ચલો સ્કુલ ચલે હમ…

10390045_805306459503673_6884964531484550668_n

વેકેશન, જેની દરેક બાળકો આખું વર્ષ રાહ જોતા હોય છે, એ આજે તા. ૦૮.૦૬.૨૦૧૫ થી પૂરું થઇ જતા એમને સ્કુલે જવું જ પડશે. ૮૦% બાળકો જુનીયર, સીનીયર સુધી તો પહેલે દિવસે તો સ્કુલ માં જતા અને સ્કુલ પૂરી થાય ત્યાં સુધી તો રડતા જ હોય છે. આ તો મને, તમને બધાને ખબર જ છે, એવું લાગ્યું ને ? પણ આ લખવાનું મન એટલે થયું કે, મારા તીર્થ ને સ્કુલ કાલ થી શરુ થાય છે અને તે ત્યાં જવા માટે ઘણો ઉત્સાહિત છે. પણ હું થોડો નર્વસ છું, એના મજા ના દિવસો પતિ ગયા? હવે રોજ ૪ કલાક સ્કુલ માં ટીચર ના ગુલામ બની ને જ રહેવાનું? કારણકે મારી ગણતરી એ ૮૦% બાળકો મા થતી હતી જે પહેલા આખા અઠવાડિયા સુધી રોજ રડે. એટલે આજે પણ તીર્થ ની સ્કુલ નો પહેલો દિવસ હોય ત્યારે હું જ અચૂક તેને મુકવા જાઉં છુ અને એ મારી ફિલિંગ નો અનુભવ કરું છું.

વેકેશન મા જે આખો દિવસ ધમાલ, મસ્તી, ગેમ, ટીવી આટલા ની વચ્ચે જ રહ્યા હોય અને બીજે દિવસ થી સ્કુલ ની ૪ દીવાલ ની વચ્ચે, ટીચર ના હુકુમ નું પાલન કરવાનું, કેવું લાગે??? જેમ ગુલાબ ના છોડ ઉપર લહેરાતું ગુલાબ, જયારે ત્યાંથી ગુલદસ્તા માં શિફ્ટ થઇ જાય. ( આ વાક્ય નો શ્રેય મારા એક મિત્ર હિરેન પટેલ ને જાય છે ) નો ડાઉટ ગુલદસ્તા માં લાગ્યા પછી ગુલાબ ની કીમત વધી જાય છે, પણ એ કીમત ની કીમત ગુલાબ ને ખબર નથી હોતી, ફક્ત એના માળી ને જ ખબર હોય છે, તેમજ બાળક જયારે સ્કુલ માં જાય ત્યારે બાળક ને એમ લાગે છે કે મમ્મી-પપ્પા મને કેમ અહી મોકલે છે, પણ એની કીમત તો મમ્મી-પપ્પા ને મન ઘણી હોય છે.

તીર્થની સ્કુલ માં પહેલે દિવસે દરેક બાળકો ને ચોકલેટ આપી, વીડિઓ શુટીંગ કરી ને એમનો પ્રવેશોત્સવ કરાવે છે. ગયા વર્ષે તીર્થ નો નર્સરી નો પહેલો દિવસ હતો, સાથે સાથે તેના ક્લાસ ના દરેક બાળકો નો પહેલો દિવસ હતો. જયારે ટીચર ચોકલેટ આપતા હતા તો બધા ખુશ થઇને ખતા હતા, અને પછી જયારે ટીચરે ક્લાસ માં લઇ જવાની શરૂઆત કરી ત્યારે વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ. કેટલાકની મમ્મીઓ રડવા માંડી. એને જોઇને ટેણીયા ની રડવાની સ્પીડ ડબલ થઇ ગઈ. હું તો આ બધું જ જોતો હતો. હજી આજે પણ આ જોવા માટે જ મે રજા લઇ ને તીર્થ ને મુકવા જવાનું પ્લાનીંગ કર્યું છે.

આ લખવાનું કારણ એ જ છે કે, આવા દિવસો પપ્પા ( પિતા લખવા માં મને મારી ઉમર બહુ મોટી થઇ ગઈ હોય એવું લાગે છે એટલે એને અવોઇડ કરું છું ) ની લાઈફ માં થોડા વર્ષો પછી નથી આવાના, તો જેમનું વેકેશન લંબાયું છે, તેમના પપ્પાઓ ને વિન્નંતી કે પહેલા દિવસે તો બધા કામ બાજુ એ મૂકી ને બાળક ને સ્કુલે મુકવા જવાનો ટાઇમ અવશ્ય કાઢજો જ…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s