વેલકમ 2019

જોતજોતામાં આપણે 2019 મા પ્રવેશ કરી લીધો ! એ બધા માટે ફ્રી હતો, એટલે થઈ ગયો ! 😊 ઓકે, જોક્સ અપાર્ટ, પણ આતો ખાલી વર્ષ બદલાયું છે, બાકી તો બધું એનું એ જ રહેવાનું ને ?

હશે, ઘણા લોકોએ નવા વર્ષમાં નવા કર્યો કરવાના સંકલ્પો કર્યા હશે ! ( એમણેતો કદાચ 2018 માં પણ કર્યા હશે ! ) સંકલ્પ કરવો જોઈએ, જો આપણે તેને વળગીને પૂરો કરવા માંથીએ તો જ. મારાથી તો એવું થતું નથી, એટલે હું કોઈ સંકલ્પ કરતો જ નથી ( અરે હું તો સંકલ્પ ના ઢોસા પણ નથી ખાતો !😊) મારો તો એક જ નિયમ છે જે આપણને ગમે એ કરો. સાથે શરત ફક્ત એટલી હોવી જોઈએ કે આપણા કારણે કોઈ દુઃખી ના થવું જોઈએ. આપણી પાસે 365 સૂર્યોદય છે, નવા કામ કરવા માટે. हर सुबह नई उम्मीद.

તો આ લેખ વર્ષના બીજા દિવસે લખવાનું કારણ એ જ કે, પહેલો આખો દિવસ બીઝી હતો. ખી ખી ખી…

આમતો જનરલી આપણે એક વર્ષમાં મીનિમમ 3 વાર નવા વર્ષ માનવીએ છે ! બસ દરેક વખતે આપણો ઉદ્દેશ એ જ હોવો જોઈએ કે હવે દરેક દિવસ ને જીવીશું અને બીજા ને પણ જીવવા દઈશું. ઘણા લોકો પોતે તો જીવતા હોય છે, પણ બીજા ને જીવવા નથી દેતા ! જિંદગી જીવવા અને માણવા માટે છે, ફક્ત પસાર કરવા માટે નહીં !

બસ બીજી કોઈ ફિલોસોફી આપવા નો કોઈ ઉદ્દેશ નથી પણ અંતમાં એટલું જ કહેવાનું કે, દરેક ઉગતો દિવસ આપણો છે, એને સાર્થક બનાવવાની કોશિશ કરતા રહીએ.

ભગવાને દિલ અને દિમાગ બધાને આપ્યા છે, તો બંનેનો સપ્રમાણ ઉપયોગ કરીને એક સરસ જિંદગી જીવી શકાય.

HOPE FOR THE BEST IN 2019