બે યાર… કેવી રીતે જઈશ…

IMG_20160108_153703

 

આ લેખ નું હેડીંગ જ એ બે ગુજરાતી મુવીના છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શકલ બદલી નાખી છે. આ બે મુવીએ કોલેજ માં ભણતા છોકરા છોકરીઓને ગુજરાતી મુવી જોતા કરી દીધા છે. આમાં એ જ ગુજરાતી ભાષા વાપરવામાં આવી છે જે આપણે રોજ બોલવામાં વાપરતા હોઈએ છે. ( બાકી બીજી ગુજરાતી મુવી ની ભાષા તો ચીપી ચીપી ને ગુજરાતી બોલતા હોય એવી હોય છે, જે અત્યારે લગભગ કોઈ જ બોલતું નથી. ) . તેનું પીક્ચારાઈઝેશન, સંગીત અસ્સલ કોઈ હિન્દી મુવી જેવું જ લાગે. ગુજરાતી માં આવો ટ્રેન્ડ સેટ કરનાર આ બંને ફિલ્મ ના  ડીરેક્ટર નું નામ છે   અભિષેક જૈન. હમણાં થોડા દિવસો પહેલા ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ – અમદાવાદ માં તેમને મળવાનું થયું હતું. ત્યાં સ્ટોલ પર તેમને જ લખેલી બુક “ આ તો જસ્ટ વાત છે “ ખરીદી. જેમાં તેમેણે તેમની આ બંને મુવી બનાવા માટે થયેલા સંઘર્ષ ની વાત કરી છે.

તો ચાલુ આજે તમને આની માંડી ને વાત કરું. ( બે યાર ના ઉદય ની સ્ટાઈલ માં… )

        અભિષેક જૈન નો જન્મ અમદાવાદ માં જ થયેલો, પરંતુ તેમના પિતાજી મૂળ જોધપુર નજીકના શેરગઢ જીલ્લાના સોઈત્રા ગામના વતની હતા. તેમની મમ્મી ચેન્નાઈ ના હતા, પરંતુ તેઓ અમદાવાદ માં જ સેટલ થઇ ગયા હતા. અભિષેક ના મોટા ભાઈ નયન જૈન ( કે જે આ બંને મુવી ના પ્રોડ્યુસર છે ) નો જન્મ તેમના મોસાળ ચેન્નાઈ માં થયો હતો. નાનપણથી જ અભિષેક ને નાટકો માં વધારે પડતો રસ હતો. જયારે મોકો મળે ત્યારે તે તેને ચુકતા નહોતા. તેમેણે ૧૧ – ૧૨ જી.એલ.એસ માંથી કર્યું હતું અને ગ્રેજ્યુએશન એચ.એલ  કોલેજ માંથી કર્યું હતું. એ દરમ્યાન તો એમને એમનું ટેલેન્ટ બતાવાનો ભરપુર ચાન્સ મળ્યો. એક વાર કોલેજ માં કલ્ચર ફેસ્ટીવલ ની છેલ્લી સ્પર્ધા હતી, સૌમિલ ચાવે નામના કલાકાર ડ્રામા શીખવાડવા આવતા. અને તેમની ગેરહાજરીમાં અભિષેક સહાયક તરીકે કામ કરતા. છેલ્લે સૌમિલ દવે એ એમને કહ્યું કે નાટક માં તારો અભિનય ખુબ નબળો હતો પણ હા, તે નાટક ડીરેક્ટ સારું કર્યું. ( કદાચ ડીરેક્ટર બનવાના અભરખા અહિયાથી જ જગ્યા હશે )

