ઘડિયાળ વગરનો સમય

આજની ફાસ્ટ લાઇફમાં આપણે બધા ઘડિયાળના કાંટે ભાગીએ છે. સવારના એલારામથી જ ઘડિયાળની ગુલામી ચાલુ થઇ જાય છે. સમયનું મેનેજમેન્ટ આજના જમાનામાં ખુબ મહત્વનું થઇ ગયું છે. સમય પ્રમાણે આપણો નિત્યક્રમ રોજ જ નક્કી હોય છે. યાદ ના રહે તો અત્યારે તો એન્ડ્રોઈડ એપ્લીકેશનો પણ એટલી બધી આવી ગઈ છે કે તમે કહો ત્યારે બુમો પાડીને યાદ કરાવે. પણ પહેલાના જમાનામાં આટલીબધી સગવડતાઓ નહોતી. પહેલાના લોકો સુરજ નો પડછાયો જોઇને સમયનું અનુમાન લગાવી શકતા હતા. અત્યારેતો અમુક વાર આપણને ઘડિયાળ પર પણ વિશ્વાસ નથી આવતો, એમ થાય કે “ લે હજી ૯ જ વાગ્યા છે? કે એમ થાય કે લે ૯ વાગી ગયા ?? “

આ એટલા માટે યાદ આવ્યું કે, હમણાં થોડા સમય પહેલા “ અર્ધી રાતે આઝાદી” નામની એક બુક વાચવાની ચાલુ કરું હતી. એ બુક ફેસબુક ઉપર મોરબીના વિજયભાઈ એક પુસ્તક ભેટ યોજના ચલાવે છે, એમાં મને લાગી હતી. ( આના વિષે મેં મારા આગળના એક બ્લોગ “ એક અનોખી પહેલ ભાગ-૨ “ માં લખ્યું છે ) એ બુકમાં જ્યારથી અંગ્રેજોએ ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું, ત્યારથી લઇને છેક આઝાદી મળી ત્યાં સુધીની એક એક દિવસની ઊંડાણથી વિગતો છે. હવે આ વાંચતો હતો એ સમયગાળા દરમ્યાન કેટલાય વખતથી વાચવાની ઈચ્છા હતી એ ખુશવંત શીંઘ ની એક સત્ય ઘટના પર આધારીત નવલકથા “ ટ્રેન ટુ પાકિસ્તાન” વાચવાની ઈચ્છા હતી, એ મળી ગઈ. પછી તો જેવી “અર્ધી રાતે આઝાદી” બુક પૂરી થઇ કે “ટ્રેન ટુ પાકિસ્તાન” વાચવાની ચાલુ કરી.

આ બુકમાં સિંઘ સાહેબે ભારત ના પંજાબ ના સરહદી વિસ્તાર ના એક નાના ગામ “મનોમજરા” ની વાત કરી છે. જયારે ભારત અને પાકિસ્તાન ના ભાગલા થયા ત્યારે ત્યાની સ્થિતિ અને સંજોગો વિષે ઊંડાણમાં લખ્યું છે. પણ એમણે ગામનું અને ત્યાના લોકોના નિત્યક્રમ નું વર્ણન કર્યું એ આજે અહી લખવું છે. તો હવે પછી ના બધા જ શબ્દો ખુશવંત શીંઘ સાહેબ ના પોતાના….

This slideshow requires JavaScript.

