મોજીલો મેહુલો

          “ મેહુલો “ – વરસાદ ને તેને ચાહનારાઓ તરફ થી મળેલ ઉપનામ. જેને આપણે ખુબ ચાહતા હોઈએ તેને આપણે ઉપનામ આપતા હોઈએ છે. અમુક અપવાદ ને બાદ કરતા દરેક લોકો વરસાદ ને ચાહે છે, તેને માણવા હમેશા તૈયાર હોય છે. તેના આગમન ની સાથે તેને ખુલ્લા મને અને ખુલ્લા દિલે આવકારે છે, સ્વીકારે છે અને માણે છે.

          જેમ કોઈપણ સારી વસ્તુ કાં તો સુખ શાંતિ, સંપતિ મેળવવા માટે પરિશ્રમ જરૂરી છે, તેમજ વરસાદ ને માણવા માટે પણ ઉનાળા ના ૪ મહિના ગરમી વેઠવી જ પડે છે. જેમ પરિશ્રમ કાર્ય પછી સમૃદ્ધિ, સંપતિ મળે તો જ તેનો આનંદ આવે છે, તેનું મહત્વ સમજાય છે. તેથી જ તો ભગવાને ઋતુચક્ર માં ચોમાસા ને ઉનાળા પછી મુક્યો છે. જો ચોમાસા ને શિયાળા પછી મુક્યો હોત તો કોઈ તેની આટલી રાહ ના જોવેત.

          જયારે પહેલા વરસાદ નું આગમન થાય ત્યારે તે તેની સાથે ઘણા લોકો ની અને આ પૃથ્વી ની આશા લઈને આવતો હોય છે. ખાસ કરી ને ખેડૂત મિત્રો ને પહેલા વરસાદ ની સાથે ઘણી આસાઓ રહેલી હોય છે. ખેડૂતો પછી બીજા નંબરે ગરમી થી ત્રાસેલા લોકો નો વારો આવે છે. આવા લોકો ની આતુરતા ને સંતોષવા માટે તેના આગમન ના બે-ત્રણ  મહિના પહેલા થી જ તેની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવે છે. અત્યારે તો અનેકવિધ વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા વરસાદ ની માત્ર ની અને આગમન ના સમય ની ચોક્કસ માહિતી મેળવી શકાય છે.

          આવી વરસાદ ની પહેલી આગાહી ભારત માં હવામાન શાસ્ત્રી  બ્લેન્ફોરડે જુન-૪  ૧૮૮૬ ના રોજ કરી હતી. આ તો વાત થઇ વૈજ્ઞાનિક ઢબે વારસા ની આગાહી કરવા ની. પણ જયારે વૈજ્ઞાનિક ઉપકરણો નોહતા  ત્યારે પણ વરસાદ ની આગાહી કરવા માં આવતી હતી. ત્યારે કુદરત ના નીર્દેશાત્મક સંજોગો ને તેમજ કેટલાક સજીવો ની વર્તણુક ને આધારે આગાહી થતી, જેમકે ટીટોડી બોલે તો વરસાદ આવશે, અને જો ટીટોડી નદી ના પટે કાંકરા નો માળો બનાવી તેના પર ઈંડા મુકે તો એ ચોમાસું નબળું વીતવાનું ચિન્હ છે. જો એ ઉચાણ વાળી જગ્યા પસંદ કરે તો બારેય મેઘ વરસે છે અને ખેતર માં પુષ્કળ મોલ પાકે છે. આ ઉપરાંત કેટલાક ભડલી વાક્યો પર પણ ધ્યાન અપાતું હતું. આમાંના કેટલાક હજી પણ આપણા ઘર ના મોટા લોકો ના મોઢે સાંભળવા મળે છે.

          વરસાદ ની આગાહી ઘણા લોકોને, જોડી જુદી રીતે ઉપયોગી થાય છે, જેમ કે ખેડૂતો ને આગામી પાક લેવાની તૈયારી કરવામાં, સરકારી તંત્ર ને નદીઓ ના બંધ ની વ્યવસ્થા તથા શહેરો માં અને ગામડાઓમાં વરસાદ ના પાણી ના નિકાલ ની વ્યવસ્થા કરવામાં, અને અમારા જેવા વરસાદ પ્રેમીઓને હાશકારો કે હવે વરસાદ માં ન્હાવા મળશે. વૃક્ષો અને ધરતી પણ વરસાદ ની રાહ જોતી હોય છે, જયારે વરસાદ પડે ત્યારે કોઈ ઝાડ ને ધારી ને જોયા છે? એ જોતા એવું લાગે કે વરસાદ ની સૌથી વધારે ખુશી તો આને જ થઇ છે, કેમકે ઉનાળા ના ૪ મહિના એણે તડકો વેઠી ને કેટલાય ને છાયડો આપ્યો હોય છે અને હવે ઠંડક નો એહસાસ કરવાનો તેનો વારો આવ્યો છે. આવું જ ધરતી સાથે થાય છે, તે પણ ચોમાસું આવતા જ ખીલી ઉઠે છે. પહેલો વરસાદ પડે ત્યારે તો એ એટલી બધી ખુશ થઇ જાય છે કે સુવાસ છોડવા માંડે છે.

          વરસાદ પડે ત્યારે ઝાડ અને પૃથ્વી સિવાય બેજા કોઈને મજા પડતી હોય તો એ છે નાના ભૂલકાઓને, બસ ફરક એટલો કે તેમના માતા-પિતા તેમને ન્હાવા ની પરવાનગી મોટાભાગે આપતા નથી હોતા. વરસાદ થી બચવા માટે તેમને રેનકોટ, છત્રી વગર બહાર નથી નીકળવા દેતા. પણ પહેલા વરસાદ માં તો ન્હાવું જ જોઈએ. ( આમ તો દરેક વરસાદ ન્હાવા જેવો જ હોય છે ) તેનાથી શરીર ની ગરમી તથા અળઈઓ માટી જાય છે. મારું પોતાનું તો એવું માનવું છે ક વરસાદ પડે ત્યારે જો છત્રી કે રેનકોટ પહેરવો એ વરસાદ નું અપમાન કહેવાય. જો તેનો ઉપયોગ કરીએ તો એવું કહેવાય કે આપણે તેનો લ્હાવો ગુમાવી રહ્યા છે.

          ઘણા લોકો વરસાદ ને ગંદી ઋતુ કહે છે, પણ હું માનું છું કે આ એક જ માનવા જેવી ઋતુ છે. તે ઋતુ માં જ કુદરત પૃથ્વી પર અને આકાશ માં સૌન્દર્ય પાથરે છે. વરસાદ ને માણવા માટે તો સુરજ પણ વાદળા પછાળ બેસી એનો આનંદ લે છે અને આપણ ને પણ તેનો આનંદ લેવાનો સંદેશ આપે છે. જો કુદરત જ આપણ ને આનંદ લુટવાનો નિર્દેશ કરતી હોય તો લૂટો ને……………..

Advertisements

2 thoughts on “મોજીલો મેહુલો

  1. રીતેશ મોકાસણા 30/07/2016 / 6:55 PM

    રચના ખુબ ગમી

    • Sushant 30/07/2016 / 7:45 PM

      આભાર રિતેશ ભાઈ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s