એચ. એલ માંથી બી.બી.એ. કાર્ય પછી શું કરવું એ વિચારતા હતા, એટલામાં સૌમિલ સર કે જેમણે તેમની કોલેજ નું નાટક ડીરેક્ટ કર્યું હતું તેમણે અભિષેક ને ડીરેક્શન વિષે ઊંડાણ માં સમજણ આપી. અને વ્હીશ્લીંગ વુડ્સ ( સુભાષ ઘાઈ ની ફિલ્મ ઇન્સ્ટીટયુટ ) માં પોર્ટફોલીઓ મોકલવાની વાત થઇ. અને ત્યાં તેમને એડમીશન મળી પણ ગયું. હવે ત્યાં તેમને તેમના અભ્યાસક્રમ પ્રમાણે જુદી જુદી ભાષાઓની ફિલ્મ બતાવામાં આવતી. તેમાં જાપાનીસ, ફ્રેંચ, કોરિયન જેવી ફોરેન ની તેમન મરાઠી તેલુગુ જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મ પણ બતાવામાં આવતી. પણ ક્યારેય ગુજરાતી ફિલ્મ નહિ. આ વાત તેમને ખટકતી અને કદાચ ત્યારથી જ એમને ગુજરાતી માં કોઈ એવી નેશનલ લેવલ ની ફિલ્મ  બનાવાનો વિચાર પણ આવેલો. ત્યાંથી ભણ્યા બાદ તેમને સંજય લીલા ભણશાલી ને સાવરિયા માં અને સુભાષ ઘાઈ ને યુવરાજ માં અસીસ્ટ્ટ પણ કાર્ય હતા. છતાં પણ તેમનું મન તો કોઈ ગુજરાતી મુવી બનાવામાં જ માનતું હતું. પણ તેમનું મન અને અમુક મિત્રો પણ કેહતા હતા કે   બે યાર …. કેવી રીતે જઈશ…  ગુજરાતી માં.

કેવી રીતે જઈશ માટે તેમને પોતે સ્ટોરી લખી હતી. તેમન અસ્સલ ગુજરાતી પટેલ ને દર્શાવ્યો છે કે જે અમેરિકા જવાના સપના જોવે છે અને તેને પુરા કરવા માટે થનગને છે. ફિલ્મ ને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ગુજરતી ફિલ્મ પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ પણ બદલાયો. ત્યાર બાદ એમની બીજી ફિલ્મ આવી બે યાર. આ ફિલ્મે કેવી રીતે જઈશ ના રેકોર્ડ તોડ્યા અને મલ્ટીપ્લેક્સ માં ભરપુર ચાલી. એ વખણાઇ પણ ખરી. આમતો દુખ ની વાત કેહવાય પણ થોડોક ગર્વ પણ લઇ શકાય કે આ કોઈ એવી પહેલી ગુજરાતી ફિલ્મ હતી કે જેની પાઈરેટેડ સીડી બજાર માં મળતી હતી. આ ફિલ્મ ને બનાવા કરતા તો તેને થીએટર માં લગાડવા માટે ખુબ મહેનત કરવી પડી હતી, કેમકે અત્યારસુધી મલ્ટીપ્લેક્સ માં ગુજરતી ફિલ્મ ચાલવાનું સાહસ કોઈએ કરેલ નહતું. પણ આ ફિલ્મે એ પણ પુરવાર કર્યું કે ગુજરાતી ફિલ્મ પણ સારી હોય તો હિન્દી ફિલ્મ ને ટક્કર આપી શકે છે. તો બકા આજે આ ફિલ્મ ,તેના સ્ટાર, તેના લોકેશન ની માહિતી પરથી પાંદડું હટાવાનો ટાઈમ આવી ગયો છે.

