એક અનોખી પહેલ – ભાગ – ૨

થોડા સમય પહેલા મેં આ મથાળા સાથે એક લેખ લખ્યો હતો. તે વખતે વિષય હતો, ગુજરાત લીટરેચર ફેસ્ટીવલનો. ત્યાં સાબરમતી જેલના કેદીઓને બોલાવવામાં આવ્યા હતો, જેઓ સારી કવિતાઓ લખતા હતા. જેલની જીંદગી, જેલના કેદીઓની જુબાની કવિતાના સ્વરૂપમાં સંભાળવા મળી હતી.ત્યારે તેના વિષે લખવાની ઈચ્છા થઇ હતી અને એક અનોખી પહેલ મથાળા સાથે એ લેખ અને તેઓએ લખેલી કવિતા પણ લખી હતી. હવે આવીજ એક બીજી ખુબ સરસ અને પ્રેરણાદાયી પહેલ જોયી, જાણી અને તેનો લાભ પણ લીધો. એટલે એને વિષે આજે થોડુ વિગતે લખવાનું મન થયું.

ગુજરાતમાં ઘણી જગ્યાએ અત્યારે ‘પુસ્તક પરબ’ ચલાવવામાં આવે છે. નડિયાદમાં ડાહીલક્ષ્મી લાયબ્રેરી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. પણ આજે જેની વાત કરવી છે, તે થોડી તેના જેવીજ યોજના છે. તેનું નામ છે ‘પુસ્તક યોજના’. આનું માધ્યમ સોશિયલ મીડિયા છે. આ યોજના મોરબીના એક સુજ્ઞ વાચક અને દાનવીર વિજયભાઈ ત્રિવેદી ચલાવે છે. તેઓ ફેસબુક પર પોસ્ટ મૂકી જરૂરિયાત વાળા ( વાંચવાના ખપ વાળા ) વાચકોને ઘેરબેઠા પુસ્તક પહોચાડે છે. આમાં મને પણ બે વાર લાભ મળ્યો છે. પછી વિજયભાઈ સાથે વાત કરી અને વિગતે જાણવાની કોશિશ કરી,

વિજયભાઈ મૂળ હળવદમાં વાતની છે, પણ અત્યારે મોરબીમાં જ રહે છે. તે જે અભિયાન ચલાવે છે તેના પરથી મને લાગતું હતું કે તેઓ એક વાચનપ્રેમી હોવા જોઇએ, અને હું સાચો હતો. પણ એ એક વાચક થી ઉપરની કક્ષાના હતા. તેઓ લોકોને વાચતા કરવામાં પણ માને છે. તેમનું ફેસબુક પોસ્ટ જોઇને તો એમ પણ લાગે છે કે એ એક રંગીન મિજાજી માણસ છે. ( હોય જ, અને હોવું પણ જોઇએ ). તેમણે આ અભિયાન ની શરૂઆત તેમની પાસે પડેલા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ના વિતરણથી કરી હતી. તેને સારો પ્રતિસાદ મળતા તેઓએ તેઓની અંગત લાયબ્રેરીના પુસ્તકો પણ ફેસબુક ના માધ્યમથી વાચકો માટે ખુલ્લા મુક્યા. આ યોજના ને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. જેમને ના મળ્યા તેમણે ફોન કરીને વિનંતી કરી, તો વિજયભાઈએ તેમને પોતાના ખર્ચે ખરીદીને આપ્યા. શરૂઆતમાં કુરીયારનો ખર્ચ પણ પોતે ઉઠાવતા. પછી તેની પણ થોડી મદદ મળતી થઇ. સુરતના મારૂતિ કુરિયરના એક ભાઈએ તો આખા મહિના માં મોકલાયેલા પુસ્તકોનો કુરિયર ખર્ચ જ જાતે ભોગવી લીધો. હવે પોતના અંગત સંગ્રહથી શરૂઆત કરનાર વિજયભાઈ ને ઘણા વાચકોએ પોતાના પુસ્તકો પણ લોકો સુધી પહોચાડવાની વિનંતી કરી. મેં પણ મારા બે પુસ્તક તેમના મારફત ઈચ્છુક લોકો સુધી પહોચાડ્યા. તેઓ રેગ્યુલર સવારે પુસ્તકોના નામ લખે અને રાતે નવ વાગે પોતે ડ્રો કરીને વિજેતાઓના નામ નક્કી કરી, બેજે દિવસે એમના નામ ફેસબુક પોસ્ટમાં મૂકી, તેમની ડીટેલ માગવી તેમને કુરિયર મારફતે મોકલી આપે.

