આ મુવી માટે એક વાક્યમાં કેહવું શક્ય નથી, પણ જો કેહવું હોય તો…
Right Side Abhishek Jain & Team…
પણ આટલાથી મન ભરાતું નથી એટલે એના વિષે વધારે લખવાનો લોભ પણ છૂટતો નથી. આ ગુજરાતી ભાષાની કદાચ એવી પહેલી ફિલ્મ હશે કે જે બોલીવુડ ની સસ્પેન્સ ફિલ્મ ની સરખામણીએ મૂકી શકાય. જ્યારથી તેનું પહેલું ટ્રેલર જોયું હતું ત્યારથી જ આ ફિલ્મ કૈક અલગ જ હશે એવું મનમાં ભરાઈ જ ગયું હતું, અને આજે એ ફિલ્મ જોયા પછી લાગ્યું કે મારું મન સાચું જ ભરી ને બેઠું હતું. ફિલ્મ નો ટોપિક તો તેના ટ્રેલર લોન્ચિંગ તથા પ્રેસ્સ કોન્ફરન્સ માં જ ડીકલેર કરી દીધો હતો, કે આ એક હીટ એન્ડ રન કેસ પર આધારિત છે. પણ તેમાં આવતા વળાંકો એ જ એની ભવ્યતા દર્શાવે છે. નિરેન ભાઈ એ ખુબ સરસ રીતે સ્ટોરી ડેવેલોપ કરી છે. સ્ક્રીનપ્લે, લીરીક્સ, મ્યુસિક, કેમેરાવર્ક, લોકેશન આ કશાયમાં તે બોલીવુડ થી ઓછી ઉતરે તેમ નથી. ઉપરથી સોન્ગ્સ પણ અરિજિત સિંઘ તથા વિશાલ જેવા બોલીવુડ ના પ્રખ્યાત ગાયકો એ ગયેલા છે અને મ્યુસિક સચિન-જીગર ની જોડી એ આપ્યું છે. ફિલ્મ સીનેમેન અને ફેન્ટમ ના બેનર હેઠળ બની છે. સીનેમેન એ આપણા ગુજરાતી ના જાણીતા અભિષેક જૈન ના ભાઈ નયન જૈનનું. અભિષેક જૈન ને તો કદાચ અર્બન ગુજરાતી જોનારા દરેક જાણતા જ હશે. કેવી રીતે જઈશ અને બે યાર દ્વારા ગુજરાતી ફિલ્મો ની શકલ બદલનાર એ જ અભિષેક જૈન. અને અનુરાગ કશ્યપ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે. એટલે આ ફિલ્મ ની ભવ્યતા ની કલ્પના કરી જ શકાય છે.
હવે એક વાત અભિષેક જૈન વિષે કરવાની છે. હું લાસ્ટ જાન્યુઆરી માં ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ માં એમને મળ્યો હતો અને સાંભળ્યા હતા. ત્યારે અર્બન ગુજરાતી મુવી ઉપર ડીબેટ ચાલતી હતી. તેમની બંને ફિલ્મો વખણાઇ હતી, ઘણા તેમના પ્રશંસકો તેમની ફિલ્મ વિષે પૂછતા હતા. પણ એટલામા કોઈએ તેમને એક સવાલ પૂછ્યો જેનો જવાબ તેમણે આ ફિલ્મ દ્વારા આપ્યો અને તેમનું કમીટમેન્ટ પૂરું કર્યું. સવાલ એ હતો કે “ ગુજરાતી માં અર્બન ગુજરાતી મુવી નો ટ્રેન્ડ ચાલુ તો થઇ ગયો, પણ હજી બધી ફક્ત કોમેડી ફિલ્મો જ આવે છે, કોઈ ક્રિએટીવ ટાઇપ ની ફિલ્મ ક્યારે આવશે, કે જે બોલીવુડ ના લેવલની હોય? અભિષેક જઈને આનો ખુબ સરસ જવાબ આપ્યો હતો કે “ એવી ફિલ્મો પણ બનાવી શકાય, પણ તેનાં માટે મોટું બજેટ જોઇએ અને હજી તેના વળતર ની કોઈ નિશ્ચિતતા નથી. અને ગુજરાતી મુવી ની આવક ફક્ત સિનેમાઘર માંથી થતી આવક જ હોય છે. તેના કોઈ મ્યુસિક રાઈટ, સેટેલાઈટ રાઈટ વેચાતા નથી.” પછી તેમણે એક સ્પષ્ટ વાત કરી હતી કે જો તમે લોકો પાયરસી નહિ કરો તો અમને અમારા કામ નું પૂરું વળતર મળશે, અને અમે તેને કોઈ ક્રિએટીવ ફિલ્મ બનાવવામાં વાપરીશું.”
“રોંગ સાઈડ રાજુ” બનાવીને અભિષેક જૈને તેમનું કમીટમેન્ટ પૂરું કર્યું છે. બસ હવે આપણે આપણું કમીટમેન્ટ પાયરસી નહિ કરીને પૂરું કરવાનું છે.
બ્લોગ લખવા બદલ અને ગુજરાતી ચલચિત્ર ના વિશ્લેષણ બદલ અભિનંદન
Nice review !!