ટૂંકું ને ટચ…

અત્યારે વ્હોટ્સએપમાં મેસેજ આવતા હોય છે, તેમાં દર 15-16 લીટી પછી see more લખેલું હોય, એ દબાવો એટલે ફરી પાછું આવું બે ત્રણ વાર થાય. એટલે હું પહેલા એ મેસેજ ને સ્ક્રોલ કારી ને જોઈ લઉં કે કેટલો લામ્બો છે. વચ્ચે વચ્ચે થોડો વાંચું, જો રસ પડે તો ફરી પહેલેથી વાંચવાનો, નહીંતર ખાલી રામ-રામ. એમ જ મને ફિલ્મ પણ એક બેઠકે આખી જોવાનો કંટાળો આવે છે. ( હા થિયેટર માં જોવા ગયા હોય તો વાત અલગ છે. ) જો હું ઘરે લેપટોપમાં મુવી જોઉં તો 2 કલાકનું મુવી હું 2 થી 3 દિવસે પૂરું કરું છું. એ પણ જો રસ પડ્યો હોય તોજ, બાકી તો એક વાર 15-20 મિનિટ જોયા પછી આખું જોવાનું ટાળી દઉં. જો મને સળંગ 2 કલાક ચોપડી વાંચવાનું કહો તો વાંચી શકું, પણ મુવી આપણા કામનું નહીં. એટલે હું યુટ્યુબ પર ટૂંકી ફિલ્મો શોધતો હોઉં. પણ એના વિશે વાત કરતા પહેલા મારે આ ટૂંકું અને ટચ વિશે થોડી વાત કરવી છે.

ગયા વર્ષે અમદાવાદ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ માં એક વિષય પર ડિબેટ હતી, ‘સાહિત્ય અને ફિલ્મો’. આ ડિબેટ માં સાહિત્યના બદલાતા પ્રકાર વિશે ચર્ચા હતી. પ્રાચીન કાળમાં કે જ્યારે કાગળની શોધ નહોતી થઇ ત્યારે વેદો વિદ્વાન પંડિતો ગાઈ ને કે બોલીને તેને બીજા સામાન્ય લોકો સુધી પહોંચાડતા. પછી જ્યારે કાગળની શોધ થઈ ત્યારે એ બધા વેદો લખાયા અને એ સિવાય પણ ઘણું સાહિત્ય લખાયું, અને એટલું જ સાચવાયું. પકન સમય બદલાતા તેનું પણ ડિજિટલ રૂપ આયુ અને તેના કાળ પણ નાના થતા ગયા. અત્યારના કોઈ જુવાન છોકરાને વેદ વાંચવાનું કહો તો, એની શુ હાલત થાય એ આપણે ધારી શકીએ છે. એ જ રીતે સરસ્વતીચંદ્ર જેવી દળદાર નવલકથાનું ફિલ્માન્તરણ થયું અને આજની નવી પેઢી ને પણ એમાં રસ પડ્યો. એવી જ રીતે નાવલકથાઓનું સ્થાન ટૂંકી વાર્તાઓએ લીધું, અને ચોપડીઓનું સ્થાન મોબાઈલ એપ્લિકેશન અને કિન્ડલ જેવી ટેક્નોલેજીએ લઈ લીધું. કારણકે લોકોને ટૂંકું અને હાથવગું જ વાંચવાની આદત થાઈ ગઈ, કેમકે આજના ફાસ્ટ જમાના માં દરેકની પાસે સમયની અછત છે.

હવે પાછા મુદ્દા પર આવી જઈએ. મારે આજે વાત કરવી છે શોર્ટ ફિલ્મોની. જેમ પહેલા ફિલ્મો સાડા ત્રણથી ચાર કલાકની બનતી હતી અને અત્યારે બે કલાક ના સમય પૂરતી સીમિત થઈ ગઈ છે. (મને તો આ પણ મોટી લગે છે, હા, કોઈ સારો વિષય હોય તો વાત અલગ છે.) પણ આ બધાની વચ્ચે અમુક ફિલ્મ નિર્માતાઓ એવા પણ છે જેઓ શોર્ટ ફિલ્મો બનાવે છે અને એ ફિલ્મો 10 થી 15 મિનિટમાં જ ખૂબ મહત્વનો મેસેજ આપીને આપણને વિચારતા કરી મૂકે છે. હમણાં થોડા દિવસો પહેલા યુટ્યુબ પર બે-ત્રણ આવી જ શોર્ટ ફિલ્મો જોયી. તેમાની એક હતી, પિયુષ મિશ્રા દ્વારા અભિનીત ‘કથાકાર’. તેની વાર્તા જુના થિયેટરમાં રીલ ચલાવતા કર્મચારીની છે. એ થિયેટરના મલિક પોતાના થિયેટરને ડિજિટલ કરવાની વાત કરે છે, અને આ રિલમેન ને નોકરી માંથી છૂટો કરે છે. પછી હતાશ થઈને તે પોતાના અંતરિયાળ ગામડામાં જઈને ત્યાંના છોકરાઓને વાર્તા કહેવાનું કામ કરે છે. તેમની એક્ટિંગ માટે તો કોઈ શક કરી જ ના શકાય. અને વળી આ ફિલ્મ વહીસલિંગ વુડ્સે (સુભાષ ઘાઈ ની ઇન્સ્ટિટ્યૂટ ) બનાવેલી છે, અને આને કેટલાયે એવોર્ડ પણ મળેલા છે. અહીંયા એની યુટ્યૂબની લિંક આપું છું.

Kathakar – A Short Film

Kheer – A Short Film

આ સિવાય TVF જેવી એપ્લિકેશન પાર આવતી શોર્ટ સિરિયલ વિશે તો બધાને ખબર જ હશે. એમાં પણ ભારોભાર ટેલેન્ટ ભરેલું છે, પણ તે ખાસ યુથ ઓરિઇન્ટેડ હોય છે. કેમકે ત્યાં પહેલાજ નિહલાની સાહેબ ની બહુ પહોંચ નથી. નહિતર ત્યાંતો ડાયલોગ કરતા બીપ નો અવાજ વધી જાય. પણ અમુક વાર એવું લાગે કે આવી શોર્ટ ફિલ્મોના કલાકારો જો મોટા પડદે આવે તો ખરેખર મોટા કહેવાતા સ્ટાર્સને ભારે કોમ્પિટિશન આપી શકે.

( આમતો લેખનું નામ છે ‘ટૂંકું ને ટચ’ પણ લેખ થોડો મોટો થઇ ગયો. )

Advertisements