ચાલો વિચારો ની દુનિયા માં….

વિચાર એ એક એવી પ્રક્રિયા છે ક જે સતત માનવી ના મગજ માં ચાલુ જ રહે છે. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ત્યારે મગજ વિચારવાનું તો ચાલુ જ રાખે છે. સામાન્ય માણસ એક દિવસ માં ૬૦૦૦૦ વિચાર કરતો હોય છે, ત્યારે આની ઉપર અંકુશ રાખવો શક્ય નથી પરંતુ આ વિચાર કરવાની ક્ર્રીયા અને આવડત એ આપણું જીવન પણ બદલી શકે છે, જો આપણે વિચારીએ અને માનીએ કે…..

“ આપનો દરેક વિચાર એક સત્ય ઘટના છે અને તેને પામવા માટે ની શક્તિ પણ એ જ છે. “

– “ ધ સિક્રેટ “

        હંમેશા આપણે, આપણને જે જોઈતું હોય તેનો અથવા તો જે ના જોઈતું હોય તેનો વિચાર કરતા હોઈએ છે. હવે વાત કરીએ કુદરત ના એક નિયમ ની. “ આકર્ષણ નો નિયમ “ ( LAW OF ATTRACTION ). આપણું મગજ જે પણ વિચાર કરે છે, તેની એક ચોક્કર ફ્રિકવન્સી હોય છે, જે મગજ દ્વારા આ બ્રહ્માંડ માં છોડવા માં આવે છે, અને સામે એવી જ ફ્રિકવન્સી ની શોધ શરુ કરે છે. અને તે નજીકના સમયગાળા માં શોધી ને આપના જીવન માં છોડે છે. જેમકે આપણે ટીવી નું ઉદાહરણ લઈએ તો, અપને કોઈ એક ચેનલ પર કાર્યક્રમ જોતા હોઈએ અને આપણને બીજો કાર્યક્રમ જોવાનો વિચાર આવતા ની સાથે આપણે ટીવી નું રીમોટ લઇ જેતે ચેનલ બદલીએ ત્યારે ટીવી નું એન્ટીના તરત જ તેની ફ્રિકવન્સી શોઘી પળવારમાં આપના ટીવી માં આપની સમક્ષ મૂકી દે છે. તેનું કારણ અપને સહજ રીતે જાણીએ છીએ કે દરેક ચેનલ ની એક ફ્રિકવન્સી નક્કી કરેલી જ હોય છે. તેવો જ તર્ક વિચારો ના સંદર્ભ માં પણ કામ કરે છે. બસ એ વિચારો ને સાકાર કરવા માટે રિમોટ ના બટન દાબવા જેટલી મહેનત આપણે કરવી પડે છે.

 

        હવે આટલું વાચ્યા પછી કોઈ વાચક ના મનમાં સવાલ ઉઠશે કે, કોઈ જાતે એવું વિચારે ખરું કે મારો અકસ્માત થાય અથવા મારે દેવું થાય !!! છતાં કેમ થાય છે ??? તેનો જવાબ રોહન્ડા બાયર્ન તેમના પુસ્તક “ ધ સિક્રેટ “ આપે છે કે, અમુક વાર આપણે કૈક વિચારતા હોઈએ ત્યારે તેની ફ્રિકવન્સી તેવા જ કોઈ પ્રસંગ ની ફ્રિકવન્સી ને ભળતી આવે તો આકર્ષણ ના નિયમ પ્રમાણે તે ઘટના અપને જીવન મા બને છે. જેમકે કોઈ વૈજ્ઞાનીકે એક રોબોટ બનાવ્યો, અને તેને તે પોતે કાર્ય કરવાના હુકમો આપતો હતો. પણ અચાનક એક વાર ભૂલથી તેનાથી ખોટો હુકમ અપાઈ ગયો અને રોબોટે તે કાર્ય પૂર્ણ કર્યું. આ જ રીતે ગુરુત્વાકર્ષણ ના નિયમને જોઈએ તો, કોઈ વ્યક્તિ મકાન ના પાંચમાં માળે થી છલાંગ લગાવે તો એ નીચે પટકવાનો જ છે, ત્યારે નિયમ એ નથી જોતો કે એ વ્યક્તિ નિર્દોષ હતી, તેને કોઈએ ધક્કો માર્યો હતો, કે તેનાથી કોઈ ભૂલ થઇ હતી.

 

        આ વિચારવા ની શક્તિ ના માધ્યમથી સંબંધો, પૈસા, સમાજ, પ્રોફેસનલ જેવા દરેક પાસાઓ માં બદલાવ લાવી શકીએ છીએ. હવે તે વિચારવા ની રીત વિષે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો તમારે શું જોઈએ છે તેનો સતત વિચાર કરો અને તેનું રટણ કરો, ત્યારેજ તમારું મગજ તમારા વિચાર ને આ બ્રહ્માંડ માં છોડશે અને તેને લાયક ફ્રિકવન્સી શોધવાનું શરુ કરી દેશે. બસ ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું કે મગજ ને સતત તેનું સ્મરણ કરાવવું અને બીજા વિચાર ના કરવા દેવા. જેમકે આપણે કોઈ રેસ્ટોરાંટ માં ખાવા ગયા હોઈએ, અને કોઈ એક વાનગી નો ઓર્ડેર કર્યો, વેઈટર તે ઓર્ડેર લેવા જાય અને તરત જ તમે એને બોલાવી ને કહો કે “ આ નઈ, બીજી વાનગી લાવ “ આમ જો તમે સતત કરો તો વેઈટર પણ મુશ્કલી માં મૂકી જાય અને ક્યારેક કઈક અલગ જ લઇ ને આવે. હવે તમે એક વાર વિચાર કરી લીધો, મગજે તેનું કામ શરુ કરી લીધું છે, પછી તેને સમય આપો અને સાથે સાથે તેને મેળવવા માટે થોડા પ્રયાસો પણ કરો, અને થોડા સમય માં તમે તેને પૂર્ણ થતા પણ જોશો.

 

        આ નિયમ મેં મારી પ્રોફેસનલ લાઈફ માં અનુભવ કરેલો છે તેથી તમારી સાથે તેની ચર્ચા કરવાનું મન થયું છે. હું જયારે કોલેજ માં હતો ત્યારે પાર્ટ ટાઇમ જોબ માં ઈંટરનેટ ના બીલ ઉઘરાવા જતો હતો, ત્યારે મારે અવારનવાર એક કંપની માં જવાનું થતું હતું, ત્યારે હું વિચારતો હતો કે આવી કોઈ કંપની મા જોબ મળે તો કેવું સારું ! અને પછી મે કોલેજ પૂરી કરી, જોબ ચાલુ કરી અને ૨ વર્ષ પછી મને એ કંપની માં જ જોબ મળી. આ એક સત્ય હકીકત છે જે મને આ પુસ્તક વાચ્યા પછી સમજાઈ કે આવું કેમ બન્યું? જેનું નામ છે “ ધ સિક્રેટ “

 

 

Advertisements

One thought on “ચાલો વિચારો ની દુનિયા માં….

  1. Santosh Rajput 30/10/2014 / 11:36 AM

    Maja aavi gai bhai……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s