રખડવાનો આનંદ

ગયા વર્ષે મેં મહિનામાં અમદાવાદ માં બુક ફેર આવ્યો હતો. ત્યાં ફરતા ફરતા કાકા કાલેલકર ની એક બુક હાથમાં આવી ગઈ. તેનું નામ છે “રખડવાનો આનંદ”. મને આવી ટ્રાવેલ ડાયરી ટાઇપ ની બુક વાંચવાનો શોખ ખરો. પણ બીજી બુક વાચવાની ચાલુ હતી, એટલે એને થોડા સમય પછી વાંચવાનું નક્કી કર્યું. એ દરમ્યાન મને લદાખ વિષે જાણવાનું અને વાંચવાનું મન થયું અને મેં એક બુક ખરીદી. એ વાચી ખુબ મજા આવી અને એના વિષે મેં આ બ્લોગ પર લખ્યું પણ ખરું. એ બુક નું નામ હતું “ When The Road Beckons – By Ravi Manoram”, અને બ્લોગ નું મથાળું હતું “ Travel To Travel, Not To Reach At Destination “. એ બુક અંગ્રેજી માં હતી, અને બુલેટ પર એમણે ટ્રીપ કરી હતી. હવે આ બુક વાચ્યા પછી “રખડવાનો આનંદ “ ગુજરાતી બુક વાચવા લીધી. બે બુક વચ્ચે બધી રીતે અંતર હતું. આ બુકમાં ભારત ની દરેક જગ્યા નું વર્ણન ખુબ ઊંડાણમાં કર્યું છે. અને સૌથી અગત્યનું કે આની ભાષા અને શબ્દો ઈ.સ. ૧૯૪૦ તો ૧૯૫૦ ના સમયના છે. ક્યાં ૨૦૧૩ નું અગ્રેજી અને ક્યાં ૧૯૪૦ નું ગુજરાતી. પણ ખરેખર બંને બુકો પોતાની જગ્યા એ શ્રેષ્ઠ છે. બંને વાચવાની ખુબ મજા પડે. આ બુક તો હજી વાચવાની ચાલુ જ છે. પણ એમાં કાકા સાહેબે એક વર્ણન કર્યું છે, તે લખ્યા વગર રહેવાયું નહિ.

પુના પાસેના સિંહગઢ ની મુલાકાત વખતે તેઓ ડુંગર ઉપર થી પુના શહેરને જોતા હતા, ત્યારે શહેર રોશની થી જગમગી રહ્યું હતું, તે જોઈ તેમણે ભવિષ્ય ની ચિંતા વ્યક્ત કરી હતી. તે તેમનાં જ શબ્દોમાં વાચો.

“ ઘણી વાર એક વિચાર મનમા આવે છે. આપણે આટલી બધી વીજળી પેદા કરી આખું વરસ દિવાળી ઉજવીએ છીએ, એની વાતાવરણ ઉપર, વન્યસૃષ્ટિ ઉપર, માણસના સ્વાસ્થ્ય ઉપર કઈ ભારે અસર નહિ થતી હોય? જો ફટાકડા અથવા તોપો ફોડવાથી વરસાદ પડી શકે છે, સુરજ ઉપર ડાઘા આવવાથી ખેતી બગડીને દુકાળ પડી શકે છે તો આટલી બધી વીજળીની પેદાશ થી દુનિયા ઉપર ભારે અસર થતી હોવી જ જોઈએ. આમાંથી જ માણસને માણસની બીક લગતી હશે અને એમાંથી યુદ્ધો થતા હશે ?

પુના જેવા કેટલાક શહેરો આમ આખી રાત ચળકે છે, તે બધા કુદરત માં ભારે ક્રાંતિ પેદા કરે છે. મનુષ્ય સ્વભાવમાય દહાડે દહાડે ફેરફાર થતો જાય છે.એમાં જેટલું કારણ આર્થીક પરિસ્થિતિનું છે, એટલું જ અથવા એથીય વધારે આવા હજીયે ન શોધેલા ભૌતિક કારણો પણ હોઈ શકે છે. આવી વિચારમાળા માં હું સપડાયો એનું કારણ તો પુના ના દીવા જ છે.“

આ લખાણ ઈ.સ. ૧૯૩૮ નું છે. ત્યારે જ લેખકે ચિંતા વ્યક્ત કરી હતી કે આની ભવિષ્યમાં વિપરીત અસર પડશે. અને આજે અપને જોઈએ છે કે સૌર ઉર્જા ના ઉપયોગ ઉપર વધારે ભાર મુકવામાં આવે છે. આ સિવાય પણ એમના ઘણા એવા લાખણો છે જે ખરેખર જ્ઞાન ની ખણો છે.

આવું જ એમણે ગોવા માટે વર્ણન કર્યું છે. એ પછી બીજા બ્લોગ માં ઊંડાણ પૂર્વક લખીશ.

Advertisements

3 thoughts on “રખડવાનો આનંદ

 1. latakanuga 06/02/2017 / 3:13 PM

  Kaka Kalelkar na pravas varnano vachvani majaa aave.

  • Sushant 06/02/2017 / 3:50 PM

   ખરેખર ખુબ જ સરસ છે. અને તેમાં તેઓ જે શુદ્ધ ગુજરાતી શબ્દો વાપરે છે, એ વાચવાની મજા આવે છે. એમનો એક મને ખુબ ગમ્યો એ, “મુખદુર્બળ” – ઓછા બોલા.
   બીજું એ કબીરવડ ના પ્રવાસ વખતે લખે છે કે, ” એ ડોશાની લાંબી દાઢી પકડ્યા વગર સખ વળવાનું નથી. ”
   હજી વાચવાની ચાલુ જ છે, ખુબ મજા આવે છે વાચવાની.

   • latakanuga 06/02/2017 / 4:31 PM

    મેં તો બહું વરસો પહેલા વાંચી હતી. પણ એમની ગુજરાતી શૈલી સવાયા ગુજરાતી જેવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s