એક ડોકિયું…. લેખકો ના જીવનમાં…..

હમણાં થોડા સમયથી મને લખવાનો શોખ જાગ્યો છે, એટલે એકવાર વિચાર આવ્યો કે લાવને દુનિયાના લેખકો ના જીવન માં લટાર મારી આવુ. પછી તો ગુગલભાઈ ને ઓર્ડર કર્યો એટલે એ તો      ધડા ધડ માહિતી લઈને આવી ગયા. ( પાછુ આપણને લખીને બતાવે કે અમે તમને તમારી જોઈતી માહિતી ૦.૩ સેકન્ડ માં જ પૂરી પડી છે ) એટલે મેં એમને આભાર માની ને વાંચવાનું શરુ કરી દીધું. એમાંથી ઘણીબધી રસપ્રદ વાતો જાણવા મળી, કે તેઓ લખવા માટે કેટલા ઉત્સુક હતા અને કેટલી મહેનત કરતા હતા. એમાંથી થોડી અહી લખું છે.

  1. B. WHITE ( AUTHOR OF CHARLOTTE’S WEB )

તે કેહતા કે “ જો કોઈ લેખક લખવા માટેના અનુકુળ સમય ની રાહ જોવે તો તેની જીંદગી તેના વિચારો કાગળ ઉપર કંડાર્યા વગર જ પૂરી થઇ જાય “ તેઓ પોતે કોઈપણ માહોલ માં કામ કરી શકવાની મનોશક્તિ ધરાવતા હતા. તેમના ઘરમાં એક જ રૂમ હતો, બેઠક રૂમ, રસોડું, સુવાનો રૂમ, અને તેમનો લખવાનો રૂમ, બધું એક જ. ત્યાજ આખા ઘરની શોરબકોર ચાલતી હોય અને ટે લખતા પણ હોય. છતાં ઘરના કોઈ લોકો તેમની ઉપર ધ્યાન આપતા નહિ. અને જો તે કંટાળે તો મગજ ફ્રેશ કરવા માટે ઘરની બહાર ચાલ્યા જતા અને આવી ને પાછા લખવાનું ચાલુ કરી દેતા.

  1. JODI PICOULT ( NO.1 ON THE NEW YORK TIMES BEST SELLET LIST )

તેઓ માનતા હતા કે, લખેલા કાગળ પર સુધારો કરવો શક્ય છે પણ, કોરા કાગળ પર શું સુધારો કરી શકાય ?? લેખક જોડે લખવા માટે ઘણોબધો સમય હોય છે લખવા માટે, અને જો તેમ ના હોય તો જયારે સમય મળે ત્યારે પણ તે લખી શકે છે, અને ચાહે ત્યારે તેમાં સુધારા પણ કરી શકે છે, પણ જો કશું લખ્યું જ ન હોય તો શું સુધારી શકે?

  1. MAYA ANGELOU

 

તેમણે તેમના શહેરમાં એક હોટેલ માં કાયમ માટે એક રૂમ બુક કરાવી રાખેલો અને તેનું દરમહિને ભાડું પણ ચુકવતા હતા. તે હોટેલના રૂમ માંથી તેમણે પેન્ટિંગ પણ બહાર કાઢવી નાખેલા અને હોટેલના સ્ટાફ ને પણ ચોક્ખી સુચના આપી રાખેલી કે મારી ગેરહાજરી માં કે હાજરી માં મારા રૂમ ની સફાઈ કરવા માટે કોઈને મોકલવો નહિ. તેઓ નોહતા ઈચ્છતા કે તેઓના ના કાગળ ના ડૂચા કે જે તેમણે લખતા લખતા ફાડી નાખ્યા હોય, તે કોઈ વીણી જાય. દર બે મહીને હોટેલ સ્ટાફ તેમના દરવાજા નીચેથી એક ચિટ્ઠી સરકાવતા, તેમાં લખેલું હોય કે, “ તમારા પલંગ ની ચાદર બદલવાની છે તો પરવાનગી આપો.” તેઓ સવારે બે વાગ્યે ત્યાંથી નીકળી ઘરે જતા અને ઘરે જઈને પોતાના લખેલા લેખ વાચતા અને તેમાં સુધારા વધારા કરતા.   “  સરળ વાચી શકાય એવું લખવું એ અઘરું કાર્ય છે “

 

  1. J. JACOBS ( FORCE YOURSELF TO GENERATE DOZENS OF IDEAS )

 

તેઓ સામાન્યપણે જીમમાં વપરાતા જોગીંગના મશીન ઉપર ચાલતા ચાલતા જ લખવાનું પસંદ કરતા હતા, કેમકે જયારે તેઓ DROP DEAD HEALTHY પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ઊંડા અભ્યાસ પરથી લાગ્યું હતું કે જો હું લાંબો સમય બેસીને લખીશ તો મારું જીવન બેઠાળુ થઇ જશે અને એ મારી તબિયત માટે હાનીકારક છે. તેથી તેમણે તેમના ઘરમાં જ એક જોગીંગ મશીન વસાવીને તેની ઉપર લેપટોપ લગાવી ને તેમાં જ લખવાનું શરુ કર્યું. તે કેહતા હતા કે, બેસી રહેવું એ એક નવું વ્યસન છે.

 

 

આ બધા લેખકો માટે લખવું એ એક શોખ થી વધીને એક વ્યસન બની ગયું હતું. આપણે તો વાંચીને ખુશ થઈએ છે, પણ એ લખવા માટે લખનારે કેટલો દાખડો કર્યો છે તે જાણવાની જીજ્ઞાશાએ જ આ લેખ લખવા માટે પ્રોત્સાહિત કર્યો હતો…

 

સલામ છે આવા લેખકો ને………

Advertisements

One thought on “એક ડોકિયું…. લેખકો ના જીવનમાં…..

  1. Ashwin Prajapati 31/10/2014 / 11:16 AM

    Nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s