Featured

રિવરફ્રન્ટ માર્કેટ – બધા માટે બધું જ છે

Mohd. Hussian Shaikh
( Chacha )

રિવરફ્રન્ટ – આ નામ સાંભળતા જ અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ નું જ દ્રશ્ય દેખાય. પણ એ નદીની પેલી પાર વાળું. આજે મારે જેની વાત કરવી છે એ છે લાલદારવાજા થી જુના અમદાવાદ સાઈડ ઉતરી અને રવિવારે ભરાય એ માર્કેટની. એને ગુજરી બજાર પણ કહેવાય – ને ફક્ત રવિવારે જ ભરાય. હવે આ વાંચીને મૂકી ના દેતા.

ઓકે, હું રવિવારે અમદાવાદ હોઉં તો ત્યાં જવાનું પ્લાનિંગ કરું જ. છેલ્લે લોકડાઉનના કારણે કેટલાય સમયથી જવાયું નોહતું. ત્યાં મારા માટે ખાસ આકર્ષણ ત્યાં મળતા જુના પુસ્તકો અને નવી પેનો !! હા પેનો સારી મળે ત્યાં, એક ભાઈ 20 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીની અનબ્રાન્ડેડ પેનો લઈને બેઠા હોય. ત્યાં લોકોનું ટોળું પણ ખાસ્સું હોય !! હું દર વખતે 2-3 પેનો લઇ આવું. પેન હું ત્યાંથી પણ લઉ અને મેં જર્મની થી Lamy પણ મંગાવી હતી. દરેક કેટેગરીની એક અલગ જ મજા છે. જેમ લારીમાં ખાવું અને જાજરમાન હોટેલમાં ખાવું. આમાં એવું નથી કે લારીનું ખરાબ. અમૂકવાર લારીનો ટેસ્ટ હોટલ કરતા સારો હોય. એમજ આ પેનનું પણ છે.

ત્યાંથી થોડા આગળ જતાં જુના પુસ્તકો વેંચતા એક કાકા દેખાયા. મેં તેમની પાસેથી લોકડાઉન પહેલા એક પુસ્તક લીધું હતું જેનું નામ હતું ” India Is For Sale – By Chitra Subhramaniyam “. આ એક પોલિટિકલ કટાક્ષ બુક છે. આ અત્યારે એ એક રેર કોપી છે, જે મને આ કાકા પાસેથી મળી હતી. તેથી આવીજ લાલચમાં આજેય હું ત્યાં ઉપાડ્યો. એ જ કાકા ખુરશીમાં બેઠા હતા અને જોડે એક ઓટલા ઉપર પુસ્તકોનો ઢગલો પડ્યો હતો. મેં એ પુસ્તકો ફંફોસવા માંડ્યા. કાકા એમના કોઈ પરિચિત ત્યાં આવ્યા હતા એમની સાથે વાતો કરતા હતા. એમને સાંભળીને હું અવાક જ થઈ ગયો. તે બંને અંગ્રેજીમાં વાર્તાલાપ કરતા હતા. હું એમને સાંભળતા સાંભળતા પુસ્તકો ફન્ફોસ્તો રહ્યો.

India Is For Sale – By Chitra Subhramaniyam

મારી પહેલી નજર એક પુસ્તક પર પડી એ હતું ” History Of World Civilization – By J.E.Swain.” મેં તરત એ પુસ્તક લઈ કાકાને બતાવ્યું. કાકા એ હાથમાં લઈને તરત એનો ભાવ કર્યો. એ લેવાનું નક્કી કરી, ફરી બીજા પુસ્તકની શોધ ચાલુ કરી. મને હંમેશા પ્રવાસવર્ણન ના પુસ્તકો આકર્ષે. એટલે મારી નજર પડી એક એવા જ પુસ્તક પર, જેનું નામ હતું Discovery – World’s Great Explorers and their Tragedies . આ મેં જોતાવેંત લઇ લીધું, અને કિંમત પૂછતી વખતે એમ થતું કે આની કિંમત તો ઊંચી જ હશે ! પણ કાકા જે કિંમત બોલ્યા – મને તો મજા પડી ગઈ. પછી તો એને લઈને બીજું પુસ્તક શોધવા માંડ્યો. હજી શોધતો હતો એટલામાં કાકા તરત એક બીજું પુસ્તક લઈને આવ્યા જેનું નામ છે ” The World Travel – By Reader’s Digest ” . “લો, આ તમને ગમશે. આ તમને મારા તરફથી ભેટ ” હું અવાક જ થઈ ગયો. જે માણસ પુસ્તક વેચવા બેઠો છે એ મને આવડું મોટું પુસ્તક ભેટ આપે ? પણ લાલચના લિધે મેં એ લઈ લીધું.

હજી મારી પુસ્તકની ભૂખ સંતોસાઈ નોહતી. એટલે હું હજી બીજા પુસ્તકો શોધતો હતો. એટલામાં મારી નજર હિમાલય વિશેના એક પુસ્તક પર પડી જેનું નામ હતું ” Himalaya – Through The Lens Of Sadhu”. તરત મેં આ પુસ્તક લઇ લીધું. એટલામાં કાકા ફરી ઉભા થઈને ક્યાંક જઇ આવ્યા અને લદાખ વિશેનું એક પુસ્તક લઈ આવ્યા અને મને આપ્યું, કે લો, આ મારા તરફ થી ભેટ. કાકાએ કહ્યું કે મેં નક્કી કર્યું હતું, કે જે આ હિમાલયનું પુસ્તક લઇ જશે તેમને હું આ લદાખ નું પુસ્તક ભેટ આપીશ. આમ બબ્બે પુસ્તકો ભેટમાં આપ્યા પછી તો મને એ કાકાને ભેટવાનું મન થઇ ગયું. હું કાકાનો આભાર વ્યક્ત કરતો હતો, ત્યારે ત્યાં ઉભેલા એક ભાઈ, કે જેઓ એક વકીલ હતા અને કાકાના મિત્ર પણ હતા, તેઓ મને બાજુમાં લાઇ ગયા અને એમના વિશે ઊંડાણમાં વાત કરી.

કાકા નું નામ છે, મોહમ્મદ હુશૈન શેખ. તેઓની પાસે B.A, M.A, B.Ed, M.Ed ની ડીગ્રી છે. તેઓ ધંધુકા પાસેની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. ત્યારે પણ તેઓ પોતાનો ઘણોખરો પગાર આર્થિક રીતે પછાત બાળકોને ભણવાવામાં વાપરતા. અત્યારે તેઓ નિવૃત્ત છે. તેઓ જુના પણ જરૂરી પુસ્તકો શોધી લાવી અને અહીંયા વેચે છે. અને મારા જેવા ઘણાને વહેંચે પણ છે !! ઘણા સ્ટુડન્ટસ પણ ત્યાં પુસ્તકો લેવા આવતા હોય છે, આમાંથી મોટાભાગના કાકાને ઓળખતા જ હોય છે.

કોઈવાર ગુજરી બજારમાં જાવ, તો એ કાકાને મળજો. મળવા જેવા માણસ છે.

આ જગ્યાનો મેં પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, એ ઓણ અહીં મુકું છું. પણ એમાં આ બુક્સ અને કાકાનો ઉલ્લેખ નથી.

Featured

Day Trip To Kotna Beach

Corona has forced us all to be at home or not to go out of home unless anything urgent !! Now, as Corona has been little down and we can go out with proper precautions, so take a chance !

Since long I was in search of a good place for a Day Trip. And finally last week I found the place named Kotna Beach. It’s not the proper beach, but it’s a good place at Mahi river.

Here is the Map for Reference.

Map to reach Kotna From Anand.

Also you can watch full video of my trip on YouTube. Here is the link.

Featured

ચા છે તો ચાહ છે.


ચા તો પીવો જ પડે હો !! તો જ કાટો ચડે !!

મારા પપ્પાના જ મોઢે હું રોજ સાંભળું આ શબ્દ. એમને તો પાછી એકદમ ગળી ચા જોઈએ. દરજીભાઈને ચા તો આપો એટલી ઓછી જ પડે.

હું, 2007 સુધી ચા નોહતો પીતો. હા, પપ્પા પીતા હતા, તોય અમને ચા ના મળે, મમ્મીનો ઓર્ડર, યુ નો. પણ નોકરી ચાલુ કરી ત્યારે ઓફિસના પટાવાળાભાઈ જે સ્પેશિયલ ચા બનાવે એ મને સ્પેશિયલ આપે. ‘તમે પીવો, મસ્ત બનાવી છે’. અને એમાને એમાં આપણને ચા નો ચસ્કો લાગી ગયો. પણ હજી ચા તો મને મોળી અને આખા દૂધની જ જોઈએ ! આદુ, ઈલાયચી કે મસાલો એ સિઝન પ્રમાણે હોય, પણ કંઈક તો જોઈએ જ. ખાલી પીવા ખાતર થોડી પીવાની ? ટેસડો કરવાનો.

આમતો, જેમ દરેકના ઘરે ચા નો અલગ સ્વાદ હોય એમ દરેક ગામની ચા મા પણ અલગ સ્વાદ હોય. મને એ વળગણ ખરું, કે હું જ્યારે કોઈ બીજા ગામ જાઉં, તો ત્યાં ચા તો ટેસ્ટ કરવાની જ. આણંદમાં તો મારી બે-ત્રણ જગ્યા છે જ્યાં હું જતો જ હોઉં. ત્યાં ચા કરતા વધારે મજા ત્યાંના વાતાવરણ ની અને જોડે મિત્રો હોય તો ગોશિપની હોય !

અમારે વિદ્યાનગરમાં મોટાબઝાર ચોકડી પાસે લક્ષ્મી ટી સ્ટોલ છે. હિતેશભાઈ એમનું નામ. ત્યાં સાંજના 6 વાગ્યાના અરસામાં જાવ તો સખ્ખત ભીડ હોય. મજાની વાત એ છે કે એટલી ભીડમાં પણ તમે માગો એટલી ચા એ તમને આપે ( એ તો બધા જ આપે મજાની વાત હવે આવે છે ), તમે દૂર બાઇક પર બેઠા હોય તો માણસ ત્યાં પણ આપી જાય, પણ પહેલા પૈસા આપવાનો રિવાજ ત્યાં નથી. શાંતિથી ચા પીવો, પછી પૈસા આપવા જાવ, ત્યારે એ તમને પૂછે ‘કેટલી ?’ આપણે કહીએ એ પ્રમાણે પૈસા લઇ લે.

બીજું, ચા પીવી એ ટેવ, બંધાણ કે શોખ શુ છે ? મારો તો શોખ છે. મને સારી ચા, સારા કપમાં જોઈએ. હા યાર, કપ મેટર્સ અ લોટ. મને તો દરેક કપમાં અલગ ટેસ્ટ લાગે. ખોટ નથ કેતો. શોખ હોય તો ટ્રાય કરી જોજો. બંધાણ થી પીતા હશો, તો તો આવી કઈ જરૂર નહી પડતી હોય.

ઓકે, રાત્રે ચા પીવાથી ઊંઘ ના આવે. એટલે હું ઘણી વાર રાત્રે ચા બનાવીને પીવું અને વાંચવા બેસું, પણ તોય રોજના સમયે ઊંઘ આવી જ જાય !! એટલે આ એક વહેમ છે !

જે હોય એ, ચા પીવો અને મજા કરો, શિયાળો જ ચાલે છે. “જય ચાહેશમતિ”

Featured

રેલવે સ્ટેશન નો વજન કાંટો ભાગ-2

બંને જણા નજીકના ગલ્લા પાસે ગયા. ગલ્લા વાળા એમને ઓળખે, એટલે ચકાએ એમની જોડે બે બીલ્લા માંગ્યા. એ વખતે છોકરાઓ દોરામાં બીલ્લા પોરવીને સ્પીનિંગ વ્હીલ પણ બનાવતા, એટલે દુકાનવાળાએ પણ તરત 3-4 આપી દીધા. લાલુને હજી કોઈ આઈડિયા નોહતો કે આ શું કરે છે.

બંને પાછા પોતાના ઓટલે આવીને બેઠા. ચકો ઘરમાંથી એક પથ્થર લાઇ આવ્યો. એ બીલ્લાને એણે ટીચીને ફ્લેટ બનાવી દીધો. રૂપિયાના સિક્કાનું માપ લઈને એણે એની ધારો પણ વાળીને ચિપી દીધી. અંદરની રબરની ગ્રીપ કાઢી નાખી. હવે એ બીલ્લાની સાઈઝ સેમ રૂપિયાના સિક્કા જેવડી થઈ ગઈ. વજન પણ લગભગ સેમ લાગતો હતો. લાલુને તો ચકા પાર અહોભાવ આવી ગયો !! ‘જબરું કર્યું લ્યા તેતો !!’ ચકાએ કીધું કે કાલે આપણે આ લઈને રેલવે સ્ટેશન જઈશું. લાલુને બીક લાગતી હતી, પણ એને ચકાનું બેકઅપ હતું. એટલે એણે હા પાડી.

સવાર પડી એટલે રોજના સમયે એ બંને સાયકલ લઈને ઉપડ્યા રેલવે સ્ટેશન. ત્યારે ત્યાં કોઈ લોકો વજન કરતા હતા, એટલે એમણે પેલા લોકોનું પતે ત્યાં સુધી દૂર રહેવાનું વિચાર્યું. દૂર ઉભા જોતા રહ્યા, કે ક્યારે એમનું પતે ને અમે જઈએ !! પાંચેક મિનિટમાં ત્યાંથી ટોળું વિખરાઈ ગયું. એટલે એ બંને ત્યાં ઉપડ્યા. ચકાએ એ જ ફૂલીને ત્યાંજ બેઠેલો જોયો, જેને એણે કાલે જોયો હતો. પણ હિંમત કરીને એ કાંટા પર ચડ્યો. સિક્કો નાખવાના સ્લોટમાં બીલ્લો નાખ્યો! થોડું જોર કરતા એ અંદર પડ્યો. પડવાના અવાજ સાથે જ ટિકિટ છપાવાનો અવાજ આવ્યો. ટિકિટ બહાર આવી. ચકો ખુશ થઈ ગયો. લાલ્યો પણ પ્લાન સક્સેસ થતા ખુશ થઈ ગયો. હવે વારો લાલુનો હતો. એણે પણ કાંટા પર ચડી ધ્યાનપૂર્વક બીલ્લો નાખ્યો. બીલ્લો પાડવાનો અવાજ આવ્યો અને તરત ટિકિટ છપાવાનો અવાજ ચાલુ થઈ ગયો. અને લાલ્યા ને પહેલી વાર એનો વજન લખેલી ટિકિટ નીકળી, એટલે એનો હરખ નો’તો હમાતો. એ બંને જ્યારે ખુશ થતા હતા ત્યારે પેલા કુલીએ આ લોકોને જોયા, એ જ સમયે ચકાની નજર એ કુલી પર પડી. એટલે બંને ધીરે રહીને ત્યાંથી નીકળી ગયા. આજે બંને ખુશ હતા.

પણ, હવે બંનેને આમાં મજા આવવા લાગી હતી. ફરી બંને થોડા બીલ્લા શોધી લાવ્યા અને એને મોડિફાઇડ કર્યા !! હવે તો બીલ્લા વધારે હતા અને મફતના હતા એટલે બંને રેલવે સ્ટેશન જઈને વારાફરતી વજન કરીને ટિકિટો ભેગી જ કરવા લાગ્યા. એમને આમાં મજા પડતી. પણ આ પરાક્રમ પેલો કુલી દૂર બેઠો જોઈ રહ્યો હતો. એ દિવસે તો બંને 3-3 વાર વજન કરીને પાછા ઘરે આવી ગયા.

બીજા દિવસે ફરી ઉપડ્યા ! પણ જેવા ત્યાં પહોંચ્યા ત્યાંતો પેલો કુલી એ મશીન પાસે જ ઉભો હતો, અને એ મશીનમાં જ કંઈક ગડમથલ કરતો હતો !! આ બંને ને કૈક શંકા પડી, એટલે તેઓ દૂર ઉભા રહ્યા અને એ કુલી શુ કરે છે, એ જોતાં રહ્યા. પણ એ કુલીએ તો મશીન ખોલી નાખ્યું હતું. લાલ્યો-ચકલો ગભરાયા. એ બંને ત્યાંના ત્યાંજ ઉભા રહયા. પણ એકદમ જ પેલા કુલીની નજર આ બન્ને પર પડી. કુલી આ બંનેને જોઈને ઝબકયો. કૈક તકલીફમાં મુકાવાની ગંધ આવતા લાલ્યો-ચકલો સાયકલ લઈને ત્યાંથી ભાગ્યા. ફૂલીને પણ અંદરથી નીકળેલા બીલ્લા અને સિક્કા આ લોકોના જ હશે એવી ગંધ આવી જ હશે !!

બંને ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવતા ઘરે આવીને ખૂબ હશ્યા અને હવે આ કામ બંધ એવો નિર્ણય કર્યો.

નોંધ : આ એક સત્ય પરાક્રમ છે. આમાં ‘લાલ્યો’ હું પોતે છું અને ‘ચકો’ એ મારો ખાસ મિત્ર પ્રિયાંક મોદી !! 

Featured

રેલવે સ્ટેશન નો વજન કાંટો ભાગ-1

લાલો એના મમ્મી પપ્પા જોડે રવિવારે એના મામાના ઘરે જવા માટે રેલવે સ્ટેશને ગયો. પપ્પા ટિકિટ લેવા ગયા, ત્યારે લાલુએ એની મમ્મીને ફોસલાવીને એક રૂપિયો માંગ્યો અને વજન કરવા વજન કાંટે દોડી ગયો. ઉપર ચડીને તરત સિક્કો એમા નાખી દીધો ! પણ વજન ની ટિકિટ બહાર આવી નહીં. બાજુમાં એની મમ્મી ઉભી હતી, એણે ઘાટો પાડીને એને ખખડાવ્યો ” મેં કીધું હતુંને, કે આ ચકેડું ફરતું બંધ થાય પછી રૂપિયો નાખજે !!” ઉતરી જા હવે બીજો નહિ મળે.

લાલુ બીજા એક સિક્કા માટે એની મમ્મીને કરગરતો રહ્યો, પણ મમ્મીએ ધરાર ના જ આપ્યો. પપ્પા ટિકિટ લઈને આવ્યા એટલે એને પરાણે કાંટા પરથી ઉતારીને હાથ જાલી ને લઈ ગયા. એ પાછો વળી વળી ને એ કાંટા સામું જોઈ રહ્યો, જાણે એની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય.

સોમવારે પાછા ઘરે આવ્યા એટલે તરત એ એના ભાઈબંધ ચકાને મળવા દોડ્યો. એ બંને એના ઓટલે બેઠા. ગઈકાલે રેલવે સ્ટેશને બનેલી ઘટના એણે ચકાને કરી. ચકો થોડો ખટપટીયા મગજનો એટલે એણે તરત કીધું, ચાલ એક રૂપિયો લઇ લે, આપણે અત્યારે જ જઈએ.

લાલુ ઘરે જઈને એક રૂપિયો લઇ આવ્યો અને બંને સાયકલ લઈને ઉપડ્યા રેલવે સ્ટેશન. ચકાને એ કાંટાની ટેક્નિક વિશે ખબર, એટલે એ પહેલા ઉપર ચડ્યો અને નાનું ચક્કર ફરતું બંધ થયું ત્યારે રૂપિયો નાખ્યો, એટલે થોડી જ વારમાં એના વજન ની ટિકિટ નીકળી. લાલુને પણ આવું કરવાની હવે તાલાવેલી લાગી. એટલે એ કાંટા પર ચડ્યો. પણ હજી ચક્કર ઉભું રહે, એ પહેલાં જ એણે રૂપિયો નાખી દીધો, એટલે વજન ટિકિટ ના નીકળી. બીજો રૂપિયો હતો નહીં. એટલે ચકાએ થોડું ભાષણ આપ્યું કે તને કીધું’તું ને!! કે ચક્કર ઉભું રહેવા દે.

બંને પાછા ઘરે આવ્યા. પણ લાલુને મનમાં તો હજી વજન કરવાની તાલાવેલી તો હતી જ. પણ દર વખતે ઘરેથી રૂપિયા મળે નહીં, એટલે ફરી જવાનું પોસીબલ થાય એમ નોહતું. એટલે એ દિવસે રાત્રે ફરી જ્યારે લાલુ અને ચકો ઓટલે બેઠા હતા ત્યારે લાલુએ ચકાને કીધું કાલે ફરી વજન કરવા રેલવે સ્ટેશન જઈશું ? ચકાએ જવાની તો હા પાડી, પણ રોજ ઘરેથી રૂપિયા ના આપે એવી વાત કરી. બેય પાછા મૂંઝાયા. હવે શુ કરવું ?

એ વખતે રૂપિયાના મોટા સિક્કા આવતા, અને દસ પૈસાના સિક્કા પણ ઘરમાં હોતા. ચકાએ દિમાગ દોડાયું. ‘આપણે દસ પૈસાનો સિક્કો નાખીને વજન કરીએ ?’ લાલ્યો થોડો ફંટુશ. ‘ના, એવું ના કરાય, કોઈ જોઈ જશે તો ?’ ચકાએ હિંમત આપતા કીધું ‘કોઈને ના ખબર પડે.’

બીજે દિવસે એ બંને દસ પૈસાના સિક્કા લઈને રેલવે સ્ટેશન ઉપડી ગયા. ચકો પહેલો ચડ્યો. એણે સિક્કો નાખ્યો, પણ ટિકિટ બહાર ના આવી. ચકો મૂંઝાયો ‘આતો દસ પૈસા ગયા’ તું નાખી જો. એટલે લાલુ તૈયાર થયો, એ ઉપર ચડ્યો. આ વખતે એણે ચક્કર અટકવાની રાહ જોયી. જેવું ચક્કર અટક્યું, કે તરત એણે દસ પૈસાનો સિક્કો નાખ્યો. પણ એનેય વજન ની ટિકિટ ના નીકળી!! કેમ આવું થયું એમ એ બંને વિચારતા. એ જ વખતે ચકા ની નજર ત્યાંથી થોડે દુર બેઠેલા એક કુલી પર પડી. જોકે કુલી એની બીડીમાં મસ્ત હતો, આ બંને પર એનું ધ્યાન નોહતું.

બંને પાછા હતાશ થઈને ઘરે આવ્યા. ચકાનું દિમાગ ખણખોદયું હતું. એણે વિચાર કર્યો, કે આ બંને સિક્કાની સાઈઝ સેમ છે, તોય કેમ ટિકિટ બહાર ના આવી ? થોડી ગડમથલ બાદ એને એક ડાઉટ પડ્યો. એની પાસે એ વખતે એક રૂપિયાનો અને દસ પૈસાનો એમ બંને સિક્કા પડ્યા હતા. એણે બંને કાઢ્યા. ધારી-ધારી ને જોયા. પણ કઇ ખબર ના પડી. થોડી વારમાં એને વિચાર આવ્યો, આ બંને નો વજન અલગ છે. લાલુ વિચારમાં પડ્યો, ‘તો હવે વજન વધારવા શું કરવાનું ?

ચકા જોડે એનું પણ સોલ્યુશન હતું.

ક્રમશ :

Featured

કંટાળો – એ એક કાંટાળો સમય થઈ ગયો છે !!

20200503_1948165140737970754910481.jpg

બહુ કંટાળો આવે છે યાર.

કાઈ સૂઝતું નથી શુ કરું ?

આવા ઘણા વાક્યો દિવસમાં કેટલીય વાર આપણને કેટલાય લોકોના મોઢે સાંભળવા મળે છે. બરબર ને ? અરે આપણે પણ બોલતા હોઈએ છે ઘણીવાર.

જેમ જેમ આપણી સવલતો અને સાધનો વધ્યા તેમ તેમ આપણી એકલતા વધી અને સહિષ્ણુતા ઘટી છે. લાગે છે ને એવું ? પહેલા 10-12 ચેનલો ના ટીવીમાય ખુશ હતા. અત્યારે 200 ચેનલ ટીવીની હોય, હોટસ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન જેવી ઓનલાઈન સ્ટ્રીમિંગ ચેનલનું સબસ્ક્રિપ્શન હોય, તોય દર 3-4 કલાકે કંટાળો આવે. ખાસ અત્યારે લોડાઉનમાં !!

થોડા વર્ષો પહેલા બુક ફેરમાં સૌમ્ય જોશીનો એક વર્કશોપ એટેન્ડ કર્યો હતો. ત્યારે એ કહેતા કે જ્યારે તમે બોર થશો ( કંટાળશો ) ત્યારે જ તમને કૈક સારા વિચાર આવશે. એટલે એમણે તરત એમનો સેલફોન બતાવ્યો. એ સાદો જ ફોન વાપરતા, અને કહેતા “આમાં ફક્ત વાતો જ થાય, અને મારે એનું એટલુ જ કામ છે”. સાચી વાત છે, તમે ફોનમાં સ્ક્રોલ કરી કરીને જેટલા કંટાળો છો, એટલા ટીવી, ગેમ કે વાંચવાથી નથી કંટાળતા. અરે અમુક સ્ક્રોલિંગ લેવલે તો ઝુકર્યોય ગાંડો થાય કે, આને બે કલાક અહીંયા જ સ્ક્રોલ કર્યું એના કરતાં તો એક ફિલ્મ કે કઈ સારી બુકના અમુક પ્રકરણ વંચાઈ જાય !!

ઓકે, વાત કરતા હતા કાંટાળા ની. આ એક યક્ષ પ્રશ્ન થઈ ગયો છે અત્યારે. ફિલ્મસ્ટાર અને આર.જે ઘરે કંટાળે છે, એટલે એ લોકો લાઈવ કરે છે. મોટાભાગના પોતાનો કંટાળો વહેંચે છે, બાકી ધ્વનિત જેવા ગણ્યાગાંઠ્યા લોકો જ છે, જે ટુ ધ પોઇન્ટ ડિશકશન કરતા હોય છે.

