઘનશ્યામ અમને સામે લેવા આવ્યો હતો. અમારી ગાડી બહાર પાર્ક કરી અમે ચાલતા એના ઘર સુધી ગયા.

IMG_20180610_111803869-01
‘કાણીસા’ ગામ

IMG_20180610_113749875-01

IMG_20180610_113943485-01
બે અલગ જમાના ના મકાન

જમવાની નાં પડી હતી એટલે એણે અમારા માટે આવી ગરમી માં રાહત આપે એવા કોલ્ડ ડ્રીંક ની વ્યવસ્થા કરી રાખી હતી. થોડી વાર ત્યાં બેસીને પછી અમે ત્યાં એક કામનાથ મહાદેવ છે, ત્યાં જવા નીકળ્યા. ત્યારે એણે અમને કોથળો ભરી ને આંબા પરથી તાજી તોડેલી કેરીઓ આપી. ( એટલી તાજી કેરીઓ શહેર વાળા ને તો ખાવા જ નાં મળે !! ) એના ફળિયામાં ભેસો બાંધેલી હતી, ત્યાં તીર્થ ને તો મજા પડી ગઈ.

IMG_20180610_113459548-01

ત્યાં બાજુમાં જ એક ઘર હતું. ત્યાં અંદર એક માટીની બનાવેલી સગડી મને બહારથી દેખાઈ. ઘનશ્યામ ને પૂછ્યું તો એણે એ ઘરવાળાને કહીને, ત્યાં અંદર જોવા જવા દીધા. ત્યાં એક બેન ઉભા હતા, તે મને કુતુહલથી જોતા હતા અને હું એ સગડી ને.

ત્યાંથી બહાર નીકળતા જ એક સ્વામિનારાયણ મંદિર હતું. ત્યાં દર્શન કરી ને નીકળ્યા તો સામે એક પ્રોવીઝન સ્ટોર હતો. ત્યાનું લખાણ ખુબ ગમ્યું. અહી એ મંદિર માંથી દેખાતા ગામનો ફોટો, એ પ્રોવિઝન સ્ટોર અને એ સ્ટોર ના જુનાં મકાન નો ફોટો મુકું છું. સ્ટોર ના દરવાજે લખેલું લખાણ ખુબ સરસ છે. ( ફોટો ખોલીને ઝૂમ કરીને જોજો )

 

ત્યાંથી થોડી જ વારમાં અમે મહાદેવ પહોચ્યા. એ એક વિશાળ અને શાંત મંદિર હતું. એની પાછળ એક દાદરા વાળો કુંડ હતો. ત્યાં ભૂસકા મારીને છોકરાઓ ન્હાતા હોય. ( પણ અત્યારે પાણી ઓછુ હતું એટલે એ કરવાની મનાઈ હતી )

IMG_20180610_115546535~2-01IMG_20180610_115709132-01IMG_20180610_115943309-01

બસ, આટલું ફરી ને પછી અમે પાછા આણંદ આવવા નીકળી ગયા.

” હોપ, આવતા રવિવારે કોઈ નવા ગામડા ની સફર કરવા મળે. “

Featured

પહેલા વરસાદ માં તો ન્હાવું જ જોઈએ…

8528c254-40bc-4624-ae94-a0d7086f26d6

ટિકલો : અલા, લાલ્યા, આ બધા આગાહીઓ કરે છે, તો શું વરસાદ આવશે એક-બે દિવસમાં ?

લાલ્યો : આવશે જ ને ? મુંબઇ થી નીકળી ગયો છે તો, બીજે ક્યાં જવાનો.

ટિકલો : પણ, એને તો 3-4 દિવસ થઈ ગયા ને? હજી કેમ ના આયો ?

લાલ્યો : આવશે ભાઈ, હજી મોદીએ બુલેટ ટ્રેન ચાલુ નથી કરીને એટલે.

ટિકલો : ચાલ તો હું જાઉં, ઘરે જઈને વરસાદ ની થોડી તૈયારી કરવાની છે.

લાલ્યો : વાહ, ન્હાવા માટે જુના કપડાં કાઢવાના છે ? અહા… જલ્સા કરશો વરસાદમા ?

ટિકલો : ના ભાઈ, છત્રી, રેઇનકોટ બધું તિજોરીમાંથી શોધવું પડશેને ? ઉંદરડી એ ફાડી નાખ્યું હશે તો નવું લાવવું  પડશે ને ?

