ચાલ પલળીએ…

આભે બંધાય વાદળના માંડવા,

સૂરજને પણ ક્યાં દે છે એ નીકળવા !

એ તો મસ્ત બની વરસે છે ધરતી પર,

શુ એ વરસે છે ખાલી ધરતીને ભીંજવવા ?

ના રે ના.. એ તો આવે છે આપણને ભીંજવવા,

પણ માણસ નથી દેતો પોતાને ભીંજવવા.

એ મજબુર છે એની બચવાની ટેવથી,

ઉનાળામાં ગરમીથી, શિયાળામાં ઠંડીથી બચ્યા,

મારે છે વલખા ચોમાસામાં પણ બચવા વરસાદથી,

પણ મેહુલો કાઈ થોડો કોઈના રોકે રોકાય …

એ તો બસ મન મુકીને વરસે જ જાય.

હોય એવા ઘણા અભાગીયા જે છત્રી શોધવા જાય,

વરસાદ વરસે ત્યારે છત્રી-રેઇનકોટ ભાડમા જાય,

જો એ પહેરુ, તો મારી વરસાદમાં ન્હાવાની મજા જાય.

મજા તો ત્યારે આવે, જ્યારે મારી સાથે મારી સંગીની પણ ભીંજાય.
~ સુશાંત ધામેચા

Advertisements

2 thoughts on “ચાલ પલળીએ…

  1. Dhaval Gohel 17/07/2017 / 11:30 PM

    Good one….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s