ઠીક છે. પણ ખરેખર આપણે જિંદગીમાંએટલા દોડતા થઈ ગયા છીએ કે આપણે જરાક ઉભા રહી જઈએ તો કંટાળી જઈએ છીએ !! ના યાર, આજ તો સમય છે, આપણી જાતને ડિટોક્સ કરવાનો, શાંતિથી આપણી અંદર જોવાનો, આજુબાજુમાં જોવાનો. હમણાં લોકડાઉન ખુલશે પછી ક્યાં આપણે આપણી અંદર જોવા બેસવાના ? નોકરી ધંધામાં લાગી જઈશું, એટલે ‘રોબોટ’ જ બની જવાના છીએ! અને રોબોટ ને ‘કંટાળો’ ના આવે !!😂

આ દિવસોને સારા દિવસો ગણી, જીવી લો, માણી લો. ક્યાં પતા, કલ હો ના હો… ( એટલે, આટલી રજાઓ આપણે નોકરી ધંધામાં જાતે તો ક્યારે લેવાના ? )

કંટાળો આવે, ઓકે, એને ટાળવા કોઈ સારી બુક, મુવી કે ગેમ રમો, મ્યુઝિક સાંભળો અને વિચારો કે ‘ એ સમય ભી બીત જાયેગા ‘ ( મારાં જેવા તો આ વાક્ય પર દુઃખી થાય 😢 )

© સુશાંત ધામેચા

Featured

પંચાયત – ગામડાઓનું ભારત

ખરું ભારત જોવું હોય તો એના ગામડા જોવા જોઇએ. ભારત ની ખરી સંસ્કૃતિ, ભાષા, વેશભૂષા હજી ત્યાં જીવંત છે. સાથે સાથે અંધશ્રદ્ધા, કુરિવાજો પણ એટલા જ ત્યાં જીવંત છે. ખેર, સિક્કાની જેમ બંને બાજુઓ હોય એમ જ આની પણ બે બાજુ હોય એ સ્વીકારવું જ રહ્યું.

Rural India is the Real India

શહેર થી અંતરિયાળ ગામડા એક શાંત ઝીંદગી જીવવા માટેનું ઉત્તમ સ્થળ કહી શકાય. ઘણા લોકો આજે પણ સમય મળ્યે પોતાના પરિવાર સાથે પોતાના ગામડે જતા રહેતા હોય છે. ત્યાની શાંત, સાદી અને ધીમી ઝીંદગી ઘણા લોકોને આકર્ષે છે. હું તો ઘણી વાર ગામડાની ટ્રીપ કરી ને એની જીવન શૈલી અને રીતભાત નો એહસાસ કરવાનો પ્રયાસ કરતો જ હોઉં છું. અને મારા બ્લોગ પર ઘણીવાર અલગ અલગ ગામડાઓ વિષે વાચવા તથા એ ગામડાના ફોટાઓ પણ જોવા મળશે,

હમણાં એમેઝોન પ્રાઈમ પર એક સીરીઝ આવી હતી “પંચાયત”. TVF એ બનાવેલી આ સીરીઝ એના બીજા શો જેવા કે  પરમેનેન્ટ રૂમમેટ, કોટા ફેક્ટરી, ધ ક્યુંબીકલ, ટ્રીપલિંગ વગેરે જેવી જ રસપ્રદ છે. મેં તો જ્યારથી TVF નું નામ વાચ્યું હતું ત્યારથી જ એ જોવાની ઉત્સુકતા થઇ ગઈ હતી.

Amazon-Prime-Panchayat-2020-Web-series-e1585824823557

Trailer of Panchayat on Amazon Prime

તો, આપણને ખબર જ છે કે ગામડાઓમાં પંચાયત રાજ ચાલતા હોય છે. અને એમાં કેવા ડખા થતા હોય, કેવા વહીવટ થતા હોય એના ઉપર આ સ્ટોરી છે. પણ આ વાર્તાનું મુખ્ય પાત્ર અભિષેક ( જીતેન્દ્ર ) કે જેને સચિવ ની નોકરી મળી અને એના મિત્રને એક મલ્ટી નેશનલ કંપની માં ૧ લાખ સીટીસી ની નોકરી મળે છે, પણ અભિષેકને આશા હોય છે કે આ નોકરી ની સાથે સાથે એ કેટ ક્રેક કરશે અને IIM માં MBA માં એડમીશન મળશે તો, આ એક નવો અનુભવ એડ કરી શકાશે. બસ આમજ વિચારીને એ આ ૨૦૦૦૦ ની નોકરી સ્વીકારી લે છે, અને ફરજ પર UP ના એક અંતરિયાળ ગામડામાં પહોચી જાય છે. જ્યાં ફીમેલ કેટગરી માં નીના ગુપ્તા વિધાયક ચુંટાઈ ગયા છે, પણ બધો વહીવટ એમનાં પતિ ચલાવે છે અને ગામ આખું પણ એમને જ વિધાયક ગણે છે. આ ઘણા ગામડાઓની સત્ય હકીકત છે.

ગામમાં વિધાયકનું જ રાજ ચાલતું હોય છે અને સચિવ ફક્ત કાગળિયાં કરવા માટે જ હોય એવું બનતું હોય છે. ગામમાં રાત્રે વીજળીનો કાંપ હોય છે, એટલે ગ્રાન્ટમાંથી ૧૩ સોલાર લાઈટ નાખવાનો પ્રસ્તાવ પાસ થાય છે. ગામના ૧૨ મેમ્બરો પોતપોતાના ઘર પાસે આ લાઈટ નખાવી દે છે અને મહા મહેનતે સચિવ પોતાની પંચાયત ની ઓફિસે એક લાઈટ નખાવવામાં સકસેસ થાય છે. એ પણ એક ભૂત ની અંધશ્રદ્ધા દુર કરીને ! આ કિસ્સો જોવા જેવો છે, કેવી રીતે લોકો ભૂત વિષે અંધશ્રદ્ધા ધરાવતા હોય છે.

બીજા ઘણા આવા કિસ્સાઓ છે. જયારે સચિવ પોતે એ ગામડાની લાઈફ થી કંટાળી જાય છે ત્યારે એ પોતાની ભડાસ વિધાયક આગળ કાઢે છે, કે “ આજ શુક્રવાર હે, વિકેન્ડ હે.” તો એ પણ એ લોકોને નવાઈ લાગે છે કે એ શું હોય ?

છોકરાનું નામ શું પાડવું એ પણ સચિવ ને પૂછતા હોય છે. એક છોકરાનું નામ સચિવ આત્મારામ નાં બદલે આરવ રાખવાનું સૂચવે છે અને એમ કહે છે કે અક્ષય કુમાર ના છોકરાનું નામ પણ આરવ છે. તો એની પત્ની એના પતિને કહે છે કે એમ કઈ આરવ ના પપ્પા કહેવાથી તમે કઈ અક્ષય કુમાર નથી થઇ જવાનાં !

ગામમાં કોઈ પ્રસંગ હોય, તો આખું ગામ એમાં ઇન્વોલ્વ થાય. જાનને ઉતારો સ્કુલમાં અપાય અને વરરાજા ને પંચાયત ઓફિસમાં ! આ સીન પણ ખુબ સરસ છે.

આ સીરીઝ માં ઘણા સારા ડાયલોગ્સ અને પંચીસ પણ છે. એ સિવાય જો આપણા ભારત ના ગામડા વિશે જાણવું હોય તોય આ સીરીઝ જોવી જ જોઇએ.

હું પર્સનાલી એવા એક વિધાયક ને જાણું છુ, કે જે પોતે અનામત સીટ પરથી સરપંચ ની ચુંટણી લડે, જનરલ સીટ પરથી પણ ચુંટણી લડે અને જયારે મહિલા અનામત સીટ આવે ત્યારે પોતાની પત્નીના નામે લડે અને દરેક વખતે પોતે જ વહીવટ કરે, એટલે આમાં જે બતાવ્યું છે એ મહદઅંશે સાચું જણાય છે,

બસ, તો જોઈજ નાખો, અત્યારે હજી સમય છે જ.

 © Sushant Dhamecha

Featured

Accidental Trip To Lonavala.

IMG-20200126-WA0016
Sushant – Prashant – 2020

લગભગ ૨૦૦૬ ની સાલનો શિયાળો હતો. ૨૦૦૫ માં જ મેં અને મારા મિત્ર પ્રશાંતે વિદ્યાનગરમાં B.J.V.M. મા બી.કોમ પૂરું કર્યું હતું. મેં નોકરી ચાલુ કરી દીધી અને તે MBA કરવા પુના ગયો. અમારે ઘણી વાર ફોન પર વાત થતી, અને એ ઘણી વાર મને ત્યાં આવવા આગ્રહ કરતો, પણ કઈ મેળ નોહતો પડતો. પણ એક વાર ફાઈનલી ત્યાં જવાનું સેટિંગ થઇ ગયું.

આણંદ થી રાત્રે પુના ની લક્ઝરી માં બુકિંગ કરાવી સવારે પુના પહોચ્યો. જ્યાં બસ નું સ્ટોપ હતું ત્યાં એ મને એનું પેશન પ્લસ બાઈક કે જેની પર અમે વિદ્યાનગરમાં ફરતા હતા એ લઈને લેવા આવ્યો હતો. પુનાના રસ્તાની મજા લેતા લેતા અમે એના ફ્લેટે પહોચ્યા. ત્યાં અમારો વિદ્યાનગર નો બીજો એક કોમન ફ્રેન્ડ પણ એની સાથે જ રહેતો હતો. મજા આવી ગઈ એને મળીને અને વિધાનગરની જૂની યાદો તાજી કરી. એ દિવસે સાંજે અમે સિંહગઢ ફોર્ટ જવાનો પ્લાન કર્યો. ત્યાં અમે એ જ એના પેશન પ્લસ બાઈક પર ગયા. ત્યાં ટેકરી ઉપર નાના નાના ધાબા હતા, ત્યાં મહારાષ્ટ્રીયન ખાણું ખાવાનું મજા પડે. અમે રીંગણ નું ભડથું અને બીજી અમુક રીંગણ ની લોકલ અઈટમ રોટલા સાથે મળતી તે જમ્યા, ત્યાનું કુદરતી દ્રશ્યને માણ્યું, ત્યાનો સન સેટ મસ્ત હતો. આ બધું અમે ખરેખર માણી શક્યા, કેમકે એ વખતે અમારી પાસે કેમેરા વાળા સ્માર્ટફોન નોહતા, કે નોહ્તું કોઈ ફેસબુક એકાઉન્ટ !! એટલે સેલ્ફી લઈને અપલોડ કરવાનો તો કોઈ સવાલ જ નોહ્તો.

ત્યાં ખુબ મજા કરી, રાતે ફ્લેટ પર પાછા આવી, બીજે દિવસે સવારે ખંડાલા અને લોનાવાલા બાઈક ટ્રીપ કરવાનું પ્લાન્નીંગ કર્યું. પણ ત્યાં જવા માટે હાઇવે થી જવું પડે અને પ્રશાંત નું પેશન પ્લસ આણંદ પાર્સીંગ નું હતું એટલે કદાચ ત્યાં કોઈ પ્રોબ્લેમ થાય એવું વિચારીને અમે તેના એક બીજા મિત્રનું બજાજ પલ્સર લઈને જવાનું વિચાર્યું.

સવાર પડી, અમે હેલ્મેટ લઈને પાર્કિંગમાં આવ્યા, બાઈક સાફ કરીને ચાલુ કરીને બહાર નીકળ્યા ત્યાં એમાં પંચર હોય એવું લાગ્યું. ચેક કર્યું તો ખરેખર પંચર હતું. પછીતો હાથથી ખેચીને નજીકની પંચરની દુકાને લઈને ગયા. જ્યાં સુધી તેનું પંચર થાય ત્યાં સુધી અમે નાસ્તો કરવાનું વિચાર્યું, આમેય અમારે બહારજ નાસ્તો કરવાનો હતો, એટલે સમય નો સદુપયોગ કરી લીધો. ત્યાં પુનામાં દહીં ભાત વધારે મળતા અને મને તે ભાવતા એટલે મેં સવાર સવારમાં તે ખાઈ લીધા. થોડી વારમાં બાઈક નું પંચર બની ગયું એટલે અમે લઈને હાઇવે તરફ નીકળ્યા. એ વખતે મને બાઈક એટલું આવડે નહિ, એટલે પ્રશાંત જ બાઈક ચલાવતો. આમેય હું બીજા ગામમાં જાઉં તો વાહન ચલાવવાનું ઓછુ પસંદ કરું. પાછળ બેસીને ગામને નીરખી શકાય !

લગભગ દોઢેક કલાકમાં અમે લોનાવલા નજીક પહોચ્યા. ત્યા એક હોટેલ પર ફ્રેશ થાવા ઉભા રહ્યા. હેલ્મેટ અમે બાઈકની સીટ ઉપર મૂકી હવે પહેલા લોનાવાલા જવું કે ખંડાલા એની ડિસ્કશન કરતા હતા. આમતો એ ડિસ્કશન નો કોઈ મતલબ હતો જ નહિ, કેમેકે મને તો ત્યાની કઈ ખબર જ નોહતી, પ્રશાંત કહે એમ જ કરવાનું હતું ! છેવટે અમે પહેલા ખંડાલા જઈ આવીએ અને પછી લોનાવલા જઈશું એવું વિચાર્યું. એટલામાં હેલ્મેટ સીટ ઉપર થી નીચે પડી ગયો અને એનો કાચ તૂટી ગયો !! અમે થોડો નીસાશો નાખીને એને ભૂલી જઈ જેવો છે તેવો પહેરીને ખંડાલા તરફ નીકળ્યા. લગભગ અડધો કલાક માં ખંડાલા પહોચ્યા.

ત્યાં પેલી આઇકોનિક રેલીંગ પાસે પહોચી ખીણ તરફ મોઢું કરીને ઉભા રાખ્યા. ઠંડા પવનો ની મજા લીધી. પ્રશાંત મને એ લોકેશન વિષે વાતો કરતો રહ્યો. હું તો આવી કોઈ જગ્યાએ પહેલી વાર ગયો હતો, એટલે મને તો મજા પડી હતી. બસ ત્યાં થોડો સમય વિતાવીને પાછુ લોનાવલા જવા નીકળ્યા. જેવા બાઈક પાસે આવ્યા તો અમારા બંને ના ચેહરા ના હાવભાવ ઝીરો થઇ ગયા, બાઈકમાં ફરી પંચર પડ્યું હતું ! પુના તો પ્રશાંત નું જાણીતું હતું તો વાંધો નહોતો, પણ અહિયાં શું કરીશું ? એ ભાવ સાથે અમે બાઈક પાસે ઉભા હતા, ત્યાં જ એક ભાઈએ અમને પંચર બનાવનાર ની દુકાન નો રસ્તો બતાવ્યો અને અમને હાશ થઇ. પણ કદાચ આ હાશ થોડીક વાર ની જ હતી !! એ દુકાને પહોચ્યા ત્યારે ખબર પડી કે અત્યારે ત્યાં પાવર કટ હતો, એટલે હવા ભરવાનો કોઈ સ્કોપ નહોતો. પણ, દુકાન વાળા ભાઈએ શાંતિ થી સાંત્વના આપતા કહ્યું કે અડધો કલાક માં પાવર આવી જશે. પછી તો અમે બંને ત્યાં જ બેઠા. હવે લોનાવલા ક્યારે પહોચીશું અને ત્યાં ક્યાં જઈશું એની વિચારણા કરી.

અંતે ત્યાં પંચર બની જતા અમે પાછા લોનાવલા જવા નીકળ્યા. ત્યાના રસ્તાઓની મને મજા પડતી હતી. બાઈક તો પ્રશાંત જ ચલાવતો હતો. વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ અમે ઉભા રહીને એ જગ્યાની મજા લેતા ( હા, ખરેખર મજા લેતા, કેમેક અમારી પાસે સ્માર્ટ ફોન કે કેમેરો નોહ્તો. એટલે ફોટા કે સ્ટેટસ અપડેટ કરવાનો કોઈ સ્કોપ જ નોહ્તો ) છેલ્લે ટાઇગર પોઈન્ટ ઉપર ઉભા રહીને ત્યાનું દ્રશ્ય માણ્યું. ત્યાંથી અમે “એમ્બે વેલી ( સહારા સીટી ) જોવા જવાનું વિચાર્યું. પણ એમાં અંદર જવા નહિ દે, ખાલી બહારથી આપણે જોઇને નીકળી જઈશું, એવું નક્કી કર્યું. પછી, મેં બાઈક ચલાવવાની ઈચ્છા દર્શાવી. પ્રશાંતે મને એક વાર રસ્તા ખુબ જ વળાંક વાળા તેમજ ઢાળ વાળા છે તને નહિ ફાવે એમ કહીને ના પડી, પણ મને એવા રસ્તા પર ચાલવાની ઈચ્છા હતી એટલે અંતે મેં એને મનાવી લીધો.

બસ, મારી ગમતી પલ્શર મારા હાથમાં આવી ગઈ. હું સ્પીડ માં ચલાવતો હતો, પ્રશાંત મને પાછળ બેઠો ટોકતો, કે ભાઈ ધીમી કર. એકદમ એણે મોટેથી બુમ પાડી “ સુશ્લા….. આગળ જો….” બસ ત્યાં સુધી તો બાઈક રોડ સાઈડ ની રેલીંગ અને એક થાંભલા ની વચ્ચે ઘુસી ગયું. રેલીંગ મારા પગ સાથે અથડાઈ, બાઈક ટાંકી સુધી રેલીંગ અને થાંભલા ની વચ્ચે ઘુસી ગયું. મારો હેલ્મેટ અને ચશ્માં ઉછળીને બાજુની ઝાડીમાં પડ્યા સાથે સાથે પ્રશાંત પણ એ ઝાડીમાં ઉછળી ને પડ્યો. હજી હું કઈ સમજુ એ પહેલા જ આ બધું થઇ ગયું. પ્રશાંત બુમો પડતો હતો “ તને નાં પડી હતી ને ?? પણ માને કોણ ? @#$% ) એ એનો પગ પકડીને બેઠો હતો, એને કદાચ પગમાં ફ્રેકચર હોય એવું લાગતું હતું.

પણ, નસીબ સારા હશે કે, ત્યાંથી એટલામાં સહારા સીટી ની હોસ્પિટલ ના કોઈ ડોક્ટર પોતાની કાર લઈને જતા હતા. એ અમને પડેલા જોઇને ઉભા રહ્યા. મારી પાસે આવી, ક્યાંથી આવો છો એટલું પુછી ને, તરત જ એમણે એમ્બે વેલીની હોસ્પિટલ માં એમ્બુલન્સ મોકલવા માટે ફોન કર્યો. અમને થોડોક હાશકારો થયો, કે કોઈ તો મદદે આવ્યું !! તેમણે રેલીંગ ની અંદર જઈને પ્રશાંત ને જોયો, એનો પગ હલતો નોહ્તો એટલે એમને લાગ્યું કે કદાચ હેર ક્રેક હોઈ શકે. મને પગમાં થોડું છોલાયું હતું અને મોઢા પર થોડું વાગ્યું હતું, થોડી જ વારમાં એમ્બુલન્સ આવી ગઈ. પ્રશાંત ને ઉચકી ને તેમાં બેસાડ્યો, હું પણ એમ્બુલન્સમાં બેસી ગયો. બાઈક, હેલ્મેટ અને મારા ચશ્માં બધું જ ત્યાનું ત્યાં જ પડી રહ્યું.

હું એમ્બુલન્સ ની બારીમાંથી બહાર જોતો જ રહ્યો, કે જે એમ્બે વેલી બહારથી જોઇને આવવાના હતા, એની હોસ્પિટલ માં એની જ એમ્બુલન્સ માં પહોચી ગયા !! અમને સીધા જ હોસ્પીટલના ડ્રેસિંગ રૂમમાં લઇ ગયા. ત્યાં અમને બંને ને ચેક કરીને છોલાયું હતું ત્યાં ડ્રેસિંગ કરી ને થોડા ઇન્જેક્શન અને દવાઓ લખી આપી. હું ચાલી શકું એમ હતો એટલે હું ત્યાના સ્ટોર પર દવા લેવા ગયો. એ દરમ્યાન અમારો બીજો મિત્ર નિશાંત કે જે પુનામાં પ્રશાંત સાથે જ ફ્લેટ પર રહેતો હતો, તેને ફોન કરીને બધું જણાવ્યું, એટલે એ અમને લેવા પુના થી થોડી વારમાં નીકળી ગયો.

હું સુશાંત અને મિત્ર પ્રશાંત હોસ્પિટલ ની અમને ફાળવવામાં આવેલી રૂમમાં બેસીને આ શું થઇ ગયું અને કેમનું થઇ ગયું એમ વાતો કરતા હતા, અને સાથે એમ પણ હરખાતા હતા કે જે એમ્બે વેલી બહાર થી જોવાની હતી એ અંદર થી જોવા મળી !! હું ત્યાની કેન્ટીન માંથી પ્રશાંત માટે નાસ્તો અને કોફી લઇ આવતો. ત્રણેક કલાક પછી પ્રશાંત નો મિત્ર નિશાંત અને તેનો બીજો એક મિત્ર બાઈક લઈને અમને લેવા આવ્યા. ત્યારે અમારી પાસે હાજર નર્સે આવેલ વ્યક્તિ કોણ છે પૂછતા, એનું નામ નિશાંત છે એવું કહ્યું ત્યારે એ નર્સ હસવા લાગી કે તમે ત્રણે ભાઈઓ છો ??  સુશાંત-પ્રશાંત-નિશાંત ??

આખરે સાંજે અમને બંને ની લોનાવાલા નીચે સુધી હોસ્પિટલ ની સ્ટાફ બસ માં મોકલ્યા અને નિશાંત એનું બાઈક લઈને ગયો, રસ્તામાંથી અમારું અથડાયેલું બાઈક પણ તેનો એક મિત્ર લેતો ગયો. લોનાવલા માં રાત્રે હોટેલ પર અમે હળદર વાળું દૂધ અને ઉત્તપા નો નાસ્તો કરી બાઈક ઉપર નિશાંત અને તેના મિત્ર સાથે પુના ની વળતા પ્રવાસ આરંભ્યો.

બીજે દિવસે સવારે જેની પલ્સર હતી, એ એના ઘરેથી પાછો આવ્યો અને પાર્કિંગમાં પડેલી પોતાની બાઈકની હાલત જોઇને રૂમમાં આવીને બુમો પાડવા લાગ્યો, પણ અમારા બંને ની હાલત જોઇને ઠંડો પડ્યો અને આખી વાત પૂછી પછી શાંત પડી ગયો.

બસ, પછી બીજે દિવસે મારે પાછુ આણંદ જાવાનું હતું એ બંધ રાખી ને બે દિવસ પછી જવાનું નક્કી કર્યું. ઘરે ફોન કરીને થોડું કામ છે કહી ને એમને મનાવી લીધા.

આમ કરવા ગયા કંસાર ને થઇ ગઈ થુલી જેવી મારે ટ્રીપ થઇ ગઈ. કરવા ગયા હતા મજા અને થઇ ગઈ સજા !!!

 

Featured

તમને યાદ રહે છે ?

 

શુ તમને બધું યાદ રહે છે ? કે ભૂલી જાવ છો ?

શુ ભૂલી જાવ છો અને શું યાદ રાખો છો ?


આપણે ભૂલવાનું યાદ રાખીએ છે અને યાદ રાખવાનું ભૂલીએ છે. બરાબર ને ? જો આ ભૂલ જ આપણે સુધારી લઈએ તો આપણી જિંદગી સુધરી જાય ! ઘણીવાર ઘણી બાબતો ભૂલી જવામાં જ મજા છે. ખોટું મગજમાં સંગ્રહીને જગ્યા ભરતા, કામનું ભરવાની જગ્યા ના રહે અને છેલ્લે ફ્રસ્ટ્રેશન આવે.

મહાભારતમાં દ્રૌપદીએ પોતાનું થયેલું અપમાન યાદ રાખ્યું અને સાથે સાથે તેના પાંચ પતિઓને વારે વારે યાદ પણ અપાવડાવ્યું અને એટલે યુદ્ધ ની નોબત આવી. જો દ્રૌપદી અને દુર્યોધન બંને પોતપોતાનું થયેલું અપમાન ભૂલી ગયા હોત, તો ? મહાભારત થાત ? ટાળી શકાયું હોત…

વડોદરા સયાજી બાગમાં તોય ટ્રેન ના સ્ટેશન પાર એક બોર્ડ વાંચ્યું હતું. જેનું અનુસરણ જો આપણે કરીએ તો જિંદગી મસ્ત મજાની ચાલે…


યાદ રાખીને દુઃખી થવા કરતા, ભૂલી જઈએ ખુશ રહેવું સારું.

© સુશાંત ધામેચા

Featured

નવા વર્ષ ની ડાયરી

નવું વર્ષ બીજું કઈ લાવે કે ના લાવે, પણ દર વર્ષે નવી ડાયરીઓ લાવે.

મને પહેલેથી જ ડાયરીઓનો શોખ. ભણતો હતો ત્યારે મામા બેન્ક માં હતા, એટલે વખતો વખત એ જૂની વણવપરાયેલી ડાયરીઓ આપતા. એમા પણ હું બહુ લખતો નહિ, સાચવી રાખતો.

અત્યારે પણ દર વર્ષે ઓફિસમાં ડાયરી આપે જ છે, એટલે એ જ વાપરું. પણ એક મિત્ર જતીનભાઈ ને મારા ડાયરીના શોખ વિષે ખબર, એટલે દર વર્ષે જેવી એમની જોડે કોઈ સારી ડાયરી આવે તો એ તરત મને બોલાવીને આપે.

પણ હું ચીકણો એવો કે એને સંગ્રહી રાખું. મને વાપરતા જીવ ના ચાલે.

ઓકે, હું દર વર્ષે જયારે પહેલી ડાયરી આવે ત્યારે નક્કી કરું, કે આ વર્ષે દરરોજ ડાયરીમાં કૈક નવું લખીશ, પણ એ નિયમ સાલો એકાદ મહિનામાં જ પડી ભાંગે. એટલે બધી ડાયરીઓ પહેલા એક-બે મહિના જ ભરેલા હોય, બાકી આખી કોરી.

