બદલાવ – ખુદથી શરૂઆત…

તમે આમ કેમ કર્યું, તમે આમ કેમ ન કર્યું,

આવી દલીલો કરવાનું કામ તો ઘણા લોકોએ કર્યું,

પણ આ કઈ રીતે કરવું, અને કોનાથી શરુ કરવું,

એ કોઈએ કેમ ના વિચાર્યું?

સહેલા છે લોકોના માથે દોષના ટોપલા નાખવા,

પણ અઘરું છે, એ દોષોને લોકોમાંથી મીટાવવા,

ચાલો આપણે પણ વિચારીએ, કે કઈ રીતે કરીશું બદલાવ,

પણ એક વાર ખુદ થી શરૂઆત તો કરીએ….

                                              —         સુશાંત ધામેચા.

શહેરના મોભાદાર વિસ્તારમાં એક 100 મકાનોની વિશાળ કોલોની હતી. તેમાં દરેક જાતિના અને જ્ઞાતિના લોકો રહે છે. કોલોની ની અંદર જ અનાજ, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુ અને મોજશોખની વસ્તુઓના સ્ટોર પણ હતા. આમા વિશેષતા એ હતી કે વર્ષો પહેલા, અહીંયા એક સજ્જન હતા, જેમણે અહીં તમાકુ, સિગારેટ વગેરે જેવી કેફીલી વસ્તુઓનું વેચાણ બંધ કરાવ્યું હતું અને લોકોએ એને માનભેર સ્વીકાર્યું પણ હતું. પણ હવે એ વાતને વર્ષો વીતી ગયા અને પેઢી પણ બદલાઈ ગઈ, છતાં પણ આજના સેક્રેટરીએ એ કાયદો રાખેલો જ છે. પણ કોલોનીના અમુક રહીશો સ્ટોર વાળા જોડે મળીને ચોરીચુપેથી કેફી દ્રવ્યો મેળવતા. આ વાતથી ખુદ સેક્રેટરી પણ અજાણ નોહતા, પણ તેમાંથી તેમને પણ હિસ્સો મળતો હતો, એટલે એ આંખ આડા કાન કરતા. અને આ ઉપરાંત જેને બીક લાગતી કે મને કોઈ જોઈ જશે, એ લોકો કોલોની ની બહાર જઈ મોજશોખ કરીને આવતા..

