પોકેમોન ગો અને થપ્પો…

‘પોકેમોન ગો’ – આખી દુનિયા ને ઘેલુ લગડ્નાર આ ગેમથી આજની તારીખે દુનિયામા  કોઇ ટીનેજ  અજાણ નહિ હોય.  વર્ચ્યુઅલ  અને રિયાલીટિ નુ મીક્ષીન્ગ  છે  આ  ગેમ.  મે  ઘણા  લોકોને  મોબાઇલ  હાથમા લઇ  પોકેમોન  શોધતા  જોયા  છે.  વિદેશમા  એના  લીધે તો  અકસ્માતો  પણ થાય છે.  તેના કારણે રોડ  ઉપર સાઇન બોર્ડ  પણ  મુકવા  પડે  છે કે… ” પોકેમોન રમતા રમતા ગાડી ચલાવવી નહિ.” એટ્લે આ ગેમ વિશેવધારે જાણવા માટે  ગૂગલભઇ ની મદદ  લીધી. એમણે તો તરતજ મહિતી નો ઢગલો કરી દીધો અને જોડે પોતનુ પર્ફોર્મંશ રીપોર્ટ પણ આપે કે, ૦.૩૦ સેકન્ડ મા ૫૦૦૦ રીઝલ્ટ આપ્યા. બધુ વાચતા ખબર પડી કે આ ગેમ તો ઇન્ડિયામા    લોન્ચ  જ નથી થઇ.  ગુગલભઇ પાસે એનો  પણ જવાબ હતો. એ.પી.કે. ફાઇલ ડાઉનલોડ કરી ફોન મા ઇન્સ્ટોલ કરી લેવાય. એમ કરતા ગેમ ચાલુ થઇ ગઇ.  શિખતા  થોડી વાર લાગી, પણ ખબર પડી  ગઇ. મેપ મા બતાવેલી  જગ્યાઓ પર જઇ ને પોકેમોન શોધવાના  અને કલેક્ટ કરવાના.

એ જ વખતે મગજ મા આપણી એક જુની અને જણીતી રમત ના નામની ક્લીક થઇ. ” થપ્પો “. યાદ છે ને ? એક જણ દાવ આપે અને બાકીના છુપાઇ જાય, પછી તે બધાને શોધવાના. આ ગેમની  જેમ  તેમા કોઇ  મેપ ઉપર  બતાવતા  નોતા કે, આ પોકેમોન અહિયા છુપાયો છે. જે  ગેમ બનાવામા જોન હેન્કે વર્ષો લગાડી દીધા,  તે તો આપણે  નાનપણથી  જ રમતા હતા. ઉલ્ટુ આના કરતા એમા રિયાલીટી પણ વધારે હતી. કોઇ ના ઘરમા છુપાયા હોઇએ એટ્લે જો એ કકરાટ કરે તો ચાલુ રમતે બહાર નીકળવુ પડે અને થપ્પો થઇ જાય. રાત્રે ચોતરે બેસવાનુ, મોડી  રાતે રે લ્વે સ્ટેશને ચા-સમોસા ખાવા જતા કોઇ વાર પોલીસ આપણને પોકેમોન સમજીને પકડી પણ લે.

આવી ગેમો તો આપણે નાના હતા ત્યારે જ રમી નાખી હતી…

Advertisements

One thought on “પોકેમોન ગો અને થપ્પો…

  1. bhomiyobunty 02/08/2016 / 8:41 PM

    નાનપણ ની યાદ આવી ગઈ!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s