પણ, આ વર્ષે નક્કી કર્યું છે કે આ પ્રક્રિયા આખું વર્ષ ચલાવવી અને એટલે જ દિવસ દરમ્યાન પણ હું કૈક શોધતો હોઉં કે આજે સાંજે ડાયરીમાં શું લખીશ ?? જો દિવસ દરમ્યાન તમે કૈક નવું વાંચવાનું, જોવાનું કે શોધતા રહો તો નક્કી કે તમને સાંજ પડે કૈક તો નવું જાણવા મળ્યું જ હોય, બસ તમારો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. અરે પેપર માં કૈક સારો લેખ હોય તો એના વિષે પણ લખી રાખો ! બાકી, સોશિયલ મીડિયાના જમાના માં બધું જ આપણા અંગુઠા ના ટેરવે જ છે.

તો, હજી વર્ષ ચાલુ જ થયું છે, બનાવો એક ડાયરી અને એમાં રોજ એકાદ ફકરા જેટલું લખવાનું ચાલુ કરો અને એકાદ મહિના પછી એ આખા મહિના નું વાંચશો તો ખબર પડશે કે આપણે આ મહિનામાં કેટલું નવું જાણ્યા !!

Featured

હેલ્લારો : એક ગુજરાતી માસ્ટરપીસ

હેલ્લારો, એક ગુજરાતી ફિલ્મ જે રિલીઝ થતા પહેલા જ નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. જ્યારથી એ સાંભળ્યું ત્યારથી એ જોવાની આતુરતા હતી જ. કાલે એ જોઈ અને ખરેખર માણી. એના વિશે અત્યાર સુધી ઘણા લોકો એ ડિટેલમાં રીવ્યુ આપ્યો જ છે. એટલે હવે રીવ્યુ આપવો એ મારું ગજું નહીં. હું તો બસ કાયમ મારા મન ની જ વાત કરતો હોઉં છું. હમણાં તુષારભાઈ દવે એ એક He-She નો જોક્સ લખ્યો હતો,

She – હવે ગુજરાતી ફિલ્મો સારી આવે છે નય ?

He – ના, જે સારી આવે છે એ જ આપણે જોઈએ છે.

મારુ પણ કંઈક આવું જ છે. લોકો મને કાયમ કહે છે, કે તું યાર ગુજરતી ફિલ્મો જોવા જ જાય છે !! મારો જવાબ કાયમ એ જ હોય છે, હા, હું જાઉં છું, પણ જે સારી હોય એ જ અને અત્યાર સુધી મેં જોયેલી એક પણ ફિલ્મ મને ના ગમી હોય એવું લાગેલ નથી, કેમકે આપણે પુરે પુરી ચકાસણી કરીને જ ગયા હોઈએ. હું અમુક લોકોને ફોલો કરું છું, કે જેઓ ફિલ્મો વિશે સચોટ લખતા હોય છે અને જોગાનુજોગ એમને ગમેલ ફિલ્મો મને પણ ગમે જ છે.

ઓકે, હવે આપણે આગળ હિજરત કરીએ હેલ્લારો તરફ. શોલે, ઇમરજન્સી એ અરસામાં કચ્છ થી અંતરિયાળ ગામડા ની વાત આ ફિલ્મ માં છે. એક નાનું ગામ, શહેરથી છૂટું પડેલું, વીજળી જ્યાં સુધી પહોંચી નથી.

” કટોકટી હજી આપણા ગામ સુધી પહોંચી નથી.

ક્યાંથી પહોંચે ? સરકાર હજી આપણાં ગામ સુધી નથી પહોંચી ને ? “

હવે વિચારો, આ ગામ કેટલુ ડિસ્કનેક્ટેડ હશે ! આવા ગામમાં થોડા ઘર છે અને એમનો એક મુખી છે. જે બધા જ નિર્ણય લે. પણ ગામ લોકોમાં ભારોભાર અંધશ્રદ્ધા ભરેલી છે. કેટલાક વર્ષોથી વરસાદ થયો નથી, અને એટલે ગામ લોકો માને છે કે માડી ( માતાજી ) કોપાયમાન થઈ છે. એટલે ગામના પુરુષો ગરબા રમીને માડીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. પણ એમાં સ્ત્રીઓને આવવાની મનાઈ ! સ્ત્રીઓ એ ઉપવાસ જ કરવાના. બૈરાઓને પાણી ભરવાનું ને ઘરનું કામ કરવાનું અને વરસાદ ના થાય તો ઉપવાસ કરવાના !

બસ, આમા જ એક વાર ગામના બૈરાઓ જ્યારે વિરડામાં પાણી ભરવા જતા હોય છે ત્યારે વચ્ચે રણમાં બેહોશ જેવો પડેલો ઢોલી મળે છે, અને પાણી ભરવા ગયેલા બૈરાઓ એને પાણી પાય છે. અને પછી એને ઢોલ વગાડવાનું કહે છે અને એના ઢોલના તાલે એ બૈરાઓ થોડા ખુલે છે, નાચે છે. પાણી ભરવા જવાનું એમને હવે ગમતું કામ લાગે છે. પણ આ વાતની ગામના પુરુષોને ખબર પડે તો ?? શું હાલત થાય આ બૈરાઓની ?

ફિલ્મ ની વાર્તા આપણા પ્રાચીન ભારત તો ઠીક પણ હમણાં સાહિઠેક વર્ષ પહેલાના સમય સુધી જેવી અંધશ્રદ્ધાઓ પ્રવર્તતી હતી એની જ છે. આજના શહેરના છોકરા છોકરીઓને કદાચ આ જોઈને નવાઈ લાગે કે આવું પણ હોય ?

એકએક સીન ગજબ રીતે લેવાયા છે, વાર્તાને પુરેપુરો ન્યાય અપાયો છે. સૌમ્ય જોશી ના ગીતો અને ડાયલોગ્સ અદભુત. ધ્વનિતે કીધું હતું એમ, સૌમ્ય જોશી ના ડાયલોગ્સ ઇન્જેક્શન નું કામ કરે છે. મ્યુઝિક જે ફિલ્મનો મુખ્ય ભાગ કહી શકાય એ પણ અદભુત છે.

લોકેશન, ડ્રેશીંગ, એક્ટિંગ, કેમેરા વર્ક, ડાન્સ, ડાયલોગ્સ, ગીતો દરેક વિભાગમાં એકદમ ઉત્તમ.

એકવાર અચૂક જોઈ આવજો. બીજી વાર જોવાની ઈચ્છા થઈ જાય તો મારી જવાબદારી નહીં.

~ સુશાંત ધામેચા

Featured

પ્લાસ્ટિક ને જાકારો !!! જરૂરી છે….

પ્લાસ્ટિક વેસ્ટ ની સમસ્યા આખા વિશ્વને નડી રહી છે. ભારતમાં અમુક પ્રકાર ના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. પણ ફક્ત સરકારના પ્રતિબંધ મુકવાથી કઈ અમલ થઇ જતો નથી. એક સભ્ય નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે, કે આપણે જાતે જ એનો ઉપયોગ ટાળીએ. શા માટે એનો ઉપયોગ ટાળવો એના વિષે થોડી માહિતી વાચો, તો કદાચ દિલમાંથી ધબકારો થાય અને આપણે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરી શકીએ !!

આજની તારીખે દુનિયામાં ૩૦૦ મિલિયન ટન પ્લાસ્ટિક ઉત્પાદિત થાય છે અને વાપરીએ પણ છીએ. આ આકડો કેટલો છે ? આખી દુનિયાની વસ્તીના કુલ વજન જેટલો અધધ આકડો થાય છે આ !! આમાંથી ઘણોખરો હિસ્સો સિંગલ યુઝ પ્લાસ્ટિક નો છે. જે આપણે એક વાર ઉપયોગ કરીને ફેકી દકીએ છે. જેમકે પાણી ની બોટલ, પાતળા પ્લાસ્ટીકના ઝભલા, પાણી ના પાઉચ. આ બધું ઘણુંખરું તળાવ કે નદી-નાળા માં જાય છે અને ત્યાંથી સીધું દરિયામાં. આ એવું પ્લાસ્ટિક છે, કે જે વર્ષો થયે પણ જમીનમાં ભળતું નથી, આના બારીક કણો જમીનમાં અને પાણીમાં ભળી જાય છે અને તે જમીનમાં રહેલા અળસિયા ને ખાસ અસર કરે છે. આ એ જ અળસિયા છે, જે જમીનને ફળદ્રુપ રાખવામાં મદદ કરે છે. જો આ અળસિયા ની ફળદ્રુપતા ખોરવાશે તો જમીન ની ફળદ્રુપતા ખોરવાવાની જ.

તો, શું હજી આપણે આવું પ્લાસ્ટિક વાપરવાનું સદંતર બંધ નાં કરવું જોઇએ ? જી હા, સરકારે તો અત્યારે આ બીડું ઝડપ્યું જ છે. હમણાં થોડા દિવસો પહેલા આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતે દરિયા કિનારે એકઠો થયેલો પ્લાસ્ટિક વેસ્ટ તેમની મોર્નિંગ વોક દરમ્યાન એકઠો કરી રહ્યા હતા. આપણે ઉઠાવીએ નહિ તો  કઈ નહિ, પણ નાખીએ નહિ તો પણ આપણું યોગદાન ઓછુ નાં આકી શકાય !

20191023_110822

હું, અમારી કંપની ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રા. લી. ની વાત કરું, તો અમારે ત્યાં દર સાલ અમને દિવાળીએ મીઠાઈ આપવામાં આવે છે, જે આપણો રીવાજ છે. પણ આ વર્ષે મીઠાઈ ની સાથે જ્યુટ ની બેગ આપવામાં આવી. અને બોક્ષ પણ પ્લાસ્ટિક નું નહિ પરંતુ કોરોગેટેડ ! એટલું ચીવટ થી ધ્યાન રાખવામાં આવેલું, કે બોક્ષ માં ક્યાય સેલો ટેપ નો પણ ઉપયોગ નહોતો કર્યો !! પ્લાસ્ટિક ની કોથળી કરતા જ્યુટ ની બેગ ની કોસ્ટ લગભગ ૨૦૦ ગણી હશે, તોય પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટે એ દિશામાં કંપની દ્વારા આ એક સરાહનીય પગલું ગણી શકાય. અને જો આ બેગ રોજ વપરાય તો તે બીજા કેટલાય સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઝભલા નો વપરાશ અટકાવશે એની ગેરેંટી પાક્કી. એટલે એમેણે ફક્ત એક પ્લાસ્ટિક ની કોથળી ને રિપ્લેસ કરીને લગભગ મીનીમમ ૨૦૦ થી ૫૦૦ પ્લાસ્ટિક ની કોથળીઓનો વપરાશ અટકાવ્યો !! છે ને સરાહનીય પગલું ??

છેલ્લે, એક દાખલો જર્મની નો, કે જ્યાં તમે સ્ટોરમાંથી પ્લાસ્ટિક ની બોટલ લો, તો તમારે ડીપોસિટ પેટે વધારે પૈસા ભરવાના. પરંતુ, જયારે તમે તેને પછી ક્રશર મશીનમાં નાખો ત્યારે એ પૈસા ની તમને કુપન મળે.

 

પ્લાસ્ટિક ના વપરાશ ના થોડાક આકડા અહી જોઈ લઈએ, એ જોતા ખબર પડશે કે એ કેટલા અધધ છે.

વર્ષ ૧૯૫૦ થી ૧૯૭૦ સુધી આપણે ખુબ ઓછો પ્લાસ્ટી નો વપરાશ કરતા, જેથી એ મેનેજેબલ હતો. પણ ૧૯૯૦ સુધી ના બે જ દાયકામાં એનો વપરાશ લગભગ ત્રણ ગણો થઇ ગયો. અને ૨૦૦૦ ની સાલ સુધીમાં તો વપરાશ છેલ્લા ચાલીશ વર્ષમાં નહોતો થયો એટલો બધો વધી ગયો !! પ્લાસ્ટિક નો વેસ્ટ નદી મારફતે દરિયામાં ઠલવાય છે અને એ ત્યાં નાશ નથી પામતો, પણ એકઠો જ થાય છે. જો આમ જ ચાલતું રહ્યું તો વર્ષ ૨૦૫૦ સુધી સમુદ્રમાં માછલીઓ કરતા પ્લાસ્ટિક વધારે હશે !

 

તો, #SayNoToPlastic કહીએ આ દિવાળીએ ? દરેક કામ માં આપને મુહુર્ત જોવા વાળા, એટલે એટલીસ્ટ નવા વર્ષ થી આપણે આ પ્રથા ને ચાલુ કરી શકીએ ને ?

ये दिवाली, बिना प्लास्टिक वाली…

 

Featured

નીલકંઠ અને નીલકંઠ વર્ણી

હમણાં ઘણા સમયથી શ્રી મોરારીબાપુ દ્વારા તેમની એક કથામાં થયેલ વાત પર વિવાદો ચાલે છે. બંને પક્ષો પોતાના સમર્થનમાં લખે છે, કે બોલે છે.

મેં અત્યાર સુધી બંને બાજુના લોકોના મંતવ્યો વાંચ્યા, વિડીયો પણ જોયા. બંને બાજુ વાણી વિલાસ કરનારા અને શાંતિથી સમજાવનારા પણ છે. જેને જેમાં હેત હોય અથવાતો જેને જેનો અભાવ હોય એના વિશે એવું બોલતા કે લખતા હોય.

હું પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો છું અને મોરારીબાપુની કથાઓ પણ ઘણી વાર સાંભળતો હોઉં છું. મને એમની પર પણ ભાવ છે. એટલે હું જે મારુ મંતવ્ય આપીશ એ મારી દ્રષ્ટિએ તટસ્થ છે, અને તમને પણ કદાચ લાગશે.

મોરારીબાપુ, કે જે પ્રખર રામકથાકાર, સમાજ સુધારક અને સાહિત્ય લક્ષી કર્યો કરનાર એક મહાન સંત છે. એટલે એમની હિન્દૂ ધર્મ તથા સમાજ પ્રત્યેની જવાબદારી તો બને છે. એટલે જ્યારે એ વ્યાસપીઠ ઉપર હોય, ત્યારે કોઈપણ ધર્મ, સંત કે ભગવાન પર ટિપ્પણી કરવાનું યોગ્ય ન કહેવાય. એમની નિર્મળતા અને પ્રેમાળ સ્વભાવ વિશે ઘણા લેખકોના મોઢે સાંભળેલું છે, એટલે આવું વિવાદિત વિધાન એમના મુખે એક્સપેકટેડ ના હોય. કાતો પછી કોઈએ એ કથા પુરી સાંભળી નથી, કે એ કાયા સંદર્ભમાં બોલ્યા હશે ! ( એ વિધાન નો સંદર્ભ જાણવો જરૂરી છે )

હવે, એ વિધાન ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થયેલ ટિપ્પણી માટે કહું. મોરારી બાપુ સાથે સંપ્રદાયના ઘણા મોટા સંતોને સારા સંબંધો છે. ભૂતકાળમાં બંને એકબીજાની કથાઓમાં સ્ટેજ શેર કરી ચુક્યા છે. તો, હું માનું છું ત્યાં સુધી આ મુદ્દે તેઓ બાપુને સીધો ફોન કરીને આ વિશે શાંતિ થી પૂછી શક્યા હોત, અને બાપુએ પણ એનો ખુલાસો આપ્યો હોત. પણ અહમ ના ટકરાવમાં વાત આટલે પહોંચી ગઈ. શિક્ષાપત્રિમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું જ છે, કે ” સમાજમાં પ્રતિષ્ઠિત હોય, રાજા હોય તેમની સાથે વિવાદ ના કરવો ” અને બીજું ” કોઈનો દ્રોહ થાય એવું સત્ય વચન ના બોલવું “.

જો સ્વામિનારાયણ ના સંતો આ બે સલાહને વળગી રહ્યા હોત, તો આટલો બધો વિવાદ કદાચ ના થયો હોત અને બંને ને એકબીજા પર સદભાવ યથાવત રહ્યો હોત.

મારુ માનવું છે કે, શિક્ષાપત્રિ ની આ બે સલાહો દરેકે માનવા જેવી છે, અને એનાથી ઘણા વિવાદો ટાળી શકાય.

ઓકે… બસ બંને એકબીજાને સમ્માન આપીને સમાજ અને ધર્મના ઉત્થાનની પ્રવૃત્તિઓ સદાકાળ કરતા રહો એવી જ પ્રભુ શ્રી સ્વામિનારાયણ અને પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના.

જય શ્રી રામ

જય શ્રી સ્વામિનારાયણ

( અહીં આપેલા મંતવ્યો આ લખનારના પોતાના છે. કોઈ સહમત ના પણ થઈ શકે )

~ સુશાંત ધામેચા

Featured

એક મોબાઇલે આપણી કેટલી જાહોજલાલી ઝૂંટવી લીધી ?

 

એક મોબાઇલે આપણી કેટલી જાહોજલાલી ઝૂંટવી લીધી ?
જાણો છો ?   કે કોઈ વાર વિચાર કર્યો ?

1. ઘરના એક ખૂણામાં કે સોફામાં બેસીને શાંતિથી લેન્ડલાઈન પર વાતો કરતા હતા, તેના બદલે હવે ઘરની બહાર ઉભા ઉભા જ વાત કરવી પડે છે ! ( દરેક ઓપરેટર ના નેટવર્ક ની આ જ તકલીફ છે )

2. ઓફિસ ના ટેબલ પર કાગળ ઉડે નહીં એના માટે પેપર વેઇટ લાવતા, યાદ છે ? હવે એની જગ્યા મોબાઈલે લઇ લીધી છે. તમે વાપરો છો ને ?

3. જે મિત્રો અને સંબંધીઓ ને આપણે જાતે મળતા અથવાતો ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવવા એકઠા થતા, એના બદલે આજે વોટ્સએપ ગ્રુપ બનાવીને જ નક્કી કરી લઈએ છીએ !

4. ટેલિફોન ડાયરી યાદ છે ? દરેક ઘરમાં લેન્ડલાઈન ની બાજુ માં જ વ્યવસ્થિત રીતે મુકાયેલી રહેતી, જેમાં આલ્ફાબેટીકલી મિત્રો અને સંબંધીઓ ના નંબરો લખેલા હોય. ( અમુક કાયમ જરૂર વાળા નંબર તો દીવાલ પર પણ લખાતા ) અને એક નાની ડાયરી ઘણા લોકો પોતાના ખિસ્સામાં પણ રાખતા !

5. આ ડાયરી પછી એનું ડિજિટલ સ્વરૂપ આયુ હતું, યાદ છે ? ડિજિટલ ડાયરી. એનું જીવન જોકે થોડું ટૂંકું હતું.

પોસ્ટકાર્ડ, ટેલિગ્રામ ( અત્યારે જે એપ છે એ નહીં 🤣) તાર તો મોબાઇલે ક્યારનાય લુપ્ત કારી નાખ્યા હતા.

મોબાઈલ થી આપણા કામ સરળતાથી થાય છે, પણ શાંતિ થી નથી થતા.

~ સુશાંત ધમેચા

Featured

“બિટ્ટુ નો મોન્ટુ અને મોન્ટુ ની બીટ્ટુ”

montu-ni-bittu-trailer_d

અમદાવાદની મસ્ત પોળમાં પ્રણય ત્રિકોણ દર્શાવતી ગુજરાતી ફિલ્મ એટલે મોન્ટુ ની બીટ્ટુ. 

અમદાવાદની પોળો ઘણી ફિલ્મોમાં બતાવાય છે, પ્રણય ત્રિકોણ ( Love triangle ) પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં બતાવાયું છે, અને ઘણી સક્સેસ પણ થઈ છે. આ ફિલ્મ માં સ્ટોરી કૈક એવી જ છે, પણ એને જે રીતે બતાવી છે એ માણવા જેવી છે. સી, લદાખ ઘણા લોકો જતા હોય છે, પણ બધાના ગોલ અલગ અલગ હોય છે. જવાના રસ્તા અને રસ્તે જતા માણવાની મજા અલગ અલગ હોય છે. બરાબર ને ? કોઈ દિલ્હીથી કાર કરીને જાય, કોઈ મનાલી થી બુલેટ લઈને જાય, અને એમાંય કોઈ ટુર ઓપરેટર ની મદદથી જાય અને કોઈ જાતે ભોમિયા બનીને જાય. હવે આ બધાય જવાના એક જ જગ્યાએ છે, પણ દરેકની પોતાની અલગ જ મજા હશે ને ?

આ ફિલ્મ વિશે વાત કરતા પહેલા આ કહેવું જરૂરી હતું, બાકી ઘણા કહેતા હોય છે કે આ તો પ્રણય ત્રિકોણ વળી સેમ સ્ટોરી છે. પણ મુખ્ય પાસું એની માવજત અને વે ઓફ મેકિંગ હોય છે.

તો હવે મુખ્ય વાત પર આવીએ. આ વાર્તા છે અમદાવાદ ની પોળમાં રહેતા મોન્ટુ અને બીટ્ટુ ની. જે નાનપણથી એક જ પોળમાં આજુબાજુમાં જ રહે છે. નાના થી મોટા સાથે થયા છે અને જોબ પણ સાથે જ કરે છે. મોન્ટુ ને બીટ્ટુ ખૂબ ગમે છે સામે બીટ્ટુ ને પણ મોન્ટુ ગમે જ છે પણ એઝ અ ફ્રેન્ડ. હવે, મોન્ટુ અને બીટ્ટુ જ્યારે પેઇન્ટિંગ એક્ઝિબિશન જોવા જાય છે ત્યારે બીટ્ટુ ને પેઈન્ટર અભિનવ થોડો ગમવા લાગે છે અને બસ ત્યારથી જ એ પ્રણય ત્રિકોણ ઉદ્દભવે છે. પછી શુ થશે એ તો ફિલ્મ માં જોઈ લેજો. પણ હવે હું વાત કરીશ ફિલ્મમાં મને ગમતા પાસાની.

આ ફિલ્મમાં ટિપિકલ પોળની રહેણીકરણી બતાવી છે. આમ પણ અમદાવાદની પોળ મને ગમે એટલે મેં તો આ ફિલ્મને ખૂબ માણી હતી. પોળમાં કે ચાલીના નાકે બધા છોકરાઓ ટોળે વળતા હોય અને ઠઠ્ઠા મશ્કરી કરતા હોય એ ત્યાં સામાન્ય વાત હોય છે. એમાંય જો કોઈનું લફરું હોય તો એના માટે બાકીના બધા એના લવગુરુ બની જતા હોય છે ! એ જ રીતે મોંટુ નો લવગુરુ છે ‘દડી’ ( હેમાંગ શાહ ). આવા દરેક ફ્રેન્ડ ગ્રુપમાં એક તો આવો હોય જ. એની સ્ટાઇલ, ટાઇમિંગ અફલાતૂન છે. ” તારામાં છાણ જ નહીં લા…” જેવો આપણે રૂટિનમાં બોલતા ડાયલોગ એ ફિલ્મમાં મસ્ત રીતે લેવાયો છે. ( તાકાત ના હોવી એને છાણ ના હોવું એમ કહેવાય )

આરોહી ને તો હું આપણી ગુજરાતી ઈન્ડસ્ટ્રી ની આલિયા ભટ્ટ કહું છું. મેં એને પહેલી વાર લવ ની ભવાઈ માં જોયી હતી, ત્યારથી જ મેં એને આલિયા કીધી હતી અને ફિલ્મ દર ફિલ્મ એ સાર્થક થતું જાય છે. એકદમ નેચરલ એક્ટિંગ ( એક્ચ્યુલી એ એક્ટિંગ કરતી હોય એવું લાગતું જ નથી, એ પડદા પર એકદમ સહજ હોય છે ) પણ તડ અને ફડ વાળી છોકરી. વાત વાતમાં What The Fcu#@ બોલી નાખવા જાય એવી ! “ઓ હોશિયારી” જેવો વર્ડ એના મોઢે મસ્ત લાગે. આમતો આપણે આ બધું રૂટિનમાં બોલતા હોઈએ, પણ ફિલ્મમાં એ ઓછું જોવા મળે અને મળે તો એ બહુ પોતીકું લાગે.

છેલ્લે એક સરસ ટચી સીન છે, જ્યારે ડોક્ટરને બોલાવવાના થાય છે, ત્યારે બીટ્ટુ એના પેઈન્ટર મિત્ર અભિનવ ને મદદ માટે ફોન કરે છે તયારે એ ફોન નથી ઉપાડતો અને એના ઘર વાળા મોન્ટુ ને બુમ પાડે છે ત્યારે એ એક બુમે હાજર થઈ જાય છે અને ડોક્ટર ને સ્કૂટર પર બેસાડીને ઘરે લઈ આવે છે. જ્યારે બીટ્ટુ ના પેઈન્ટર મિત્રનો ફોન આવે છે અને એને ખબર પડે છે કે ડોક્ટર ની જરૂર હતી, તો એ કહે છે કે હું તને અમદાવાદના મોટા ડોક્ટર નો નંબર મોકલું છું, તું એમને ત્યાં લઇ જા, મારુ રેફરન્સ આપજે. આ ફેર છે મોંટુ અને અભિનવમાં, પોળ અને શહેરમા પણ…

ફિલ્મનો હીરો પોળમાં રહે છે એટલે રાત્રે શદ્રો પહેરે છે. એ લોકો ઘરમાં ચપ્પલ પહેરતા નથી, જેવી જીણી જીણી વાતો નું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં એક ગીત છે, જેમાં પોળ ની આખી દુનિયા શબ્દો દ્વારા બતાવી દેવામાં આવી છે. રામ મોરી ની સ્ટોરી હોય એટલે આવું ધ્યાન તો રાખેલું જ હોય ને….

હવે અંતે આ ફિલ્મના અમુક મસ્ત ડાયલોગ્સ.

1.

દડી      : તારામાં છાણ જ નહીં લા…

મોન્ટુ    : હું કઈ બળદ નહીં, તે આખા ગામમાં પોદળા કરતો ફરું…

 

2.

દડી      : આ મારા કપાળે મોંટુ લખ્યું છે ?

 

3.

બીટ્ટુ     : વોટ ધ ફ…

મોંટુ     : એય… ગાળ નૈ… ગાળ નૈ…

 

4.

દડી      : એ તને વાપરે હે લા….

 

હજી આવા તો ઘણા ડાયલોગ્સ છે. પણ મને યાદ થોડું ઓછું રહે છે, એટલે આટલા જ… પણ ફિલ્મ જોઈ આવો મજા આવશે.

