ગાંધી નું ગુજરાત

ચેતવણી     :         દારૂ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, અને ગુજરાતમા તો ખિસ્સા માટે પણ હાનીકારક છે.                                 દંભી લોકોએ આ લેખ અહીથી આગળ વાંચવો નહિ. જો તમે વાસ્તવિકતાને ખુલ્લા મને                                           સમજવા અને સ્વીકારવા તૈયાર હોવ તો જ આગળ વાંચજો, એવી મારી વિનંતી છે.

ગાંધીજી, આ નામથી તો દુનિયામાં લગભગ કોઈ અજાણ નહીં હોય. કદાચ કોઈ વિદેશીને તેમનું આખું નામ ખબર ના હોય, પણ ગાંધીજી તો ખબર જ હોય. ગાંધીજી એટલે સત્ય અને અહિંસાના આગ્રાહી. આ બધું તો બધાને ખબર જ છે. અને એમના નામે ગુજરાતમા દારૂબંધી છે, એ પણ બધાને ખબર જ છે. એ વાત સાચી છે કે તેઓ આના આગ્રહી હતા, પણ શું તે ફક્ત ગુજરાતને જ સુધારવા માંગતા હતા? જો એવું હોત તો તો એમણે ફક્ત ગુજરાત ને જ આઝાદ કરવાની મથામણ કરી હોત ને? પણ એમણે તો આખા દેશ ને આઝાદ કરાવવા માટે સત્યાગ્રહો, અંદલાનો કર્યા હતા અને આપણને આઝાદી અપાવી હતી. અને એટલે જ આખા ભારત દેશે તેમને રાષ્ટ્રપિતા નો દરજ્જો આપ્યો. એટલે જ આજે ભારતના દરેક ચલણી નાણા પર તેમનો સસ્મિત ફોટો  છે.

ગાંધીજી એક સાદું જીવન જીવતા હતા. સાદું ભોજન લેતા, સદા કપડા પહેરતા, જમીન પર સુતા. તો આપણે આ બધાનું પાલન અને અનુકરણ કેમ નથી કરતા? દારૂ એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને કોઈએ તેનું સેવન ના જ કરવું જોઈએ, હું પણ તેનો આગ્રહી છુ જ. મેં એવા ઘણા લોકો જોયા છે, કે જેમને દરરોજ થોડું તો પીવા જોઈએજ, અને તેઓ ઘરેજ બેસીને પીવાનું પસંદ કરે છે અને પછી શાંતિથી સુઈ જાય. જ્યાં સુધી તેઓ કોઈ વ્યક્તિ તથા કાયદાને અડચણ ન કરે ત્યાં સુધી તંત્રને કઈ વાંધો ના હોવો જોઈએ એવું મારું માનવું છે. ( જેવું અત્યારે બીજા રાજ્યોમા ચાલે છે. ) આનાથી સરકારને પણ ટેક્ષ મારફતે આવક થાય છે. પણ ગુજરાતમા સરકારને નહિ પણ સરકારી અધિકારીઓને આમાંથી સારી એવી આવક થાય છે.

હમણાં થોડા વખતમાં જ આણંદ અને વડોદરામા જ બે જગ્યાએ પાર્ટી ચાલતી હતી ત્યાં પોલીસે રેડ પાડીને પાર્ટી માણતા અમીર લોકોને પડકી પડયા. તેઓ ખોટું જ કરતા હતા, કાયદા વિરુદ્ધનું જ કાર્ય કરતા હતા, પણ તેમાંથી એકને પણ પુરતી સજા થવાની નથી. દરેક લોકો પૈસા આપીને છુટી જવાના છે. આમાં કોનો લાભ થયો? તેવી જ રીતે તેનાથી ઉલટું મારા ગામનો એક પ્રખ્યાત એરિયા કે જ્યાં દેશી દારૂ સારા એવા પ્રમાણમાં વેચાય છે અને ત્યાં સામે જ પોલીસ ચોકી છે અને ત્યાં સામે જ દારૂડિયાઓ દેશી દારૂ પી ને ફરતા હોય છે, છતાં પણ કોઈ તેમને પકડવા તૈયાર નથી. કારણ, તેની જોડે થી અધિકારીઓને કઈ મળી શકે તેમ નથી અને ઉલટાનું તેમને પકડી ને લોકઅપ માં નાખે, તો મફતનું એક સમય નું જમવાનું પણ આપવું પડે.

આ આપણા રાજ્યની વાસ્તવિકતા છે. જો બીજા રાજ્યોની જેમ ગુજરાતમા પણ દારૂની છૂટ આપવામાં આવે તો સતાવાર રીતે દારૂના વેચાણમાં વધારો થાય અને સરકારને પણ આમથી આવક થાય. પણ જો કોઈ સરકાર આવું પગલું ભરવાની તૈયારી બતાવે તો, તરતજ દંભી લોકો નો રાફડો ફાટી નીકળે. તે એ જ લોકો હોય છે, જે પોતે પણ વાર-તહેવારે પીવાનું શોધતા હોય છે. એટલે એમ કહી શકાય કે દારૂબંધી અમુક લોકોના ફાયદા માટેજ કરી છે. કારણકે જે પીવા વાળા છે એ તો વાર-તહેવારે આબુ, દીવ, દમણ જેવા નજીકના સ્થળો પર જઈને પીવાના જ છે, અને એ આવક બીજા રાજ્યો ને જતી રહે છે, અને ગુજરાતના પ્રવાસનનો વિકાસ અટકી જાય છે.

આના કરતા ગુજરાતમા જ દારૂબંધી કરતા, દારૂ પીવાના કડક કાયદા બનાવવાથી કદાચ દરેકને વધારે ફાયદો થાય એમ મારું માનવું છે. ( જોકે હું તો તોય નથી જ પીવાનો ) જેમકે દારૂ પીને વાહન ચલાવવું નહિ, જાહેરમાં ગેરવર્તન કરવું નહિ, અધિકૃત વિક્રેતા પાસેથી, ઓળખપત્ર બતાવીને જ ખરીદવું, વગેરે વગેરે…

આવું આવતા ૧૦ વરસ સુધી તો શક્ય બને તેમ લાગતું નથી. અને મારે કઈ પીવુંય નથી પણ આતો સમાજના દંભી લોકોની વાત કરવી હતી એટલે લખ્યું છે

Advertisements