ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ હમણાં થોડો સમય પહેલા જ અમદાવાદ માં યોજાઈ ગયો. આ તેમનું સળંગ ૪થુ વર્ષ હતું, અને દર વર્ષે તેની ગુણવત્તા વધતી જ જાય છે તેટલે જ સાથે સાથે તેની લોકપ્રિયતા પણ વધતી જ જાય છે. અલગ અલગ વિષયો પર ચર્ચા, લેખન કળા ના વર્કશોપ, મ્યુઝીક શો વગેરે તેના મુખ્ય આકર્ષણો હોય છે. મારા જેવા ઘણા લોકો છે, કે જે આ ફેસ્ટીવલ ની આતુરતા થી રાહ જોતા હોય છે. પણ આ વખતે તે જન્યુઆરી ના બદલે ડીસેમ્બેર મા યોજાયો હતો. એટલે મારે જવાનું પોશીબલ નહોતું થયું. પણ, યુ ટ્યુબ પર તેમની ચેનલ છે, તેની ઉપર બધા સેસસન જોવા મળ્યા.
આ વખતે તેમેણે સાબરમતી જેલ ના ૪ કેદીઓને બોલાવ્યા હતા. તેઓ જેલમાં રહીને કવિતાઓ લખતા. તેમને આજે આ ફેસ્ટીવલ થકી મંચ ઉપર પોતાની લખેલી કવિતાઓ લોકોને સંભળાવવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો.
તેઓ ચારેય કેટલાય વર્ષો થી જેલ મા છે. કોઈ ૧૩ વર્ષ થી છે તો કોઈ ૨૧ વર્ષથી છે. હવે તેમણે તે જિંદગી ણે સ્વીકારી લીધી છે અને એટલે જ જેલ સ્ટાફે પણ તેમને સારા વ્યક્તિ તરીકે સ્વીકારી લીધા છે. તેથી જ જેલ સ્ટાફ પણ તેમેને તેમની આવડત માટે સપોર્ટ કરે છે, અને આજે તેમેને અમદાવાદ ની વચ્ચો વચ ચાલતા આ ફેસ્ટીવલ માં તેમની કવિતાઓ સંભળાવવા લાવ્યા છે.
૧. નરેન્દ્રસિંહ રાઠોડ : ૧૩ વર્ષ થી પોતે જેલ માં છે. તેઓએ ફાઈન આર્ટસ માં ડીપ્લોમાં કરેલું છે. ચિત્રો દોરવાનો, કવિતાઓ લખવાનો અને ગાવાનો તેમને શોખ છે અને આવડે પણ છે.
૨. ઘનશ્યામસિંહ રાઠોડ : તેઓ નરેન્દ્રસિંહ ના ભાઈ છે. તેઓ B.A. પાસ છે અને કવિતાઓ, ફોટોગ્રાફી નો શોખ ધરાવે છે.
૩. શબ્બીર હુસૈન : તેઓ ૨૧ વર્ષ થી જેલ માં છે. સાબરમતી જેલનું એક ખુબ જાણીતું નામ છે. તેઓ જેલ માં કેન્ટીનમાં કામ કરે છે અને નવરાશ ના સમય માં શાયરીઓ લખવાનું કામ કરે છે. આ ઉપરાંત ઉર્દુ લેટર્સને સેન્સર કરવાનું કામ પણ તેઓ જેલમાંથી કરે છે.
૪. મહેશભાઈ પરમાર : તેઓ ૧૫ વર્ષ થી સાબરમતી જેલ માં છે. તેઓ B.A વિથ Eco. ની ડીગ્રી ધરાવે છે.
હવે આ બધા કોઈ ને કોઈ ગુના માં જેલ માં ગયા હતા. પણ તેમને પછી પસ્તાવો થયો અને અત્યારે તેઓ એક સારા વ્યક્તિ ની જેમ જેલ માં જીવન ગાળે છે. ( એવું નથી કે સારો માણસ જેલ માં ના જાય. કોઈ વાર તેને પણ ફસાવવા માં આવ્યો હોય એવું પણ બને. ) સૌથી પહેલા શબ્બીરમિયાં ની વાત કરીએ તો, તેમેણ એક શાયરી કીધી હતી, તે સાંભળી ને લાગે કે, નાત-જાત જેવું જેલ માં કઈ હોતું નથી.