આ ફિલ્મ ખૂબ જ Hopeful છે અને એના Hopeful મા ‘H’ કેપિટલ છે.

 

Featured

જીવવા માટે ખાવાનું, કે ખાવા માટે જીવવાનું ?

” ખાવા માટે જીવે છે તું ? જીવવા માટે ખાવાનું હોય. જે હોય એ ચલાવી લેવાનું.”

આ વાક્ય મેં મારા મમ્મી-પપ્પા ના મોઢે ઘણીવાર સાંભળ્યું છે અને હજી આજના દિવસે પણ સાંભળું જ છું. હા, હજી આજે પણ બપોરે ઘરેથી ફોન આવે કે રાત્રે આ બનાવીએ છે, તને ચાલશે ? ( અમૂકવાર અસહમતી હોય તો બહારથી ખાઈ ને જવું પડે..) રોજ મારો નાસ્તો ખાનારા પાક્કા મિત્રો પણ મને ઘણીવાર એમ કહે કે “અમારે તો ખાલી પેટ ભરવા માટે ખાવાનું, તારી જેમ નઈ”.

ઓકે, હું તો ખાવાનો શોખીન છું જ. મારે ખાવામાં થોડા ધાર્મિક બાધ છે, છતાંય હું મને ભાવે અને ચાલે એવું શોધી લઉં!! વ્હેર ધેર ઇઝ આ વિલ, ધેર ઇઝ આ વે….

આજે આ લખવાનું કારણ, ‘જીપ્સી’ મેગેઝીન માં આ વખતે દિલ્હી ની ચાંદની ચોક માં મળતી ફેમસ વાનગીઓ વિશે લેખ વાંચ્યો. ઘણી વાનગીઓના તો આપણે નામ પણ ના સાંભળ્યા હોય એવી વાનગીઓ ત્યાં વર્ષોથી વેચાય છે ! વાંચતા વાંચતા મોઢામાં પાણી આવવા લાગ્યું હતું !

પણ ખરી વાત હવે કરવાની છે, કે મારા એક મિત્ર હિરેન પટેલ (મુંબઈ), તેમણે ‘જીપ્સી’ ને આ લેખનો અભિપ્રાય મોકલ્યો ત્યારે એવી ઈચ્છા દર્શાવી, કે તેમના એક મિત્ર સાથે અમે ત્રણેય આવી જગ્યાએ ખાવા નીકળી પડ્યા હોઈએ તો કેવી મજા આવે ? અને સાથે સાથે ‘જીપ્સી’ ને અમદાવાદના ખાણી-પીણી બજાર વિશે લખવા પણ અરજ કરી. આ ભાઈ લગભગ 5 વર્ષ પહેલાં મારો એક લેખ વાંચીને મારા સંપર્કમાં આવેલા. અને ત્યારથી અત્યાર સુધી અમે ઘણી બાબતે ચર્ચાઓ કરીએ છે. એ ફોટોગ્રાફીમાં માસ્ટર છે, એટલે હું એમની પાસેથી ઘણીવાર ફોટોગ્રાફીની સલાહ લેતો જ હોઉં છું.

એટલે હવે એમની સાથે તો કોઈવાર ખાણી-પીણી ની રખડપટ્ટી તો કરીશું જ, પણ આજે વાત કરીશ અમદાવાદ ના ખાણી-પીણી બજારની. હા, હું છું આણંદ નો, પણ મને અમદાવાદ, તેની રીતભાત, ખાણી-પીણી ખૂબ આકર્ષે ! એટલે મારે જ્યારે અમદાવાદ જવાનું થાય તો શનિવારે રાત્રે જ પહોંચી જાઉં અને પછી ત્યાં રખડુ.

આમતો અમદાવાદમાં માણેકચોક ની ખાણીપીણી ફેમસ. પણ એ સિવાય પણ ઘણી સારી જગ્યાઓ છે ! તો આજે એ છૂટી છવાયી મારી ગમતી જગ્યાઓ વિશે વાત કરવાની છે.

1. સાઈનાથ સેન્ડવીચ, મણિનગર ચાર રસ્તા :

મણિનગર ચાર રસ્તા ઉપર એક ખૂણામાં અરુણભાઈ, પોતાની લારી લઈને વર્ષોથી ઉભા રહે છે. એમની ચીઝ-ચટણી સેન્ડવીચ મારી ફેવરિટ. આમતો એમની સેન્ડવીચની ઘણી વેરાયટી છે, જેવીકે આલુ મટર, વેજીટેબલ, ચીઝ જામ વગેરે. અને સાથે સાથે મીની પીઝા પણ ખરા ! એમને ત્યાં જો તમને સાંજે 6-7 વાગ્યા પછી જાવ તો તમારે એક સેન્ડવીચ ખાવા માટે પણ કદાચ મિનિમમ 15-20 મિનિટ વેઇટ કરવો પડે ! ત્યાંની ચીઝ સેન્ડવીચની ખાસ વાત એ કે એમાં જ્યારે એ ચીઝ નખતા હોય, તો આપણને એમ થાય કે આ હજી કેટલી નાખશે ? પણ એ ચીઝ છીણવામાં પાછા ના પડે. અત્યારે એમણે પોતાની એક શોપ પણ કરી છે, તોય એ પોતે તો આ લારીએ જ હોય !!

2. ‘કોટા’ કચોરી :

મણીનાગરમાં રામબગ વિસ્તારમાં રોડ ઉપર એક ખૂણામાં આ શોપ છે. કચોરી આમતો મને ભાવે અને એમાંય ખાસ વિદ્યાનગરમાં આવેલ ‘મહારાજ’ ની. હું રવિવારે ઘણીવાર ત્યાં ખાવા જાઉં. પણ એક વાર મણીનગરમાં મેં ‘કોટા કચોરી’ શોપ જોયી. તો ત્યાંની ટ્રાય કરી. બંનેની કચોરી, ચટણી અને ટેસ્ટ અલગ પણ બંનેની કચોરી મને ગમી. અહિયાની પ્યાજ કચોરી પણ ફેમસ છે, પણ મેં નથી ચાખી !

3. નાગર ફરસાણ :

એલ.જી કોર્નર પાસે આવેલી નાગર ફરસાણ પણ કચોરી, સેન્ડવીચ, પફ વગેરે માટે ફેમસ છે. મેં ત્યાંની પણ કચોરી ખાધી. એની ચટણી અને ટેસ્ટ ‘કોટા’ અને ‘મહારાજ’ બંને કરતા અલગ, પણ પ્યોર આનંદદાયક !

4. માસીની પાણીપુરી :

પુષ્પકુંજથી સીધા ફૂટબોલ ગ્રાઉન્ડ થી ડાબે વાળીને થોડા આગળ જઈએ એટલે આવે માસીની પાણીપુરી. ત્યાં બીજી પાણીપુરી ની લારી કરતા અલગ સિસ્ટમ. પહેલા તમારે જેટલાની ખાવી હોય એટલનું ટોકન લઇ લેવાનું. ( પૂછવાનું નૈ, કેટલાની થઈ ?☺️) ત્યાં પુરીમાં મસાલો ભરવા માટે માણસો કાર્યરત જ હોય. જે ભાઈ પાણી ભરી ને આપવા ઉભો હોય એ મસાલો ભરવામાં સમય ના બગાડે! મેં ખાસા વર્ષો પહેલા એક વાર ત્યાં ખાધી હતી. સારી હોય છે. પણ ભીડ ના લીધે ત્યાં જવાનું ટાળુ. એના બદલે પાણીપુરી તો આણંદ-વિદ્યાનગર રોડ પર ‘ગણેશ પકોડી’ – હિતેશભાઈ ની જ મજા આવે. પાંચ અલગ અલગ સ્વાદમાં !

5. મેગી, પાસ્તા, કોલ્ડ કોફી – ગુજરાત યુનિવર્સીટી :

ગુજરાત યુનિવર્સીટી થી આગળ દાદા સાહેબના પગલાં વાળી ચોકડી થી જમણે રોડ ઉપર રોજ મેગી અને પાસ્તા વાળાઓની લાઈન હોય. મેગી આપણે ઘરે ખાઈએ જ છે, પણ ત્યાંની ખાવાની મજા કૈક અલગ જ છે. ત્યાંની કોલ્ડ કોફી પણ સરસ ! રાત્રે મેગી કે કોફી માટે બેસ્ટ પ્લેસ.

6. રુથરાજ ની ચા અને મસ્કાબન :

પહેલા ગુજરાત યુનિવર્સીટીની સામે હતી, અત્યારે ત્યાંથી થોડે દુર છે. પણ એની ચા અને મસ્કાબન મજા આવે.

7. શંભુ કોફીબાર :

એસ.જી હાઇવે પર ‘શંભુ’ ના ઘણા સ્ટોલ જોવા મળે. હા, એ રોડ સાઈડ સ્ટોલ જ છે. પણ એની બેઠક વ્યવસ્થા મસ્ત છે. અને ત્યાં પબ્લિક પણ યંગ અમે હાઈ-ફાઈ જ આવે. રાત્રે મોડા સુધી એ ચાલુ હોય. એની ઓરીઓ કોફી સારી આવે. અરે યાર એ વેનીલા આઈસ્ક્રીમ માંથી કોલ્ડ કોફી બનાવે છે !! મને મારા ભાઈ શિરીશભાઈ ત્યાં લઇ ગયા હતા. અને જો અમદાવાદમાં રાત્રે રોકાવાનું હોય, તો ત્યાં અચૂક જવાનું થાય.

8. ટ્રીટ રેસ્ટોરન્ટ :

પરિમલ ગાર્ડન પાસે, ડોક્ટર હાઉસ ની સામે ટ્રીટ રેસ્ટોરન્ટ છે. ખાસા વર્ષો પહેલા પહેલીવાર મને મારા ભાઈ તેજેન્દ્ર ત્યાં સેન્ડવીચ ખાવા લાઇ ગયા હતા. ( એ ત્યાં બેસીને નાટકો લખતા હતા !) ત્યાંની થ્રી ટાઇર વેજીટેબલ સેન્ડવીચ અફલાતૂન. જોકે ત્યાં ખાવા ગયાને ખાસો સમય થઈ ગયો.

9. હાજમાં હજમ :

આટલુબધું ખાધા પછી ( કોફી સિવાય) સોડા તો જોઈએ જ ને ? મણીનાગરમાં કૃષ્ણબાગ ચાર રસ્તે એક હાજમાં હજમ વાળા ભાઈ ઉભા રહી છે. એ એની સ્પેશિયાલિટી છે. ત્યાંની ખજૂર પણ મસ્ત હોય છે. ( એ સોડાનું મશીન નથી રાખતા, પણ સોડાની બોટલો જ રાખે !☺️)

આ સિવાય ફરકી નો આઈસ્ક્રીમ, ઓનેસ્ટ ની પાવભાજી, જલારામના ખમણ તો ખરા જ… અને મણિનગર ક્રોસિંગ પાસે દૂધ મળે છે. એ મોટા તવામાં ઉકાળીને મસ્ત જાડું બનાવીને આપે. એ મારે હજી ટેસ્ટ કરવાનું બાકી છે.

તો કરો કોઈ વાર ખાવા માટે રખડપટ્ટી…

પછી કોઈવાર મારા ગામ આણંદ ની ખાણી-પીણી ની વાત નિરાંતે કરીશ. ત્યાં સુધી ના ગયા હોવ તો આમાંની જગ્યાઓએ જઇ આવો….

~ સુશાંત ધામેચા

Featured

સમાજની જવાબદારી કોની ??? આપણી જ ને…

DSC_0132

જ્યારે આપણને સમાજ પાસેથી પૂરતું મળ્યું હોય, અથવા મળી રહ્યું હોય, ત્યારે, એક સામાજિક નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે, કે આપણે સમાજ માટે, તેની પ્રગતિ માટે પ્રયાસ કરવા જોઈએ.

આના ઘણા દાખલા આપણે વિશ્વમાં જોઈએ છે. પોતાની સંપત્તિમાંથી ઘણી રકમ સામાજિક કર્યો માટે વાપરતા ધનવાન લોકોના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, જોયા છે. સારું જ છે, કરવું જ જોઈએ. સમાજના અમુક તરછોડાયેલા વર્ગ, પછાત વર્ગ ને સક્ષમ કરવાની જવાબદારી આપણી પણ છે !! અને અત્યારે આ જાગરૂકતા સમાજમાં સારીએવી પ્રસરી છે.

આ અંતર્ગત સરકારે કંપની એકટ 2013 માં CSR ( Corporate Social Responsibility ) ને ફરજિયાત કરતો કાયદો ઘડ્યો છે અને જે એપ્રિલ 2014 થી અમલમાં પણ મુક્યો ! આવું કરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે ! આ કાયદા અંતર્ગત જે કંપની નો પ્રોફિટ 5 કરોડ હોય તેને 2% પ્રોફિટ CSR માટે વાપરવાની છૂટ આપવામાં આવી છે! જે અનાથાશ્રમ, શિક્ષણ, વગેરે જેવા સામાજિક કર્યો માટે વાપરી શકાય છે.

તો આજે મારે વાત કરવી છે ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ની. જે તારાપુર ગામથી 10 કી. મી. ઇન્દ્રણજ ગામમાં આવેલ એક જર્મન મલ્ટી નેશનલ સીરામીક કંપની છે. આજુબાજુના નાના નાના ગામોના ઘણા યુવાનો ને આ કંપની દ્વારા રોજગારી મળી રહી છે ! પણ, કંપની નો આશય છે કે હજી વધારે પ્રમાણમાં આજુબાજુના ગામનું યુવાધન શિક્ષિત થાય અને સમાજને ઉપીયોગી થાય. તેથી કંપની ના એમ.ડી શ્રી આશુતોષ શાહ અને પ્લાન્ટ જનરલ મેનેજર શ્રી સંદીપ સોની એ આજુબાજુના ગામોની શાળાઓનું નવીનીકરણ અને ડીજીટલાઈઝેશન કરવાનું બીડું ઝડપ્યું.

વર્ષ 2017 માં સૌપ્રથમ, કંપની જે ગામમાં છે, એ ઈન્દ્રણજ ગામમાં જ ગ્રામ પંચાયત ના સહયોગ થી એક પુસ્તકાલય ખોલ્યું, જેથી ગામના લોકોને વિનામૂલ્યે વિવિધ પ્રકારના પુસ્તકો પ્રાપ્ત થાય.

 

ત્યાબદ્દ વર્ષ ૨૦૧૮ માં YUVA UNSTOPPABLE નામ ની NGO નાં સહયોગ થી  ઇન્દ્રણજ ગામની જ એક શાળાને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું, આ વખતે એ સ્કુલ ની પ્રાથમિક જરૂરિયાતો મા સુધારો તો કર્યોજ, પરંતુ તેથીય વધારે તેમાં એક ઉચ્ચ સ્તરની સ્કુલના લેવલ ના સ્માર્ટ ક્લાસ પણ તૈયાર કરાવડાવ્યા. જેથી ગામના બાળકો અને યુવાનો ને પોતાના જ ગામમાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય. અહી થોડા ફોટા જોઈ શકશો.

 

આ જ રીતે આગળ વધતા વર્ષ ૨૦૧૯ માં તારાપુર-વટામણ રોડ પર આવેલ કનેવાલ ગામની પ્રાથમિક શાળાને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું. શૈક્ષણિક તેમજ પ્રાથમિક સુવિધાઓના અભાવે ગામના બાળકોને આગળ અભ્યાસ અર્થે પોતાના ગામની શાળા છોડીને દુર જવું પડતું હતું. તેથી ડ્યુરાવીટ કંપનીએ YUVA UNSTOPPABLE નામની NGO ના સહયોગ થી શાળાની કાયાપલટ કરી, તેણા વર્ગખંડો નું નવીનીકરણ કર્યું, સ્માર્ટ ક્લાસ બનાવ્યા, તેમંજ પ્રાથમિક જરૂરિયાતો જેવીકે સંડાસ-બાથરૂમ, સારા ક્લાસ, પીવાનું ઠંડુ પાણી ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. અહી એના થોડા ફોટા આપેલ છે.

 

ઓકે, આ સિવાય પણ આ કંપની વર્ષ દરમ્યાન આવી ઘણી સમાજ સુધારાના કર્યો તથા યુવા જાગૃતિના કર્યો કરતી જ રહે છે. સૌપ્રથમ વાત કરીએ તો હેલ્મેટ અવેરનેસ માટે ઘણા પ્રયત્નો વર્ષ દરમ્યાન થતા જ રહે છે. કારણ, આજુબાજુના ગામના છોકરાઓ હાઇવે પર રોજ બાઈક લઈને આવે છે. આ માટે કંપની એ સસ્તા ભાવે સારા ISI ગુણવત્તા વાળા બ્રાન્ડેડ હેલ્મેટ પણ તેમના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરેલા. આ સિવાય વ્યસન મુક્તિ માટે તો આખું વર્ષ ત્યાં અભિયાન ચાલતું જ રહે છે. અહીયાના જનરલ મેનેજર શ્રી સંદીપ સોની પોતે લાગતા વળગતાને બોલાવીને પ્રેમ થી એને સમજાવે છે. અરે હમણાં જ એક તમાકુ થી થતા જડબાના કેન્સર બાબતે જાગૃતિ લાવવાના હેતુથી એક સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બોલાવીને એક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો. આમાં ફાયદો કર્મચારીનો જ છે.

 

કનેવાલ સ્કુલ નો વિડીયો જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો…

Duravit India Pvt. Ltd and Yuva Unstoppable transform school Of Kaneval

 

જેમ આપણે સમાજનો એક હિસ્સો છીએ, તેમજ સમાજના અમુક વંચિત કે અણસમજુ હિસ્સાની જવાબદારી આપણે લેવી જોઈએ.

 

 

Featured

જીવવા માટે ખાવાનું, કે ખાવા માટે જીવવાનું ?

” ખાવા માટે જીવે છે તું ? જીવવા માટે ખાવાનું હોય. જે હોય એ ચલાવી લેવાનું.”

આ વાક્ય મેં મારા મમ્મી-પપ્પા ના મોઢે ઘણીવાર સાંભળ્યું છે અને હજી આજના દિવસે પણ સાંભળું જ છું. હા, હજી આજે પણ બપોરે ઘરેથી ફોન આવે કે રાત્રે આ બનાવીએ છે, તને ચાલશે ? ( અમૂકવાર અસહમતી હોય તો બહારથી ખાઈ ને જવું પડે..) રોજ મારો નાસ્તો ખાનારા પાક્કા મિત્રો પણ મને ઘણીવાર એમ કહે કે “અમારે તો ખાલી પેટ ભરવા માટે ખાવાનું, તારી જેમ નઈ”.

ઓકે, હું તો ખાવાનો શોખીન છું જ. મારે ખાવામાં થોડા ધાર્મિક બાધ છે, છતાંય હું મને ભાવે અને ચાલે એવું શોધી લઉં!! વ્હેર ધેર ઇઝ આ વિલ, ધેર ઇઝ આ વે….

આજે આ લખવાનું કારણ, ‘જીપ્સી’ મેગેઝીન માં આ વખતે દિલ્હી ની ચાંદની ચોક માં મળતી ફેમસ વાનગીઓ વિશે લેખ વાંચ્યો. ઘણી વાનગીઓના તો આપણે નામ પણ ના સાંભળ્યા હોય એવી વાનગીઓ ત્યાં વર્ષોથી વેચાય છે ! વાંચતા વાંચતા મોઢામાં પાણી આવવા લાગ્યું હતું !

પણ ખરી વાત હવે કરવાની છે, કે મારા એક મિત્ર હિરેન પટેલ (મુંબઈ), તેમણે ‘જીપ્સી’ ને આ લેખનો અભિપ્રાય મોકલ્યો ત્યારે એવી ઈચ્છા દર્શાવી, કે તેમના એક મિત્ર સાથે અમે ત્રણેય આવી જગ્યાએ ખાવા નીકળી પડ્યા હોઈએ તો કેવી મજા આવે ? અને સાથે સાથે ‘જીપ્સી’ ને અમદાવાદના ખાણી-પીણી બજાર વિશે લખવા પણ અરજ કરી. આ ભાઈ લગભગ 5 વર્ષ પહેલાં મારો એક લેખ વાંચીને મારા સંપર્કમાં આવેલા. અને ત્યારથી અત્યાર સુધી અમે ઘણી બાબતે ચર્ચાઓ કરીએ છે. એ ફોટોગ્રાફીમાં માસ્ટર છે, એટલે હું એમની પાસેથી ઘણીવાર ફોટોગ્રાફીની સલાહ લેતો જ હોઉં છું.

એટલે હવે એમની સાથે તો કોઈવાર ખાણી-પીણી ની રખડપટ્ટી તો કરીશું જ, પણ આજે વાત કરીશ અમદાવાદ ના ખાણી-પીણી બજારની. હા, હું છું આણંદ નો, પણ મને અમદાવાદ, તેની રીતભાત, ખાણી-પીણી ખૂબ આકર્ષે ! એટલે મારે જ્યારે અમદાવાદ જવાનું થાય તો શનિવારે રાત્રે જ પહોંચી જાઉં અને પછી ત્યાં રખડુ.

આમતો અમદાવાદમાં માણેકચોક ની ખાણીપીણી ફેમસ. પણ એ સિવાય પણ ઘણી સારી જગ્યાઓ છે ! તો આજે એ છૂટી છવાયી મારી ગમતી જગ્યાઓ વિશે વાત કરવાની છે.

1. સાઈનાથ સેન્ડવીચ, મણિનગર ચાર રસ્તા :

મણિનગર ચાર રસ્તા ઉપર એક ખૂણામાં અરુણભાઈ, પોતાની લારી લઈને વર્ષોથી ઉભા રહે છે. એમની ચીઝ-ચટણી સેન્ડવીચ મારી ફેવરિટ. આમતો એમની સેન્ડવીચની ઘણી વેરાયટી છે, જેવીકે આલુ મટર, વેજીટેબલ, ચીઝ જામ વગેરે. અને સાથે સાથે મીની પીઝા પણ ખરા ! એમને ત્યાં જો તમને સાંજે 6-7 વાગ્યા પછી જાવ તો તમારે એક સેન્ડવીચ ખાવા માટે પણ કદાચ મિનિમમ 15-20 મિનિટ વેઇટ કરવો પડે ! ત્યાંની ચીઝ સેન્ડવીચની ખાસ વાત એ કે એમાં જ્યારે એ ચીઝ નખતા હોય, તો આપણને એમ થાય કે આ હજી કેટલી નાખશે ? પણ એ ચીઝ છીણવામાં પાછા ના પડે. અત્યારે એમણે પોતાની એક શોપ પણ કરી છે, તોય એ પોતે તો આ લારીએ જ હોય !!

2. ‘કોટા’ કચોરી :

મણીનાગરમાં રામબગ વિસ્તારમાં રોડ ઉપર એક ખૂણામાં આ શોપ છે. કચોરી આમતો મને ભાવે અને એમાંય ખાસ વિદ્યાનગરમાં આવેલ ‘મહારાજ’ ની. હું રવિવારે ઘણીવાર ત્યાં ખાવા જાઉં. પણ એક વાર મણીનગરમાં મેં ‘કોટા કચોરી’ શોપ જોયી. તો ત્યાંની ટ્રાય કરી. બંનેની કચોરી, ચટણી અને ટેસ્ટ અલગ પણ બંનેની કચોરી મને ગમી. અહિયાની પ્યાજ કચોરી પણ ફેમસ છે, પણ મેં નથી ચાખી !

3. નાગર ફરસાણ :

એલ.જી કોર્નર પાસે આવેલી નાગર ફરસાણ પણ કચોરી, સેન્ડવીચ, પફ વગેરે માટે ફેમસ છે. મેં ત્યાંની પણ કચોરી ખાધી. એની ચટણી અને ટેસ્ટ ‘કોટા’ અને ‘મહારાજ’ બંને કરતા અલગ, પણ પ્યોર આનંદદાયક !

4. માસીની પાણીપુરી :

પુષ્પકુંજથી સીધા ફૂટબોલ ગ્રાઉન્ડ થી ડાબે વાળીને થોડા આગળ જઈએ એટલે આવે માસીની પાણીપુરી. ત્યાં બીજી પાણીપુરી ની લારી કરતા અલગ સિસ્ટમ. પહેલા તમારે જેટલાની ખાવી હોય એટલનું ટોકન લઇ લેવાનું. ( પૂછવાનું નૈ, કેટલાની થઈ ?☺️) ત્યાં પુરીમાં મસાલો ભરવા માટે માણસો કાર્યરત જ હોય. જે ભાઈ પાણી ભરી ને આપવા ઉભો હોય એ મસાલો ભરવામાં સમય ના બગાડે! મેં ખાસા વર્ષો પહેલા એક વાર ત્યાં ખાધી હતી. સારી હોય છે. પણ ભીડ ના લીધે ત્યાં જવાનું ટાળુ. એના બદલે પાણીપુરી તો આણંદ-વિદ્યાનગર રોડ પર ‘ગણેશ પકોડી’ – હિતેશભાઈ ની જ મજા આવે. પાંચ અલગ અલગ સ્વાદમાં !

5. મેગી, પાસ્તા, કોલ્ડ કોફી – ગુજરાત યુનિવર્સીટી :

ગુજરાત યુનિવર્સીટી થી આગળ દાદા સાહેબના પગલાં વાળી ચોકડી થી જમણે રોડ ઉપર રોજ મેગી અને પાસ્તા વાળાઓની લાઈન હોય. મેગી આપણે ઘરે ખાઈએ જ છે, પણ ત્યાંની ખાવાની મજા કૈક અલગ જ છે. ત્યાંની કોલ્ડ કોફી પણ સરસ ! રાત્રે મેગી કે કોફી માટે બેસ્ટ પ્લેસ.

6. રુથરાજ ની ચા અને મસ્કાબન :

પહેલા ગુજરાત યુનિવર્સીટીની સામે હતી, અત્યારે ત્યાંથી થોડે દુર છે. પણ એની ચા અને મસ્કાબન મજા આવે.

