બેંગ્લોર ની સેન્ટ જ્હોન હોસ્પિટલમાં ૮ વર્ષના એક છોકરાને દાખલ કરવામાં આવ્યો હતો. તે એક ગંભીર બીમારી થી પીડાતો હતો, તેને ડોકટરે કીધું હતું કે તેને સાજો થવામાં ૪ મહિના જેટલો સમય લાગશે. તેના પેરેન્ટ્સ તેના માટે બનતું બધું જ કરી છુટવા તૈયાર હતા. આની જાણ ત્યાના એક નવજુવાન છોકરાને થઇ, અને તેણે તે નાના છોકરા ને સાઈકોલોજીકલી ટ્રીટમેન્ટ થી સાજો કરવાનું વિચાર્યું. આપને જાણીએ છે તેમ, જો આપને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ હોઈએ તો આપણા ઘણા દર્દ અને દુખ ઓછા થઇ શકે છે. આ જ રીત પેલા નવજુવાન છોકરા એ વિચારી અને તેણે જોકર બની ને પેલા છોકરા ને હસાવી ને ખુશ કરવાનું વિચાર્યું. તે એક શનિવારે બપોરે તે છોકરા ને મળવા ગયો. ત્યારે છોકરો પલંગ માં સુતો હતો અને તેની મમ્મી તેની જોડે બેથી હતી. ત્યારે તેને થોડી રાઈમ્સ ( બાળકો માટે ની કવિતાઓ ) ગાઈ અને તેને હસાવવા માટે થોડા નખરા પણ કાર્ય. પરંતુ તે છોકરાનો કોઈ રિસ્પોન્સ મળ્યો નહિ. છતાં તે નિરાશ ન થતા, બીજા શનિવારે ફરીથી આ કામ માટે પહોચી ગયો. અને સેમ રીપીટ કર્યું, ત્યારે તે છોકરો થોડો રિસ્પોન્સ આપવા લાગ્યો. પછી ના અઠવાડિયે તો તે છોકરો તેને જોતાની સાથે જે ઓળખી ગયો અને તેના ફેસ પર સ્માઈલ પણ આવવા લાગી. અને બે મહિના માં તો તે એકદમ સાજો થઇ ગયો. અને જયારે બે મહીને જોકર તેને મળવા ગયો ત્યારે તે છોકરો પલંગમાં ન દેખાતા તે સાજો થઇ ગયા ની ખુશી સાથે તેને દુખ એ થયું કે હું છેલ્લે એ છોકરા ને મળી ના શક્યો. જોકર હજી એ વિચારતો જ હતો કે પછળથી આવી છોકરાએ જોકર નો હાથ પકડી લીધો અને કેહવા લાગ્યો, “ મારા માટે આજે શું લાવ્યા છો ?”
આ એક સત્ય ઘટના છે. મારે આજે આ વાત કરવી છે જોકર છોકરાની. તે જોકર નું નામ છે હરીશ ભુવન. મૂળ તે વડોદરા નો વાતની છે પણ હાલ તે બંગલોર માં રહે છે. તેમેને સાઈકોલોજીમાં બી.એ. કરેલ છે. સ્નાતક કર્યા બાદ તેમેને બંગલોર માં નોકરી કરી. તે દરમ્યાન તેમની સાથે એક દુખદ બનાવ બન્યો. તેની એક ગર્લફ્રેન્ડ હતી, જેની સાથે તેના લગ્ન થવાના હતા. બંનેના ઘરવાળા પણ તેના માટે એગ્રી હતા. બંને ખુબ ખુશ હતા. તે દરમ્યાન છોકરી ને જાણ થઇ કે તેને બ્લડ કેન્સર છે. તેણે આ વાત હરીશ ને કરી. અને તે કેન્સર એ સ્ટેજ માં હતું કે તે છોકરી વધારે માં વધારે ૬ મહીઈના જીવી શકે. તેથી હરીશે તેની નોકરી છોડી અને ફૂલટાઇમ તે ગર્લફ્રેન્ડ ની સાથે રહેવાનો અને તેને ખુશ રાખવાનો નિર્ણય કરી લીધો. પણ અંતે જે થવાનું હતું તે થયું અને તેની ગર્લફ્રેન્ડ તેને છોડી ને હમેશા માટે ચાલી ગઈ. આથી તે ખુબ જ ડીપ્રેસન માં આવી ગયો હતો. અને લગભગ ૬ મહિના સુધી તે ડીપ્રેસન માં રહ્યો. તે દરમ્યાન તેના પેરેન્ટ્સે તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક વખતે તેઓ નિષ્ફળ રહ્યા. તે દરમ્યાન તે IIT-MUMBAI માં નોકરી કરવા લાગ્યો. પછી એક વખત તે તેના મિત્ર સાથે બંગલોર ગયો ત્યારે તેણે સેન્ટ જ્હોન હોસ્પિટલ ની મુલાકાત લેવાનું થયું અને ઉપર લખેલા કિસ્સા ના બીજ રોપાયા. અને તેમાં તે સક્સેક થયા બાદ તેણે વિચાર્યું કે બસ હવે તો આ જ કરવું છે. “ HE WANTS TO SPREAD SMILE OVER THE FACES OF AILING “. આવી રીતે જોકર બનીને બીમાર છોકરાઓને હસાવવાથી તેઓ તેમનું દર્દ ભૂલી જાય છે અને તેમની રીકવરી જલ્દી થાય છે. આ વાત તે બરાબર સમજી ગયો હતો. AFTER ALL HE WAS A STUDENT OF PSYCHOLOGY.
