કી & કા…

ki-and-ka-trailer-review-he-is-the-wife-she-is-the-husband-they-totally-rock-1amitabh-bachchan_90168a73-44de-11e5-a8da-005056b4648e

આજે આ મુવી જોયું. એટલે થોડું લખવાનું મન થઇ ગયું. આર. બલ્કિ નું મુવી છે એટલે ઓબ્વ્યસલી બધાને ના જ ગમે, અમારા જેવા થોડા ઘણાને ગમે. મુવી નો કોન્સેપ્ટ જૂનો અને જાણીતો છે, કે જો બોય્સ ઘર ચલાવે અને ગર્લ્સ જોબ કરે તો શું ? અત્યારના સમય માં ઘણા લોકો એ ગર્લ્સ જોબ કરે એ તો સ્વીકારી લીધું છે પણ બોય્સ ખાલી ઘર સંભાળે એ હાજી એક્સેપ્ટ નથી કરી શકાતું. પણ બલ્કિ સાહેબે આ મુવી માં એ ખુબ સરસ રીતે બતાયુ છે.

કબીર ( કા ) એક બિઝનેસમેન નો છોકરો છે, જેને પૈસા ની કોઈ ખોટ નથી. પણ તેને બિઝનેસ કરતા તેની માં ની જેમ ઘર સંભાળવા માં જ ઇન્ટરેષ્ટ છે. તે આને એક કળા માને છે. ( અને છે પણ ખરી. કોઈ વાર શાંત મગજે વિચારજો. ) એમાં તેની મુલાકાર કિયા ( કી ) જોડે થાય છે. જે તેના કેરિયર માટે ખુબ એમબીસ્યસ હોય છે. તે બંને મેરેજ કરે છે અને કબીર કિયા ના ઘરે ઘર જમાઈ બની ને રહે છે. કિયા જોબ કરે છે અને કબીર ઘર ચલાવે છે. કિયા નું જોબ માં પ્રમોશન થાય છે. તેના બોસ ને કબીર ની વાત ખબર પડે છે, તો તે કબીર નો ઇન્ટરવ્યુ કરવાની વાત કિયા ને કરે છે. ત્યારે કબીર ને આની ઈચ્છા નથી હોતી પણ કિયા ના ઇંસિસ્ટન્સ થી તે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થઇ જય છે. ત્યાર બાદ થોડા સમય પછી, સફોલા ની યાદ માં કામ કરવાનો ચાસ પણ કિયા થ્રુ મળે છે. પછી તો એ બધી ગર્લ્સ અને આંટી ઓ નો ફેવરિટ બનતો જાય છે. એન.જી.ઓ વાળાઓ તેનો ઇન્ટરવ્યૂ કરવા બોલાવે છે, અને ફેમસ થઇ જાય છે. હવે આમ બચ્ચન સાહેબ નો કેમિયો આવે છે. જયા બચ્ચન તેને પોતાના ઘરે બોલાવે છે. એ સીન જોરદાર છે. ( બલ્કિ ના મૈવી માં બચ્ચન સાહેબ તો આવે )

મુવી જોવાની ખુબ માજા આવે એવી છે. તેના અમુક ડાયલોગ આંખો ખોલી દે એવા છે. એક સોન્ગ પણ સરસ છે.

મહોબ્બત કી હૈ, જી હજુરી નહિ,

તેરી ખુશી મેં હો મેરી ખુશી, જરૂરી નહિ.

 

ડાયલોગ   :   ” ખાના બનાયા – પુલિંગ ( તેને બનાવે સત્રીલિંગ )

                      નોકરી કેરી – સત્રીલિંગ ( તેને કરે પુલિંગ )

 

હજી ઘણા સાંભળવા જેવા ડાયલોગો છે પણ અહીં લખવાનું લિમિટેશન આવી જય છે.

અર્જુન કપૂર, કરીના કપૂર ના નામે નઇ તો બાલ્કી સાહેબ ના નામે મુવી એક વાર તો જોવાય જ…

( આ રીવ્યુ નથી, અંગત અભિપ્રાય છે. આપણેને કઈ રીવ્યુ બિવ્યું ના આવડે. )

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s