7. શંભુ કોફીબાર :

એસ.જી હાઇવે પર ‘શંભુ’ ના ઘણા સ્ટોલ જોવા મળે. હા, એ રોડ સાઈડ સ્ટોલ જ છે. પણ એની બેઠક વ્યવસ્થા મસ્ત છે. અને ત્યાં પબ્લિક પણ યંગ અમે હાઈ-ફાઈ જ આવે. રાત્રે મોડા સુધી એ ચાલુ હોય. એની ઓરીઓ કોફી સારી આવે. અરે યાર એ વેનીલા આઈસ્ક્રીમ માંથી કોલ્ડ કોફી બનાવે છે !! મને મારા ભાઈ શિરીશભાઈ ત્યાં લઇ ગયા હતા. અને જો અમદાવાદમાં રાત્રે રોકાવાનું હોય, તો ત્યાં અચૂક જવાનું થાય.

8. ટ્રીટ રેસ્ટોરન્ટ :

પરિમલ ગાર્ડન પાસે, ડોક્ટર હાઉસ ની સામે ટ્રીટ રેસ્ટોરન્ટ છે. ખાસા વર્ષો પહેલા પહેલીવાર મને મારા ભાઈ તેજેન્દ્ર ત્યાં સેન્ડવીચ ખાવા લાઇ ગયા હતા. ( એ ત્યાં બેસીને નાટકો લખતા હતા !) ત્યાંની થ્રી ટાઇર વેજીટેબલ સેન્ડવીચ અફલાતૂન. જોકે ત્યાં ખાવા ગયાને ખાસો સમય થઈ ગયો.

9. હાજમાં હજમ :

આટલુબધું ખાધા પછી ( કોફી સિવાય) સોડા તો જોઈએ જ ને ? મણીનાગરમાં કૃષ્ણબાગ ચાર રસ્તે એક હાજમાં હજમ વાળા ભાઈ ઉભા રહી છે. એ એની સ્પેશિયાલિટી છે. ત્યાંની ખજૂર પણ મસ્ત હોય છે. ( એ સોડાનું મશીન નથી રાખતા, પણ સોડાની બોટલો જ રાખે !☺️)

આ સિવાય ફરકી નો આઈસ્ક્રીમ, ઓનેસ્ટ ની પાવભાજી, જલારામના ખમણ તો ખરા જ… અને મણિનગર ક્રોસિંગ પાસે દૂધ મળે છે. એ મોટા તવામાં ઉકાળીને મસ્ત જાડું બનાવીને આપે. એ મારે હજી ટેસ્ટ કરવાનું બાકી છે.

તો કરો કોઈ વાર ખાવા માટે રખડપટ્ટી…

પછી કોઈવાર મારા ગામ આણંદ ની ખાણી-પીણી ની વાત નિરાંતે કરીશ. ત્યાં સુધી ના ગયા હોવ તો આમાંની જગ્યાઓએ જઇ આવો….

~ સુશાંત ધામેચા

Featured

રવિવાર એટલે !!! ગામડે ફરવું…

આજે બીજો એક રવિવાર અને એક નવું ગામડું. આજે જે ગામે મુલાકાત લીધી એ ગામનું નામ છે ‘રુણજ’. આ ગામ આણંદ થી લગભગ 30 કી.મી દૂર, સોજીત્રા પાસે આવેલું છે. ઘણા સમયથી ત્યાં રહેતા એક મિત્ર હિતેશ મહિડા નો આગ્રહ હતો, પણ દર વખતે કોઈ કારણોસર ત્યાં જવાનું ટળી જતું હતું. પણ આજે ફાઈનાલી ત્યાંનો પ્રોગ્રામ થઈ ગયો!

આ વખતે ગામડા માં ફરવા કરતા ખેતર માં ફરવાની ઈચ્છા વધારે હતી, કેમકે એણે પહેલેથી એના ખેતરની વાતો કરી હતી, એટલે ઉત્સુખતા વધી ગઈ હતી. અત્યારે ત્યાં ટામેટા, રાઈ ( લોકોના મગજમાં ભરાય જાય છે એ નહીં, વઘારમાં નાખીએ છે એ..😂) રાજગરો ની ખેતી ચાલુ હતી. એ બધા ખેતરોમાં એણે અમને ફેરવ્યા, અને ખેતરોની ફરતે હજારી ના ફૂલો ઉગાડેલા એ પણ જોઈએ એ તોડી લેવાની પરવાનગી અમે લઇ લીધેલી, એટલે ધારા ને મજા પડી ગઈ!

થોડી વાર ખેતરમાં ફરીને ત્યાં ગાયને બાંધવા એક નાની ઝુંપડી બનાવી હતી અને બાજુમાં એક પાણી ની ડંકી (હેન્ડ પમ્પ ) હતી. ત્યાં જાતે પાણી કાઢ્યું, પીધું… મજા પડી ગઈ. બાજુમાં જ એને એક ખાટલો ઢાળી આપ્યો, અમે ત્યાં ખાટલામાં બેઠા એટલી વારમા તો હિતેશ એક મોટી થેલી ભરીને ટામેટા લઇ આવ્યો. પછી બીજું શું જોઈએ ?

બસ પછી અમે નહેરે નહેરે પાંછા એના ઘરે ગયા. ત્યાં મેં અને તીર્થે રકાબી માં ચા પીધી. એ જ ટિપિકલ સ્ટાઈલમાં એ એક સ્ટીલની કિટલીમાં ચા લઈને સીધી રકાબી માં જ કાઢી આપે. કપ વગર. ક્યારેક મજા આવે આવી રીતે ચા પીવાની !! એનું ઘર એકદમ જુનવાણી, લાકડાનું હતું, પણ ઠંડક અને શાંતિ ગજબના હતા. દૂધ મુકવા માટે એક સ્પેશિયલ કબાટ હતો. લગભગ 6.5 ફૂટ ઉંચી કોઠી માં તો એ લોકોએ ઘઉં ભરેલા હતા. પાછળ વાડામાં માટીના ચૂલામાં શાક બનતું હતું, બાજુમાં બીજા ચૂલા પર એક બેન બાજરીના રોટલા બનાવતા હતા. આમતો મને રોટલા ઓછા ભાવે, પણ આજે એની સુગંધ થી એ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ આજે અગાઉથી જાણ કરેલી નોહતી એટલે એના આગ્રહ છતાં અમારે એની તાણ નો અસ્વીકાર કરવો પડ્યો.

બસ પછી અમે પાછા આણંદ આવવા નીકળી ગયા અને લીલાછમ ખેતરોમાંથી કોન્ક્રીટ ના જંગલોમાં આવી ગયા.

અહીં એ ટ્રીપના થોડા ફોટા છે.

© સુશાંત ધામેચા

ફોટા લેખકના પોતાના લીધેલા છે.

Featured

ચાલ જીવી લઈએ

ઘણા માણસો 40 વર્ષ ની ઉંમરમાં જ મરી જતા હોય છે, ખાલી તેમના અંતિમ સંસ્કાર 80 ની ઉંમરમાં થાય છે ! આવું અંગ્રેજીમાં એક ક્વોટ છે.

કામ કરવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, પણ એ શેના અને કોના માટે કમાઈએ છે, એ પણ જાણવું જોઈએ. આવા વિષય પર હિન્દીમાં તો ઘણી ફિલ્મો બની ગઈ છે. ખાસ કરીને ઈમ્તિયાઝ અલી આવી ફિલ્મો માટે મારા ખાસ ફેવરિટ. પણ આ વખતે આવા વિષય ની એક ફિલ્મ ગુજરાતી માં બની અને એ પણ ખાંટુ એક્ટર્સ ને લઈને !! હા, અત્યારે વાત થઈ રહી છે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ચાલ જીવી લઈએ”.

હા, આમા વાત છે એક વર્કોહોલિક છોકરાની ( Yash Soni ) અને મનમોજીલા બાપની ( Siddharthbhai Randeria ). છોકરાને દુનિયામાં પોતાનું નામ બનાવવું છે અને બાપને છોકરા સાથે સમય વિતાવાવો છે. એના માટે બંને એકબીજાને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરે છે. કોણ કોને મનાવે છે, એના માટે તો આખું મુવી જોવું જ જોઈએ!!

” મર્યા પછી જિંદગી છે કે નહીં, એ તો ખબર નથી, પણ જિંદગી છે, ત્યાં સુધી તો જીવવુ જ જોઈએ ”

” જિંદગી આપણને ‘સારેગામા’ શીખવાડે છે અને આપણે ખાલી ‘સારે ગમ’ જ લઈને બેસી જઈએ છે.”

આના સિવાય પણ ઘણા બધા સરસ ડાયલોગ છે આ ફિલ્મમાં.

હવે બીજું, આ ફિલ્મ ની વાર્તા તો સરસ છે જ પણ એની સાથે સાથે આના ગીતો અને સંગીત પણ એકદમ જબરદસ્ત છે. નિરેન ભટ્ટ સાહેબે આના ગીતો લખ્યા છે. સચિન-જીગર એ સંગીત આપ્યું છે. જીગરદાન ગઢવી એ ગાયું છે અને “પા પા પગલી” તો સોનુ નિગમે ગાયું છે !! આ બધા ગીતો રોજે જ સાંભળવા ગમે એવા છે. “ચાંદ ને કહો” અને “પા પા પગલી” તો સોસીયલ મીડિયા પાર ઓલરેડી હિટ થઈ ગયા છે. પણ એક બીજું મજાનું ગીત છે “તમે ઘણું જીવો”. ખબર નઈ, કેમ આને પ્રમોટ કરવામાં ના આવ્યું ? કદાચ દર્શકો માટે સરપ્રાઈઝ રાખી હશે ?

હવે આટલી મોજ તો છેજ, એ ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ #ઉત્તરાખંડ માં થયું છે !! આ કદાચ એવી પહેલી ગુજરાતી ફિલ્મ હશે જેનું શૂટિંગ આ લોકેશન પર થયુ હશે !!

બસ હવે મુવી જોવો અને મોજ કરો.

તમે ઘણું જીવો ગુજરાતી ઇન્ડસ્ટ્રી…

Featured

ભાઈબંધો સાથે ગામડાની ટ્રીપ

ગામડે ફરવુ મને ખુબ ગમે, એતો હવે આ વાંચનારને બધાને ખબર પડી જ ગઈ હશે. પણ આજે એક ભાઈબંધ યુસુફ પઠાણ ના ગામ ‘ચોરંદા’ ભાઈબંધો સાથે જવાનો પ્રોગ્રામ બન્યો !!!

આમતો આજે વડોદરા જ ફરવાનો પ્રોગ્રામ હતો, પણ અચાનક ‘ચોરંદા’ યાદ આવ્યું અને અમે તાત્કાલિક પ્રોગ્રામ બનાવ્યો. પછી તો ‘જિંદગી ના મિલેગી દોબારા’ ની જેમ અમે ત્રણ નહીં પણ ચાર ભાઈબંધો, વિદેશમાં નહીં પણ ગામડે ફરવા નીકળી પડ્યા!! વડોદરાથી લગભગ 40 કી. મી. દૂર, અમે 12 વાગતા પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ યુસુફ ભાઈ ના ઘરે નાસ્તો કરી અમે ગામ માં ફરવા નીકળી પડ્યા. એ ગામમાં પટેલ, મુસ્લિમ બધા જ એકમેક સાથે હળી મળી ને શાંતિથી રહે, એના ઘણા નમૂના મેં જોયા.

ગામ અત્યારે જુનવાણી લાગે, પણ એનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. અને કહેવાય છે કે વેપારમાં એ ગામ, એટલા વિસ્તારમાં મોખરે હતું. આજે તો આજુબાજુના ગામ થોડા વધારે ડેવલોપ થઈ જતા આ ગામ થોડું બેકવોર્ડ રહી જાવા પામ્યું છે. છતાં ગામ છે સરસ.

ત્યાંનું રેલવે સ્ટેશન મને ખુબ ગમ્યું. ત્યાં કરજણ થી ચોરંદા રોજ ટ્રેન આવે. એ પણ નેરો ગેજ! એ ટ્રેન ના થોડા ફોટા આપ્યા છે. અમે જ્યારે એ સ્ટેશને બેઠા હતા ત્યારે એ ટ્રેન માં એક બેન બોર વેચવા જતા હતા, ત્યારે એ બેન અમારી પાસે આવી ને મુઠો ભરીને અમને ધર્યા. વેચવા નહીં, મફત ખાવા માટે. ( શહેરમાં આવા વર્તન ની આશા રખાય !!)

ઓકે… બસ વધારે ના કહેતા અહીંયા ગામના થોડા ફોટા મુકું છે. જોજો… કદાચ જાતે ફર્યનો આનંદ થાય અથવા જવાનું મન થાય….

Featured

અમદાવાદ એટલે…

“અમદાવાદ એટલે… એનો જવાબ કોઈ એક વાક્યમાં સીમિત નથી. દરેકના માટે અમદાવાદ ની અલગ અલગ વ્યાખ્યાઓ છે. મેં લગભગ 1993 થી અમદાવાદ જવાનું શરૂ કર્યું. મારા મામા નડિયાદ થી ત્યાં શિફ્ટ થયા એટલે વેકેશન પણ અમદાવાદમાં શિફ્ટ થયાં.આણંદ પછી અમદાવાદ જ એવું એક સીટી છે કે જ્યાં હું ચાલતો ફર્યો, સાયકલ લઈને ફર્યો, બાઈક લઈને ફર્યો અને છેલ્લે કાર લઈને પણ ફર્યો. કાંકરિયા ના ખુલ્લા ખુલ્લાં રોડ પર સાયકલ લઈને આંટા પણ માર્યા અને અત્યારનું નવું કોમર્શિયલ કાંકરિયા પણ ફર્યો. એ બે વચ્ચે મને જેટલો ભેદ જંગલના સિંહ અને પ્રાણી સંગ્રહલાય ના સિંહ મા હોય એટલો જણાયો.પણ, અમદાવાદ એટલે ઓછું સૂતું, કાયમ દોડાદોડી કરતું અને સદાય વિસ્તરતું શહેર.સવારે ફાફડા ખાવામાં લાઈન લગાવે અને રાત્રે કોંટીનેન્ટલ, ઇટાલિયન રેસ્ટોરન્ટ માં ટેબલ બુક કરાવે એ અમદાવાદ.BRTS ની જોડે રેસ લગાવી પોતે આગળ નિકલ્યાનો આનંદ માણે એ અમદાવાદ. ( અહીંયા ‘જે તારું છે એ મારું છે’ એવા ભાવ થી લોકો BRTS મા પણ બાઈક અને ગાડી ચલાવે !☺️)મર્સિડિઝ લઈને નેહરુનગર કે લો-ગાર્ડન બાર્ગેઇન કરી ખરીદી કરવા જાય એ અમદાવાદ.સવારે સોનુ અને સાંજે સુગંધ સાથે ખાવાનું વેચે એવું અમદાવાદ.મણિનગર થી બાઈક લઈને નેહરુનગર જતા હોય તો સાબરમતીના બ્રિજ સુધી હેલ્મેટ બાઈકના મીરરે પહેર્યો હોય અને જેવી નદી ઉતરે એટલે પોતે પહેરે એ અમદાવાદ.દર વિકેન્ડમાં કોઈને કોઈ ઇવેન્ટ યોજાય અને હિટ પણ જાય એ અમદાવાદ.આ ઇવેન્ટમાં જવા માટે ફ્રી પાસનું સેટિંગ કરી જાય અને પછી છેલ્લે મોટી હોટેલમાં ફેમિલી સાથે જમવા જાય, એ અમદાવાદ.આવુ તો હજી ઘણું છે. તમને યાદ આવે તો તમે પણ લખી શકો છે.અમદાવાદમાં રખડવું મારા માટે તો એક લ્હાવા થી ઓછું નથી.હમણાં શનિ-રવિ, એમ બે દિવસ Ahmedabad International Literature Festival માં ગયો અને એને માણ્યો, ત્યારબાદ ગમતા અમદાવાદ ની થોડીક રખડપટ્ટી ઓણ કરી.અહીં એની થોડીક તસ્વીરો યાદગીરી રૂપે…આ બધી જ તસ્વીરો, આ લખનારે જાતે જ રાખડીને લીધેલી છે.© સુશાંત ધામેચા

Featured

સરદાર પટેલ – કેમ આટલા અસરદાર રહ્યા ?

આજે સરદાર પટેલ જયંતી નિમિત્તે એમની થોડીક ખૂબીઓ.

1. તેઓએ ગાંધીજીને સ્પષ્ટ કહ્યું કે ‘બાપુ, તમે મહાત્મા છો, હું નહીં. ”

2. તેમને સત્તા કરતા દેશની સેવામાં વધારે રસ હતો. બહુમતી મત મળવા છતાંય, નહેરુ ની નારાજગી પર એમણે સ્વતંત્ર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાની અસહમતી દર્શાવી.

3. “શરીરનું કોઈ અંગ સડી ગયું હોય તો એને દૂર કરવું જોઈએ” એવી વિચારસરણીથી એમણે પાકિસ્તાન અલગ આપવાના નિર્ણયને સહમતી અપાવી.

4. હુલ્લડો થતા ત્યારે કોઈની સાડાબારી રાખ્યા વગર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે કાંઈ પણ કરવું ઘટે એ કરવાની છૂટ આપતા.

5. “જો દેશના ભંડોળ માં ભાગ જોઈતો હોય તો, દેવામાં પણ ભાગ આપવો પડે” એવું જિન્ના ને મિટિંગમાં જ ચોખ્ખુ પરખાવી શકતા.

6. રજવાડાઓને એક કરવા માટે શામ, દામ, દંડ, ભેદ જ્યાં જેની જરૂર પડે તેનો ઉપયોગ કરી ‘અખંડ ભારત’ નું નિર્માણ કરનાર.

7. મોઉન્ટબેટન જેવા વાઇસરોય જ્યારે એમને મિટિંગ દરમ્યાન એમની અંગત બાબત વિષે ચર્ચા કરવા આગ્રહ કરે ત્યારે એમને પણ રોકડું પરખાવી શકતા કે “અત્યારે આપણે દેશની વાત કરવા આવ્યા છીએ”.

આવી તો ઘણીબધી એમની ખૂબીઓ છે. પણ મને યાદ આવી એટલી અહીં લખી. બીજું, એમના જેવા સ્પષ્ટ વક્તા, નિષ્પક્ષ વક્તા મળવા મુશ્કેલ છે.

આપણે ગમે તેટલું ઉંચુ એમનું પૂતળું બનાવીએ પણ ક્યારેય એમની પ્રતિભાને આંબી શકવાના નથી.

Featured

ગોવા – મારી નજરે

“ગોવા” – આ નામ પડતા જ આપણા મગજ માં પહેલો વિચાર “બીચ” અને “બીયર” નો જ આવે ! મારે પણ એવું જ થયું હતું. હું તો બીયર કે દારૂ પીતો નથી, તો મારા ઘણા મિત્રો કહેતા હતા કે, “ તું તો દારૂ, બીયર પીતો નથી, તો ગોવા જઈને તું શું કરીશ ?” સાલું પહેલી વાર તો મને પણ એમ થઇ ગયું કે વાત તો સાચી, હું ત્યાં જઈને કરીશ શું ? પછી થયું કે લેટ્સ ટેક અ ચાન્સ ! આમતો હું ફરવાનો જીવડો, એટલે કૈક ને કૈક રીતે તો એન્જોય કરીશું જ …

હવે અહી એક વાત ની ચોખવટ કરી દઉં, કે ગોવામાં બીચ અને દારૂ સિવાય પણ ઘણું જાણવા અને માણવા જેવું છે. તો આજે અહી હું મારા પર્સનલ અનુભવો ની જ વાત કરીશ. જો કોઈ મારા જેવા સીધા-સદા ( સોરી, એટલે કે પીતો ના હોય એવો ) માણસને જવું હોય તો ત્યાં શું કરી શકાય.

અમારી આણંદ થી સીધી ટ્રેન થીવીમની હતી. સવારે ૪.૩૦ વાગ્યે અમે થીવીમ ઉતર્યા. બહાર નીકળતા જ ટેક્ષી અને રીક્ષા વાળાઓનું ટોળું ઉભું હતું. અમારે ત્યાંથી ડોના પોઉલા, જ્યાં અમરી હોટેલ હતી, ત્યાં જવાનું હતું. થીવીમથી ડોના પોઉલા નું અંતર ૩૦ કી.મી. નું છે. પણ સવારનો સમય હતો એટલે રીક્ષા વાળાએ અમારી પાસેથી ૮૦૦ રૂપિયા ભાડું લીધું. ( ગોવાનું બજેટ બનાવતી વખતે ખાવા કરતા ટેક્ષી અને રીક્ષા ભાડા નું પ્રમાણ વધારે રાખવું હિતાવહ રહેશે ) લગભગ ૪૫ મીનીટે અમે હોટેલ પર પહોચ્યા, ત્યાં અમે પહેલીથી જ મેક માય ટ્રીપ પર બુકિંગ કરી રાખ્યું હતું, ( ગોવામાં દરેક જગ્યાએ ચેક ઇન સમય બપોરે ૨.૦૦ વાગ્યાનો છે, એટલે બુકિંગ વખતે ટ્રેનના સમયને અનુરૂપ બુકિંગ કરવું ) એ દિવસે ત્યાં ફ્રેશ થઇ અમે “બુલેટ” ભાડે લીધું.

હવે અહિયાં એક મારે આડ વાત કરવી છે, કે જો તમને ચાલવાનો કંટાળો નાં આવતો હોય તો, ડોના પોઉલા ટ્રાન્સપોર્ટ ની બસો ચાલે છે, એમાં એક થી બીજા સ્ટેશને જઈ, ત્યાં થોડું ચાલતા ફરવું. જયારે આપણે વાહન છોડી ને ચાલતા ફરીએ છીએ, ત્યારે જ આપણને કોઈ ગામ કે શહેર ની સાચી ફિતરત જાણવા મળે છે. હું તો આવું નથી કરી શક્યો, પણ જો કોઈને શક્ય હોય તો આવું કરવું એક સારો વિકલ્પ છે. જો સમય હોય તો ખાસ પંજીમ સીટી ફરવા જેવી છે. એ શહેર ના બજાર ની શોપ્સ નું બાંધકામ યુરોપિયન કલ્ચર ને મળતું આવે છે. ઉપરથી એ શોપ્સ કે ઈમારત ( ૨-૩ માળથી મોટી કોઈ ઈમારત સીટીમાં ભાગ્યે જ જોવા મળે ) નું કલર કોમ્બીનેશન પણ એકદમ આકર્ષક હોય. જો કોઈ મારા જેવો રખડવાનો અને ખાવાનો શોખીને હોય એના માટે આ શહેર મસ્ત છે. ત્યાં એક “કાફે ભોસલે” છે, ત્યાં ગોઅન વાનગીઓ જેવીકે ‘ઉસળ પાઉં’, ‘પૂરી ભાજી’, ‘ગોઅન સમોસા’, ‘પાતલ ભાજી’ ટ્રાય કરવા જેવી ખરી. પણ અહિયાથી ફરવા ગયેલા લોકો પંજીમ ની સામે માન્ડોવી નદીમાં ક્રુઝ અને કશીનો ની જ મજા માણતા હોય છે.
હવે વાત કરવી છે ત્યાના ચર્ચ ની. ગોઆ, બીચ અને દારૂ પછી ત્યાના ચર્ચ માટે પણ પ્રખ્યાત છે. ત્યાં યુરોપિયન ટાઇપ ના ચર્ચ ખુબ આકર્ષક લાગે છે. જેમ આપણે ત્યાં રોડ ઉપર નાના નાના દેરા હોય અને સિટીમાં એકાદ મોટું ચર્ચ હોય. એમ ત્યાં આનાથી એકદમ ઉલટું છે. ત્યાં તમને રોડ ની બાજુએ નાના નાના દેરા જેવા ચર્ચ ( આમતો નાની ઓરડી હોય અને એમાં ક્રોસ કાતો, જીસસ ની નાની મૂર્તિ હોય ) જોવા મળે. આ બધું વધારે તો Calangute જતા રસ્તામાં આવતા નાના નાના રસ્તાઓમાં વધારે જોવા મળે.
બીજું, મને ગોવા વિષે જે ગમ્યું એ ત્યાના મકાનો. હા, ત્યાં લાકડાના અને છાપરા વાળા મકાનો વધારે જોવા મળે. અને હું જાણું છું ત્યાં સુધી, ખ્રિસ્તીઓને ઘર શણગારવાનો ભારે શોખ હોય. ત્યાના દરેક ઘરમાં નાનું ગાર્ડન તો જોવા મળતું જ હતું. આગળ નાની બાલ્કની હોય, એમાં ડેકોરેશન અને લાઈટીંગ કરેલું હોય. મને તો ત્યારે એ વિચાર આવતો હતો, કે અત્યારે આ લોકો આવું કરે છે, તો નાતાલ પર કેટલું ડેકોરેશન કરતા હશે ?

છેલ્લે, એક વાત કરી દઉં કે, મને ત્યાના બીચ કરતા પંજીમ સીટી, ગોવાના અંતરિયાળ રસ્તાઓ, ત્યાના નાના નાના પણ આકર્ષક મકાનો વધારે ગમ્યા. આ વખતે તો નથી થઇ શક્યું પણ જો શક્ય બનશે અને ફરી જવાનો ચાન્સ મળશે તો હું એક પણ બીચ પર ગયા વગર, ત્યાના લોકલ ટ્રાન્સપોર્ટમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ, એ આખો વિસ્તાર ચાલતા જ ફરીશ.

ટીપ : મારું પોતાનું એવું માનવું છે કે, જો તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોવ, તો ત્યાં શક્ય એટલો ઓછો વાહન નો ઉપયોગ કરો. બને તેટલું ચાલતા ફરો. લોકોને અને એ સિટીના વાતાવરણ ને ઓળખો. મજા આવશે. બીજું કે જે પ્રદેશમાં જાઓ ત્યાની વાનગીઓ ટ્રાય કરો. બધે જ થેપલા અને પનીર નાં શોધાય. આપને ઘરે પાછા આવીએ એટલે એ તો આપને રોજે જ છે!

Featured

Karwaan – A Soul Finding Journey

જિંદગી એક સફર છે, અને આ સફરમાંથી જ આપણે ઘણું શીખવાનું છે.