ગામમાં વધારે પેસેન્જર ટ્રેનો નથી ઉભી રહેતી. એક્ષ્પ્રેસ ટ્રેનો તો ક્યારેય નહિ. અહી બે જ ધીમી પેસેન્જર ટ્રેનો ઉભી રહે છે. એક દિલ્હી થી લાહોર જાય, તો બીજી લાહોર થી દિલ્હી. લાહોર વાળી ટ્રેન સવારે થોડીક મીનીટો માટે માંનોમાંજરામાં મુકામ કરે અને દિલ્હી જતી ટ્રેન સાંજે થોડી વાર માટે અહી ઉભી રહે. આ સિવાય બીજી ટ્રેનોને જયારે આગળ સિગ્નલ ન મળે ત્યારે નાછુટકે અહી ઉભા રહેવું પડે.પણ તોય કેટલીક ગાડીઓ માંનોમાંજરાની કાયમી ગ્રાહક ગણાય ને એ કાયમી ગ્રાહક એટલે માલગાડી. સ્ટેશનમાં કોઈને કોઈ માલગાડી પડી જ હોય. પણ મજાની વાત તો એ છે કે ગામમાં ભાગ્યે જ કોઈને સમાન મોકલવાનો હોય કે કોઈનો સમાન આવક્નો હોય. બસ, સ્ટેશનના સાઈડીંગ પર વેગનો પડ્યા રહે.વેગનો છુટા કરાય ને નવા વેગનો જોડાયા કરે.

છતાં, મનોમજરામાં ટ્રેનો નું ભાર મહત્વ. મસળકુ થાય એ પહેલા જ લાહોર જાતે મેલ ગામમાંથી પસાર થાય ને પુલ પરે પહોચતાની સાથે જ બે મોટી મોટી વ્હીસલો વગાડી ગામને ઊંઘમાંથી ઉઠી આળસ મરડવા ઉભું કરી દે. બાવળના વૃક્ષ પર કાગડાઓ કાંવ-કાંવ કરવા લાગે. ચામાંચીડ્યા પીપળાના વૃક્ષ પર ફરવા લાગે ને ડાળીઓ પર લટકવા માટે ઝઘડ્યા કરે. મસ્ઝીદના મુલ્લા ને ખબર પડી જાય કે સવારની દુવાનો સમય થઇ ગયો. એ જલ્દી જલ્દી હાથ-મો ધોઈ, મક્કા બાજુ મોં રાખી ઉભો રહે ને કાન પર આંગળીઓ રાખી મોટેથી બુમ પડે ‘ અલ્લાહ-હો-અકબર’. મુલ્લાનો અવાજ સંભાળતા જ નજીકના શીખ ગુરુદ્વારનો પુજારી ઉઠી જાય ને ગુરુદ્વારાના આંગણામાં આવેલા કુવામાંથી પાણીની ડોલ ભરી પોતાના ડીલ પર રેડી લે. ન્હાતો જાય એન ભજનો લલકારતો જાય.

૧૦:૩૦ વાગ્યાની સાથેજ દિલ્હીથી આવતી પેસેન્જર ટ્રેન મનોમજરાની જીંદગીમાં પ્રવેશે. ગામના લોકોતો એ પહેલેથી જ પોતાના નીરસ કામોમાં પરોવાઈ ગયા હોય. પુરુષો ખેતરમાં કામે લાગી ગયા હોય ને સ્ત્રીઓ ઘરકામ માં વ્યસ્ત થઇ ગઈ હોય.છોકરાઓ ઢોરોને ચરાવવા માટે નદીકિનારે પહોચી ગયા હોય. કોશ સાથે જોતરાયેલા બળદો ગોળ ગોળ ફર્યા કરતા હોય ને કોશ કણસ્યા કરતો હોય. મકાનોના છાપરા પર ચકલીઓ એ ઉડાઉડ કરી મૂકી હોય ને બધા વચ્ચે ચામાચીડિયા પંખો સંકેલીને સુઈ ગયા હોય.

