શ્રી કૃષ્ણ – મોટીવેટર, લીડર, પાથમેકર

21c55cc2f5c0447e838dd9dde7861e6c

જન્માષ્ટમીના દરેક મિત્રો તથા સ્નેહીઓને જય શ્રી કૃષ્ણ..

આજે શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ છે. વોટ્સએપ પર દરવખતની જેમ મેસેજ ફરતા થાય છે, કે આજે દુનિયા નાં સૌથી મોટા ડોન નો બર્થ ડે છે, કે જેનો જન્મ જેલ મા થયો હતો, તેમણે મામા કંસ ને માર્યા, જરાસંઘ ને માર્યો, માખણ ની ચોરી કરી, ગોપીઓ ની છેડતી કરી. પણ આ બાધા થી વધારે હુ માનુ છું કે, તે એક મહાન મોટીવેટર, લીડર અને પાથમેકર છે. કેવી પરિસ્થિતિમા કોની પાસેથી, કેવીરીતે કામ લેવું તેં તેમનાં જીવન તેમજ ગીતા ઉપદેશ પરથી સ્પષ્ટ થાય છે. મહાભારત માંથી જ આપણને તેનાં સારા એવા ઉદાહરણો માળી રહે છે.
યુદ્ધ પહેલા શાંતિદૂત બનીને હસ્તિનાપુર જઇ, યુદ્ધ ના થવાં દેવા માટે બનતા તમામ પ્રયત્નો કરી એ શીખવ્યું કે, વિકટ પરિસ્થિતિથી હાર માનવા કરતા તેને ટાળવા માટે બનતી દરેક કોશિશ કરવી, અને તેમ કરવાથી સ્વમાન ઘવાતૂ નથી પરંતું વધે છે. પણ પછી જો પરિસ્થિતિ ટળે એમ ન હોય તો કળ, બળ કે છળ ગમેતે રીતે તેનો સામનો કરી તેમાંથી બહાર નીકળવું, એ પણ તેમણે કુરુક્ષેત્ર નાં યુદ્ધ દરમ્યાન બતાવ્યું. તેવી જ રીતે પરિસ્થિતિને પારખીને જાનહાની ટાળવા માટે યુદ્ધમેદાન છોડી સ્થળાંતર કર્યું, એ બતાવે છે કે જ્યારે પરિસ્થિતિ આપણી ફેવરમા ના હોય તયારે આપણે પરિસ્થિતિ સામે ફલેક્ષિબલ થવું જોઈએ.
સૌથી મહત્વની વાત કે છેલ્લે યુદ્ધ પછી જ્યારે ગાંધારી શ્રી કૃષ્ણ ને યુદ્ધ મા તેનાં બધાજ પુત્રોના સંહાર બદલ દોષી ગણી તેમનાં આખા કુળનો પણ નાશ થશે તેવો શ્રાપ આપે છે ત્યારે માનભેર મસ્તક નમાવીને તેને સ્વીકારે છે. આના પરથી એ શીખવે છે કે, પોતે કરેલા, કરાવેલા કે કરવા પડેલા સારા-ખરાબ કામોની જવાબદારી સ્વીકારવી જોઈએ.
આવી તો ઘણીબધી ટિપ્સ અને એડવાઇસ એમનાં જીવન તથા ગીતા ઉપદેશ પરથી મળે છે. એટલેજ એ સૌથી મોટા ડોન તો છેજ, પણ સાથે સાથે સૌથી મોટા મોટીવેટર, લીડર અને પાથમેકર પણ છે.

જય શ્રી કૃષ્ણ……

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s