હેપ્પી ન્યુ યર – ૨૦૧૬

આજે નવું વર્ષ 2016 શરુ થઇ ગયું. આપ સૌને નવા વર્ષ ની હાર્દિક ( પટેલ ના સમજવું ) શુભેચ્છાઓ. પરંતુ ઘણા લોકોએ વોટ્સએપ પર કૈક એવા મેસેજ વહેતા કાર્ય છે કે   ” કોઈએ મને નવા વર્ષની શુભેચ્છા આપવી નંઈ…. મારું નવું વરસ દિવાળીએ બેસી ગયું… તમારું નવું વર્ષ હોય તો મનાવો… ” આમાં ખોટું કઈ નથી પણ, આવું કેહનારાઓ માંથી અડધોઅડધ ને ગુજરાતી માહિનાઓના નામ પણ લાઈનમાં બોલતા નથી આવડતા, અને આજે કઈ તિથિ છે તે કોઈને ખબર નથી હોતી. તો પછી આવો દંભ કરવાની ક્યાં જરૂર છે. આપણે જે કેલેન્ડરને સ્વીકારી લીધું છે તેનું નવું વર્ષ માનવામાં શું વાંધો છે ?
એક તહેવાર વધારે માનવી લઈશું તો આપણી લાઈફ માં થોડીક હળવાશ પણ આવી જશે. ( ખીશું પણ હળવું થવાનું જ ). એવું માનો કે આપણને 2 વાર નવું વર્ષ માનવાનો મોકો મળે છે.
( આ મારો પર્સનલ વ્યુ છે. આમાં ઘણા સહેમત ન પણ થાય. )
હૈપ્પી ન્યુ યર…..   સુશાંત ધામેચા & ફેમિલી..

Leave a comment