બસ એમજ…

સવારનો સમય હતો, હું બસમાં આગળ બેઠો હતો. રસ્તાની બાજુએ એક હોટેલની બહાર ઉભેલા ચોકીદારે અમારા ડ્રાઇવર ભાઈને ( આમતો ડ્રાઇવર ને પણ પ્લેનના પાઈલોટ જેવા માન મળવા જોઈએ, ખાસ કરીને ભારતમાં, જ્યાં હવામાં ઉડવા કરતા રોડ ઉપર વાહન ચલાવવું ઘણું અઘરું છે. ) હાથ કર્યો. મેં આશ્ચર્યથી ડ્રાઇવર ભાઈને પૂછ્યું, કે તમે ઓળખો છો એમને ? તો કે, ના એટલું કઈ ખાસ નઈ, પણ આતો એક વાર એક ગેસ્ટને લેવા એ હોટેલમાં ગયો હતો, ત્યારે એકાદ કલાક ગેસ્ટની રાહ જોવાની થઇ હતી. તો એ દરમ્યાન તેમની સાથે બેઠો હતો અને બસ એમ જ મળ્યા હતા અને આજે પણ એ મને હાથ કરે છે અને હું એમને હાથ કરું છુ. હવે આવું તો મેં ઘણી વાર જોયું હતું, કે જયારે સામેથી કોઈ એસ.ટી બસ કે સ્કુલ બસ આવે ત્યારે અમારા ડ્રાઇવર ભાઈ અને પેલા સામે વાળ ડ્રાઇવર ભાઈ એકબીજાને હાથ કરતા. ત્યારે પણ હું તેમને પૂછતો, કે ઓળખે છે? ત્યારે પણ એ એમજ કહેતા કે ના-ના આતો રોજ સામે મળે એટલે બસ એમજ ઓળખે.

આમ સંભાળવામાં કઈ નવી લાગે એવી વાત નથી. પણ એકવાર પોતે પોતાનો ફ્લેશબેક જોઈ જોજો, કે આપણે આવા કેટલા લોકોને ઓળખીએ છીએ, કે રોજ ફક્ત હાથ જ હલાવીએ છીએ. ઘણા કિસ્સામાં તો આવો ‘બસ એમજ’ નો સંબંધ મૈત્રીમાં પણ ટ્રાન્સફર થઇ જતો હોય છે. કોઈ વાર એવું પણ બને કે એ વ્યક્તિ આપણને કપરા સમયે કામ લાગી જાય અથવાતો આપણે તેને કામ લાગી જઈએ. અને હું તો એમ માનું છુ કે જીંદગીમાં આવા પણ મિત્રો હોવા જોઈએ.

મિત્રો તો ઘણા છે,  જે  એક સાદે  (અવાજે) ભેગા  થાય,

પણ, જોઈએ છે એવા પણ, જે રોજ રસ્તામાં ભેગા થાય.

—  સુશાંત ધામેચા.

હવે હું મારી પોતાની વાત કરું, તો હું લગભગ ૮માં ધોરણમાં ભણતો હતો ત્યારથી મારી દુકાને બેસતો. રોજ સાયકલ લઈને એકજ રસ્તેથી દુકાને જવાનું થાય. ત્યાં રસ્તામાં કોલેજના છોકરાઓ બાકડા પર બેસીને પત્તા રમતા હોય. હું તો મારી ધૂનમાં જતો હોઉં. કોઈ વાર સાયકલ પર હોઉં તો કોઈ વાર ચાલતો. પણ થોડા સમય પછી અમારે એકબીજા સામે જોઇને માથું હલાવવાનો સંબંધ થયો. અને આવું લગભગ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પણ આજે એ વાતને ૨૦ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, છતાપણ અમે જયારે પણ મળીએ છીએ ત્યારે વાત થાય છે અને કોઈ વાર હું ચાલતો જતો હોઉં ( હું રોજ સાંજે ઓફિસની બસ મને ડ્રોપ કરે પછી ઘરે ચાલતો જ જતો હોઉં છુ. ) ત્યારે એ બાઈક પર ઘર સુધી લીફ્ટ પણ ઓફર કરે છે.

મારે તો રોજે જ ૫૦ કી.મી. ની મુસફારી બસમાં કરવાનું થતું હોય છે. એટલે મારા જેવા ઘણા રોજના મુસાફરી વાળા રોજે જ જોવા મળે. એમાં ખાસ એક કાકા રોજ સાંજે સોજીત્રા થી પીપળાવ ની વચ્ચે ચાલતા જોવા મળે. એમની ઉમર લગભગ ૭૦ વર્ષ કરતા વધારે હશે. પણ દેવાનંદ સ્ટાઈલની ટોપી, ઈસ્ત્રી ટાઈટ પેન્ટ-શર્ટ અને એક હાથ માં લાકડી સાથે ફૂલ જોશમાં એ ચાલતા હોય. એમાં પહેલી વાર મેં એમને સામેથી હાથ કર્યો, તો એમનું ધ્યાન થોડું મોડું પડ્યુ એટલે અમારી બસ આગળ નીકળી ગઈ, પણ બીજે દિવસે પણ મેં હાથ કર્યો, તો એમનું ધ્યાન અમારી તરફ પડ્યું અને એક સરસ મજાનું બોખું સ્મિત છલકાયું. બસ પછી તો હવે અમારે આ રોજનું થઇ ગયું. એ અમને હાથ કરે અને અમે એમને હાથ કરીએ. અમે કઈ એકબીજાને ઓળખતા નથી પણ, બસ એમજ….ઓળખીએ છીએ….

Advertisements

2 thoughts on “બસ એમજ…

  1. Trigun Gajjar 13/03/2017 / 11:58 PM

    Bas amaj adakhiye che ….jema koi matlab nathi pn khali hath karvathi vyakti ne evu lage jane koi pardesh ma rehta hoie ane gujrati madi jay jane gharno koi sabhya madyo hoy evi karan vagar ni k matlab vagarni dilne thandak ape evi khushi thay…..good writen deeply thaoughts

  2. latakanuga 16/07/2017 / 1:28 AM

    સરસ લેખ

    ગમતાં નો કરીયે ગુલાલ…એકબીજાને ગમતાં રહીએ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s