મીડ-ડે એક્ષ્પ્રેસ નીકળે ને મનોમજરા તન તોડી નાખે એવી મહેનત માંથી બે ઘડી આરામ કરી લે. પુરુષો અને છોકરાઓ ખાવા માટે ઘરે પાછા ફરે. પેટની ભૂખ શાંત કર્યા બાદ, પુરુષો પીપળના છાયડે બેસી ગપ્પા મારવા લાગે. કેટલાકને ઝોલા આવવા લાગે તો કેટલાક વળી બે ઘડી નીંદરેય ખેચી લે.છોકરાઓ ન્હાવા માટે પાડા લઈને તાલાવે પહોચી જાય, ને પાડાની પીઠ પરથી પાણીમાં ધુબાકા મારે. છોકરીઓ ઝાડના છાયે બેસી રમ્યા કરે. કોના ઘરે બાળકનો જન્મ થયો, કે કોના લગ્ન થયા, કોણ લગ્ન ને લાયક થઇ ગયું છે, કે કોણ મારવાની ઘડીઓ ગણી રહ્યું છે એની વાતો કર્યા કરે.

સાંજ પડતા જ લાહોર થી પેસેન્જર ટ્રેન ગામે આવી ચડે ને લોકો ફરીથી કામે વળે. દિવસ આકો ચરવા માટે બહાર લઇ જવાયેલી ગાયો અને ભેસોને પછી લાવાય ણે ઘરમાં બાંધી દેવાય. સ્ત્રીઓ રાતનું ભોજન તૈયાર કરવા લાગી જાય. સાંજે આખું કુટુંબ છત પર ભેગું થાય, ણે ઉનાળામાં તો અહી જ મીઠી નીંદર ખેચાય. પુરુષો દિવસભરનો થાક રાતે ખાટલા પર બેઠા બેઠા ખાવા પર ઉતારે ણે શાક-રોટલી સાથે કઢેલા દુધના સબડકા લે. ભરપેટ ખાધા બાદ એ જ ખાટલા પર બેઠા બેઠા ઊંઘવાના સમય થવાની રાહ જોવાય. રાતે માલગાડીનો અવાજ સંભળાય ને લોકો એકબીજાને શુભરાત્રી કહેતા હોય એમ ‘માલગાડી આવી ગઈ’ એવું કહે. આ બાજુ મુલ્લા ફરીથી હોય એટલું જોર લગાવીને બુમ પાડે ‘અલ્લાહ-હો-અકબર’ ને મુસલમાનો છત પરથી ‘આમીન’ નો હોકારો પાડે. શીખ નાનું કુંડાળું રચીને બેઠલા ને ઝોલા ખાતા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ભજનો લલકાર્યા કરે. બાવળના ઝાડ પર કાગળના કાંવ-કાંવ ધીમા પડી જાય ને ચામાચીડિયા ફરીથી ગામમાં ઉડવા લાગે. આ બધા વચ્ચે માલગાડી સ્ટેશન પર આવે ને એનું એન્જીન સાઈડીંગ પર વેગન બદલવા આગળ-પાછળ થયા કરે. ગામના બાળકો ઊંઘી ગયા હોય ત્યારે ગાડી ઉપડે અને પુલ પરથી ભારે અવાજ કરતી પસાર થઇ જાય. આ જ ગામની જિંદગી. ગામનું આ જ જીવન.

આવું હતું મનોમજરા ગામ. આતો એક ગામની વાત થઇ, પણ આઝાદી વખતે જયારે ઘડિયાળો એટલી હાથવગી નહોતી ત્યારે લોકો આવી નિશાનીઓથી જ સમયની જાણકારી મેળવતા હતા. આ સિવાય પણ બીજી અમુક રીતે તેઓ જાણકારી મેળવતા હતા. ફોટાઓ પરથી વધારે ખ્યાલ આવી શકશે.

This slideshow requires JavaScript.

( ઘણા ઘરડા લોકો તો સૂરજનો પડછાયો જોઇને પણ સમય બતાવી દેતા હતા. હા, ચોક્કસ કલાક ની ખબર ના પડે, પણ ત્યારે લોકોને એટલી ચોકસાઈની જરૂર પણ નોહતી પડતી. )

Pic. Courtesy : Internet

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s