આ વાક્યમાંથી એવું તારણ નીકળે ને ! કે સફરમાંથી આપણે ઘણું શીખવા મળે ? ખરેખર સાચી વાત છે. આજે મારે એવી જ એક ફિલ્મ ની વાત કરવી છે. નામ છે ‘કારવાં’. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારથી આ જોવાની ઉત્સુકતા હતી, આખરે કાલે જોવા મળી !

આ ફિલ્મ તેના મુખ્ય ત્રણ પાત્રોની જર્ની ની છે. ઈરફાન, સલમાન ( ખાન નહીં ) અને મિથિલા પાલકર. બે ડેડ બોડી એક્સચેન્જ થઈ જાય છે, તેને પોતપોતાની જગ્યાએ પહોંચાડવા માટેની જર્ની આ ત્રણેય લોકો કરી રહ્યા છે. ત્રણેય જણા જિંદગીમાં કૈક ખોઈને નિરાશ થઈ ગયેલા છે. આ લાશ સાથેની જર્ની એમને એક જીંદા ‘લાશ’ માંથી જીવતા માણસ બનાવી દે છે.

આ ફિલ્મનો અંત નક્કી હોય છે, કે છેલ્લે બંને ડેડ બોડી પોતપોતાના રિલેટિવ ને મળી જશે, પણ એ પહોંચાડવા સુધીની જર્ની મસ્ત છે, અને ઘણું શીખવાડી જાય છે.

અંતના એક સીનમાં ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ નું ગીત ‘બાપનો પ્રેમ દેખાતો નથી’ સાર્થક થતું જણાય છે.

બસ વધારે નથી કેહવું પણ જોજો મજા આવશે. સાઉથ ની મુવીની ફાઇટ જેને ગમતી હોય તેને આ મુવી કદાચ નહી ગમે પણ, જેને એ સાઉથની સૌન્દર્યતા ગમતી હશે, તેના માટે આ ફિલ્મ યાદગાર બની રહેશે. આવી જર્ની વાળી ફિલ્મોમાં લોકેશન્સ ગજબના હોય છે.

હજી આવી બીજી કોઈ ફિલ્મ જોવી હોય તો ‘કરીબ કરીબ સિંગલ’ જોઈ લેજો.

Featured

શીખવાનું દરેક જોડેથી મળે.

કાલે સંસદ ની પ્રક્રિયા લાઈવ જોયી. ખરેખર મેં ખાલી રાહુલ ગાંધીનું જ ભાષણ સાંભળ્યું હતું. એ મારા ફેવરિટ છે. પોલિટિશિયન ની દ્રષ્ટિએ નહીં પણ એક માણસની દ્રષ્ટિએ. એ માણસને પોલિટિક્સમાં જરાય ઇંટ્રેસ્ટ હોય એમ જણાતું નથી, પણ એની ફેમિલી માટે એ આ બધી દોડાદોડ કરે છે. અને એ પણ આટલા ખંત થી! ( હા, તમે તમારી જાતને તપાસજો, કોઈ વાર તમેં કોઈ જગ્યાએ અપમાનિત થાવ તો તમે એ કામ કે જગ્યા છોડી જ દેશો, પણ આ ભયડો એમ કરે એમ નથી ! )

હવે કમ બેક ટુ પોઇન્ટ. એ જ્યારે ભાષણ કરતા હતા, ત્યારે બીજા મેમ્બરો બુમો પાડતા હતા ( જોકે બધા વખતે આવું તો થતું જ હોય છે ) તોય એ પોતાના પોઇન્ટ થી આડે પાટે થતા નોહતા ! તેમણે સંરક્ષણ પ્રધાન થી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક પર ગંભીર આરોપ મુક્યા ! ( એના માટે પણ ગટ્સ તો જોઈએ જ ને ?) એટલું જુસ્સાદાર ભાષણ હતું કે સ્પીકર મેડમ પણ લોકોને ધ્યાનથી સાંભળવાની અપીલ કરતા હતા !

આટલાબધાં આરોપો સીધા પ્રધાનમંત્રી પર નામ દઈને થોપ્યા બાદ, પોતાનું ભાષણ પતતા ની સાથે જ પ્રધાનમંત્રીને મળવા દોડ્યા અને એમની ઉભા થવાની રાહ જોયા વગર એમને બેઠેલાને જ ભેટી પડ્યા.

( આ ભલે એમને એમના કોઈ સલાહકારે કીધું હોય, પણ આવું જાહેરમાં કરવું એના માટે પોતાનો ઈગો કેટલો આઘો મુકવો પડે ? )

અને છેલ્લે, પાછું બધાની સામે એમ બોલવું કે ‘હા, બધા મને પપ્પુ કહે છે, તો હું છું પણ…’

અરે સ્કૂલમાં હતા ત્યારે પણ જો કોઈ આપણી ખીજ આપણી સામે બોલી જાય તો આપણ ને કેટલો ગુસ્સો આવતો ?

અહીંયા એમના ભાષણ ની લિંક આપી છે, જોજો.

Rahul Gandhi in Parliament.

Featured

ખારીસીંગ અને જિંદગી – બંને સરખા જ છે…

blog

લાલ્યો ગરમા ગરમ તાજી ખારીસિંગ લઈને ટિકલા ની ઓફિસે બેસવા ગયો.

 

લાલ્યો : શુ ભાઈ !! વરસાદ પાણી કેવા છે ?

ટિકલો : પડે છે ઠીક ઠીક….

લાલ્યો : અમારે આણંદ મા તો મસ્ત પડ્યો.

ટિકલો : પણ તારે શુ કામનો ?

લાલ્યો : કેમ ભાઈ ?

ટિકલો : તને તો વરસાદમાં પલળવાનું ગમતું નથી. જો… અત્યારેય છત્રી જોડે લઈને આવ્યો છું !!!

લાલ્યો : એતો લાવવી પડે. એ છોડ, લે આ ખારીસિંગ ખા. મસ્ત છે.

ટિકલો : અરે આ તો મારી ફેવરિટ છે. મસ્ત ગરમ છે !!

લાલ્યો : અરે તારો ભાઈ તાજી જ લાયો છે … શુ વાત કરે છે ?

( બંને ખારીસિંગ ખાતા હતા. લાલ્યો વીણી વીણી ને ખાતો હતો )

ટિકલો : કેમ આવી રીતે વીણી વીણીને જીણી જીણી સિંગ ખાય છે ?

લાલ્યો : એતો પહેલા બધી નાની પતી જાય, પછી છેલ્લે મોટી મસ્ત રહે એ છેલ્લે સુધી ખાવા મળે. સમજ્યો ? દિમ્માગ !!!

ટિકલો : અલ્યા ભાઈ, પણ આમ તો તું છેક સુધી જીણી જીણી જ ખાઈશ !!! એના કરતાં સારી સારી શોધીને ખા, જીણી જીણી છેલ્લે વધે એ ખાવી હોય તો ખાવાની !! જિંદગી નું પણ એવું જ છે, સારી સારી પળો એન્જોય કરો !! ના ગમે એ કાઢી નાખો !! 

લાલ્યો : તું યાર ફિલોસોફી ના ઠોક.

ટિકલો : સાચું કહું છું યાર, સમજ…

( એટલામાં નીરજ આવે છે )

નીરજ : બસ !! એકલા એકલા સિંગ ખાવા બેઠા ? આ ભાયડો યાદ નો આયો ?

લાલ્યો : અરે હું તને ફોન કરવાનો જ હતો, એટલામા આ ટિકલો ફિલોસોફી ઠોકવા માંડ્યો, એટલે રહી ગયું ?

નીરજ : હે!! હુ કે હે ટિકલો ?

લાલ્યો : ખારીસિંગ ખાવાને અને જિંદગી જીવવાને સરખાવે છે !!

નીરજ : એટલે ?? ખબર ના પડી…

લાલ્યો : એતો હું જીણી જીણી સિંગ વીણી ને ખાતો હતો, તો કે, પહેલા મોટી મોટી ખાવાની, સારી હોય, અને છેલ્લે જીણી વધે… એ ના ખાવી હોય તો ફેંકી દેવાની. જિંદગીને પણ એણે આની સાથે જોડી દીધી.

નીરજ : જો ઇ સિંગ અને જિંદગી ને હરખી કેતો હોય ને… તો તો આમ બુકડો મારી ને જ ખવાય. બધી હાયરે જ આવે. જિંદગી નું એવું જ તો છે… બધું હાયરે જ હાલતું હોય… મોજ કરો મોજ બાપુ.

એ તમ બેય હાલો … ચા પીવા જાઈ…

ટિકલો : હું ચા નથી પીતો…. તને ખબર તો છે.

લાલ્યો : એ ભાઈ બોનવીટા પીવે છે.

ટિકલો : ઓ ભાઈ એને ‘બોનવીટા’ ના કહેવાય, ‘બોર્નવિટા’ કહેવાય.

નીરજ : તું હમજી ગ્યો ને ? હાલ હવે… જિંદગીનું ય એવું જ છે… તને ખબર હોવી જોય કે તારે હુ જોય છે. લોકો એને જે હમજે એ…

 

મોજ કરને મોજ મારા ભાઈ….

 

Featured

રવિવારની રખડપટ્ટી

બસ કોઈ પ્લાનીંગ વગર કોઈ નક્કી કરેલી જગ્યાએ પહોંચી જવું અને એને માણવી, એ જ રખડપટ્ટી.

આપણી આસપાસ જ એટલી બધી જગ્યાઓ હોય છે, કે જો તમે એને શોધવાની કોશિશ કરો ને… તો મળી જ જાય અને મજાય આવે…

આણંદ મા આમતો કેટલીય નહેરો છે, પણ લંભવેલ પાસે આવેલી નહેર પ્રકૃતિ ની દ્રષ્ટિએ એકદમ રમણીય છે. જો તમે ચાલતા જઇ શકો તો બેસ્ટ, સાયકલ લઈને જઇ શકો તોય સારું અને જો આ બંનેમાંથી એકેય ના ફાવે તો ટુ વ્હીલર લઈને જાવ તોય મજા આવે. એમાંય જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો, કેમેરો તો ભૂલવા જેવો જ નથી. ત્યાં પ્રકૃતિ સિવાય, ત્યાનું જનજીવન પણ જોવા જાણવા જેવું છે.

‘એક હાથમાં સ્માર્ટ ફોન, કાનમાં ઈયરફોન, મોઢામાં દાતણ, એક હાથમાં ડબલુ… ‘

‘ઘરની બહાર ખીલે બાંધેલી ગાયો-ભેંસો, એનો રખેવાળ અને ઘરનો મલિક એને ઘાસ નાખતો હોય, સવારનો સમય હોય તો ભેંસ ને દોહતો હોય, ઘરની સ્ત્રીઓ છાણાં ભેગા કરતી હોય…’

‘કબરો, કબુતરો,મોર,પોપટ બધા પોતપોતાના અવજોમાં કીકીયરીઓ કરતા હોય, જો આપણે વાહન લઈને જતા હોય તો, ખચકાતી ખિસકોલી અડધો રોડ ક્રોસ કરી ડબલ માઈન્ડ થઈ પછી જતી રહે. વાંદરા કૂદાકૂદ કરતા હોય અને એને પકડવાના કુતરાના વ્યર્થ પ્રયાસ ચાલુ હોય…’

‘નહેરની બંને બાજુએ નાના-મોટા, લીલા-સૂકા ઝાડ તો એવા લાગે જાણે ફોટો પડાવવા જ ઉભા હોય. ‘

આતો બધું મારી નજરથી મેં ઓબસર્વ કર્યું. તમે જોવો તો કૈંક અલગ પણ લાગે.

ફરવાની માજા ખાલી મસૂરી, ગોઆ કે રાજસ્થાન જેવી જગ્યાઓએ જ આવે એવું નથી, આવી નાની નાની અને નજીકની જગ્યાને પણ અહોભાવ થી જોવો…. મજા આવશે….

Happy Sunday…

~ સુશાંત ધામેચા

Featured

વરસાદ – ” પહેલા જેવો નથી પડતો યાર…”

બપોરે ૪ વાગ્યાનો સમય હતો, પણ અંધારું તો એટલું જાણે ૭ વાગી ગયા હોય. એ દિવસે લાલ્યો S.G. Highlway પર આવેલા ટીકલા ના કલાસીસ પર જઈ બેઠો હતો.

ટીકલો  :   આજે વરસાદ મસ્ત પડશે એવું લાગે છે.

લાલ્યો  :   હવે યાર પહેલા જેવો વરસાદ ક્યાં પડે છે ?

ટીકલો :   કેમ ? વરસાદ તો એવો જ હોય ને ? પાણી જેવો !!!

લાલ્યો  :   એવું નઈ યાર… એકદમ મુશળધાર, સાંબેલાધાર…

( એટલામાં જ વરસાદ ફૂલ જોશમાં ચાલુ થયો. )

લાલ્યો  :   આ બારી બંધ કર… બહુ વાછટ આવે છે.

ટીકલો  :   એટલી રહેવા દે, જીણી જીણી વાછટ આવે તો વરસાદ ની મજા આવે.

લાલ્યો :  અરે ભાઈ, શરદી થઇ જાય. એક કામ કર, મસ્ત આદુ વાળી ચા મંગાય.

ટીકલો  :  માંગવાની શું ? ચાલ આપણે જ કીટલી પર જઈએ પીવા…

લાલ્યો  :  ના ભાઈ, હું તો રેનકોટ પણ નથી લાવ્યો. તું અહિયાં જ મંગાવી લે.

ટીકલો  :  અરે પલળતા પલળતા જઈએ મજા આવશે.

લાલ્યો  :  ના ભાઈ ના … મારે નથી આવવું. આવા વરસાદ માં પલળીને શું બીમાર પડવું છે ?

ટીકલો  :  કશું બીમાર ના પડાય… આપણે ભણતા હતા ત્યારે ચાલુ વરસાદ માં સાયકલ લઈને રખડવા નોતા નીકળી પડતા ? ઘરે આવીને મમ્મી સુંઠ ચોળી આપે એ ખાઈ લેવાની, એટલે ટકાટક.

લાલ્યો  :  એ દિવસો અલગ હતા ભાઈ… અત્યારે ના પલળાય.

ટીકલો  :  ટોપા !!!  તો શું કરવા ડંફાસો મારતો હતો કે, પહેલા જેવો વારસાદ નથી પડતો !!

( એટલામાં નીરજ આવ્યો, જે એક કાઠીયાવાડી છે, અને લાલ્યા, ટીકલાનો ખાસ મિત્ર પણ છે. )

નીરજ  :  હુ વાત કરો હો… તમે આયા બેઠા હો… લે હાલો ઓલી હિત્લા ની કીટલીએ “સા” ( ચા ) પીવા જાઈ. ઈ અત્યારે ગરમા ગરમ ગોટાય ઉતારતો હય્શે.

ટીકલો  :  અરે જવું જ છે, પણ આ લાલ્યા ની ફાટે છે, વરસાદ મા.

નીરજ  :  એમાં શેની ફાટે!! અરે આ ભાયડો સે તમારે હાયરે. અને આપણે દરજી જ સી ને ? સીવી નાખશું.

લાલ્યો  :  અરે તમને લોકોને આ મજાક લાગે છે… પણ જયારે શરદી થાય ને ત્યારે ખબર પડે. બે રૂમાલ ખીસામાં રાખવા પડે.

નીરજ  :  અરે હાલને હવે… રૂમાલ વાળી નઈ જોયી હોય તે મોટી… લે મારો રૂમાલ લઇ જા… લે હાલ ટીકલા, પછી વરસાદ બંધ થઇ જાહે.

અંતે નીરજ બંને જણા ને ચા પીવા લઇ જાય છે.

આ તો એક ફિકશનલ વાત હતી. પણ આવા તો આપણી આજુબાજુ કેટલાય લોકો છે. જે વરસાદની રાહ જોવે છે, ઓછો આવે તો એને ગાળો દે છે અને જો બરાબર આવે તોય એને ગાળો દે છે. પણ પોતે એકેય પરિસ્થિતિ ને માણી શકતા નથી.

81f11f8ccfeb0cf04b640b8396bfb038--happy-kids-kids-fun

હમણાં મારા એક મિત્ર ભાવિન અધ્યારુ કે જે કોલમિસ્ટ છે, એમણે ગુલઝાર સાહેબની એક વાત કીધી હતી. એ કહેતા  કે ચોમાસું એ ‘મોસ્ટ ફીઝીકલ સીઝન’ છે! જેને તમે અડી શકો છો, પારખી શકો છો, એનો સ્વાદ લઇ શકો છો અને એનામાં તરબર થઇ શકો છો!

Image Credit  :  Internet

Featured

રવિવાર અને ગામડું – ‘કાણીસા’

રવિવારે ગામડે ફરવું એ છેલ્લા કેટલાક રવિવાર થી રૂટીન થઇ ગયું છે. આખા અઠવાડિયા ની ફાસ્ટ લાઈફ પછી એક દિવસ ગામડાની શાંત જીંદગી ને માણવાની મજા આવે છે.

આ રવિવારે કાણીસા જવાનું પ્લાનીંગ કર્યું. ધર્મજ ચોકડી થી લગભગ ૧૦ કી.મી. સુધી આ ગામની ચોકડી આવે. ત્યાંથી અંદર ૨ કી.મી. ખેતરો ની વચ્ચે થી જતા રોડ પર મોજ કરતુ કરતુ પહોચી જવાય. એ મારા એક મિત્ર ઘનશ્યામ નું ગામ. ઘણા સમયથી એનો આગ્રહ હતો કે મારા ગામમાં આવો, મજા આવશે. ત્યાં એક મહાદેવ સરસ છે. એ સિવાય મને ગામડા ના મકાનો, ત્યાના લોકો અને તેમની જીવન શૈલી કાયમ આકર્ષે. ( હા, મને ત્યાં કાયમ રહેવાનું નાં ગમે. )

સવારે, અમે ત્રણ, અને એક મિત્ર સંતોષ પટેલ નું ફેમીલી બધા ગાડી લઈને ત્યાં જવા નીકળ્યા. ઘનશ્યામનો તો તેના ઘરે જમવાનો આગ્રહ હતો, પણ અમારે ઉપવાસ હતો એટલે એને અમારે નાં પડવી પડી. બસ કલાક માં અમે ત્યાં પહોચી ગયા. ગામ માં એન્ટર થતા જ તળાવ, બાગ અને ટાવર દેખાયા. ત્યાં ઘનશ્યામ અમને સામે લેવા આવ્યો હતો. અમારી ગાડી બહાર પાર્ક કરી અમે ચાલતા એના ઘર સુધી ગયા.

IMG_20180610_111803869-01
‘કાણીસા’ ગામ

IMG_20180610_113749875-01

IMG_20180610_113943485-01
બે અલગ જમાના ના મકાન

જમવાની નાં પડી હતી એટલે એણે અમારા માટે આવી ગરમી માં રાહત આપે એવા કોલ્ડ ડ્રીંક ની વ્યવસ્થા કરી રાખી હતી. થોડી વાર ત્યાં બેસીને પછી અમે ત્યાં એક કામનાથ મહાદેવ છે, ત્યાં જવા નીકળ્યા. ત્યારે એણે અમને કોથળો ભરી ને આંબા પરથી તાજી તોડેલી કેરીઓ આપી. ( એટલી તાજી કેરીઓ શહેર વાળા ને તો ખાવા જ નાં મળે !! ) એના ફળિયામાં ભેસો બાંધેલી હતી, ત્યાં તીર્થ ને તો મજા પડી ગઈ.

IMG_20180610_113459548-01

ત્યાં બાજુમાં જ એક ઘર હતું. ત્યાં અંદર એક માટીની બનાવેલી સગડી મને બહારથી દેખાઈ. ઘનશ્યામ ને પૂછ્યું તો એણે એ ઘરવાળાને કહીને, ત્યાં અંદર જોવા જવા દીધા. ત્યાં એક બેન ઉભા હતા, તે મને કુતુહલથી જોતા હતા અને હું એ સગડી ને.

ત્યાંથી બહાર નીકળતા જ એક સ્વામિનારાયણ મંદિર હતું. ત્યાં દર્શન કરી ને નીકળ્યા તો સામે એક પ્રોવીઝન સ્ટોર હતો. ત્યાનું લખાણ ખુબ ગમ્યું. અહી એ મંદિર માંથી દેખાતા ગામનો ફોટો, એ પ્રોવિઝન સ્ટોર અને એ સ્ટોર ના જુનાં મકાન નો ફોટો મુકું છું. સ્ટોર ના દરવાજે લખેલું લખાણ ખુબ સરસ છે. ( ફોટો ખોલીને ઝૂમ કરીને જોજો )

 

ત્યાંથી થોડી જ વારમાં અમે મહાદેવ પહોચ્યા. એ એક વિશાળ અને શાંત મંદિર હતું. એની પાછળ એક દાદરા વાળો કુંડ હતો. ત્યાં ભૂસકા મારીને છોકરાઓ ન્હાતા હોય. ( પણ અત્યારે પાણી ઓછુ હતું એટલે એ કરવાની મનાઈ હતી )

IMG_20180610_115546535~2-01IMG_20180610_115709132-01IMG_20180610_115943309-01

બસ, આટલું ફરી ને પછી અમે પાછા આણંદ આવવા નીકળી ગયા.

” હોપ, આવતા રવિવારે કોઈ નવા ગામડા ની સફર કરવા મળે. “

Featured

પહેલા વરસાદ માં તો ન્હાવું જ જોઈએ…

8528c254-40bc-4624-ae94-a0d7086f26d6

ટિકલો : અલા, લાલ્યા, આ બધા આગાહીઓ કરે છે, તો શું વરસાદ આવશે એક-બે દિવસમાં ?

લાલ્યો : આવશે જ ને ? મુંબઇ થી નીકળી ગયો છે તો, બીજે ક્યાં જવાનો.

ટિકલો : પણ, એને તો 3-4 દિવસ થઈ ગયા ને? હજી કેમ ના આયો ?

લાલ્યો : આવશે ભાઈ, હજી મોદીએ બુલેટ ટ્રેન ચાલુ નથી કરીને એટલે.

ટિકલો : ચાલ તો હું જાઉં, ઘરે જઈને વરસાદ ની થોડી તૈયારી કરવાની છે.

લાલ્યો : વાહ, ન્હાવા માટે જુના કપડાં કાઢવાના છે ? અહા… જલ્સા કરશો વરસાદમા ?

ટિકલો : ના ભાઈ, છત્રી, રેઇનકોટ બધું તિજોરીમાંથી શોધવું પડશેને ? ઉંદરડી એ ફાડી નાખ્યું હશે તો નવું લાવવું  પડશે ને ?

લાલ્યો : તો તું પહેલા વરસાદ માં નાહીશ નહીં ?

ટિકલો : ના યાર, વરસાદ માં તો કઈ નવાતું હશે ? શરદી થઈ જાય.

લાલ્યો : આ તારા જેવા લોકો ના લીધે જ વરસાદ ને અમુક વાર ફંટાઈ જવાનું મન થાય છે.

ટિકલો : શુ ?

લાલ્યો : કઈ નૈ… જા… તમે બધા તો ગરમી માં જ રહેવા ને લાયક છો.

 

પહેલા વરસાદ માં તો ન્હાવું જ જોઈએ… 

Featured

World Environment Day

ટિકલો : અલ્યા લાલ્યા, આજે ‘World Environment Day’ છે.

લાલ્યો : તો ?

ટિકલો : તો શું ? અલ્યા આજે આપણે કૈક કરવું જોઈએ.

લાલ્યો : એમ ? ચલ ચા પીવા જઈએ.

લાલ્યો ચા વાળા ભાઈ ને : ઓ ભાઈ બે કટિંગ આપો, ‘Disposable’ કપ માં આપજો.

ટિકલો : અલ્યા ભાઈ, આજથી આ જ તો બંધ કરવાનું છે. ભાઈ કાચના કપમાં આપો.

લાલ્યો : ( ચા પીધા પછી ) બે પાઉચ આપો !!

ટિકલો : ઓ ભાઈ આય બંધ જ કરવાનું છે. ના આપશો એને. લે મારી બોટલમાંથી પી.

લાલ્યો : અલ્યા બધું બંધ કરવાનું ? તો કરવાનું શુ ?

ટિકલો : અલ્યા બધું નઈ લ્યા !! આ જે પર્યાવરણ ને નુકશાન કરે એ જ. સારું, ચાલ તને ઘરે છોડી દઉં…. એમ કહી તેણે તેની 10 વર્ષ જૂની P.U.C. વગર ની બાઇક ને કીક મારી.

લાલ્યો : તું, બીજી બધી પત્તર ખાંડયા વગર આને બદલ. હું તો ચાલતો જ જઈશ.

Happy World Environment Day.

Featured

જિંદગી શેના માટે છે ???

1510750469061

જિંદગી જીવવા સિવાય કશા જ માટે નથી .   –      કવિ શ્રી અંકિત ત્રિવેદી.

આપણો જન્મ આપણા હાથમાં નહોતો. મૃત્યુ પણ આપણા હાથમાં નથી, એતો જાણીએ જ છે ને આપણે ? તો આપણા હાથમાં શું રહ્યું?  ” જિંદગી ” –  એ આપણી પોતાની છે અને આપણા હાથમાં છે.

તો, એ જન્મથી મૃત્યુ સુધીની સફર આપણે કેવી રીતે કરવી એ આપણે નક્કી કરી શકીએ ને? હવે અહિયાં એ પ્રશ્ન થાય કે, એ તો નશીબ ની વાત છે. તો, WHEN THERE IS A WILL, THERE IS A WAY. YOU CAN MODIFIED YOUR FATE.

નો ડાઉટ, દરેકની જિંદગી ની પ્રીઓરીટી અલગ અલગ હોય છે. But at last, it should be lived, not only just survived.

Just Think about, and Start living. 

Featured

રવિવારની મોજ, ધર્મજની ગલીઓમાં

‘ધર્મજ’ – ચરોતરનું એક ગામ, જેની આગળ એક શહેર પણ ઝાંખું લાગે. પોળો ના મકાનો હોય કે ગામની ચોખ્ખાઈ હોય, દરેકમાં આ ગામ અવ્વલ આવે.