લાલ્યો : તો તું પહેલા વરસાદ માં નાહીશ નહીં ?

ટિકલો : ના યાર, વરસાદ માં તો કઈ નવાતું હશે ? શરદી થઈ જાય.

લાલ્યો : આ તારા જેવા લોકો ના લીધે જ વરસાદ ને અમુક વાર ફંટાઈ જવાનું મન થાય છે.

ટિકલો : શુ ?

લાલ્યો : કઈ નૈ… જા… તમે બધા તો ગરમી માં જ રહેવા ને લાયક છો.

 

પહેલા વરસાદ માં તો ન્હાવું જ જોઈએ… 

Featured

World Environment Day

ટિકલો : અલ્યા લાલ્યા, આજે ‘World Environment Day’ છે.

લાલ્યો : તો ?

ટિકલો : તો શું ? અલ્યા આજે આપણે કૈક કરવું જોઈએ.

લાલ્યો : એમ ? ચલ ચા પીવા જઈએ.

લાલ્યો ચા વાળા ભાઈ ને : ઓ ભાઈ બે કટિંગ આપો, ‘Disposable’ કપ માં આપજો.

ટિકલો : અલ્યા ભાઈ, આજથી આ જ તો બંધ કરવાનું છે. ભાઈ કાચના કપમાં આપો.

લાલ્યો : ( ચા પીધા પછી ) બે પાઉચ આપો !!

ટિકલો : ઓ ભાઈ આય બંધ જ કરવાનું છે. ના આપશો એને. લે મારી બોટલમાંથી પી.

લાલ્યો : અલ્યા બધું બંધ કરવાનું ? તો કરવાનું શુ ?

ટિકલો : અલ્યા બધું નઈ લ્યા !! આ જે પર્યાવરણ ને નુકશાન કરે એ જ. સારું, ચાલ તને ઘરે છોડી દઉં…. એમ કહી તેણે તેની 10 વર્ષ જૂની P.U.C. વગર ની બાઇક ને કીક મારી.

લાલ્યો : તું, બીજી બધી પત્તર ખાંડયા વગર આને બદલ. હું તો ચાલતો જ જઈશ.

Happy World Environment Day.

Featured

જિંદગી શેના માટે છે ???

1510750469061

જિંદગી જીવવા સિવાય કશા જ માટે નથી .   –      કવિ શ્રી અંકિત ત્રિવેદી.

આપણો જન્મ આપણા હાથમાં નહોતો. મૃત્યુ પણ આપણા હાથમાં નથી, એતો જાણીએ જ છે ને આપણે ? તો આપણા હાથમાં શું રહ્યું?  ” જિંદગી ” –  એ આપણી પોતાની છે અને આપણા હાથમાં છે.

તો, એ જન્મથી મૃત્યુ સુધીની સફર આપણે કેવી રીતે કરવી એ આપણે નક્કી કરી શકીએ ને? હવે અહિયાં એ પ્રશ્ન થાય કે, એ તો નશીબ ની વાત છે. તો, WHEN THERE IS A WILL, THERE IS A WAY. YOU CAN MODIFIED YOUR FATE.

નો ડાઉટ, દરેકની જિંદગી ની પ્રીઓરીટી અલગ અલગ હોય છે. But at last, it should be lived, not only just survived.

Just Think about, and Start living. 

Featured

રવિવારની મોજ, ધર્મજની ગલીઓમાં

‘ધર્મજ’ – ચરોતરનું એક ગામ, જેની આગળ એક શહેર પણ ઝાંખું લાગે. પોળો ના મકાનો હોય કે ગામની ચોખ્ખાઈ હોય, દરેકમાં આ ગામ અવ્વલ આવે.

આ ગામની ઓળખ એન.આર.આઈ. ના ગામ તરીકેની છે. હા, ઘરદીઠ એક-બે લોકો અબ્રોડ હોય જ. પણ અહીંયા રહેલા લોકોએ ગામના વરસની સાચવણી ખૂબ સરસ રીતે કરેલ છે.

આ પહેલા પણ હું આ ગામમાં ગયો હતો. પણ આજે અહીંયા સ્પેશિયલ પોળની ફોટોગ્રાફી કરવા ગયો હતો.

તો, અહીંયા થોડા ફોટા મુકું છું.

Enjoy the virtual Tour….

Featured

ગામડાની સફર

“ગામડું” – મને કાયમ આકર્ષે. નાનો વિસ્તાર, નાના મકાનો, નાના રોડ, પણ લોકોના દિલ અને મન મોટા.