હવે આ ભગીરથ કાર્યમાં ઘરવાળાઓ નો સપોર્ટ ખુબ જરૂરી હોય છે. વિજયભાઈ તે પણ ભરપુર મળ્યો છે. એટલે જ તેઓ આટલા સફળ થઇ શક્યા છે. તેમના ઘરના સદસ્યો નવરાશના સમયમાં કુરિયર તૈયાર કરવાના કામ કરી તેમની મદદ કરે છે. આ બતાવતો એક ફોટો તેમણે તેમના ફેસબુક પર મુક્યો હતો.

જો કોઈ પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ફેસબુક પર Vijaykumar Ramchandra Ambashankar Trivedi નો સંપર્ક કરી શકે છે. જો તમારી પાસે કોઈ સારા પુસ્તકો હોય તો તમે તેમના મારફતે વાચકો સુધી પહોચાડી પણ શકો છો.

બસ, ફરીથી આવી જ કોઈ અનોખી પહેલ કરનાર વ્યક્તિ કે સંસ્થા વેશે જલ્દીથી જ મળીશું. જો આપમાંથી કોઈ પણ આવી કોઈ પહેલ વિષે જાણતા હોવ, તો મારા બ્લોગ પર મારી ડિટેલ છે. ત્યાં મોકલી શકો છો.

Advertisements

બદલાવ – ખુદથી શરૂઆત…

તમે આમ કેમ કર્યું, તમે આમ કેમ ન કર્યું,

આવી દલીલો કરવાનું કામ તો ઘણા લોકોએ કર્યું,

પણ આ કઈ રીતે કરવું, અને કોનાથી શરુ કરવું,

એ કોઈએ કેમ ના વિચાર્યું?

સહેલા છે લોકોના માથે દોષના ટોપલા નાખવા,

પણ અઘરું છે, એ દોષોને લોકોમાંથી મીટાવવા,

ચાલો આપણે પણ વિચારીએ, કે કઈ રીતે કરીશું બદલાવ,

પણ એક વાર ખુદ થી શરૂઆત તો કરીએ….

                                              —         સુશાંત ધામેચા.

શહેરના મોભાદાર વિસ્તારમાં એક 100 મકાનોની વિશાળ કોલોની હતી. તેમાં દરેક જાતિના અને જ્ઞાતિના લોકો રહે છે. કોલોની ની અંદર જ અનાજ, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુ અને મોજશોખની વસ્તુઓના સ્ટોર પણ હતા. આમા વિશેષતા એ હતી કે વર્ષો પહેલા, અહીંયા એક સજ્જન હતા, જેમણે અહીં તમાકુ, સિગારેટ વગેરે જેવી કેફીલી વસ્તુઓનું વેચાણ બંધ કરાવ્યું હતું અને લોકોએ એને માનભેર સ્વીકાર્યું પણ હતું. પણ હવે એ વાતને વર્ષો વીતી ગયા અને પેઢી પણ બદલાઈ ગઈ, છતાં પણ આજના સેક્રેટરીએ એ કાયદો રાખેલો જ છે. પણ કોલોનીના અમુક રહીશો સ્ટોર વાળા જોડે મળીને ચોરીચુપેથી કેફી દ્રવ્યો મેળવતા. આ વાતથી ખુદ સેક્રેટરી પણ અજાણ નોહતા, પણ તેમાંથી તેમને પણ હિસ્સો મળતો હતો, એટલે એ આંખ આડા કાન કરતા. અને આ ઉપરાંત જેને બીક લાગતી કે મને કોઈ જોઈ જશે, એ લોકો કોલોની ની બહાર જઈ મોજશોખ કરીને આવતા..