આ ગામની ઓળખ એન.આર.આઈ. ના ગામ તરીકેની છે. હા, ઘરદીઠ એક-બે લોકો અબ્રોડ હોય જ. પણ અહીંયા રહેલા લોકોએ ગામના વરસની સાચવણી ખૂબ સરસ રીતે કરેલ છે.

આ પહેલા પણ હું આ ગામમાં ગયો હતો. પણ આજે અહીંયા સ્પેશિયલ પોળની ફોટોગ્રાફી કરવા ગયો હતો.

તો, અહીંયા થોડા ફોટા મુકું છું.

Enjoy the virtual Tour….

Featured

ગામડાની સફર

“ગામડું” – મને કાયમ આકર્ષે. નાનો વિસ્તાર, નાના મકાનો, નાના રોડ, પણ લોકોના દિલ અને મન મોટા.

ફરવા જવા માટે હું હંમેશા શહેરની સામે ગામડા ને જ પસંદ કરું. શહેર તો આપણને કાયમ દોડાવે જ છે, પણ આવા નાના ગામડા થોડો “પોરો” ખવડાવે. હાડમારી વળી લાઈફ થી એકદમ દૂર પહોંચી ગયા હોઈએ એવો એહસાસ થાય.

હમણાં થોડા સમય પહેલા મારા એક કઝીન શિરીશભાઈ એ મને ‘લખતર’ જવા નો પ્રસ્તાવ મુક્યો. હું તો આવું ઇચ્છતો જ હતો એટલે મેં એમને ઘડીભરનો વિચાર કર્યા વગર હા પાડી દીધી. આખરે 22.4.18 ને રવિવારે અમારે જવાનું નક્કી થઈ ગયુ. બસ પછી તો અમે ત્રણેય આણંદ થી અમદાવાદ ગયા અને ત્યાંથી શિરીશભાઈ, ભાભી અને એમની ડોટર અમે બધા સાથે લખતર જવા નીકળ્યા.

અમદાવાદમાંથી કાર લઈને બહાર નીકળવું એટલે સાત કોઠા વીંધ્યા બરાબર થાય. જેમ જેમ અમે અમદાવાદ થી દુર નીકળતા ગયા એમ ટ્રાફિક અને ઘોંઘાટ ઓછો થતો ગયો. કોન્ક્રીટ ના જંગલોમાંથી નીકળી પ્રકૃતિ ના માહોલમાં પ્રવેશ્યા. રસ્તામાં લખતરની વાતો પરથી એની વર્ચ્યુઅલ ટુર તો ભાઈએ અમને કરાવવાની ચાલુ કરી જ દીધી હતી, અને અમને મજા આવતી હતી. એટલામાં રસ્તામાં એક ચુડેલ દેવી નું મંદિર આવ્યુ. સાંજના સમયે તો નામ સાંભળીને અને એ જગ્યા જોઈને જ બીક લાગે. ત્યાંથી આગળ જતાં એક નાની લોજ હતી ત્યાં અમે થોડીવાર ઉભા રહી, ફ્રેશ થઈને અમારી ગાડી લખતર તરફ હંકારી.

 

ફાઈનાલી, ગામનો કિલ્લો દેખાવા લાગ્યો. એ ગામ ફરતે આજે પણ દીવાલ છે અને ચારેય દિશાઓમાં એના દરવાજા છે. એવું કહેવાય છે, કે જો આજુબાજુના ડેમ ફૂલ થાય અને પુર જેવી સ્થિતિ થાય તો જો બધા દરવાજા બંધ કરી દેવાય, તો પાણી ગામમાં પ્રવેશી શકે નહીં. પણ અમે એક દરવાજામાંથી ગામમાં દાખલ થયા. અંદર પેસતા જ સીધું ગામનું મુખ્ય બજાર આવ્યું. ત્યાં અમારે જેમના ઘરે જવાનું હતું એમની દુકાન એ બજારમાં જ હતી. અમે અમારી કાર ત્યાં પાર્ક કરીને ચાલતા ઘરે ગયા. સાંકડા રસ્તા, નાની નાની દુકાનો, ઓટલે બેઠેલા લોકો અમને જોતા અને અમે એમને જોતા અમે ઘરે પહોચ્યા.

નાની ગલીમાં અંદર સામે જ ઘરનો કોતરણી વાળો ડેલો દેખાયો. એ અમારા ભાભીનું ઘર છે. એ ઘરને આ વર્ષે જ ૧૦૧મુ બેઠું હતું. શહેરમાં ક્યાય જોવા ના મળે એવી એ ઘરની પેટર્ન હતી. ઘરમાં લગભગ ૭૦% બાંધકામ માં સાગના લાકડાનો ઉપયોગ થયો હતો. ૧૦૦ વર્ષ જુનું ઘર હતું, પણ એ ભારે સચવાયેલું હતું.

IMG_20180422_124200394-01

ઘરનું બાંધકામ “એક ઓસરીએ બે ઓરડા” જેવું હતું. એટલે સળંગ ઓટલા જેવી ઓસરી, એની ઉપર જોડે જોડે બે ઓરડા પડે. એ ઓસરી ની સામે થોડી ખુલ્લી જગ્યા છોડીને સામે બીજા ઓરડા. હવે, આ ઓસરી અને ઓરડામાં આટલા ઉનાળામાં પણ ગરમી નહોતી થતી અને પંખાની પણ જરૂર પડે એમ નોહ્તું લાગતું. હવા-ઉજાસ અને પવન ની અવરજવર ને કોઈ રોકટોક થાય એમ નહોતું.

IMG_20180422_143215592-01

“ ઓસરીના કઠોડે ( રેલીંગ ) ટેકવેલી પાટ ઉપર બેઠા હોય, એક હાથ માં ગરમા ગરમ મસ્ત આદુ વાળી ચા હોય, બીજા હાથમાં બુક હોય અને સામસામે બે ઓરડાની વચ્ચે ખુલ્લી છત માંથી દેખાતા આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ પડતો હોય. આ મજા લેવા ફરી ત્યાં જવાનું છે. “

 

અમે ત્યાં પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો. પણ ઘર જોવાની થોડી ઇન્તેઝારી હતી એટલે અમે પહેલા એ કામમાં લાગી ગયા. લાકડાના દાદરા, રંગીન કાચ વાળી બારીઓ, બારીને નીચે ઓઠીકાણ ( ટેકો દેવાની જગ્યા). આ બધું જોયું, માણ્યું, ફોટા પડ્યા એટલી વારમાં જમવાનો સાદ પડ્યો. એટલે અમે જમવા બેઠા. જમવાનું બધું જ મસ્ત હતું પણ, સૌથી સરસ દહીં હતું. એકદમ પ્યોર, જાડી મલાઈ વાળું દહીં. એ ખાધા પછી હવે અમુલ નું મસ્તી દહીં તો જોવાની પણ ઈચ્છા ના થાય.

IMG_20180422_150333407-01

પછી થોડી વાર એ ઓસરી અને ઓરડામાં આરામ કરી અને પછી અમારે ધ્રાંગધ્રા જવાનું હતું, એટલે થોડું જલ્દી નીકળવું પડ્યું, અને અમારી કર બજારો ની નાની ગલીઓ વીંધતી વીંધતી એક દરવાજે થી ગામની બહાર નીકળી અને ગામની “રાંગે રાંગે” ( દીવાલે દીવાલે ) અમે સીધા રોડ પર નીકળ્યા ધ્રાંગધ્રા જવા.

ચોમાસામાં એક વાર ત્યાં જવાની અને એ ઓસરીને ફરી માણવાની ઈચ્છા છે.

Featured

Happy World Book Day

Today is World Book day. As we all know now a days, very few likes to ready books other than study syllabus. Even some study material also available in digital format.

I have written many a times about the reading but today I want to share some photographs which I received via WhatsApp. It shows the dark future of the books.

Here are some photos which can force you to think about the future of Books.

 

 

As a reader and book lover, can we accept this future ?

So, choose to read “Books” rather to read on Kindle or any digital platform.

 

” HAPPY WORLD BOOK DAY “

Featured

ફિલ્મો નું Playlist

આમતો દરેક મૂડ મા અલગ અલગ કેટેગરી ની બુક્સ વાંચવાની મને ગમે છે. કારણકે બુક વાંચતી વખતે હું મારી જાતે વિચારી, કેરેક્ટર અને જગ્યાઓ પસંદ કરી એને માણી શકુ છું. આના માટે એક સરસ શબ્દ એક બ્લોગર https://thepraditachronicles.com/ કે જેમને હું ફોલો કરું છું, એમણે આપ્યો હતો, એ છે ” Movie Inside Your Head”. પણ કોઈ વાર જ્યારે એમ થાય કે આટલું બધું નથી વિચારવું, ત્યારે સીધી જ ગમતી મુવી ચાલુ કરી દેવાની, અને જોઈ લેવાની.

ગયા રવિવારે ‘Zindagi Na Milegi Dobara’ એક મુવી ચેનલ પર જોવા મળી હતી, પણ થોડી અધૂરી રહી ગઈ હતી. તો આજે એ ફરી આખી જોયી. હા, આવી અમુક મુવી કાયમ મારા પર્સનલ કલેક્શનમાં હોય જ. આ સાથે હજી બીજી પણ કેટલીક છે, જે સમય મળ્યે વારંવાર જોવાની છે.

Here is the List of. My all time favourite movie and which I like to watch repeatedly. You can watch if you like.

1. Zindagi Na Milegi Dobara’
2. Tamasha ( Ranbeer – Deepika )
3. Dil Chahta Hai
4. Piku
5. Lunch Box
6. Bey Yaar ( Gujarati )
7. Andaz Apna Apna
8. Rock On
9. Wake Up Sid
10. Highway

આ સિવાય હમણાં ની નવી આવેલી ગુજરાતી મુવી ‘લવ ની ભવાઈ’ અને ‘રેવા’ પણ વારંવાર જોવાની ઈચ્છા છે, પણ હજી એની હોમ સીડી અવેલેબલ નથી. પણ ભવિષ્યમાં આ લિસ્ટમાં એ પણ ઉમેરાઈ શકે છે.

Featured

જલસા પાર્ટી With Dhvanit

અમીન સયાની નું નામ તો અત્યારના છોકરાઓને બહુ ખબર નહિ હોય, પણ “ધ્વનિત” ને અમદાવાદ અને હવે ગુજરાતમાં દરેક લોકો જાણતા હશે જ. મજાક માટે ઓડીશન આપવા ગયેલો છોકરો ગુજરાતનો બેસ્ટ આર.જે બની ગયો. હું આજની તારીખે પણ ખુબ લીમીટેડ આર.જે ને પસંદ કરું છુ. એમાં ધ્વનિત પ્રથમ નંબરે મૂકી શકાય, ત્યારબાદ દેવકી, અને આરતી બેન. આર.જે ક્ષિતિજ ને બહુ સંભાળવાનો મોકો નથી મળ્યો, પણ એમના અમુક વિડીયો Insta પર જોયા છે. ( જૈસે જિસકે નસીબ ).

પણ આજે વાત કરવી છે આર.જે. ધ્વનિત ની. એ ભાઈ લગભગ ૨૦૦૩ થી એટલેકે મિર્ચી ની ગુજરાતમાં શરૂઆત જ થઇ હતી, ત્યારથી એક જ રેડીઓ સ્ટેશન જોડે જોડાયેલા છે. અને એ ત્યારથી લઈને અત્યાર સુધી કાયમ કૈક નવું કરતુ રહેવાનો પ્રયાસ કરતા રહે છે.

એમના જુદા જુદા સાહસો વિષે વાંચશો તો નવાઈ લાગશે, આ રહ્યું લીસ્ટ,

૧.      ગુજરાત ના પોપ્યુલર આર.જે.

૨.      ગુજરતી ફિલ્મો માં ગીતો ગાયા

૩.      પોતાનું મ્યુઝીક આલ્બમ “મજ્જાની લાઈફ” બનાવ્યું.

૪.      મ્યુઝીક થેરાપી સેન્ટર સ્થાપ્યું.

૫.      એવોર્ડ શો કે ફંક્શન નું એન્કરીંગ કર્યું.

૬.      ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે ઝળક્યા.

૭.      રોજ સવારે કહેતા “મોર્નિંગ મંત્ર” ની બુક લોન્ચ કરી.

 

અને હવે છેલ્લે તો નહિ પણ નવી એક સિદ્ધિ, સોસીયલ મીડિયા પર એક ગુજરાતી કલાકારો સાથેનો ટોક શો “જલ્સા પાર્ટી” હોસ્ટ કરે છે. કાલે જ એનો પહેલો એપિસોડ ઓન એર થયો હતો. હવે મજાની વાત એ છે કે, એ માણસ એને પ્રોમોટ પણ ગજબ રીતે કરે છે યાર. હા, એ શો ઓન એર થવાનો હતો, એ પહેલા સવારે એ પરિમલ ગાર્ડનમાં જઈ લોકો કેવી કેવી જલ્સા પાર્ટી કરે છે, એ લાઇવ કરી આવ્યા અને લોકોને પોતાની જલ્સા પાર્ટી ચાલુ થઇ રહી છે, એ કહી આવ્યા. અને પછી લોકોએ હોશે હોશે જોયો પણ ખરો.

હવે એ શો વિષે કહું, તો એ શો કઈ નવું ફોર્મેટ નથી. કોફી વિથ કરણ, મુવર્સ એન્ડ શેખર્સ આપણે જોતા હતા, આ એવો જ ટોક શો છે. પણ આની ખાસિયત એ છે કે, આમાં આપણા પોતાના ગુજરાતી સ્ટાર છે. આપણા અમદાવાદની અને ગુજરાત ની વાત છે. અને આ બધું કરે છે અમદાવાદનો ફેવરીટ………..  નામ ની તો જરૂર નથી જ ને ?

આ માણસની ખાસિયત એ છે કે, આટલા વર્ષોથી આ ફિલ્ડમાં હોવા છતાં અને આટલું જાણીતું નામ હોવા છતાં, એ ભાઈ નું લોકો પ્રત્યે નું વર્તન અને વાણી વિવેક એકદમ “માપમાં” છે. અને ગુજરાતી ભાષા પ્રત્યેની તેમની પક્કડ મજબુત છે. બાકી, આ જે ઉપર આર.જે ના નામ આપ્યા, એ સિવાય ઘણાબધા આર.જે છે, જેઓ ગુજરાતી ભાષા ને આમના જેટલો ન્યાય નથી આપી શકતા.

૧૫ વર્ષ ના ગાળા માં ઈન્ટરનેટ ની પા-પા પગલી થી લઇ 4G સુધીની દરેક જનરેશન ને ગમતા કન્ટેન્ટ આપવા એ સહેલી વાત નથી.

Featured

ફેસબુક નો ડેટા ચોરાઈ ગયો !!

ફેસબુક નો ડેટા ચોરાઈ ગયાના સમાચાર આવ્યા, એવામાતો ફેસબુકીયાવ મા ખળભળાટ મચી ગયો.

ફેસબુક આપણને મફતમાં સર્વિસ આપે છે, બરાબર ? તો કઈ એ દેશ સેવા કરવા થોડો બેઠો છે ! એણે આ એપ કામવવા માટે જ તો બનાવી છે. એની ઉપર જાહેરાતોથી એ કમાય છે. આપણે એની ઉપર જે લખીએ કે લાઈક કરીએ એનું એનાલીસીસ કરીને એ આપણી ન્યુઝ ફીડમાં જાહેરાત મૂકે છે.

બીજું, એણે આપણી જોડેથી ફોન નંબર અને ઇમેઇલ સિવાય કોઈ બીજી વિગત ફરજીયાત માંગી નથી. ( હા, આપણે આપણી જાહેરાત કરવા બધું લખીએ છે ) બીજી કોઈ એપમાં આપણે ફેસબુકથી સરળતાથી લોગીન કરીએ છે, ત્યારે એ આપણા ફેસબુકના એક્સેસ માગે છે અને આપણે આપીએ છે. તમારા ડેટાની જો એટલી જ ચિંતા હોય તો ના આપશો ત્યાં !!

હવે, અત્યારે ઘણી બધી ફની એપ ફેસબુકમાં આવે છે, કે ‘ તમે દાઢીમાં કેવા લાગશો ‘, ‘ તમેં ઘરડા થશો તો કેવા લાગશો ‘, ‘તમારી ખાસિયત શુ છે’. આવી બધી જગ્યાએ આપણે બેફામપણે આપણા ડેટા નો એક્સેસ આપીએ છે. તો એ એપ શું ખાલી આપણને ખુશ કરવા માટે જ હોય છે ? એય આપણું એનાલીસીસ કરી આપણી ન્યુઝ ફીડ પર જાહેરાત મુકવા માટે જ આવા ગતકડાં કરતા હોય છે.

જેઓ હોંશે હોંશે રોજે આવી એપમાં પોતાનું ભવિષ્ય જોઈ ખુશ થતા હોય છે, એ લોકો જ ફેસબુકના ડેટા લીક થયા ના સમાચાર સાંભળી આઘાતમાં પડી ગયા છે. અને એટલેજ કોઈએ આવા લોકોની રીલ ઉતારવા ફેસબુક પર મેસેજ ફરતો કર્યો કે ‘BFF’ લખો અને જો લીલું થાય, તો તમારું એકાઉન્ટ સેફ છે. અને એ ભાઈ કે બેન ને ધાર્યા કરતાં પણ વધારે સફળતા મળી અને કદાચ ભવિષ્યમાં ‘ઝુકરભાઈ’ એમને ફેસબુકની ઓફિસમાં નોકરી પણ આપી શકે.

” જાહેરમાં આપણે આપણી બધી વાતો કરીએ, લોકોને સંભળાવવા માટે અને કોઈ સાંભળી જાય ત્યારે આપણે હોબાળો કરીએ – ફેસબુકના કેસમાં કૈક આવું જ થયું છે. ”

” આ જે લોકો BFF લખે છે, એ લોકોએ કદાચ એમના આધાર કાર્ડ ફેસબુક જોડે લિંક કરી દીધા લાગે છે. “

Featured

90’s Golden Era

90′ મા જન્મેલા બાળકો એવી છેલ્લી જનરેશન હશે જેણે લેન્ડલાઈન ના P.P નંબરથી લઈને જીઓના VIP નંબર સુધીની સફર જોયી અને માણી છે. જેણે કોઈનબોક્સ વાળા ફોનમાં ગણી ગણી ને વાતો કરી છે અમે આજે જીયો પર અનલિમિટેડ વાતો પણ કરી શકે છે.

પણ હવે આજે ત્યારના પૉપ આલબમ વિશેની વાત કરવી છે. એ પૉપ આલ્બમોનો પણ સુવર્ણ કાળ હતો એમ કહીએ તોય વધારે ના કહેવાય. હમણાં થોડા વખતથી Gaana App માંથી શોધી શોધીને રોજ અલગ અલગ અલબમો સાંભળું છું. અત્યારે જ્યારે આ લખું છું, ત્યારે સોનુ નિગમ નું સુપર હિટ ‘દીવાના’ આલ્બમ ચાલુ છે. એ વખતે તો આની કેસેટો પૈસા ખર્ચીને લાવતા અને એની પેટ્ટી ઘસાઈ જાય ત્યાં સુધી વગાડતા.

આજે અહીં થોડાક મારા મનગમતા અલબમો ના નામ આપું છું. જો સમય મળે તો યુટ્યુબ કે GAANA પરથી શોધીને સાંભળજો. ( Guaranteed, you will recall old Memories ).

1. Deewana – Sonu Nigam ( આ મારું, મિતેષ અને પ્રીતેશ નું મોસ્ટ ફેવરિટ )

2. Jaan – Sonu Nigam

3. Kya Surat Hai – Bombay Vikings

4. Tanha Dil – Shaan

5. Lift Karadey – Adnan Saami

6. Tera Chehra – Adnan Saami

7 Oh Sanam / Kabhi Aisa Lagta Hai – Lucky Ali

8. Purani Jeans

9. Aaja Meri Gaadi Me Baith Ja – Baba Sahegal

10. Sochta Hu Uska Dil – Babul Supriyo

બીજા પણ ઘણાબધા છે, અને મારા ફેવરિટ પણ ઘણાબધા છે. આતો મારા ટોપ ફેવરિટ ના નામ લખ્યા. બાકી શોધો, સાંભળો આ વિકેન્ડમા….

Featured

આત્મવિલોપન – જિંદગીના ભોગે !!!

1520402888113

“ Don’t End Life to Get Anything,

Rather, Spend life to get Anything.”

” આત્મવિલોપન” નો એક કિસ્સો હમણાં જ આવ્યો હતો. એક દલીત વ્યક્તિએ સરકાર ને અરજી કરવા છતાં મદદ ન મળતા આત્મવિલોપન કર્યું. કોઈ હક કે મદદ માટે પોતાની જિંદગી ટૂંકાવી નાખવી એ દુઃખદ ઘટના છે. પણ એ મદદ કે હક મેળવવા માટે જિંદગી ખર્ચી નાખવી એ વ્યાજબી છે.

આ દુનિયામાં દરેકને કોઈની સાથે કોઈને કોઈ પ્રોબ્લેમ થતા જ હોય છે. પણ અમુક લોકો એનો એકદમ સસ્તો રસ્તો પોતાની કે કોઈની જિંદગી ટૂંકાવીને કરતા હોય છે. જો થોડીક સહનશક્તિ અને થોડીક સંઘર્ષ શક્તિ હોય તો દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને એ સોલ્વ કરતા કરતા જ જીવવામાં મજા છે. ટેક ઇટ લાઈક પઝલ્સ.

મારો એક નાનપણ નો મિત્ર મિલાપ ગોહેલ, કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો છે. ત્યાં જઈ તેણે ડોલર કમાવવા માટે નોકરી કરી. પણ એનું એક સપનું હતું કે, ત્યાંના એક ફેમસ મોલમાં તેનો પોતાનો સ્ટોર હોય. એ સાકાર કરવા માટે તેણે ખૂબ સંઘર્ષ કર્યો, પોતાની બધી કમાણી એ સપનું સાકાર કરવા દાવ પર લગાડી દીધી. બધું જ તેની ઈચ્છા પ્રમાણે થતું ગયું. પણ એક દિવસ ઉપરા છાપરી લીગલ નોટિસો તેના સ્ટોર માટે એને મળી. એ થોડો હતાશ થઈ ગયો. પણ એણે હિંમત હાર્યા વગર તેનો સામનો કર્યો અને એ સમય સામે લડ્યો. ઘણો સમય અને ડોલર ખર્ચ્યા બાદ પરિસ્થિતિ થોડીક તેની ફેવરમાં આવી. અને આવતા થોડા સમયમાં તેના એ સ્ટોરનું સપનું સાકાર થશે.

આ ઉપર જે વાત લખી એ ખૂબ ટૂંકમાં લખ્યું છે. પણ એ મિત્રની જે સિચ્યુએશન હતી, એ હું એના અવાજમાં અનુભવતો હતો અને સાથે સાથે એનો ફરી બેઠો થવાનો જુસ્સો પણ અનુભવતો હતો.

લક્ષ મેળવવા માટે જિંદગી ખર્ચી શકાય પણ ટૂંકાવી ના શકાય. જિંદગી હશે તો લક્ષ પ્રાપ્ત થશે.

जान है तो जहां है….

 

Featured

વાંચન – શોખ કે જરૂરિયાત !!

શુ તમે ક્યારેય વિચાર્યું છે, કે જીવનમાં તમારે વાંચન ની જરૂર છે ? અને જો છે, તો એને શોખ બનાવો, કંટાળો નહીં આવે.
હવે એક વાર ફ્લેશબેકમાં જવાનો પ્રયત્ન કરો અને વિચારો, કે આપણો પનારો વાંચન સાથે ક્યારથી પડેલો છે. યાદ આવશે લગભગ 4 વર્ષના હતા ત્યારથી સ્કૂલમાં દેશી હિસાબ પકડ્યો છે. ત્યારે એ જરૂરિયાત હતી અને એટલે આપણને એ કંટાળો આવતો હતો. પછીતો જેમ જેમ ધોરણો મોટા થતા ગયા તેમ તેમ વાંચવાનું પણ વધતું ગયું. પણ આ બધું જરૂરિયાત વાળુ હતું.
આવું જરૂરિયાત વાળુ વાંચન જીવન ના લગભગ દરેક તબક્કામાં આવતું જ હોય છે. ભણ્યા બાદ નોકરીમાં હોવ કે ધંધામાં, તમારે અપડેટેડ રહેવા માટે લાગતું વળગતું વાંચતુ જ રહેવું પડે. રીટાયર થયા બાદ લોકો ધાર્મિક વાંચન પર ભાર આપતા હોય છે. પણ આ બધાની સાથે સાથે જો વાંચવાનો શોખ કેળવી અને ગમતું વાંચો, તો કેવી મજા આવે ?
બુક્સ અને વાંચન ઉપર ગઈકાલ તા. 4.3.18 ના રોજ દિવ્ય ભાસ્કર ની પૂર્તિમાં કાંતિ ભટ્ટ સાહેબ નો એક લેખ હતો. વાંચજો, વાંચન નું મહત્વ સમજાઈ જશે.
Screenshot_20180305-084256~2
સારું વાંચન તમને કોઈને ગમવા લાયક બનાવે છે.
અત્યારના 4G ના યુગમાં બુક્સ સિવાય આપણી પાસે વાંચન ના ઘણાબધા સોર્સ છે. ફેસબુક, વોટ્સએપ પર પણ વાંચન ની ભૂખ સંતોસાય એટલું મળે છે.  વોટ્સએપમાં એક Limited 10 Post નામનું ગ્રુપ ચાલે છે, તેઓ લગભગ 1400 લોકોને રોજ અલગ અલગ લેખકોના લેખ પુરા પાડે છે, અને લોકો હોંશે હોંશે વાંચે પણ છે.
Featured

India – Rich in History

immortal-india-theplungedaily

Here is the brief introduction of my blog in this video. As many of my friends and readers suggesting me to tell my views in video, here I made it. Check it out. As it is my first video, please comment your views here or on You Tube.