હવે, એક વાર નશીલા પદાર્થોનું વધારે પડતું સેવન કરવાથી અમુક લોકો બીમાર પડ્યા, કોઈનું મોત પણ થયું. એટલે કોલોનીના અમુક રહીશોએ સેક્રેટરીને એની કમ્પ્લેન કરી, કે આમ અંદરખાને ચાલતા વેચાણ ને બંધ કરો. સેક્રેટરીએ પણ આવું કારવાનની બાંહેધરી આપી. પણ આ ચાલતું જ રહ્યું. લાંબા સમયે અમુક લોકોને આની લત લાગી ગઈ અને ઘર-પરિવાર પણ ખોવાનો વારો આવ્યો. ફરી પાછું અમુક વર્ગ કે જેમના ઘર-પરિવાર નષ્ટ થવાના આરે હતા, તેમને સેક્રેટરીને આવું વેચાણ કડક રીતે બંધ કરવાની રજુઆત કરી. પણ આમાં સેક્રેટરી કાયદા પ્રમાણે દંડ થી વધારે કશું કારી શકે નહીં. એટલામાં સેક્રેટરીને તેમના એક મિત્રએ કહ્યું, કે તમે તે લોકોને કહી દો, કે તેઓ પોતે તેમના સમાજમાં જાગૃતિ કેમ નથી ફેલાવતા? ત્યારે સેક્રેટરીએ તેના મિત્રને કહ્યું કે, મિત્ર તારી વાત સાચી છે, પણ જો હું એમને એમ કહું તો ફરી વખતની સેક્રેટરીની ચૂંટણીમાં મારા પદ નું જોખમ છે. એટલે એને આશ્વાસન આપવું એમાજ મારી ખુરશીની ભલાઈ છે. ત્યારે એનો મિત્ર એની પર થોડો ઘીન્નાયો અને કીધું કે, મિત્ર જો આ લોકોનું સારું થશે, તો પણ એ લોકો તને ફરીથી સેક્રેટકરી બનાવશે જ ને ? તારી આ નીતી ખોટી છે. તું એ વર્ગનો કોઈ અગ્રણી હોય તેને બોલાવ અને તેને સમજાવ. પણ આ સમયગાળા દરમ્યાન નશીલા પદાર્થના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યું હતું, એટલે એ ચોક્કસ વર્ગનો જ એક વડો આની ફરિયાદ લઈને ગુસ્સામાં સેક્રેટરી જોડે ગયો. તેઓ વચ્ચે થોડી ઉગ્ર બોલા-ચાલી થઇ. સેક્રેટરીએ તેને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તે સમજવા તૈયાર ન હતો. પણ એક દિવસ જે વ્યક્તિ કમ્પ્લેન કરવા આવ્યો હતો એનો છોકરો જ એ નશીલા પદાર્થ ખરીદતો એની નજરે ચડ્યો. સાંજે ઘરે બધા બેઠા હતા ત્યારે તેણે તેને શાંતિથી બેસાડીને સમજાયો, કે બેટા, તું આ જે કરે છે, એ સ્વાસ્થ્ય માટે સારું નથી. આનાથી ફક્ત સ્વાસ્થ્ય અને રૂપિયાનો બગાડ જ થાય છે. એને છોડી દે. ત્યારે તો છોકરાને તેના પિતા પર ગુસ્સો આયો, પણ કઈ બોલ્યો નહિ. થોડા દિવસો પછી ફરીથી આવું બન્યું. આ વખતે કોલોની ના સેક્રેટરીએ પણ તેને જોયો. એ દિવસે સાંજે ફરી પાછુ એણે એના છોકરાને સમજાવ્યો. આ વખતે એનામાં થોડું પરિવર્તન લાગતું હતું. એટલામાં જ સેક્રેટરી પણ તેમના ઘરે આવી પહોચ્યા. તેઓ પણ છોકરાને આવા પદાર્થોની આડ અસર વિષે સમજાવવા લાગ્યા. ત્યારે છોકરા એ અને તેના પિતાએ ગુસ્સે થઈને સેક્રેટરીને કહ્યું કે, જો તમે આ બધું જાણો જ છો, તો પછી આને બંધ કેમ નથી કરાવતા? ત્યારે સેક્રેટરી એ કીધું કે ભાઈ મેં તો બંધ કરાવેલું જ છે, પણ અમુક લોકો એને દુકાનદારને વધારે રૂપિયા આપવાની લાલચ આપીને એ વસ્તુ ખરીદે છે. અને દરેક વ્યક્તિ પ્રમાણિક હોય એ સંભવ નથી. ત્યારે પેલો બાપ-દીકરો બંને અકળાઈને બોલ્યા તો પછી અમે શું કરીએ?

ત્યારે સેક્રેટરીએ એકદમ નરમાશથી કહ્યું, જો ભાઈ હું અને મારી કમિટી અમારું કામ તો કરીએ જ છીએ. હા, આમાં કોઈ બેઈમાન હોય એમ બની શકે. પણ જો આપણે આપણા સમાજ ને જ આ વસ્તુઓનું સેવન ન કરવા બાબતે જાગૃત કરીએ તો? દર વખતે કઈ દંડ કે સજા કરવાથી કામ નથી પતી જતું. સમાજમાં તેના વિષે જાગૃક્તા લાવવી અનિવાર્ય છે. જો એ થશે તો, ભલેને કોઈ મફત આપશે તો પણ કોઈ લેવા તૈયાર નહિ થાય, અને એ આપોઆપ બંધ થઇ જશે.

પછી તો બાપ-બેટાએ આ અભિયાન ચાલવ્યુ, સેક્રેટરીએ અને તેમની કમિટીએ પણ સાથ આપ્યો અને એક વ્યસનમુક્ત કોલોની બની ગઈ.

This slideshow requires JavaScript.

( આ વાત અત્યારે દારૂબંધી કડક બનાવવાના સંદર્ભે ચાલતા અંદોલનના સંદર્ભમાં છે. આમતો પહેલી વાર આવી કોઈ સ્ટોરી લખી છે, એટલે ભૂલચૂક બદલ માફ કરજો. પણ પરિવર્તન આપણે  જ લાવી શકીએ. જો તમે સારા માર્ગે ચાલવાનો કે લોકોને ચલાવવાનો પ્રયાસ કરશો, તો બીજા સારા લકો અવશ્ય તમને મદદ કરશે જ. પણ બસ ખાલી કોઈની ઉપર અપેક્ષા રાખીને બેસી રહેવાથી કોઈ કામ થતું નથી. આપણા પરિવાર, સમાજ માટે આપણે જ આગળ આવવું પડે. સમાજમાં જાગૃક્તા લાવવી પડે.)

 

Advertisements