સમય ની સાથે સાથે….
” સમય બડા બલવાન હૈ ” – આ તો આપણે જાણીએ જ છીએ. સમય ના ચક્ર ની ગતિ કોઈની પણ સ્થિતિ બદલવા માટે સક્ષમ છે. જો તેની સાથે ના ચાલીએ તો તે આપણને પાછળ છોડવા માં પાછળ વાળીને નથી જોતો. તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે, તેની સાથે કદમ મિલાવીને ચાલવું.
હમણાં ઓરકુટ ની હાલત વિષે વાચ્યા બાદ ખુબ અફસોસ થયો. આજથી 10 વર્ષ પહેલા શરુ થયેલ અને જુવાનીયાઓ ને ઘેલા બનાવનારી સાઈટ આજે મરણ પથારીએ પડી પડી ડચકા ખાઈ રહી છે. આ 30 સપ્તેમ્બેરે તેને ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે. તો આજે તેની યાત્રા અને જાહોજલાલી વિષે થોડી વાત કરવાનું મન થાય છે. ખરેખર કહું તો આ લખીને ઓરકુટ ને જીવતે જીવ શ્રદ્દ્ધાંજલિ આપવા ઈચ્છું છું.
જાહોજલાલીની વાત કરતા પહેલા તેના વિષે થોડું જાણી લઈએ. ગૂગલ ધ્વારા 24, Jan, 2014 ના દિવસે સોશિઅલ નેત્વોરકિંગ માટે એ બનાવવામાં આવી હતી. તેને બનાવનારના નામ ઉપરથી જ ગૂગલે પોતાની આ સાઈટ નું નામ રાખ્યું હતું. તેમાં યુ ટ્યુબ તથા ગૂગલ ઉપરથી પોતાની પ્રોફાઈલ માં વીડિઓ શેરીંગ નું ઓપ્શન હતું. સાઈટ ચાલુ થયા બાદ 31.03.2014 સુધીમાં તેનું ચલણ સૌથી વધારે અમેરિકામાં ( 51.36 % ) હતુ. વધારામાં જી-ટોક સાથે જોડાણ કરી ચેટ ની સુવિધા પણ આપવામાં આવી હતી. આ સિવાય તેને આકર્ષક દેખાવા માટે તેને અલગ અલગ થીમ પણ આપવામાં આવી હતી. દરેક મિત્ર પોતાના મિત્રને લીક કરવા માટે ” ફેન ” નું ઓપ્શન આપવામાં આવતું. આનો એક ગેરફાયદો એ હતો કે તેમાં કોઈ પણ વ્યક્તિ કોઈની પણ પ્રોફાઈલ જોઈ શકતી હતી. તથા તેમાં સ્ક્રેપ નું સુવિધા હતી, તે ફેસબુક ની વોલ જેવી જ હતી.
સમય ની સાથે રહીને તેણે પોતાની સાઈટ નો રૂપરંગ 25.08.2007 ના રોજ બદલી નાખ્યો. સાથે સાથે તેને 6 નવી ભાષાઓમાં ( હિન્દી, મરાઠી, તામિલ, કન્નડ, બેંગાલી, તેલુગુ ) બનાવામાં આવી. આ કરવા પાછળ નું કારણ એ હતું કે તેનો વ્યાપ ભારતમાં વધતો જતો હતો. 2007 પછી તો આખા વિશ્વમાં તેનો સૌથી વધારે ઉપયોગ બ્રાઝીલમાં અને બીજા નંબરે ભારત માં થવા લાગ્યો. આથી તેનું વડુમથક પણ બ્રાઝીલમાં બનાવવામાં આવ્યું. ત્યારબાદ સમય ની સાથે સાથે આગળ વધતી ફેસબુક નું ચલન વધવા લાગ્યું હતું. માટે તેની સામે તાકી રહેવા માટે તેને ફરીથી નવા રૂપરંગ આપવામાં આવ્યા. વધારામાં તેમાં વીડિઓ ચેટનો પણ ઉમેરો કરવામાં આવ્યો. આમ તો તે સમય ની સાથે સાથે ચાલતી જ હતી, પણ બીજું કોઈ તેના કરતા ઝડપી અને સારી રીતે ચાલતું હતું, તે હતું ફેસબુક. વર્ષ 2008-09 માં ફેસબુક અને ઓરકુટ નું ગઝબની હરીફાઈ થઇ, અને તેમાં ફેસબુક આગળ નીકળી ગયું. ત્યારબાદ 2011 પછી ઓરકુટ નું અધઃપતન શરુ થયું અને આ ચાલુ મહીને 30 તારીખે તેને અંતિમ વિદાય આપવામાં આવશે.
હવે આટલો ઈતિહાસ વાચ્યા પછી ઘણાને પોતાના ઓરકુટ ના દિવસો યાદ આવી ગયા હશે. મને તો આવી ગયા છે. એ વખતે પર્સનલ ઈન્ટરનેટ અને મોબાઈલ ઈન્ટરનેટ નો આટલો બધો વ્યાપ નહતો. તે વખતે સાયબર કાફે નો યુગ હતો. દરરોજ સાયબર કાફેમાં જઈ ઓરકુટ ઉપર ચેટ કરવાનું, સાથે સાથે યાહૂ ચેટીંગ પણ તે સમયે જોરશોરમાં ચાલતું હતું. તેને પણ કોઈ છોકરી સાથે વીડિઓ ચાત કરવા માટે તલપાપડ થતા હોય. લગભગ વર્ષ 2007 માં જયારે હું સાયબર કાફેમાં બેઠો હતો, ઓરકુટ પર ચેટ કરતો હતો, ત્યારે મારી બાજુ ના કોમ્પુટર પર એક છોકરો ફેસબુક સર્ફ કરતો હતો. ત્યારે મેં તેને તેના વિષે કુતુહલતાથી તે સાઈટ વિષે પૂછ્યું તો તેણે મને કીધું કે, આ ફેસબુક છે અને અત્યારે ઓરકુટ કરતા આ વધારે ચાલે છે. પછી તો એ વાત ભુલાઈ ગઈ, પણ થોડા વખત બાદ ફરીથી તેનો કીડો જાગ્યો અને તેને વિષે માહિતી એકઠી કરી અને તેમાં ખાતું ખોલ્યું. બસ પછી ધીરે ધીરે ઓરકુટ વાપરવાનું બંધ કરી દીધું. એ દરમ્યાન મેં જોયું કે ફેસ્બૂકે સમયાંતરે જરૂરિયાત અને માંગ પ્રમાણે તેમાં ઘણા ફેરફારો કાર્ય અને તેના વપરાશ માં દિનપ્રતિદિન વધારો થતો ગયો. ઘણી નવી કંપનીઓ ખરીદી અને તેની મોબાઈલ સાઈટ પણ બનાવી.
સમય ની સાથે ચાલી ને અત્યારે ફેસબુક વિશ્વ ની મોટી કંપનીઓ ની હરોળમાં આવી ગઈ છે જયારે ઓરકુટ ને બંધ કરવાનો વારો આવ્યો છે. એટલે જ તો કે છે ને કે ” સમય બડા બલવાન હૈ ”
google-site-verification: google997f280b16976e28.html