Hello Readers,

Its Sunday morning, and as usual I just took my place in balcony in my favorite recline chair with tea and a book. This is my best chilling time. Today I took a book of Mr. Amish Tripathi “ IMMORTAL INDIA “. I am reading it since last long, but today I read the chapter which I think I should share with you all. Its about the rich history of India. As we all know, India was the richest country several thousand years ago. Yes, we had a 25% contribution to the world’s GDP. And so we know, India was called “ Sone Ki Chidiya “. Even European dreamed to land in India and started trade. The Roman Emperor Vaspasian had prohibited trade with India because their country was facing currency shortage. In exchange of trade with India, they have to exchange gold and silver. Despite not possessing massive gold mines, India is known to have amongst the largest quantities of gold hoarded in private hands.

But, why we were such a popular country? Because, we were an open minded, curious and accommodating society, and this precisely the secret of our success. I can say we were America of Ancient times. We welcomed all refugees from all over the world. Christianity arrived in India before it went to most European countries.

Then, what happened to us? How did we fall so dramatically from the dizzying heights that we had occupied for millennia? A popular notion is that foreign conquerors like the Turks and British did this to us. NOT TRUE. They didn’t destroy us. We destroyed overselves.

The British only made it obvious that we were in terminal decline, a face hidden by the immense legacy of our past successes. Merely 1,00,000 British lorded over 300 million Indians over 200 years. Let’s  be clear, this was not just a conquest. This was humiliation that is unparalleled in human history. It happened because there was a class of Indians that controlled India on behalf of the British. General Dyer may have given the orders to fire at defenceless Indians in Jallianwala Bagh, but the people who actually shot them were our fellow countrymen.

So, this was just the clip of our history. Read more of history and our ancient civilization in the book of Mr. Amish Tripathi. “ IMMORTAL INDIA”

 

 

Featured

Working Couple

Are you a working Couple ? Then you can correlate yourself with my views batter way.

In this 21st century, where Money is all about to live life happily, everyone is running behind it and money runs in more speed. So, we decide to make run in a couple. So that we can catch it more. But, why we both running behind it ? To enjoy more of life with each other ? Yes, this should be the motive. And many of us are understanding the rule.

Ok, full week we are running behind money by putting social and personal life aside. So, now it’s our responsibility to give some quality time to each other and the family. If we are passing all week on work load, our partner also doing the same. So, if we required to be refreshed on weekend, so they too.

So, in weekend, when you are giving quality time to your partner and if anybody barking on you for not giving time to them, Let them Do.

Earn Money Togather,
Spend Money Togather,
Enjoy Life Togather.

Featured

TV Advertisements of 80’s and 90’s

This article can be the sequel of my earlier blog ” ટીવી ની જાહોજલાલી “. The Golden Period of Television. During 80’s and 90’s, the televisions were just introduced and they were consider as Luxury. We had bought a black and white television of “Bush”. And during 1992-93, we were upgraded to Onida 21 inch color television. And it was without Remote control.

Why I remind all this things, because few days back I was reading “Reader’s Digest” January-18 issue. I found an article named ” Those Were The Days “, with photographs of the TV advertisements of 70’s, 80’s and 90’s. And yesterday one of the columnist and friend Mr. Bhavin Adhyaru posted on facebook about the Romomac pens. It reminds me this advertisements and so on I can’t hold myself to write about the ads and share the photographs with you.

This slideshow requires JavaScript.

” Open the Box of Memory in your Head, and slip in to the past for a while ”

 

Photos Courtesy  :   Reader’s Digest  ( January-18 )

Featured

Photographer – The Struggler

Photographer – captures the moment of life, which may help us to be memorise in future. Role of photographer is different as his passion. Some like to take selfie only, some like nature and the one who take photographs in wedding are most pitied persons.

This is based on my observations throughout this wedding season. He is the most busy person in the marriage. He has a responsibility to capture all the moment. When everyone are busy in enjoying, he used to run here and there to capture that enjoyable moment.

I have played a role of that kind of photographer in engagement and marriage of friends and relatives. As I had been like friend and family member, I got some courtesy from the host. But the fact is, in maximum case we are not showing that much of courtesy to the professional.

Photographer is the person, who make us happy in future, whenever we see the photographs. So, appreciate them at the time of shoot and give them respect as we give to our guest.

Featured

લગ્ન અને રોડટ્રીપ ની મજા

જાન્યુઆરી 2016, લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ. જ્યાં પહેલી વાર હું અને દિવ્યેશ મળ્યા હતા. પહેલા દિવસે એ એક નોર્મલ વાતચીત હતી. પણ દિવસ દરમ્યાન જ એક મિત્રતા બંધાતી ગઈ અને 2 દિવસ સુધી અમે જોડે એ ફેસ્ટિવલ માણ્યો.

ત્યારથી, ફોન અને મેસેજ પર વાતો થતી રહી. પણ એક દિવસ જ્યારે હું અમદાવાદમાં ફ્લાવર શો જોવા ગયો હતો, અને મેં સ્ટેટસ અપડેટ કર્યું હતું. ત્યારે તરતજ તેમણે મને ફોન કરીને મળવાની ગોઠવણ કરી. પછી ત્યાં જ અમે મળ્યા અને થોડી વાતચીત પણ થઈ.

હવે, એ ભાઈ ના લગન હોય તો મારે દોડી ને જવું જ પડે ને ?

બસ પછી તો ગોઠવણ કરી. સુરત જવાનું હતું. GJ 05 ની ગાડીઓ સિવાય સુરતમાં કઈ જોયેલું નહીં. એટલે મેં ટ્રેન માં જઈ, ત્યાં પહોંચી કેબ કરવાની તૈયારી કરી હતી. કર્ણાવતી ની જવાની ટીકીટ વહેલે થી બુક કરવી દીધી, પણ આવવાની ટીકીટ મળતી નોહતી, એટલે તત્કાલ બુકીંગ પર ભરોસો રાખ્યો. શનિવારે સવારે તત્કાલ ખુલતા જ બુકીંગ કરવા બેઠો, પણ SBI ના લીધે પેમેન્ટ ફેલ થયું અને રિટર્ન નું બુકીંગ પણ હાથમાંથી ગયું.
પછી, બીજા ઓપ્સન માટે મેં એક મિત્રને ફોન લગાડ્યો. પણ કઈ ગમે એવું સોલ્યુશન આવ્યું નહીં. એટલે અંતે અમે અમારી કાર લઈને જ જવાનું નક્કી કર્યું.

એક ગમતા વ્યક્તિ ને મળવા માટે, ગમતી એવી ગાડીમાં, ગમતી એવી રોડ ટ્રીપ, ગમતી એવી વ્યક્તિઓ સાથે કરવાની મજા આવી.

બસ, પછીતો સવારે 6 વાગે અમે અમારું તૈલ વાહન (કાર) સુરત ભણી હંકારી મૂક્યું. સુરત સુધી તો રસ્તો ખબર હતો, પછી ગુગલભાઈ ની જરૂર પડી. એમણે મને સુરતમાં પ્રવેશવાના બે રસ્તા બતાવ્યા. મને જે થોડો ટૂંકો લાગ્યો, એ મેં પસંદ કર્યો. પણ પછી થોડીજ વારમાં ખબર પડી ગઈ કે, આ રસ્તે ના આવ્યા હોત તો સારું. પણ હવે ચઢી ગયા પછી શું ? હેમખેમ રસ્તો પૂરો કરી, છેવટે ડભોલી ગામ પહોંચ્યા, જ્યાં અમારે જવાનું હતું.

અમે તેમના ફ્લેટમાં પહોંચ્યા, ત્યાં નીચે ઓપન સ્પેસ હતી, ત્યાં વિધિ ચાલુ હતી. એટલી ભીડમાં પણ દૂરથી દિવ્યેશભાઈ એ અમને નોટિસ કર્યા અને ઇશારાથી આવકાર્યા. અમે પણ એમનું અભિવાદન ઝીલી શાંતિથી વિધિ જોતા ઉભા રહ્યા. થોડી વારમાં અમે એક જગ્યાએ બેઠા. એટલામાં એમની વિધિમાં બ્રેક પડ્યો, એટલે એ અમને મળવા આવ્યા. થોડી વાતચીત થઈ અને એમણે અમારા ત્રણેય માટે એમની પર્સનલ રીડિંગ રૂમ અમને આરામ કરવા માટે ફાળવી. બસ રૂમમાં પેસતા જ સામે દીવાલ પર બુક્સ ગોઠવેલી, નીચે મસ્ત બેડ (જે સોફાનું પણ કામ કરતો હતો.) સામે મોટો પડદો હતો. જેવો એ થોડોક ખોલ્યો તો મસ્ત સૂર્યના કિરણો રૂમમાં પ્રવેશ્યા અને થોડો સ્લાઇડર ખોલ્યો તો પવન ની લહેરખીઓ લહેર કરાવી ગઈ.

હું થોડી વાર સુધી બુક્સને તાકતો રહ્યો. બહુજ સરસ અને દરેક કેટેગરીની બુકસનું કલેક્શન હતું. તેમાંથી દિવ્યેશભાઈને પૂછ્યા વગર એક-બે બુક્સ કાઢીને વાંચી. (એમણે મને એ રૂમ ફાળવી એટલે એ નક્કી હતું કે હું એમાંથી કોઈ બુક વાંચું તો એમને પ્રોબ્લેમ ના જ હોય) એ દરમ્યાન એમના ભાઈઓ એટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ થોડી થોડી વારે અમારી ખબર લેવા આવતા. થોડી વાર પછી જમણવાર માટે અને પાછું કાર લઈને આણંદ જવાનું હોવાથી સમયના અભાવે અમારે એ રૂમ થોડી જલ્દી છોડવી પડી.

છેલ્લે દિવ્યેશભાઈ ને મળી અને નીકળવાની રજા લેતી વખતે તેમને એક નાની ગિફ્ટ આપી ત્યારે સામે તેમણે પણ મને એક ડાયરી ગિફ્ટ આપી. ( 2018 નું વર્ષ મારા માટે ડાયરી વર્ષ કહી શકાય, કેમકે આ વર્ષે ઘણા લોકોએ ડાયરી ગિફ્ટ આપી છે )

બસ, પછી સુરતમાં એકાદ મોલમાં ફરવાનું વિચારી અમારી GJ 23 સુરતના પહોળા રસ્તાઓ પર GJ 05 ની જોડે રેસમાં લાગી ગઈ.

સુરત ની નાઈટ લાઈફ અને જમણ મારે ફરી સ્પેશ્યલ જવું જ પડશે.

Featured

પ્રેમ નો દિવસ !! અરે આખી જિંદગી હોય …

પ્રેમનો દિવસ !!
આનો કોઈ દિવસ હોય ?
પ્રેમ કોઈ દિવસ માં સીમિત છે ?
અરે એ તો બ્રહ્માંડ ના કણે કણ માં છે,
શરીરના દરેક રુવાડામાં છે,
દિવસની દરેક સેકંડોમાં છે,
પ્રેમ તો જ્યારે અંતરથી ઈચ્છા થાય ત્યારે જ કરાય. એના માટે કોઈ દિવસ ની રાહ જોવાય ?
આજે આ દિવસ છે, એનો ઉપયોગ તો કરી જ લેવો, અને એવું પણ નક્કી કરી લેવું, કે આપણે પ્રેમ કરવા આવા કોઈ દિવસ ની રાહ જોવાની જરૂર નથી.
Love is not limited to any specific day.
Featured

Week Of The Days…

511bbcfb-08d8-4635-b277-2bd2ac111351

Valentines day is few days ahead. And as usual we are celebrating several days, like, chocolate day, teddy day, hug day, promise day.

But, I think If we love someone or wanted to show our love to some one, we dosen’t need to wait till any specific day. Yes, you can propose a girl/boy, or you can gift chocolates, teddy to your girlfriend/boyfriend or wife/husband any time you want.

Let me ask you, 

Should we wait for any day to express our feeling to the loved one ?

Should we wait for any day to gift something to our loved one ?

Should we wait for any day to HUG our loved one ?

Can’t we give chocolates whenever we desire ?

 

Everyday is Valentine, When you are with your loved one.

You don’t require any reason to express your love.

 

Image Credit :  Internet

કનેવાલ – એક સ્વયંભુ તળાવ


કનેવાલ, એ ભાલ પ્રદેશનું એક સ્વયંભુ તળાવ છે, જે બારેમાસ પાણીથી ભરેલું જ રહે છે અને આજુબાજુના દરેક ગામડાઓને પાણી પૂરું પાડે છે. આ તળાવ એટલું મોટું છે, કે એની વચ્ચે ત્રણ ટાપુ પણ છે ! હા, ત્યાં અમુક લોકો પણ વસે છે.


મને આટલી ખબર હતી, અને મને કાયમ ગામડા ફરવા ગમે, એવામાં આવા ટાપુ પર જવા મળે તો તો આપણને માલદીવ ના ટાપુ ફર્યાનો આનંદ મળે ને ? એટલે ઘણા વખતથી આ તળાવ અને એ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરતો હતો, પણ કઈ મેળ પડતો નોહતો. આખરે લોકડાઉન ખુલ્યા બાદ, સપ્ટેમ્બરમાં ત્યાં જવાનું શક્ય બન્યું.


ત્યાં જવા માટે શ્રેષ્ઠ સમય શિયાળો છે. આ સમયે ત્યાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. એટલે પક્ષીઓના જાણકારો માટે આ સમય શ્રેષ્ઠ છે. અને શિયાળામાં ત્યાની વનરાજી પણ ખુબ ખીલી હોય છે એટલે અમે પણ શિયાળો જ પસંદ કર્યો. બસ, સવારે સાતેક વાગે અમે આણંદથી કાર લઈને નીકળ્યા. લગભગ ૨ કલાકે અમે કનેવાલ તળાવ પાસે પહોચ્યા. તારાપુર ચોકડી થી વટામણ જતા, લગભગ ૧૫ કિલોમીટરે વરસડા ગામનો ખાંચો આવે ત્યાંથી અંદર દસેક કિલોમીટરે આ તળાવ પાસે પહોચી શકાય. વરસડા ના ખાચામાં વળતા જ થોડા આગળ જતા ગ્રેનરી નો આનંદ લુંટવાનો ચાલુ થઇ જાય !


જેવા ત્યાં પોહ્ચો કે તરત જ કુદરતના ખોળે આવી ગયાનો આનંદ આવે. મારી સાથે મારા એક મિત્ર હતા, જે વેટનરી ના ડોક્ટર છે, અને તે પોતે ભાલ પ્રદેશમાં જ ફરજ પર છે. એટલે ત્યાના એમના એક મિત્ર ત્યાંથી અમારી સાથે આવ્યા. ત્યાં એ વખતે અમુક પક્ષીઓ હતા, પણ જો તમારે એમણે જોવા હોય તો સારા દૂરબીન અને સારા ઝૂમ લેન્સના કેમેરા સાથે રાખવા, કેમકે એ જરાક પણ અવાજ થાય, તો ત્યાંથી ઉડી જાય છે. એ તળાવના કિનારે આવા વિદેશી પક્ષીઓ વિશે થોડી માહિતી આપતા બોર્ડ પણ મરેલા છે. જો તમને પક્ષીઓ વિષે જ્ઞાન અને શોખ હોય, તો ઘણું જાણવા મળે. ત્યાં થોડું ફર્યા બાદ, તળાવ કિનારે પોહ્ચ્યા. ત્યાં બોટ માટે પગથીયા વાળું પ્લેટફોર્મ બનાવ્યું છે. એના પગથીયે બેસીને તમે પાણીમાં પગ બોળી તરતી જીણી માછલીઓ ને જોઈ શકો, એટલું ચોખ્ખું પાણી છે.


ત્યાં એટલામાં બોટ વાળા ભાઈનો ફોન નંબર એક પાટિયા પર લખેલો જ છે. જો તમારે તળાવમાં બોટિંગ કરવું હોય, તો એ નંબર પર ફોન કરો એટલે એ ભાઈ બોટ લઈને આવે અને તમને તળાવમાં બોટિંગ કરાવે. હા, તમે કેટલા વ્યક્તિ છો એ જણાવવું, તો એ પ્રમાણે બોટ લાવે. ત્યાં નાની હલેશા વળી બોટ અને એન્જીન વાળી આંઠ-દસ વ્યક્તિ બેસી શકે એટલી બોટ પણ હોય છે. અમારી સાથે તો ત્યાના એક ભાઈ કે જે ડોકટરના મિત્ર હતા, તેમણે પહેલેથી જ બોટ માટે ફોન કરી રાખ્યો હતો, એટલે થોડી વારમાં જ એ ભાઈ બોટ લઈને ત્યાં આવી ગયા. એ તળાવમાં બોટિંગ સિવાય પણ જો તમે આ બોટ વાળા ભાઈને વિનંતી કરો, તો ત્યાં અંદર ટાપુ પર તમને લઇ જાય. જો કોઈને ગામડા જોવાનો શોખ હોય, તો એ ટાપુ તો એમના માટે સ્વર્ગ જેવો લાગે.
ટાપુ પર પોહતાજ ત્યાં કિનારે કમળ ઉગેલા દેખાય. બોટમાં બેઠા બેઠા પણ તમે એ કમળને પકડી શકો. પાણી ઉપર પાંદડા પડેલા હોય અને એ પાંદડા ઉપર પાણીના ટીપા હોય, અહા, શું દ્રશ્ય હોય છે. પિક્ચર પરફેક્ટ સીન ત્યાં જોવા મળે. જેવા તમે એ બોટમાંથી ઉતરો, કે તરત તમે કુદરત ના ખોળે આવી પહોચ્યા હોય એમ લાગે ! અમે ત્યાંજ થોડા ફોટા પડ્યા અને નાની પગદંડી વાટે ગામમાં પ્રવેશ્યા. આમતો પ્રવેશદ્વાર જેવું કઈ હતું નહિ, પણ ગામ સુધી પહોચવા માટે એક નાની પગદંડી હતી. એ ટાપુ પર ૫-૬ પરિવાર રહે છે, એમાંના એક પરિવારને મળવા અમે પહોચ્યા. નાના, કાચા ઘર બહાર ઝાડ નીચે ખાટલો પાથરી અમને બેસાડ્યા. ત્યાં એ ઘરના છોકરાઓ રમતા હતા. ઘરધણી અમારી સાથે વાતો કરવા બેઠા અને એમના ઘરવાળા એટલી વારમાં અમારા માટે ચા બનીને લાવ્યા. ત્યાં ચા, સીધી સ્ટીલની રકાબીમાં જ રેડે. મજા આવે, ઝાડ નીચે, કાથીના ખાટલામાં, શીતળ પવનમાં ગરમા ગરમ ચા. વાહ મને તો એ સ્વર્ગ જેવું લાગતું હતું, એ ગામમાં વીજળી નથી, દરેક લોકો પોતાની સોલાર પેનલ લગાવે અને બેટરી થી ઘરની લાઈટો ચલાવે. ઘરનો સામાન લેવા, દૂધ વેચવા, સ્કુલે જવા એમને રોજ તળાવ ઓળંગીને બીજે પાર જવું પડે. ત્યાં બાળકો પણ હોડીમાં જ સ્કુલે જાય !

ફોટા જોવા આ લિંક પર ક્લિક કરો.

https://drive.google.com/folderview?id=1h54u18DQuMTME2Hz11zhGtiJl8V7nhSK


ત્યાથી નીકળી અમે પાછા ગામમાં ફરવા નીકળ્યા. નાના ખેતરો, પાળેલી ભેસો, છાણા લાદતી સ્ત્રીઓ, ખેતરમાં મજુરી કરતા પુરુષો દેખાય. બધાય લગભગ એકબીજાને ઓળખતા જ હોય. એટલામાં અમે એક નાનો કુંડ જોયો. એટલે મેં કુતુહલ થી અમારી સાથે જે ભાઈ હતા એમેને પૂછ્યું, તો જાણવા મળ્યું કે એ વીરડો છે. મેં આ નામ સાંભળેલું હતું, પણ જોયું આજે. આ વીરડો એટલે, એવો ખાડો, કે જેમાં નજીકના તળાવનું પાણી જમીન માંથી ગળાઈને આવે. આ ગામના લોકો આમાંથી પાણી ભરી એને પીવાના ઉપયોગમાં લે છે. બધા લોકો ત્યાંથી જ પાણી ભરી જાય. શહેરમાં તો એક બાથરૂમ માંથી બીજા બાથરૂમમાં પણ જો એક ડોલ પાણી લઇ જવાની થાય તો પણ અઘરું પડે છે, ત્યારે આ ગામમાં હજી લોકો આટલે દુરથી રોજ પીવાનું પાણી ભરી જાય છે.
કુતુહલથી અમે આખું ગામ જોયું. ફોટા પડ્યા, ફર્યા અને પછી પાછા અમારી બોટ વાળા ભાઈને ફોન કર્યો એટલે એ અમને લેવા આવી ગયા અને પાછા બીજે પાર પહોચી ગયા. બોટવાળા ભાઈનો આભાર માની અમેને ચુકવણું કરી અમે પાછા સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલો ભણી અમારી ગાડી ભગાડી.


આ એક નાની ટ્રીપ મારા માટે તો એક લોકડાઉન પછીની રીચાર્જ ટ્રીપ બની રહી.

એ સફરના વીડિયોની લિંક અહીંયા આપી છે. જોજો.

જો, લોકડાઉન લંબાય તો ??

જો આ લોકડોઉન હજી લંબાય તો શું કરવાનું ?

બધા આર.જે ની અંતક્ષરીઓ જ જોવાની ?

ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર મુવી અને સિરિઝો જ જોવાની ?

આ એકવીસ દિવસમાં આપણે આ તો બધું કરી જ ચુક્યા હોઈશું. એટલે હવે એ કહેવું વ્યર્થ છે.

પણ, જો હજી લોકડાઉન લંબાય તો શું કરશો ? આમતો ઘણા લોકો ફેસબુક સ્ક્રોલ કરીને જ અડધો દિવસ પસાર કરી લેતા હોય છે. ખાધા પછી ફરી આ કામ ચાલુ કરે, એટલે સાંજ પડી જાય. વચ્ચે વચ્ચે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરીઓ જોઈને પોતાની ફરજ પુરી કરવાની. આજે એવું રેકેમેન્ડ કરવું છે કે જે અડધોએક કલાકમાં જ જોવાઈ જાય અને કઈક સારું જોયાનો આનંદ પણ થાય.

અત્યારે એમેઝોન, નેટફ્લિક્સ ની લ્હાયમાં યુ ટ્યુબ લોકોની સેકન્ડ પ્રાયોરિટી થઈ ગઈ છે. ત્યારે હું એવું માનું છું કે અત્યારે પણ યુ ટ્યુબ પાર ઢગલો જોવાલાયક કન્ટેન્ટ મફત અવેલેબલ છે અને અપડેટ પણ થાય રાખે છે.

1. શોર્ટ ફિલ્મ : – બેરેલ સિલેક્ટ લાર્જ શોર્ટ ફિલ્મ નામની એક ચેનલ છે. એના ઉપર ઢગલો શોર્ટ ફિલ્મો છે, અને એ પણ કન્ટેન્ટ વાળી !! વધારેમાં વધારે 20 થી 25 મિનિટની હોય. દેવી, આધીન, કતરણ, ચટણી, આઉચ વગેરે… જોજો મજા આવશે ચોક્કસ.

https://www.youtube.com/user/LargeShortFilms

2. સ્લો ઇન્ટરવ્યૂ : – પ્રખ્યાત આર.જે. નિલેશ મિશ્રા ની એ ચેનલ છે. એમન ઇન્ટરવ્યૂ ની ખાસ વાત એ છે કે, એ એક્ટર પણ એવા પસંદ કરે છે અને જગ્યા પણ એકદમ શાંત હોય અને પછી એ એક્ટર જે રીતે ખુલીને વગર દંભની વાતો એમા કરે, એ સાંભળવાની મજા આવે છે. મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અનુરાગ કશ્યપ, સલીમ ખાન, પિયુષ મિશ્રા, તાપસી પન્નુ… નામ વાંચીને ખબર તો પડી જ ગઈ હશે કે આ ઇન્ટરવ્યૂ કેવો હશે !!!

https://www.youtube.com/user/YaadonKaIdiotbox

3. ફિલ્મ કંપેનીયન : – આમાં અનુપમા ચોપરા દ્વારા ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. એક નાના ઓડિયન્સ ની સામે પ્રખ્યાત એક્ટર, ડાયરેક્ટર ના ઇન્ટરવ્યૂ કરતા હોય છે. અંફિલ્ટર્ડ કેટેગરીમાં એ આવા ઇન્ટરવ્યૂ કરતા હોય છે. એમા હમણાં છેલ્લે થયેલો રોહિત શેટ્ટીનો સૂર્યવંશી નો ઇન્ટરવ્યૂ જોવા જેવો છે. અને ટ્વિનકલ ખન્ના વાળો એક ઇન્ટરવ્યૂ પણ જોવા જેવો છે. અને ઈમ્તિયાઝ અલી ના ફેન માટે પણ એક મસ્ત ઇન્ટરવ્યૂ છે.

https://www.youtube.com/user/TheFIlmCompanion

4. જયપુર લિટરેચર ફેસ્ટિવલ : – દર વર્ષે જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલ થાય છે, જેમાં દેશ-વિદેશના લેખકો, સ્પીકરો અને ખ્યાતનામ હસ્તીઓ આવીને પોતાનો પ્રવચન આપે કાંતો ડિબેટ થતી હોય છે. ઘરે બેઠા આવા લોકોને સાંભળવાનો લ્હાવો માણવા જેવો ખરો.

https://www.youtube.com/user/JprLitFest

5. ટેરિબલી ટાઈની ટેલ્સ : – શોર્ટ ફિલ્મો નો ખજાનો છે આ ચેનલ. ફેસબુક કરતા અહીંયા સ્ક્રોલ કરો, તો ઘણું મનોરંજક જોવા મળે!

https://www.youtube.com/channel/UCnmc_PeDpqp5ww2PcB4dU9w

આ સિવાય યુ ટ્યુબ પર દૂરદર્શન ની જૂની એક સિરીઝ “ભારત એક ખોજ” તો છે જ. ચાર્લી ચેપ્લિન ના પણ ઘણા સારા વીડિયો જોવા જેવા છે.

તો, જોવો કૈક જોવા લાયક.

Happy LockDown. Stay Home, Stay Safe.

© Sushant Dhamecha