ફરવા જવા માટે હું હંમેશા શહેરની સામે ગામડા ને જ પસંદ કરું. શહેર તો આપણને કાયમ દોડાવે જ છે, પણ આવા નાના ગામડા થોડો “પોરો” ખવડાવે. હાડમારી વળી લાઈફ થી એકદમ દૂર પહોંચી ગયા હોઈએ એવો એહસાસ થાય.

હમણાં થોડા સમય પહેલા મારા એક કઝીન શિરીશભાઈ એ મને ‘લખતર’ જવા નો પ્રસ્તાવ મુક્યો. હું તો આવું ઇચ્છતો જ હતો એટલે મેં એમને ઘડીભરનો વિચાર કર્યા વગર હા પાડી દીધી. આખરે 22.4.18 ને રવિવારે અમારે જવાનું નક્કી થઈ ગયુ. બસ પછી તો અમે ત્રણેય આણંદ થી અમદાવાદ ગયા અને ત્યાંથી શિરીશભાઈ, ભાભી અને એમની ડોટર અમે બધા સાથે લખતર જવા નીકળ્યા.

અમદાવાદમાંથી કાર લઈને બહાર નીકળવું એટલે સાત કોઠા વીંધ્યા બરાબર થાય. જેમ જેમ અમે અમદાવાદ થી દુર નીકળતા ગયા એમ ટ્રાફિક અને ઘોંઘાટ ઓછો થતો ગયો. કોન્ક્રીટ ના જંગલોમાંથી નીકળી પ્રકૃતિ ના માહોલમાં પ્રવેશ્યા. રસ્તામાં લખતરની વાતો પરથી એની વર્ચ્યુઅલ ટુર તો ભાઈએ અમને કરાવવાની ચાલુ કરી જ દીધી હતી, અને અમને મજા આવતી હતી. એટલામાં રસ્તામાં એક ચુડેલ દેવી નું મંદિર આવ્યુ. સાંજના સમયે તો નામ સાંભળીને અને એ જગ્યા જોઈને જ બીક લાગે. ત્યાંથી આગળ જતાં એક નાની લોજ હતી ત્યાં અમે થોડીવાર ઉભા રહી, ફ્રેશ થઈને અમારી ગાડી લખતર તરફ હંકારી.

 

ફાઈનાલી, ગામનો કિલ્લો દેખાવા લાગ્યો. એ ગામ ફરતે આજે પણ દીવાલ છે અને ચારેય દિશાઓમાં એના દરવાજા છે. એવું કહેવાય છે, કે જો આજુબાજુના ડેમ ફૂલ થાય અને પુર જેવી સ્થિતિ થાય તો જો બધા દરવાજા બંધ કરી દેવાય, તો પાણી ગામમાં પ્રવેશી શકે નહીં. પણ અમે એક દરવાજામાંથી ગામમાં દાખલ થયા. અંદર પેસતા જ સીધું ગામનું મુખ્ય બજાર આવ્યું. ત્યાં અમારે જેમના ઘરે જવાનું હતું એમની દુકાન એ બજારમાં જ હતી. અમે અમારી કાર ત્યાં પાર્ક કરીને ચાલતા ઘરે ગયા. સાંકડા રસ્તા, નાની નાની દુકાનો, ઓટલે બેઠેલા લોકો અમને જોતા અને અમે એમને જોતા અમે ઘરે પહોચ્યા.

નાની ગલીમાં અંદર સામે જ ઘરનો કોતરણી વાળો ડેલો દેખાયો. એ અમારા ભાભીનું ઘર છે. એ ઘરને આ વર્ષે જ ૧૦૧મુ બેઠું હતું. શહેરમાં ક્યાય જોવા ના મળે એવી એ ઘરની પેટર્ન હતી. ઘરમાં લગભગ ૭૦% બાંધકામ માં સાગના લાકડાનો ઉપયોગ થયો હતો. ૧૦૦ વર્ષ જુનું ઘર હતું, પણ એ ભારે સચવાયેલું હતું.

IMG_20180422_124200394-01

ઘરનું બાંધકામ “એક ઓસરીએ બે ઓરડા” જેવું હતું. એટલે સળંગ ઓટલા જેવી ઓસરી, એની ઉપર જોડે જોડે બે ઓરડા પડે. એ ઓસરી ની સામે થોડી ખુલ્લી જગ્યા છોડીને સામે બીજા ઓરડા. હવે, આ ઓસરી અને ઓરડામાં આટલા ઉનાળામાં પણ ગરમી નહોતી થતી અને પંખાની પણ જરૂર પડે એમ નોહ્તું લાગતું. હવા-ઉજાસ અને પવન ની અવરજવર ને કોઈ રોકટોક થાય એમ નહોતું.