આના માટે તેમને સૌપ્રથમ તેમણે દર શની-રવિ હોસ્પિટલ ઓથોરીટી ની પરમીશન લઇ ત્યાં જવાનું નક્કી કર્યું. સમય જતા બીજા ઘણા છોકરા છોકરીઓ પણ તેમાં જોડવા ઉત્સુક થાવા લાગ્યા. ત્યારબાદ ૬ મહિનામાં તો એમને તેમની IIT ની નોકરી છોડી ફૂલટાઈમ આ કામ માં જા લાગી ગયા. તેમણે ઘણા બીજા છોકરા છોકરીઓ ને પણ પાર્ટ ટાઇમ આવું કરવા માટે પ્રેર્યા. અત્યારે ફક્ત બંગલોર માં જ ૨૦૦ છોકરા છોકરીઓ સ્વેચ્છાએ આ કામ કરે છે અને આનંદ સાથે આશીર્વાદ પણ મેળવે છે.
અત્યારે તેઓ એક એન.જી.ઓ. ચલાવે છે, તેનું નામ છે “કમ્પેસનેટ કલાઉન. આવું દયાનું કામ કરવા બદલ તેમને લાખો રૂપિયાનું બેનામી દાન પણ મળતું રહે છે, અને હરીશ તેનો સદુપયોગ પણ કરતા રહે છે. બંગલોર સિવાય તેમને અમદાવાદ, મુંબઈ અને જયપુર માં પણ કલાઉનીંગ શરુ કરેલ છે અને તેને ઘણી સફળતા મળેલ છે. અત્યારે તેઓ વડોદરામાં પણ આ ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
આમ, જોકર બનીને લોકોનું દુખ દુર કરવાનું કામ હરીશ ભુવન ખુબ સરસ રીતે કરી રહ્યા છે. તે બીજા ને ખુશ કરીને ખુશ થવામાં મને છે. તેમની વેશભૂષા જોઇને જ સામેવાળાના ફેસ પર સ્માઈલ આવી જાય. તેમો રૂટીન ડ્રેસ કુર્તો, લેડીઝ ટાઇપ લેંઘી અને માથે દુપટ્ટા માંથી બનાવેલ સાફો છે. થોડા સમય પહેલા વડોદરા માં શ્રી શ્રી રવિશંકર મહારાજ ના આશ્રમ માં “આશ્રમ કોલિંગ – ડિસ્કવર યોર પેશન” અંતર્ગત તેમને મળવાનો ચાન્સ મળ્યો હતો. ત્યારે તમેન જાહેર માં ચેલેન્જ કરી હતી કે, અહિયાં જેટલી છોકરીઓ છે તેઓ કરતા મારી પાસે દુપટ્ટાઓ નું કલેક્શન વધારે હશે.
બસ તેમની જેમ જ અપને પણ કોઈને ખુશી આપી શકીએ તો આપણને પણ ખુશી થાય.
“ खुशिया बाटनेसे बढती है. “ આ કઈ નવું નથી પણ તેને આમ સાકાર કરી શકાય.
“ BE HAPPY AND MAKE OTHERS HAPPY TOO “