હવે, એક વાર નશીલા પદાર્થોનું વધારે પડતું સેવન કરવાથી અમુક લોકો બીમાર પડ્યા, કોઈનું મોત પણ થયું. એટલે કોલોનીના અમુક રહીશોએ સેક્રેટરીને એની કમ્પ્લેન કરી, કે આમ અંદરખાને ચાલતા વેચાણ ને બંધ કરો. સેક્રેટરીએ પણ આવું કારવાનની બાંહેધરી આપી. પણ આ ચાલતું જ રહ્યું. લાંબા સમયે અમુક લોકોને આની લત લાગી ગઈ અને ઘર-પરિવાર પણ ખોવાનો વારો આવ્યો. ફરી પાછું અમુક વર્ગ કે જેમના ઘર-પરિવાર નષ્ટ થવાના આરે હતા, તેમને સેક્રેટરીને આવું વેચાણ કડક રીતે બંધ કરવાની રજુઆત કરી. પણ આમાં સેક્રેટરી કાયદા પ્રમાણે દંડ થી વધારે કશું કારી શકે નહીં. એટલામાં સેક્રેટરીને તેમના એક મિત્રએ કહ્યું, કે તમે તે લોકોને કહી દો, કે તેઓ પોતે તેમના સમાજમાં જાગૃતિ કેમ નથી ફેલાવતા? ત્યારે સેક્રેટરીએ તેના મિત્રને કહ્યું કે, મિત્ર તારી વાત સાચી છે, પણ જો હું એમને એમ કહું તો ફરી વખતની સેક્રેટરીની ચૂંટણીમાં મારા પદ નું જોખમ છે. એટલે એને આશ્વાસન આપવું એમાજ મારી ખુરશીની ભલાઈ છે. ત્યારે એનો મિત્ર એની પર થોડો ઘીન્નાયો અને કીધું કે, મિત્ર જો આ લોકોનું સારું થશે, તો પણ એ લોકો તને ફરીથી સેક્રેટકરી બનાવશે જ ને ? તારી આ નીતી ખોટી છે. તું એ વર્ગનો કોઈ અગ્રણી હોય તેને બોલાવ અને તેને સમજાવ. પણ આ સમયગાળા દરમ્યાન નશીલા પદાર્થના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યું હતું, એટલે એ ચોક્કસ વર્ગનો જ એક વડો આની ફરિયાદ લઈને ગુસ્સામાં સેક્રેટરી જોડે ગયો. તેઓ વચ્ચે થોડી ઉગ્ર બોલા-ચાલી થઇ. સેક્રેટરીએ તેને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તે સમજવા તૈયાર ન હતો. પણ એક દિવસ જે વ્યક્તિ કમ્પ્લેન કરવા આવ્યો હતો એનો છોકરો જ એ નશીલા પદાર્થ ખરીદતો એની નજરે ચડ્યો. સાંજે ઘરે બધા બેઠા હતા ત્યારે તેણે તેને શાંતિથી બેસાડીને સમજાયો, કે બેટા, તું આ જે કરે છે, એ સ્વાસ્થ્ય માટે સારું નથી. આનાથી ફક્ત સ્વાસ્થ્ય અને રૂપિયાનો બગાડ જ થાય છે. એને છોડી દે. ત્યારે તો છોકરાને તેના પિતા પર ગુસ્સો આયો, પણ કઈ બોલ્યો નહિ. થોડા દિવસો પછી ફરીથી આવું બન્યું. આ વખતે કોલોની ના સેક્રેટરીએ પણ તેને જોયો. એ દિવસે સાંજે ફરી પાછુ એણે એના છોકરાને સમજાવ્યો. આ વખતે એનામાં થોડું પરિવર્તન લાગતું હતું. એટલામાં જ સેક્રેટરી પણ તેમના ઘરે આવી પહોચ્યા. તેઓ પણ છોકરાને આવા પદાર્થોની આડ અસર વિષે સમજાવવા લાગ્યા. ત્યારે છોકરા એ અને તેના પિતાએ ગુસ્સે થઈને સેક્રેટરીને કહ્યું કે, જો તમે આ બધું જાણો જ છો, તો પછી આને બંધ કેમ નથી કરાવતા? ત્યારે સેક્રેટરી એ કીધું કે ભાઈ મેં તો બંધ કરાવેલું જ છે, પણ અમુક લોકો એને દુકાનદારને વધારે રૂપિયા આપવાની લાલચ આપીને એ વસ્તુ ખરીદે છે. અને દરેક વ્યક્તિ પ્રમાણિક હોય એ સંભવ નથી. ત્યારે પેલો બાપ-દીકરો બંને અકળાઈને બોલ્યા તો પછી અમે શું કરીએ?

ત્યારે સેક્રેટરીએ એકદમ નરમાશથી કહ્યું, જો ભાઈ હું અને મારી કમિટી અમારું કામ તો કરીએ જ છીએ. હા, આમાં કોઈ બેઈમાન હોય એમ બની શકે. પણ જો આપણે આપણા સમાજ ને જ આ વસ્તુઓનું સેવન ન કરવા બાબતે જાગૃત કરીએ તો? દર વખતે કઈ દંડ કે સજા કરવાથી કામ નથી પતી જતું. સમાજમાં તેના વિષે જાગૃક્તા લાવવી અનિવાર્ય છે. જો એ થશે તો, ભલેને કોઈ મફત આપશે તો પણ કોઈ લેવા તૈયાર નહિ થાય, અને એ આપોઆપ બંધ થઇ જશે.