IMG_20180422_143215592-01

“ ઓસરીના કઠોડે ( રેલીંગ ) ટેકવેલી પાટ ઉપર બેઠા હોય, એક હાથ માં ગરમા ગરમ મસ્ત આદુ વાળી ચા હોય, બીજા હાથમાં બુક હોય અને સામસામે બે ઓરડાની વચ્ચે ખુલ્લી છત માંથી દેખાતા આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ પડતો હોય. આ મજા લેવા ફરી ત્યાં જવાનું છે. “

 

અમે ત્યાં પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો. પણ ઘર જોવાની થોડી ઇન્તેઝારી હતી એટલે અમે પહેલા એ કામમાં લાગી ગયા. લાકડાના દાદરા, રંગીન કાચ વાળી બારીઓ, બારીને નીચે ઓઠીકાણ ( ટેકો દેવાની જગ્યા). આ બધું જોયું, માણ્યું, ફોટા પડ્યા એટલી વારમાં જમવાનો સાદ પડ્યો. એટલે અમે જમવા બેઠા. જમવાનું બધું જ મસ્ત હતું પણ, સૌથી સરસ દહીં હતું. એકદમ પ્યોર, જાડી મલાઈ વાળું દહીં. એ ખાધા પછી હવે અમુલ નું મસ્તી દહીં તો જોવાની પણ ઈચ્છા ના થાય.

IMG_20180422_150333407-01

પછી થોડી વાર એ ઓસરી અને ઓરડામાં આરામ કરી અને પછી અમારે ધ્રાંગધ્રા જવાનું હતું, એટલે થોડું જલ્દી નીકળવું પડ્યું, અને અમારી કર બજારો ની નાની ગલીઓ વીંધતી વીંધતી એક દરવાજે થી ગામની બહાર નીકળી અને ગામની “રાંગે રાંગે” ( દીવાલે દીવાલે ) અમે સીધા રોડ પર નીકળ્યા ધ્રાંગધ્રા જવા.

ચોમાસામાં એક વાર ત્યાં જવાની અને એ ઓસરીને ફરી માણવાની ઈચ્છા છે.

Featured

Happy World Book Day

Today is World Book day. As we all know now a days, very few likes to ready books other than study syllabus. Even some study material also available in digital format.

I have written many a times about the reading but today I want to share some photographs which I received via WhatsApp. It shows the dark future of the books.

Here are some photos which can force you to think about the future of Books.

 

 

As a reader and book lover, can we accept this future ?

So, choose to read “Books” rather to read on Kindle or any digital platform.

 

” HAPPY WORLD BOOK DAY “

Featured

ફિલ્મો નું Playlist

આમતો દરેક મૂડ મા અલગ અલગ કેટેગરી ની બુક્સ વાંચવાની મને ગમે છે. કારણકે બુક વાંચતી વખતે હું મારી જાતે વિચારી, કેરેક્ટર અને જગ્યાઓ પસંદ કરી એને માણી શકુ છું. આના માટે એક સરસ શબ્દ એક બ્લોગર https://thepraditachronicles.com/ કે જેમને હું ફોલો કરું છું, એમણે આપ્યો હતો, એ છે ” Movie Inside Your Head”. પણ કોઈ વાર જ્યારે એમ થાય કે આટલું બધું નથી વિચારવું, ત્યારે સીધી જ ગમતી મુવી ચાલુ કરી દેવાની, અને જોઈ લેવાની.

ગયા રવિવારે ‘Zindagi Na Milegi Dobara’ એક મુવી ચેનલ પર જોવા મળી હતી, પણ થોડી અધૂરી રહી ગઈ હતી. તો આજે એ ફરી આખી જોયી. હા, આવી અમુક મુવી કાયમ મારા પર્સનલ કલેક્શનમાં હોય જ. આ સાથે હજી બીજી પણ કેટલીક છે, જે સમય મળ્યે વારંવાર જોવાની છે.

Here is the List of. My all time favourite movie and which I like to watch repeatedly. You can watch if you like.