“ શ્યામ આ ગયે, યહા ઘનશ્યામ આ ગયે, કિતને ગુનાહ કી દુનિયા કે ઈમામ આ ગયે,
તેરી ઔર મેરી ફિર ઔકાત હી ક્યાં હૈ, ૧૪ સાલ વનવાસ મે જબ રામ આ ગયે. “
આ એક મુસ્લિમે લખેલી શાયરી છે. તેઓ કેહતા હતા કે જેલ માં રોજ સવારે નમાજ, પ્રાર્થના થાય છે. આમાં જેલ સ્ટાફ નો પણ તેમને સારો એવો સપોર્ટ મળતો હોય છે. એટલે ઘનશ્યામભાઈ એ જેલ ના જીવન ઉપર એક ખુબ સરસ કવિતા લખી છે. તે થોડી લાંબી છે પણ જેલ માં કેદીઓની આપવીતી આ કવિતા માં વર્તાય છે.
“જોરી જોરી ( હાજરી પૂરવી ) થી થાય છે સવાર જેલમાં,
બેરેક-બેરેક માં આરતી-નમાજ થાય છે જેલમાં,
માનવતા ના અસીમ ઉદાહરણ છે જેલમાં,
દરેક માનવી ના હૃદય પીસાય છે જેલમાં,
મસ્તી, દુખ અને આનંદ પસાર થાય છે જેલમાં,
માનવી નો સમય કેરમ અને ચેસ માં પસાર થાય છે જેલમાં,
રોજ સવારે યોગા-કસરત થાય છે જેલમાં,
માનવી સૈતાન માંથી સંત થાય છે જેલમાં,
ઘણા દિવસો-રાતો પસાર થાય છે જેલમાં,
હૃદય ની વાતોને શબ્દોને બયાન કરે છે જેલમાં,
જેલસ્ટાફ ની સુરક્ષા મા બંધીવાન નું જીવન પસાર થાય છે જેલમાં,
જિંદગી ની કીમત અને સમય નું મૂલ્ય સમજાય છે જેલમાં,
જિંદગી જીન્દાદીલી નું નામ છે, દર વખતે ખુશી ઝૂમે છે જેલમાં.”
સમય જ માણસ ને બદલી શકે છે….
Mast baki sushant bhai
Sir, is it possible for you to translate your writings on the blog into hindi or english? Because your followers like me whodobt know Gujrati end up losing on fine write ups like yours
Thanx for showing interest madam. But I m not much friendly with english. But I will try.
Yes please and thank you 😊
Very good article…keep it up…sir
તમારા બ્લૉગ પર સફર કરવાની મજા આવી ! તમે નેટગુર્જરી પર આવ્યા તે નીમીત્તે પરીચય થયો. આભાર. પરંતુ તે બ્લૉગ હવે સંકેલાવાનો હોઈ તમે નારી સાઈટ માતૃભાષા http://www.jjugalkishor.in/ ને ફોલો કરશો…..અને હા, આ સાઈટ માટે તમારાં નવાં લખાણો મને મોકલશો તો તમારા બ્લૉગની લીંક સાથે ત્યાં પ્રગટ કરવાનું ગમશે…..વીશેષ તમારો ટુંક પરિચય તથા ફોટો પણ મોકલજો……સાભાર. – જુ.
તમારી સાઈટ પર મને મારા લાખણો મોકલવાનો મને મોકો આપવા બદલ ખુબ ખુબ આભાર. નવું લખાણ હું તમને ચોક્કસથી મોકલીશ.
તમારું ઈ-મેલ આઈડી અથવા વોટ્સએપ નંબર આપો, તો હું તેના પર મારી ડિટેલ મોકલી શકુ.
મારો મોબાઈલ નંબર ૯૯૭૪૯ ૦૦૪૨૨.
O.K. Fine.
jjugalkishor@gmail.com
તથા ફોન : 9428802482