પછી તો બાપ-બેટાએ આ અભિયાન ચાલવ્યુ, સેક્રેટરીએ અને તેમની કમિટીએ પણ સાથ આપ્યો અને એક વ્યસનમુક્ત કોલોની બની ગઈ.

This slideshow requires JavaScript.

( આ વાત અત્યારે દારૂબંધી કડક બનાવવાના સંદર્ભે ચાલતા અંદોલનના સંદર્ભમાં છે. આમતો પહેલી વાર આવી કોઈ સ્ટોરી લખી છે, એટલે ભૂલચૂક બદલ માફ કરજો. પણ પરિવર્તન આપણે  જ લાવી શકીએ. જો તમે સારા માર્ગે ચાલવાનો કે લોકોને ચલાવવાનો પ્રયાસ કરશો, તો બીજા સારા લકો અવશ્ય તમને મદદ કરશે જ. પણ બસ ખાલી કોઈની ઉપર અપેક્ષા રાખીને બેસી રહેવાથી કોઈ કામ થતું નથી. આપણા પરિવાર, સમાજ માટે આપણે જ આગળ આવવું પડે. સમાજમાં જાગૃક્તા લાવવી પડે.)

 

Travel To Travel, Not To Reach At Destination.

 

Seeing a way of life other than yours, can be a big learning, and it can sometimes lead to transformation within.

              This is the first time I am writing about the travelling. Actually I like it most, even my wife and son also like it. Whenever I put any proposal for travelling to them, they never deny. But some time any how we cannot plan. So, I usually checkout videos on You Tube, where I want to go.  Its my wish to go Ladakh on Enfield once in a life time, but I cannot go due to many reasons. So, I usually stream the travel videos of Ladakh posted by Riders. But, as I like to read and roam virtually in the world of books, I started to find a good book on Ladakh Trip. My choice of book was based on author, that he/she should be Indian. I had shuffled so many titles on Amazon of Indian Author, and Finally I got a book named  “ When The Road Beckons – By Ravi Manoram ( Delhi ) “

                Amazon delivered the same in 2 days without taking delivery charges. From the very next day of receipt of book, I start to read it. Its cover is eye caching, mostly for me because both my desire ( Mountains of Leh-Ladakh and Royal Enfield ) was on the cover page.

                The book is not limited to only a travel diary, it is the mixture of motivation and fiction too. Ravi had a desire to travel to Leh-Ladakh on his Thunder Bird. But his father insist him not to go by bike, rather go through flight. Actually Ravi is very attached to his Thunder Bird, so he wanted to travel along with Thunder Bird. Anyhow his father allows him to go. Then, he got some companions, who also going there by bikes. He needed them because he was going for first time. Even if he is new comer in this kind of adventurous trip, his bike was the heaviest among all of three.

                He has describes his journey in such a way, that one can enjoy virtual trip. He had to face much difficulty in initial day of trip as he was a fresher to the roads and mountains. Many times he left behind from his other two companion, sometimes his bike , sorry  Thunder Bird stuck in Mud, but anyhow he survive. He had not left any single chance to get the detail of the place through which he passed. He was much enthusiastic about the culture, lifestyle, atmosphere of the so called heaven of the India.

                Once he asked the villager that, how you feel about to live a whole life in this heaven like place ? The answer given by the man was a heart touching. He said, “ We don’t have any luxury like the other rich city of India. We don’t have sufficient sources of  entertainment. “  They don’t have any other income sources other than tourism. And in winter when there is a snow fall, we cannot go out of the home. One more incident he mentioned, when he was on the way to Panikhar village mountain hill, he stopped for rest at a local restaurant. He found Maggie and Tea there. When he went to pay, shop keeper asks Rs 15 for Maggie. Even at local restaurant in city, it charges almost Rs.30. It shows the humanity of local people towards the tourist. There are so many experiences he mentioned in his book.

                The Road of mountain makes him learn much more. It learns him to survive, to make trust in self. Main turning point and motivational part of the book starts when he met YOGI ( Buddhist Saint ). Then he decided to go back to Delhi alone. And fortunately he reach successfully Delhi. After coming Delhi, his life had been changed. He became positive, energetic, self believer. And finally became a successful writer.

                I am not able to mention all his adventure in this article. But I assured if you will pick the book, you surely be in love with the book.

           TRAVEL TO TRAVEL NOT TO REACH AT DESTINATION.  –   SUSHANT DHAMECHA