1. Zindagi Na Milegi Dobara’
2. Tamasha ( Ranbeer – Deepika )
3. Dil Chahta Hai
4. Piku
5. Lunch Box
6. Bey Yaar ( Gujarati )
7. Andaz Apna Apna
8. Rock On
9. Wake Up Sid
10. Highway

આ સિવાય હમણાં ની નવી આવેલી ગુજરાતી મુવી ‘લવ ની ભવાઈ’ અને ‘રેવા’ પણ વારંવાર જોવાની ઈચ્છા છે, પણ હજી એની હોમ સીડી અવેલેબલ નથી. પણ ભવિષ્યમાં આ લિસ્ટમાં એ પણ ઉમેરાઈ શકે છે.

Featured

જલસા પાર્ટી With Dhvanit

અમીન સયાની નું નામ તો અત્યારના છોકરાઓને બહુ ખબર નહિ હોય, પણ “ધ્વનિત” ને અમદાવાદ અને હવે ગુજરાતમાં દરેક લોકો જાણતા હશે જ. મજાક માટે ઓડીશન આપવા ગયેલો છોકરો ગુજરાતનો બેસ્ટ આર.જે બની ગયો. હું આજની તારીખે પણ ખુબ લીમીટેડ આર.જે ને પસંદ કરું છુ. એમાં ધ્વનિત પ્રથમ નંબરે મૂકી શકાય, ત્યારબાદ દેવકી, અને આરતી બેન. આર.જે ક્ષિતિજ ને બહુ સંભાળવાનો મોકો નથી મળ્યો, પણ એમના અમુક વિડીયો Insta પર જોયા છે. ( જૈસે જિસકે નસીબ ).

પણ આજે વાત કરવી છે આર.જે. ધ્વનિત ની. એ ભાઈ લગભગ ૨૦૦૩ થી એટલેકે મિર્ચી ની ગુજરાતમાં શરૂઆત જ થઇ હતી, ત્યારથી એક જ રેડીઓ સ્ટેશન જોડે જોડાયેલા છે. અને એ ત્યારથી લઈને અત્યાર સુધી કાયમ કૈક નવું કરતુ રહેવાનો પ્રયાસ કરતા રહે છે.

એમના જુદા જુદા સાહસો વિષે વાંચશો તો નવાઈ લાગશે, આ રહ્યું લીસ્ટ,

૧.      ગુજરાત ના પોપ્યુલર આર.જે.

૨.      ગુજરતી ફિલ્મો માં ગીતો ગાયા

૩.      પોતાનું મ્યુઝીક આલ્બમ “મજ્જાની લાઈફ” બનાવ્યું.

૪.      મ્યુઝીક થેરાપી સેન્ટર સ્થાપ્યું.

૫.      એવોર્ડ શો કે ફંક્શન નું એન્કરીંગ કર્યું.

૬.      ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે ઝળક્યા.

૭.      રોજ સવારે કહેતા “મોર્નિંગ મંત્ર” ની બુક લોન્ચ કરી.

 

અને હવે છેલ્લે તો નહિ પણ નવી એક સિદ્ધિ, સોસીયલ મીડિયા પર એક ગુજરાતી કલાકારો સાથેનો ટોક શો “જલ્સા પાર્ટી” હોસ્ટ કરે છે. કાલે જ એનો પહેલો એપિસોડ ઓન એર થયો હતો. હવે મજાની વાત એ છે કે, એ માણસ એને પ્રોમોટ પણ ગજબ રીતે કરે છે યાર. હા, એ શો ઓન એર થવાનો હતો, એ પહેલા સવારે એ પરિમલ ગાર્ડનમાં જઈ લોકો કેવી કેવી જલ્સા પાર્ટી કરે છે, એ લાઇવ કરી આવ્યા અને લોકોને પોતાની જલ્સા પાર્ટી ચાલુ થઇ રહી છે, એ કહી આવ્યા. અને પછી લોકોએ હોશે હોશે જોયો પણ ખરો.

હવે એ શો વિષે કહું, તો એ શો કઈ નવું ફોર્મેટ નથી. કોફી વિથ કરણ, મુવર્સ એન્ડ શેખર્સ આપણે જોતા હતા, આ એવો જ ટોક શો છે. પણ આની ખાસિયત એ છે કે, આમાં આપણા પોતાના ગુજરાતી સ્ટાર છે. આપણા અમદાવાદની અને ગુજરાત ની વાત છે. અને આ બધું કરે છે અમદાવાદનો ફેવરીટ………..  નામ ની તો જરૂર નથી જ ને ?