ફિલ્મ માં કેટકેટલાય ગેસ્ટ અપીરીએન્સ છે. પણ સૌથી પહેલા ફિલ્મના બે હીરોની વાત કરવી છે. ચકો બનતો દિવ્યાંગ ઠક્કર તો નક્કી જ હતો, પણ જો બીજો તેની સાથે મેચ થાય તેવો હીરો મળે તો જ… એટલામાં અભિષેક નું મુલાકાત “ હું ચંદ્રકાન્ત બક્ષી “ નાટક માં કામ કરનાર પ્રતિક ગાંધી જોડે થઇ. તેઓ આ બંને ની કેમેષ્ટ્રી જોવા માંગતા હતા. એટલે અભિષેક એ બંને ને એક હોટેલ માં બોલાવે છે. પછી ત્યાં તેમેણે બેવને એકલા મુકીને કોઈક બહાનું કાઢીને બહાર જતા રહે છે અને તે બંને ને દુર ઉભા ઉભા ઓબ્સર્વ કરે છે અને ત્યાર જ તેમને લાગે છે કે ચકા-ટીના માટે આ જોડી પરફેક્ટ છે. ચકા ના ફાધર ના રોલ માટે દર્શન જરીવાલાએ થોડું વિચાર પછી તરત જ હા પડી દીધી હતી, જયારે તેની માં ના રોલ માટે સુપ્રિયા પાઠક નો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણસર તે જોડાઈ શકે તેમ નહતા. તેથી આરતી પટેલ એ રોલ માટે ફીટ બેસી ગયા. એ સિવાય આ મુવી માં ગેસ્ટ અપીરીએન્સમાં જય વસાવડા છે એની તો બધાને ખબર પડી જ ગઈ હશે. એ સિવાય તુષાર શુક્લા, કે જેમણે કેટકેટલીય કવિતાઓ અને નાટકો લખ્યા છે, તેઓ આ ફિલ્મ માં નાનો પણ મુખ્ય એમ.એફ.હસન નો રોલ કરી રહ્યા છે. ચકો અને ટીનો જે ડોક્ટર પાસે પોતાની દવા વેચવા જાય છે તે ડોક્ટર એક ગુજરાતી ફિલ્મ બેટર હાફ ના ડીરેક્ટર આશિષ કક્કડ છે. લાભુમાં ના મંદિર ની બહાર બેઠેલા ભિખારી ના રોલ માં સ્મિત પંડ્યા ( કટકો ફેઈમ ) છે, જે ચકના પૈસા લાભુમાં લઈને જતા રહે છે ત્યારે હસતો હોય છે.

ફિલ્મ અમદાવાદ ના જ લોકેશન પર શૂટ થઇ છે. ફક્ત ૨ મિનીટ નું શુટીંગ પેરીસ માં કરવામાં આવ્યું છે. ચકાનું ઘર પાલડીમાં શૂટ થયું છે, ગાંધીનું ઘર બોપલ ના ફાર્મહોઉસ માં દર્શાવ્યું છે, જે.જે. ટી સ્ટોલ, રિષભ એન.જી.ઓ. અને પોલીસ સ્ટેશન ગુજરાત કોલેજ માં શૂટ કરવામાં આવ્યા છે. ઉદય જે રૂમ માં બેસીને રાતે પેન્ટિંગ ની કોપી કરે છે એ રૂમ પણ ગુજરાત કોલેજ નું સ્પોર્ટ્સ ગોડાઉન છે. આર્ટ ગેલેરી નું શુટિંગ અમદાવાદ ની ગુફા માં કરવામાં આવ્યું છે. જીતું કાકા મોર્નિંગ વોક કરવા જાય છે એ પરિમલ ગાર્ડન છે. એપેન્ડીક્સ નું ઓપરેશન જે હોસ્પિટલ માં થાય છે એ સીમ્સ હોસ્પિટલ છે. આ સિવાય જયારે ટીનો ચકાને પુલ નીચે ખખડાવે છે એ સીન એલિસબ્રિજ નીચે શૂટ કરવામાં આવ્યો છે. દારૂ પાર્ટીનો સીન અભિષેક ની સાસરીમાં શૂટ કરવામાં આવ્યો છે. આ સિવાય માણેક ચોકનું તો લખવાની કોઈ જરૂર જ લગતી નથી. પણ ત્યાનો સીન ખાસ છે, કેમકે જયારે ઉદય તેના એક મિત્રને ચકા જોડે લાવે છે અને કે છે કે આને એમ.એફ.હસન પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. એ છોકરો અભિષેક જૈન પોતે. ( સુભાષ ઘાઈ નો ચેલો તો ખરો ને ?? )

આતો ફિલ્મ બનવાની વાત થઇ. પણ તેને થીએટર માં લાગવા માટે પણ અભિષેક અને તેની ટીમે દિવસ રાત એક કરી દીધી હતી. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને બેઠી કરવા અગાધ પ્રયાસો કર્યા. હવે ફરી એક વાર મુવી જોવો અને લોકેશન, એક્ટર્સ બધું શોધો… મજા આવશે. બુક વાંચશો તો ખુબ મજા આવશે.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s