આ માણસની ખાસિયત એ છે કે, આટલા વર્ષોથી આ ફિલ્ડમાં હોવા છતાં અને આટલું જાણીતું નામ હોવા છતાં, એ ભાઈ નું લોકો પ્રત્યે નું વર્તન અને વાણી વિવેક એકદમ “માપમાં” છે. અને ગુજરાતી ભાષા પ્રત્યેની તેમની પક્કડ મજબુત છે. બાકી, આ જે ઉપર આર.જે ના નામ આપ્યા, એ સિવાય ઘણાબધા આર.જે છે, જેઓ ગુજરાતી ભાષા ને આમના જેટલો ન્યાય નથી આપી શકતા.

૧૫ વર્ષ ના ગાળા માં ઈન્ટરનેટ ની પા-પા પગલી થી લઇ 4G સુધીની દરેક જનરેશન ને ગમતા કન્ટેન્ટ આપવા એ સહેલી વાત નથી.

Featured

ફેસબુક નો ડેટા ચોરાઈ ગયો !!

ફેસબુક નો ડેટા ચોરાઈ ગયાના સમાચાર આવ્યા, એવામાતો ફેસબુકીયાવ મા ખળભળાટ મચી ગયો.

ફેસબુક આપણને મફતમાં સર્વિસ આપે છે, બરાબર ? તો કઈ એ દેશ સેવા કરવા થોડો બેઠો છે ! એણે આ એપ કામવવા માટે જ તો બનાવી છે. એની ઉપર જાહેરાતોથી એ કમાય છે. આપણે એની ઉપર જે લખીએ કે લાઈક કરીએ એનું એનાલીસીસ કરીને એ આપણી ન્યુઝ ફીડમાં જાહેરાત મૂકે છે.

બીજું, એણે આપણી જોડેથી ફોન નંબર અને ઇમેઇલ સિવાય કોઈ બીજી વિગત ફરજીયાત માંગી નથી. ( હા, આપણે આપણી જાહેરાત કરવા બધું લખીએ છે ) બીજી કોઈ એપમાં આપણે ફેસબુકથી સરળતાથી લોગીન કરીએ છે, ત્યારે એ આપણા ફેસબુકના એક્સેસ માગે છે અને આપણે આપીએ છે. તમારા ડેટાની જો એટલી જ ચિંતા હોય તો ના આપશો ત્યાં !!

હવે, અત્યારે ઘણી બધી ફની એપ ફેસબુકમાં આવે છે, કે ‘ તમે દાઢીમાં કેવા લાગશો ‘, ‘ તમેં ઘરડા થશો તો કેવા લાગશો ‘, ‘તમારી ખાસિયત શુ છે’. આવી બધી જગ્યાએ આપણે બેફામપણે આપણા ડેટા નો એક્સેસ આપીએ છે. તો એ એપ શું ખાલી આપણને ખુશ કરવા માટે જ હોય છે ? એય આપણું એનાલીસીસ કરી આપણી ન્યુઝ ફીડ પર જાહેરાત મુકવા માટે જ આવા ગતકડાં કરતા હોય છે.

જેઓ હોંશે હોંશે રોજે આવી એપમાં પોતાનું ભવિષ્ય જોઈ ખુશ થતા હોય છે, એ લોકો જ ફેસબુકના ડેટા લીક થયા ના સમાચાર સાંભળી આઘાતમાં પડી ગયા છે. અને એટલેજ કોઈએ આવા લોકોની રીલ ઉતારવા ફેસબુક પર મેસેજ ફરતો કર્યો કે ‘BFF’ લખો અને જો લીલું થાય, તો તમારું એકાઉન્ટ સેફ છે. અને એ ભાઈ કે બેન ને ધાર્યા કરતાં પણ વધારે સફળતા મળી અને કદાચ ભવિષ્યમાં ‘ઝુકરભાઈ’ એમને ફેસબુકની ઓફિસમાં નોકરી પણ આપી શકે.

” જાહેરમાં આપણે આપણી બધી વાતો કરીએ, લોકોને સંભળાવવા માટે અને કોઈ સાંભળી જાય ત્યારે આપણે હોબાળો કરીએ – ફેસબુકના કેસમાં કૈક આવું જ થયું છે. ”

” આ જે લોકો BFF લખે છે, એ લોકોએ કદાચ એમના આધાર કાર્ડ ફેસબુક જોડે લિંક કરી દીધા લાગે છે. “